Monday, December 27, 2010

Me,The Trader of Religion

બધા ધર્મોની શરૂઆત તેના સો called  સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની  કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં આખો ભવ ગુઝારી દો છો.

પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..?

કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor  છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.

હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ?

નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું

હું ડુંગળીના પડની માફક ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું.
અને દરેક ચહેરાની એક ખાસિયત રાખું છું.
કુટુંબ માં મોભી થયી જાઉં છું. વ્યવસાય માં બોસ બની જાઉં છું.
ભાણીય ભત્રીજાઓના ગ્રુપ માં હું જોકર બની જાઉં છું,
મિત્રોના વર્તુળ માં મીત્ર  બની જાઉં છું.
પછી રાત પડે પાછો મારી બખોલ માં ઘુસી
સુદ્ધાતમાંનું રટણ કરતા દરેક પડ પર ચઢેલી ધૂળ ને ખંખેરતો જાઉં છું. 
અને દેખું છું ટાંકી માંથી નીકળતા કચરાને .. 
અને ફરી સવાર પડે ને નીકળી પડું છું ચહેરા પર ચહેરા ઓઢીને.. 
હું મજાક કરું છું દુનિયા ની ને
મજાક બનું છું દુનિયાની 
મને પોષાય તેવો માલ હું ભરું છું 
જેને તે પોષાય તે માલ લઇ જાય છે. 
દુકાન બસ ચાલે છે, આમ ભગવાનના ભરોશે
હું દુકાન નો માલિક થયી જોયા કરું..

Sunday, December 12, 2010

પ્રસંગોની કાળજી

પ્રસંગોની એ અદભુત કાળજી રાખે છે 
બેશણાની સાડીઓ ઈસ્ત્રી કરાવી રાખે છે
સાજના સામાન ને પેક કરવા આપીને 
બે અડધી ચાનો ઓર્ડેર અપાવી રાખે છે
થોડું હસતું,થોડું યુવાન,મુખડું તો જોઇશે
લાશ જતાજ બધા આલ્બમ કઢાવી રાખે છે 
માહે ચાલે છે અમથી મિલકતની ગણતરી
બેશણામા અમથા તે મોઢા રડાવી રાખે છે
શ્માંસનગત વૈરાગ્યાય હવે આવતું નથી 
આરામથી મોમાં "બુધાલાલ"દબાવી રાખે છે :Shadow of Light