Monday, October 31, 2011

બગાશું ખાતા પતાશું મળ્યું.

 કચ્છ ની ટૂર પર અમે નીકળી પડેલા... ગૂગલ ના મેપ્સ ને ધ્યાન માં રાખ્યા હતા અને તેમાં દર્શાવેલા રસ્તા અને વાહન વ્યવહાર પર મદાર રાખીને બીજા કોઈ ભોમિયા વગર, ભમવા નીકળેલા. જે જગ્યા એ રસ્તો દેખાડેલો ત્યાં રસ્તોજ ના નીકળ્યો. ૪૭ કિલોમીટર નો રસ્તો ૨૭૫ કિલોમીટર લાંબો નીકળે ત્યારે પ્રવાસીઓ ની જે હવા નીકળે તેવી નીકળેલી. રાત વેરાન વગડામાં મંદિર ની અટારીમાં સુઈને કાઢવી પડે અને કાઢી. ૧ કલાકની ટુંકી મુલાકાત નક્કી કરી હોય ત્યાં ૧ રાત કાઢવી પડે તેય કાઢી. પણ તે વધેલા કલાકમાં શું કરવું? 
બસ પછી તો એ સ્થળનો ઈતિહાસ ફંફોળવા બેઠા. અને તેમાજ આવું બગાશું ખાતા પતાશું મળી ગયું.
મુદ્દાસર વાત.
ગુગલ મેપ ના આધારે અને નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલ હોર્ડિંગમાં લખાણ અનુસાર, ક્ત્ચ્છ નો કાળો ડુંગર અને ધોળાવીરા ૩૭ કિલોમીટર દુર છે. પણ તે રોડ-રસ્તે ૨૦૦ કિલોમીટર કરતા પણ વધારે દુર નીકળ્યું. રાત્રે કાળા ડુંગર નો સૂર્યાસ્ત દેખવાની લાહ્યમાં અમે રાત્રે ત્યાં પહોચી ગયા.અને ત્યાં મજા આવી પણ નીકળતી વખતે ખબર પડી કે ધોળાવીરામાં ગુજરાત ટૂરિઝમના "તોરણ" માં બુકિંગ કરીને રાત રોકવાના અમારા સ્વપ્ન,કાચની બારીને, ગલીના કોઈ ટાબરિયાનો છગ્ગો મારવાનો પ્રયાસ થાય ને તેનો ફટકો મરેલો બોલ અથડાય ને એ કાચની જે હાલત થાય તેવી હાલત અમારી થયી. રાત ત્યાજ રોકાઈ જવું પડે તેવું થયું. દત્ મંદિર ની ખુલ્લી અટારીમાં,ડુંગર પરની ઠંડીમાં લંબાવી દીધું.

બીજા દિવશે સવારે બાપુ તો ડુંગર ને ફેદવા નીકળ્યા. કોઈ ભોમિયો નહિ ...બધા કહેતા કે આ કત્ચ્છ પહેલા દરોયો હતો અને આ ડુંગર પણ દરિયો હતો ..હિમાલય ની જેમ... પણ બાપુ સાબિતી આલો ... ગયા વર્ષે રાજસ્થાનમાં જેસલમેર ગયા હતા ...અને ત્યાં મીલીયન વર્ષના ઝાડના અવશેષોને સાચવી રાખેલા અને રાજસ્થાને તેને પર્યટન સ્થળ તરીકે પન્કાવેલુ એ નાનકડી સાબિતીઓ ને રક્ષિત કરીને. એટલે મને થયું કે ઉત્સવ પ્રેમી,અમારા નરેન્દ્રભાઈની નજરમાંથી તો એ ગયુ જ ના હોય. મને થયું કે લોકો કહે છે કે આ દરિયો હતો તો એવા અવશેષ અહી પણ હશેજ ને ? અને હોય તો ગુજ. સરકાર રાઈ નો પહાડ કરીનેય સુરક્ષિત રાખ્યુંજ હશે ને ? ત્યાં ના મંદિર ના વ્યવસ્થાપકો ને વાત કરી જોઈ. એ બધાને ત્યાનીતો ખબર નહોતીજ (કાલા ડુંગરની) પણ ધોળાવીરા માં પણ ખાડા ખોદયા છે બીજું કશુજ જોવા જેવું છે નહિ તેવી ઉલટાની તેમણે વાત કરી ...ત્યારે એક આઘાત લાગી આવ્યો...
મને ખબર પડી ગયી કે હવેજે કરવાનું છે તે માંરેજ કરવાનું છે. અને પછી પથ્થરોને શોધવા નીકળી પડ્યો. મામા-ફોઈ ભાઈઓ બધાને કહ્યી દીધું કે આવું આવું દેખાય તેવા પથ્થર મળે તો કહેજો ... બધા ટ્રેકિંગ કરતા કરતા અંદર ગયા પણ પછી થાકીને પાછા આવ્યા. વાતાવરણ ખુશનુમા હતું એટલે મેં તેમને નાસ્તા પાણી-કરવા જવાનું કહ્યું અને બી.એસ.એફની કેન્ટીનમાં ચા-પીને પાછો નીકળી પડ્યો.. એ પથ્થરોની તલાશમાં ... કરોડ વર્ષના ભૂતકાળ ની કોઈ એક ડી ની શોધમાં.
અને છેવટે એ મળી પણ આવ્યા...એજ મંદિરની બહારજ ...
કાલા ડુંગરથી કુરન સુધીનો રસ્તો અને કેડી બનાવવા માટે, મજુરો જે પથ્થરો ને હથોડા મારી રહ્યા હતા તેજ પથ્થર એ દરિયો હતો તેની સાબિતી લઈને લાખો વર્ષ થી ત્યાં ઉભા હતા.. એજ પથ્થરમાં શંખ, છીપલા, સેવાલ ના અવશેષો મને મળી આવ્યા...લાખો વર્ષો થી સચવાયેલા..અને તેય પાછા કત્ચ્છ્નાં સૌથી ઉંચા સ્થળ પરથી અને પથ્થરોમાં સોસયેલા પાણીના અવશેષોને જોઈને હું ભાવાવેશમાં આવી ગયેલો ...કોણ જાણે ક્યારથી કત્ચ્છનું નામ આવતું અને મને આ ડુંગરોનું આકર્ષણ રહેતું... સી.એ. ના ક્લાસ માં પણ ઘણી વાર હું કચ્છ , માડાગાસ્કર, દરિયા , રણ વગેરે ની વાતો કરતો. ...
મેં એ મજુરોને વાત કરી કે આ પથ્થર ઘણા મહત્વના છે તોડશો નહિ... પણ મારી વાત કોઈ ધ્યાને ધરવા ત્યાર નહોતું...ત્યાંથી નીચે આવીને ખાવડા પોલીસ સ્ટેશન પર વાત કરવા ગયા ...પણ ત્યાની ...તેમની માંન્શીકતા દેખીને માંડી વળ્યું ... હશે ...જે પથ્થર તૂટ્યા પહેલા પડેલા ફોટા અહી કાલે અથવા સાંજે પોસ્ટ કરીશ... કેમેરા ની બેટરી ડીસ્ચાર્જ થયી ગયેલી એટલે મોબાઈલ થી પડેલા છે ...સેમસંગ ગેલેક્ષી પ્રો એ થોડોક સારો સાથ આપ્યો.
 — at kala dungar, kutch 














Wednesday, October 19, 2011

Occupy Wall Street Miracle vs Mirage


 ઓક્યુંપાય વોલ સ્ટ્રીટની મુવમેન્ટમાં એક મજાની વાત જોવા મળી. પેલી ભૂખ્યા જનોનો જઠરાગ્ની.. વળી વાત યાદ્દ આવી. એ આખું ટોળું પોતાના વાંકે જ હવે મરવા પડ્યું છે. ત્યાય ગાંધીજીના મોઢા નો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધી હવે એટલો સસ્તો થયી ગયો છે કે કોઈ પણ ચળવળમાં તેમના ચહેરાનો ઉપયોગ કરતા થયી ગયા છે. ગાંધીના પ્રિન્સીપલસ ને નહિ માનનારાઓ પોતાના પગ નીચે રેલો આવ્યો એટલે ગાંધી માર્ગ અખત્યાર કરવા લાગેલા છે. ગાંધીના માર્ગે ચાલ્યા હોત તો, ગાંધી માર્ગે આ ચળવળ કરવાનીજ નોબત ના આવી હોત એ અલગ વાત છે. તેઓને ગાંધીએ નહોતું કહ્યું કે ઉધાર જીન્દગી જીવો. મને યાદ છે એક વખત વાત વાતમાં, ચાર્ટર્ડ એકૌન્તંત મિત્રો વચ્ચે મેં કહેલું  કે રીલાયંશ કંપની જે દીવીદંડ આપે છે તે ભવિષ્યમાં થનારા પ્રોફિટ માંથી આપે છે અને તે હવે પછી થનારા શેર્હોલ્દરની પીઠ પર છુપો ઘા કરે છે. ત્યારે એ મિત્રો મૂછમાં મારી વાતો પર હસતા હતા. એ વાત ને વર્ષો થયા પછી જયારે ચાર્ટર્ડ એકૌન્તંત ઇન્સ્તીત્યુંતે નવું એકૌન્તિંગ સ્તાન્દર્દ બહાર પડ્યું ત્યારે તેમની બોલતી બંધ થયી હતી. ફરીથી એજ વાત મને હવે યાદ આવે છે.. મેં જયારે જયારે મારા અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓની જોડે ત્યાની રહેણી કરનીની ચર્ચા કરેલી ત્યારે આજ વાત દોહારાવેલી. પ્લાસ્ટિક ના ક્રેડીટ કાર્ડના અને બેંકની લોન ના જોરે ઉભી થયેલી ઇકોનોમીમાં,પામી લેવામાં આવતા  ક્ષણિક સંતોષની પાછળ, ભવિષ્યની મજુરી ઉઘાડી આંખે લખી આપીને તેઓએજ પોતાની કબર ખોદી નાખી છે. અને તેઓની આજ છેલબટાઉ અને ઉચ્છાન્ચલ વ્રુતિઓનો લાભ લઈને વોલ સ્ત્રિતની કંપનીઓ ખુબ કમાયેલી છે. હવે તેઓ પોતાની બેકારી માટેનું અને ગરીબીનું કારણ આ વોલ સ્ત્રિત કંપનીઓ ને ગણાવી જે અંદોલન ચલાવી રહ્યી છે તે હશ્યાસ્પદ છે.
શું દરેક ને જોબ આપવાનું અને તે મળી જાય તે દેખવાનું કામ સરકારનું છે? તો પછી જેમને કામ કરવું જ નથી તેઓનું શું કરવું?જો કોઈ વસ્તુની જ ડીમાંડ ઘટી જાય તો,પ્રોડક્શન શાનું કરશો? જે વસ્તુ નો કોઈ લેવલ ના હોય તે વસ્તુના પ્રોડક્શનમાં શું લોકોને જોતરી દેવાના? અને જો આ બધુંય સરકારે જ કરવાનું હોત તો અત્યાર સુધીના મુક્ત અર્થશાસ્ત્ર ના ફળ ચાખતી વખતે ક્યાં ગયા હતા? પોતાનું પ્લાન પોતે નહિ કરીને, અને સરકાર પર મદાર રાખીને લોકો એ બહુ મજા ઉડાવી છે. અમેરિકા એ બેકારોને પેન્શન અને ભથ્થા આપી આપીને દેવા ના ટોપલા ખડકી નાખ્યા છે અને લોકો ને હરામ હાડકા . આખી ઇકોનોમી ઉધાર બાજી પર રમાતી હતી. અહી મને એક કિસ્સો યાદ આવે છે જે મેં ૨૦૦૮ માં લેહમેન બ્રધર્સના ભોપાળા પહેલા, એવાજ ભોપાળા ભણી જઈ રહેલા રીયલ એસ્ટેટ માર્કેટને અનુલક્ષીને, મારા દોસ્ત અને એક વખતના ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં માર્કેટ ગુરુ,કબીર મુલચંદાની સાથે કરી હતી.

..એક ટેબલ પર ચાર-પાંચ દોસ્ત સવાર અને સાંજે, જુગાર રમતા હતા. જે જીતે તે મોટે મોટે થી ખુશી વ્યક્ત કરતા, નાચતા, ગાતા અને ક્ષણિક આનદ પણ કરી લેતા. એક ની જીત બીજા ની હાર બનતી. પણ નિયતી એજ વખતે મુક રીતે હસ્તી હતી અને કહેતી હતી કે બેટમજી કરી લો મસ્તી તમને ક્યાં ખબર છે કે તમે જે જહાજ ના ટેબલ પર બેસી હાર જીત ખેલો છો તે જહાજ નું નામ ટાયટેનીક છે....
આ વાત ત્યારે મેં એટલે માટે કરી હતી કે આખાય ગલ્ફ ઇલાકામાં પ્રોપર્ટી નું ફાસ્ટ રોટેશન થયી રહ્યું હતું. એકના હાથમાં થી બીજાના હાથમાં પ્રોપર્ટી જાતી અને ભાવ વધી જતો. દરેક વ્યક્તિ પોતાના હાથમાં થી પ્રોપર્ટી જાય એટલે થયેલા પ્રોફિટ ને દેખીને રાજી થતો અને આવેલા ફદીઆંથી વળી પછી નવી પ્રોપર્ટી લેતા. ત્યારે તેઓ દુબઈમાં સૌથી મોટી રીઅલ એસ્ટેટ પ્રોપર્ટીની કંપનીઓમાંથી એકના માલિક હતા અને મેં સલાહ આપેલી કે આ આખું તાય્તેનીક છે અને આ બધા પ્રોફિટ અને લોસ ના આંકડા ખાલી ગણતરીના છે. આ જહાજ દુબે તે પહેલા, બંદર આવે ને ઉતરી જાય તે ફાવશે. અને મને તેમને સવાલ કરેલો કે તું ક્યારે ઉતરી જઈશ. મેં કહેલું કે આવતા મહિને જ. અને હું પીલ્લું વાળીને ઇન્ડિયા ભેગો થયી ગયેલો.
આખું અમેરિકા એ ટાયટેનીક નું જ ફરજંદ હતું. એ અત્યારે બખૂબી થી જાણ થયી ગયેલ છે. આજે આવક ની અસમાન વહેંચણીના મુદ્દાઓ આ અમેરિકાનો ના મોઢે સોભાસ્પદ નથી. આ ૯૦% માણશો દેખાદેખીના રવાડે ચઢ્યા ત્યારે ગાંધીજીના એક પણ રસ્તા ને ગણકારતા નહોતા અને આજે લપડાક વાગ્યા પછી એજ ગાંધીજી તેમની વહારે આવશે તેવી તેઓને આશા છે. ખેર, તેઓ પહેલાય ભ્રમમાં હતા અને અત્યારે ભ્રમમાં છે. મને એ લડત આગળ કેવા વળાંક લે છે તે જાણવું ગમશે. દાયકા પહેલા રશિયાથી સામ્યવાદ નો જે રકાશ થવા લાગેલો, તેવીજ રીતે મૂડીવાદી પરિબળો,અમેરિકામાં ધુળચાટતા થયી રહ્યા છે અને તેઓને હવે ગાંધીવાદી અહીન્ષાના પરિબળો ઉગારશે તેવી આશા છે.  આ બધું અક્રમ ચક્રમ લાગે છે.

સોનું ચાંદી કકડભૂસ


બરાબર એક મહિના પહેલા,અમેરિકાના સીકાગો માર્કેટ માં બુલિયન ટ્રેડર્સ પર કાબુ લેવા માટે ગોલ્ડ અને સીલ્વેરમાં ૨૦% અને ૧૫% નું અનુક્રમે માર્જિન વધારવામાં આવેલું. તેના  વાદે વાદે શાંઘાઈ માર્કેટમાં પણ ૨૦% નો વધારો સિલ્વરના મરજીન માં કરવામાં આવેલો. બુલિયન માર્કેટ આખી દુનિયામાં સટોડિયાઓના લાભ કાજે વર્ક કરે છે. અને લોભી વ્યક્તિઓજ મોટે ભાગે સટોડિયા બનતા હોય છે.લોભી વ્યક્તિ જ દુનિયામાં સૌથી મોટો જુગાર રમતો હોય છે.અહી હાલત લોકોની એવી થયી હતી કે ૧૦ રૂપિયા ની મૂડી પર ૧૦૦ રૂપિયાનો વેપાર કરનારા લોકો હતા અને તેઓને પ્રોફિટ કે લોસ્સ ૧૦૦ રૂપિયા ની મૂડી જેટલો થતો હતો. દેરીવેતીવ માર્કેટ નો મતલબ જ ઓછી મુડીએ બહોળો વેપાર જેના માટે અંગ્રેજીમાં લીવરેજ શબ્દ વાપરવામાં આવે છે. અહી જેવા માંરજીન વધારવામાં આવ્યા કે તરત તેની અસર લીવરેજ કરનારા (ઓછી મુડીએ બહોળો વેપાર કરનારા)ઓએ પોતાના બેંક ખાતામાંથી રૂપિયા ભરવાના આવ્યા. મોટે ભાગે ડેરિવેટીવ્ઝ રમનારા, સલામત જુગાર રમનારા,  પોતાની પાસે ૧૦૦ રૂપિયા પડ્યા હોય તો ૫૦ રૂપિયાના માર્જિન જેટલી પોઝીસન લેતા હોય છે. પણ અહી જેવો માંરજીન માં વધારો આવ્યો કે તરતજ આ જુગારીઓ ઊંઘતા ઝડપાયા.
જેઓએ આ ૫૦% જેવી લીમીટ કરતા વધારેનો જુગાર રમી નાખેલો તેઓએ પોતાની બાજીઓ સંભાળી લેવા ઉછીના-પાછીના કરવા દોટ લગાવવા માંડી. અને બીજી બાજુ એ માર્જીન ભરવાના કોલ પુરા ના કરી સકાય તો ચાલુ ભાવે તેમને પોતાની બાજીઓ ગમે તેટલી સધ્ધર લાગતી હોય (ત્રણ એક્કા ની બાજી હોય તોયે), તોયે ફોડી નાખવી પડે તેવી હાલત થયી. સામે ની સાઈડ પર, મોજુદા પરીસ્થીનો લાભ લેવા માટે, હજાર કેશ લઈને બેઠેલા માલે-તુજારોએ એ તૂટતા સોદાઓને પડતા પર પાતું મારવાનું ચાલુ રાખ્યું. અત્યારે મને એક વાત યાદ આવે છે મારા ઇન્વેસ્ટમેન્ટ ગુરુની કે
..ભરતી આવે એટલે ભલભલા,આજુબાજુનું જોયા વગર, નાહી લેવા કુદી પડતા હોય છે એતો ઓટ આવે ત્યારે ખબર પડી જાતી હોય છે કે કોણ કોણ ચડ્ડી પહેર્વાય રોકાયા નહોતા....  વાત અહી એજ થયી કે આખી દુનિયા ને ખબર પડી ગયી કે કોણ કોણ ચડ્ડીને નાડા લગાવ્યા વગર તેજીમાં પડેલા.