કવિતા

કિશ, - Iran
કિનારે ઉભેલી દીવાદાંડી,
દુરથી વહાલ ભરીને ઉભી હોય,
એરપોર્ટ પર ઉતરતાજ,
ફ્રીડમ નો અહેસાસ,
હવે થશે શું?
ને દરિયાના મોઝાની થપાટોને
ઝીલતા ગ્રીક ઝહાજમાં
સળવળતા સ્વપ્નો ના ભંગાર,
કે પછી,
ખુલ્લા રણ વચ્ચે,
ભારતીય બાધા આખડીનું
ઈરાની સંસ્કર્ણ.. આ વિશ ટ્રી
બાઝીને વળગીને શું ને શું માંગતા
ફિલિપિનો દોસ્ત
સમય ની થાપટ ખાઈને
ભાંગીને ભરૂચ નું નસીબ નહિ પામેલું હરીરેહ
આ ઉજ્જડ રણ માં
કેટલાય આવા એરંડા,

બપોરની ગરમીમાં,
ડોરમેત્રીના બેડ પર
દુબઈનો થાક ઉતારતો મલબારી,
સાંજ પડે,
બાજુમાં એક નાના વિલામાં
ગાઢ આલિંગનમાં
અને મજાક મસ્તી કરતા ફિલિપિનો કપલ
રસ્તા પર વગર ધ્યેય
હાથ માં સિગારેટ સાથે ફરતી રશિયન બાળા
હાથમાં છુટ્ટા લઈને ટેલીફોન
નમ્બર માટે રાહ્ જોતો ગુજરાતી,
સાફાની લકીરને હાથમાં ફેરવતા
લોલુપ નઝરે રશિયન ને જોતો અફઘાની..
ટેબલ ટેનિસના ટેબલ પર
લશ્કરી તાકાત બતાવતો સિરિયન
કાફેટેરિયા માં વાગતા ઈરાનિયન મ્યુસિકના
તાલ પર તાલ દઈને,
હાથમાં ચા ના કપ સાથે આવતો નેપાળી
નાશથવા ઉભેલા અમથા કિલ્લા
પર નામ અમર કરવા મથતા નવા પ્રેમી પંખીડા
બસ, આજ તો છે
ચાલુ પગારે મળેલું વેકેસન
અને આ છે કિશ ને કરેલી દુનિયા એ કિસ
કિસ,
એ દુનિયાને બતાવવા
ઈરાને છૂટો મુકેલો ટાપુ
અને
દુબઈ થી આવીને હોલીડે માટે
પાર્ક થતા આપડા બાપુ
તો
ફિલિપિનો યુવાનો માટે રચાતો
(એમનો) આદર્શ યુવામેળો
અને
કિનારે વિઝાની રાહ જોઇને
હિજાબ પહેરી, રડતી કેરાલીયન આયા,
બસ આજ તો છે કીશે રચેલી ઉધાર માયા

_______________
દરરોજ સવારે આપણે,
ઉગતો સૂર્ય અને
ઉઠતી દુનિયાને,
અખબારની, Tv ચેનલોની નજેરે જોઈએ છીએ
મસ્ત મજાની ચાય સાથે,
દુનિયાનું નખ્ખોદવાળીએ છીએ,
લોકો આમ કરે છે
લોકો તેમ કરે છે,
લોકો આવા થયી ગયા છે
લોકો તેવા થયી ગયા છે.
પહેલાનો જમાનો આમ હતો
અત્યારનો જમાનો આમ થયી ગયો છે
હવે આવું રહ્યુજ નથી
હવે આવું થયી ગયું છે.
અને આમજ એ ભૂલી જઈએ છીએ કે
આજની ચા માં વાઈફે,
કાલ રાતની મધુર પળોને પ્રેમથી ભભરાવી છે.
અને રસોડામાં તમારી એક નાની ચેષ્ટા ની રાહ જોતી,
રોટી ની કણક બાંધી રહ્યી છે.
છોડો આજે હવે તમે એકવાર,
તમારી આંખે એક વારતો દેખો...
શું તમે તમારા દીકરાને ધિક્કારો છો ? નહિ,
શું તમે તમારી પત્નીને દગો દો છો? નહિ,
શું તમે તમારા માં બાપને ઘરડાઘરમાં મૂકી આવ્યા છો ? નહિ,
શું તમે દોસ્તોને ધિક્કારો છો ? નહિ,
શું તમે તમારી કામ વાળી બાઈ પર પેલી નજરે જુઓ છો? શું વાત કરો છો ?
તો પછી ચિંતા સાની છે??????
તમે એકલા આવા નથી...
તમારી પડોશમાં પણ તમારા જેવા સુંદર વ્યક્તિ રહે છે...
તે ભલે સમાચારમાં ના આવતા હોય,
પણ તમારી આંખે તો દેખો...
આ દુનિયાની પંચાતો,
તેમણે કરવા દો,
આપણે
તેમના ઓટલે બેસવું નથી...
એના ફેકેલા ગોટલા ચૂસવા નથી.
એવા ગામના ચોતરે બેસવું નથી..
એવા પરાયા મોઢે ભસવું નથી,
તે તેમનો ધંધો કરે,
આપણે કરવો આપણો ..
એના કઠપુતળીના ખેલમાં નાચવું નથી.

____________
હેય,
સર્વવ્યાપકશક્તિ,
દે તું મુજને બસ એટલું ગજું,
કે પામી સકું હું
તવ સૃષ્ટી તણા ભેદ
અહી,
મુજને સર્વ ચીજ નિરર્થક ભાસે,
કિન્તુ,
ત્હેના ગર્ભ થાકી જ્યમ જાઉં
ત્હે ભાસે સાગર તણું વિશાળ
ન્હે,
એ ચક્રવાકમાં ફંગોળાય મુજ પત્તો
જે દોરતો મુજને એક વિચારસૃષ્ટી ભણી,
કહી દે
આખરી જુહાર
ન્હે થાઉં શરણ તુજ ભક્તિ ભણી.

____________
તારા જેવા કેટલાય જ્યાં ઝૂકીને જતા રહ્યા
મારા જેવા કેટલાય ત્યાં થૂંકીને જતા રહ્યા
નાઈટ ડ્રેસ બદલવાય પળ ના ઉધાર મળી
જિંદગીનું સરવૈયુંય આમ મુકીને જતા રહ્યા :
_____
મૃત્યુ આવીને જયારે હાથ તાલી દૈ જાય છે
ઇચ્છાઓનો સ્ટોક,બસ હાથ માં રહ્યી જાય છે
બે આંખની પાપણ પર,જે વાવ્યા'તા સ્વપ્ના
ચાર નારિયેળની વચ્ચે, વિખેરાઈ જાય છે

______________
જીવન જીવું છું વણઝારા જેવું. શિવલિંગ પર પડતી ધારા જેવું.
તૂટ્યું વાળી, લપાયું છુપાયું રાખ નીચે અંગારા જેવું.
ઉજ્જડ રણ,ને રણમાંય તોફાન ક્યા મળે કઈ અણસારા જેવું .
લોકો આવે ને થાય ચા-નાસ્તા રહે, હું અને પડછાયા જેવું.
ગુરુ પૂર્ણિમા એ માંગું શક્તિ જ્ઞાન તણી મને આપો ભક્તિ.
અજ્ઞાન તણાં આ ઝાળાનું બંધન આગ- કાગળ ના સથવારા જેવું

_____________
ધરતી આકાશ પાતાળ, ખુંદી વળો પગ વડે,
બેબાપ નો, જો, સત્યનું નામો નિશાન મળે...
જે મળ્યું છે તેને લઇ,bas જીવી જોવું છે...
બાકી, સાજ નો સમાન લઇ ફરું છું ખભે .

______________
અર્ધનગ્ન અપ્સરાઓ, નાહ્યી ધોયી ફરતી હતી
ગુલાબી અત્તર સમ સુગંધી ફેલાવતી હતી
હાથમાં રાખી મદિરા ને જામ રેલાવતી હતી
અંગમરોડ મરોડી આ ઉરાંગપટાનગો લોભાવતી હતી
મારા બુધ્ધુ સાધુ ની આવી તો કલ્પનાઓ હતી
છોડવા જે જે કહ્યું એણે, મને આ પૃથ્વી પર
તેનીજ તો તેણે,સ્વર્ગમાં વ્યવસ્થા કરી રાખી હતી

_____________________
બેટા,
હું તો ક્યા હજી તૈયાર હતો ?
ત્યાજ તું આવી ગયો હતો ..
હું હજી "પગભર થવું" તે જાણતો થયો ત્યાં
તે નાના પગલા માંડવાના સારું કર્યા..
તારા નાના નાના પગલાના સ્નેહ મા ખેંચાયો
અને મારા સ્ટેપ્સ ભૂલવા લાગ્યો.
તે જયારે બોલવાનું ચાલુ કર્યું ને
મેં બે દાયકાથી સીખેલી ભાષાનું મમત્વ છોડ્યું
હા, તારી આંખોનાં ઈશારે,
તે અજાણ્તાજ તારી ભાષા શીખવાડી
રોજની આ કશ્મકશ જીંદગીમાં બસ
મારા ઘેર આવતા જ તું હસે છે ત્યારે
અહેસાસ થાય છે કે તારું એ હાસ્યનું દેવું
હું કેવી રીતે પૂરું કરીશ.....
તારા નાના નાના સવાલોએ ઘણીવાર
મારા ત્રણ દાયકાના અસ્તિત્વ ને સીધો પડકાર ફેક્યો ...
બસ , તું આવ્યો અને મને મારી અધુરી તૈયારીની જાણ થયી
બસ, તું આવ્યો અને મને મારી અધુરી યાત્રાની જાણ થયી
બસ, તું આવ્યો અને મને મારા અધૂરા
ખોવાઈ ગયેલા સ્વપ્નોની લિન્ક મળી ગયી...
લાગે છે કે તું ...તું ...
મારુજ તો ખોવાયેલું હાસ્ય પાછું આપવા આવ્યો છું
તું મારીજ અધુરી છોડેલી રમતો રમવા આવ્યો છું.
તું મારોજ થપ્પો કરવા આવ્યો છું ...

_______________
હોઠપર આંગળી મુકીને,તમે હસતા સીખ્વાડ્યું છે.    
ઉઠાવી હાથને હાથમાં,તમે ચાલતા સીખ્વાડ્યું છે 
આજની આ મારી પળો, અર્પું છું હું તમને..
તમે જ તો આંગળી ગોઠવીને મને લખતા સીખ્વાડ્યું છે
હસતા હસતા કેવી એ પળો પસાર થયી હતી ?  
સબ્દે સબ્દે કેવી ત્યારે આંખો ભીની થયી હતી?
ટટ્ટાર અહી ઉભો છું એનો આભાર છે સૌ તેમોને,
તમે આંખ બંધ કરીનેય મને હસતા સીખ્વાડ્યું છે.
દુખો મારા તેડીને તમેજ તો ફરતા હતા,
વેદનાઓ મારી, આંખમાં લઇ તમેજ તો રડતા હતા  
બાકી છે જિંદગીની ક્ષણો,સૌ અર્પું છું હું તમને,
કાનમાં હળવેકથી થેન્ક્સ તમે કહેતા  શીખવાડ્યું છે 
હું આશા ખોઈ બેઠો,તમે સહારો બન્યા હતા.
આ નમી ગયેલી ડાળનાં તમે ખભા ઉઠાવ્યા હતા  
રહ્યી દુર પણ તને, આજ સીને થી લાગવું છું.
પાછળ મારી રહીને તેજ દોડતા સીખ્વાડ્યું છે   
હું બકબક કરતો હતો તમે સાંભળ્યા કરતા.
હું રડ્યા કરતો હતો તમે આંશુ લુછતા રહ્યા   
ઓ પવન, પહોચાડો, મારા પાયલાગણ એમને,
એમણે ગાલ ને પંપાળીને મલકાતા સીખ્વાડ્યું છે
મો પર આંગળી મૂકીને, તમે છાનો રાખ્યો હતો,
ખોલી રહસ્યો જિંદગીના તમે રાહ ચીંધ્યો હતો
___________

છાયડાની બાધા આપી,વૃક્ષોને સમજાવ્યા
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા

એની આંગળીના ટેરવે પર્વત ટકાવ્યો'તો
આંસુઓની શાખ પર સંબંધ ટકાવ્યો'તો
માછલી પણ તરીને થાકી ગઈ ઝાંઝવામાં
એક કાંકરી ખેચીને બધા કિલ્લા ખરી ગ્યા

____________
સાવ એવી ગુલામી મારે સહેવી નથી 
તારા મુતરને ગંગા મારે કહેવી નથી 
એવા પ્રેમના ટેન્ડર અમે ભરતા નથી 
તારા કૂતરાની પૂછડી પપાળવી નથી
____________________
હરી,તારા ip અદ્દ્રેસ છે હજાર
કયા નામે લખું આ e -કાર્ડ ?
_______________
મારી પાસે twiter છે, ફેસબુક છે,ઓરકૂટ છે, g -ટોક છે...તારી પાસે શું  છે? 
મારી પાસે થોડું ઘણું પણ ગમે તેવું કામ છે. 
___________________________________________________________________________
દોડીને આવું ઉંબરે, ને ઝાંઝર શરમાય છે. 
કાગડાઓ ય કા.. કા.. કર મશ્કરી કરી જાય છે.
___________________________________________________________________________
secrete માની જે વાત ને છુપાવતો રહ્યો 
અફવા બની, એનો sms  મને જ મળ્યો.
___________________________________________________________________________
પહેલી ગઝલ હજી તો થાય છે પૂરી 
તખ્લૂસ ને શોધવા ભટકવા માંડું છું. 
 ___________________________________________________________________________
રાતનો ઘોર અંધકાર હું હટાવી નથી સકતો, 
પણ મારા દીવાથી લો મારું કામ થયી ગયું.  : વ્હેત છેટું સુખ 
___________________________________________________________________________
એક ધોધ બોલો ચારસો ફૂટ ઉપર થી પડે છે  
એતો તારો જન્મ થયો તે પહેલાથી પડે છે 
અવાજ તેનો ૫ કિલોમીટર દુરથી સંભળાય છે 
પણ તારા કાનને તે આજે શાનો નડે છે ? 
સીધી રીતે બક ને તારો ઈગો ક્યા નડે છે
એક વાર જઈ આવ્યો એમાં ફોટા લઇ ફરે છે. 
___________________________________________________________________________
કઠીયાવાડ માં બે દોસ્તો વર્ષો પછી મળે તો પૂછે ઘેર કેટલા ? ... અમે તો મૂંઝાઈ જઈએ ... હાળા, આને બહારની ખબર છે ? 
___________________________________________________________________________

દાણો હું બનું ત્યાં દળાઈ જાઉં મફતમાં
શાણો હું બનું ત્યાં છેતરાઈ જાઉં મફતમાં...
જીંદગી નીચોવી નાખી પાઠ ભજવવામાં,
એડીટીંગ ટેબલ પર વેતરાઈ જાઉં મફતમાં નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

દાણો -- નાનો માણશ, નમ્ર , વિવેકી
શાણો--- હોશિયાર,મને બધું ખબર છે ...
એડીટીંગ ટેબલ....ચિતા..
_____________________________________________________________________________________
રાત પડે રોજ, પછી હું એને સંભળાવી જાઉં છું.
હોય કામ બાકી, તો ઉઠાડજે, હૂતો સુઈ જાઉં છું.
સવાર પડતાજ દરરોજ હાથ હોય છે ભારે આ,
નીતનવા લેખ વિધિના, હું વધાવતો જાઉં છું.
_____________________________________________________________________________________
મોત પર યમરાજે એક આપ્યું લીસ્ટ મને
હેરાન કર્યા હોય,માગવા માફીનો મોકો મને
માંડ લીસ્ટમાં બે ચાર નામ બીજાના નીકળ્યા.
જીવનભર હું જ બધે નડ્યો હતો મને.
_____________________________________________________________________________________
એ વખતે તો આપવી પડી'તી હસીને તમને વિદાય
પછી, શયનખંડમાં ઓશિકા ને આંખ વચ્ચે દરિયો હતો.
_____________________________________________________________________________________
વાસના ને એવી અમે ભાળી છે.
બે લીટર દૂધ માટે ભેંસ પાળી છે.
_____________________________________________________________________________________
સમયથી આગળની અમે વાત કરી દીધી,
બાળક થઇ ભેંસ સાથે બાથ ભીળી દીધી.
_____________________________________________________________________________________
દુઃખમાં નહીતો સુખમાં ભલે તમામ આવે છે.
એ ઓછું છેકે આખરે એક સલામ આવે છે?
_____________________________________________________________________________________
શબ્દોની કત્લામથી જાલિમ થવાય ના..
શબ્દોના સંભોગ થી કવિતા રચાય ના ..
દિલમાં કઈ હોય તેને હળવેથી ઉતારીજો
આમ દાઢી વધારવાથી ગાલીબ થવાય ના
_____________________________________________________________________________________
ચિતા મારી બ્રૂકબોન્ડ ના ખોખા પર બનાવજો
ચાર છેડે નારિયેળ નહિ, વાઘબકરીના લટકાવજો
અગ્નિ મારો દોણીમાં નહિ કીટલીમાં લાવજો...
મારી પાછળ આવનારા કપરકાબી ખખડાવજો ....
_____________________________________________________________________________________
તારા સંડાસ ને સુગંધ હું કહું તો કેજે ..
તારી બકવાસ ને વાર્તા હું કહું તો કેજે
હું તો છુજ આવો ને હવે આવો જ રહીશ,
તારી થેલી દેખી પૂછડી મારી ફરકે તો કેજે .. વ્હેત છેટું સુખ
_____________________________________________________________________________________
હર ક્ષણ એક ઘટના બને છે..
ફૂલની ઉપર એક પથ્થર પડે છે. તો ક્યારેક,
પથ્થરની ઉપર એક ફૂલ પડે છે
આંખ મળે તોય ઘટના બને છે
આંખ ઢળે તોય ઘટના બને છે
_____________________________________________________________________________________
પહેલેથીજ ભાગ્ય પર નચાવવા'તા અમને
તો સ્વર્ગ નર્ક રચવાની ભૈ કેમ માથાકૂટ કરી..
અબજો ખર્ચીને બે ઢેફા જ લાવવાના' તા
તો ચાંદ પર જવાની ભૈ કેમ માથાકૂટ કરી ? : વ્હેત
_____________________________________________________________________________________
પ્રશંગો ની એ એવી કાળજી રાખે છે ...
બેસણા ની સાડીઓ ઈસ્ત્રી કરાવી રાખે છે ..
વાર લાગશે સાજના સામનને પેક થતા,
બે અડધી ચા નો ઓર્ડેર અપાવી રાખે છે
_____________________________________________________________________________________
આંગળી ઉંચી કરું ને આકાશને કાણું પડે...
ઝટ તેને સાંધવા વાદળું બંધાવું પડે..
તારી જેમ રચી છે કાગળ પર સૃષ્ટી
પડ્તામેલી કામ,(તારે) કાગળને ફાડવું પડે...
_____________________________________________________________________________________
ધરતી આકાશ પાતાળ, ખુંદી વળો પગ વડે,
બેબાપ નો, જો, સત્યનું નામો નિશાન મળે...
જે મળ્યું છે તેને લઇ, જીવી જોવું છે...
બાકી, સાજ નો સમાન લઇ ફરું છું ખભે .. રોજ
_____________________________________________________________________________________
(અહી),
કેટલાય આવ્યા,લોકો ની તકદીર બનીને ...
લટકી ગયા દીવાલ પર તસ્વીર બનીને ...
_____________________________________________________________________________________
અમારી ઈમાનદારીનો લોકોને વહેમ છે..
એતો કિંમત ના મળી એટલે હેમખેમ છે..નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
_____________________________________________________________________________________
જો કાર ઈમ્પોર્ટ કરેલી હોય તો તેના પર લખેલું હોય.. "Left Hand Drive "
જો કાર ડોમેસ્ટિક હોય તો તે હોય "right Hand Drive "
સ્કૂટર પર લખવું પડે "Both hand Drive "
અને અમદાવાદમાં રિક્ષા પાછળ લખેલું હોય "Both hand or Leg drive "

_____________________________________________________________________________________
નામ અમથું ના લખાય ઇતિહાસમાં કદી,
એટલે કિલ્લા બને છે ખંડિત માપસર.
રદીફ અને કાફિયા ઝગડતા રહ્યી ગયા
કાગળ પણ ક્યારેક થાય પીડિત માપસર. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
_____________________________________________________________________________________
અમીર કે ગરીબની આ વાત થતી નથી..
આવા સ્વભાવતો માનવ માત્રમાં હોય છે.
મરે ત્યારે, ધનિકનો વાંક નથી હોતો,
ભીખારીનોય જીવ ભિક્ષા પાત્રમાં હોય છે.. : વ્હેત છેટું સુખ .
_____________________________________________________________________________________
આજ મારી તૈયાર વીણા
સંગીત તું વગાડી લે.
અહંકાર ના પાપણો મહીં થી
દ્રષ્ટી મારી જગાડી દે.
દુર દુર બહુ ભટક્યો છું
બસ, એક તારી શોધમાં
જરાક જો થાઉં હું હતાશ
તો, પ્રેમ થી પંપાળી દે.
નથી પડવું છુટું મારે
એક તારા સાનીધ્ય માંથી
આ તારું જ તો છે કમળ
લઇ ભૂલ તારી સુધારી લે.
આ નદી ને તો હવે
ભળી જાઉં છે સાગરમાં.
તુજ તારી આ ઉધારી
મૂડી ને સાંભળી લે.

_____________________________________________________________________________________
હું હતો અહી અને તમે ત્યાં હતા ,
આપણી વચ્ચે પળોની વેદનાઓ હતી.
માની ગયો, સ્પર્શી ને તમને આવ્યો 'તો પવન.
તેના ખિસ્સામાં ભીની સંવેદનાઓ હતી.
_____________________________________________________________________________________
ધ્રુસકે ધ્રુસકે રડવું હોય ને ખભો ના મળે,
ખીલખીલાટ હસવું હોય ત્યારે સંગાથ ના મળે
યાદ તારી હરરોજ ના જાણે શુંય કરાવી જાય છે ...
એ જે હોય તે એટલું જરૂર થયી જાય છે...
_____________________________________________________________________________________
શાંતિ શાંતિ ના નારા ફૂંકુ છું કાનમાં,
યુદ્ધની વાત નથી કહેવી સ્મશાનમાં.
ટેબલ પર ઉકેલાય તેવા પ્રશ્નોને
શાને લઇ જાવ યુધ્ધના મેદાનમાં.
_____________________________________________________________________________________
એની યાદ પછી દિલના તમારા ચહેરા પર શાના આ નકશા ઉપસી ગયા.
_____________________________________________________________________________________
હેય દોસ્ત,
જયારે તને દસેય દિશામાંથી નિરાશા સાંપડતી હોય,
ઘરના લોકોએ ધક્કે ચડાવ્યો હોય,
ઓફિસમાં પટાવાળા પણ ભાવ આપતા ના હોય,
સમાજમાં તમારી હાજરી માત્ર થી લોકો આઘા પાછા થઇ જતા હોય,
ત્યારે કોઈ પણ પ્રકાર ની આધ્યાત્મિકતા
સાંત્વના આપી સકે નહિ,
ધર્મના પુસ્તકો વ્યવહારિક લાગે નહિ અને પછી
રોજરોજના મહેણાંથી છુટકારો મેળવવા,
તું નક્કી કરે જિંદગી ટૂંકાવી દેવાની
અને ગામ ના પાદરે આવેલી ટેકરી પર જઈને
કુદવાની તૈયારી કરે, ત્યારે મને યાદ કરજે ,
હું આવા ગંભીર સમયે,
તને તત્વ નું તુપણું સંભળાવી બોર નહિ કરું...
પણ ત્યારે તોયે હુજ તને મદદ કરીશ ...
કારણકે મને ખબર છે કે તું બહુ ફ્ટુંશ છે,
તું એમ કુદકો નહિ મારે મારી મદદ વીના,

_____________________________________________________________________________________
દરરોજ સવારે આપણે,
ઉગતો સૂર્ય અને
ઉઠતી દુનિયાને,
અખબારની, Tv ચેનલોની નજેરે જોઈએ છીએ
મસ્ત મજાની ચાય સાથે,
દુનિયાનું નખ્ખોદવાળીએ છીએ,
લોકો આમ કરે છે
લોકો તેમ કરે છે,
લોકો આવા થયી ગયા છે
લોકો તેવા થયી ગયા છે.
પહેલાનો જમાનો આમ હતો
અત્યારનો જમાનો આમ થયી ગયો છે
હવે આવું રહ્યુજ નથી
હવે આવું થયી ગયું છે.
અને આમજ એ ભૂલી જઈએ છીએ કે
આજની ચા માં વાઈફે,
કાલ રાતની મધુર પળોને પ્રેમથી ભભરાવી છે.
અને રસોડામાં તમારી એક નાની ચેષ્ટા ની રાહ જોતી,
રોટી ની કણક બાંધી રહ્યી છે.
છોડો આજે હવે તમે એકવાર,
તમારી આંખે એક વારતો દેખો...
શું તમે તમારા દીકરાને ધિક્કારો છો ? નહિ,
શું તમે તમારી પત્નીને દગો દો છો? નહિ,
શું તમે તમારા માં બાપને ઘરડાઘરમાં મૂકી આવ્યા છો ? નહિ,
શું તમે દોસ્તોને ધિક્કારો છો ? નહિ,
શું તમે તમારી કામ વાળી બાઈ પર પેલી નજરે જુઓ છો? શું વાત કરો છો ?
તો પછી ચિંતા સાની છે??????
તમે એકલા આવા નથી...
તમારી પડોશમાં પણ તમારા જેવા સુંદર વ્યક્તિ રહે છે...
તે ભલે સમાચારમાં ના આવતા હોય,
પણ તમારી આંખે તો દેખો...
આ દુનિયાની પંચાતો,
તેમણે કરવા દો,
આપણે
તેમના ઓટલે બેસવું નથી...
એના ફેકેલા ગોટલા ચૂસવા નથી.
એવા ગામના ચોતરે બેસવું નથી..
એવા પરાયા મોઢે ભસવું નથી,
તે તેમનો ધંધો કરે,
આપણે કરવો આપણો ..
એના કઠપુતળીના ખેલમાં નાચવું નથી. વ્હેત છેટું સુખ
_____________________________________________________________________________________
જો સ્વર્ગમાં ચાલે છે સોમ રસની નદીઓ
અહી, બે બુંદ પી લીધા તો તે ખડૂશ થયી,
મને નરકમાં મોકલશે ???
ના પુષ્પા, ના,
વોહ તો બહોત કરુણાવાન હૈ...
ઔર...ઔર...
મુજે પુરા ભારોશા હૈ ઉનકી કરુણા પર ...
_____________________________________________________________________________________
દુઃખમાં નહીતો સુખમાં ભલે તમામ આવે છે
એય ક્યા ઓછું છેકે સુખમાં સલામ આવે છે.
બહુ મિત્રો રાખું છું તેથી નાદાન ના સમજો..
હું જાણું છું કે કોણ ક્યારે કામ આવે છે .. : વ્હેત છેટું સુખ
_____________________________________________________________________________________
अखबारों से हमने न्यूज़ चुराए है ,
शास्त्रों से हमने कहानिया चुराए है ,
जो दिलमे नहीं लेकिन, जब तेग किया है,
गलत कमेन्ट देके रियल फेस चुराए है

_____________________________________________________________________________________
કબર પર ઉઘેલા ઘાસ ને દેખી,મરીઝ લોકો કહે છે,
મારે તો કબરમાય લીલા લહેર છે ..
_____________________________________________________________________________________
બારીમાંથી હાથ બહાર કાઢું ...
ના પછી ..
રહેવાયું નહિ ને આખું સરીર નીકળ્યું ...
પછી હાથમાં ઝીલતો તો
એની બુંદ બુંદ કરુણા ...
અને અર્ધ્ય આપતો તો ...
અંજલિઓ આપતો તો ...
હથેળીમાં આવેલા ...
સંસારના તમામ ગ્રહોને ...
જુઓ આ ગુરુના ગ્રહનો પહાડ પલળ્યો
...અર્રેરે,,,
સુક્ર પણ અને અને
આતો સૂર્યની રેખામાંથી તો નદી નીકળી
અને ધોધમાર વહેતી મળી ...
કરતી જળબંબાકાર heart line ને
શું કરે બિચારા, આ ગ્રહો પણ
પેલા વૈજ્ઞાનિકો પણ કહે છે,
એમને આવું નસીબ નથી હોતું...
આજ તો વરશે પૃથ્વી પર કરુણા ધોધમાર ...: પ્રકાશ ના પડછાયા
_____________________________________________________________________________________
મોરના પગલે નાચ નથી કરવા...
પૂંઠે લાગીએ ભૂંડા તેવા ડાન્સ નથી કરવા..
_____________________________________________________________________________________
અલ્લાહે દીધેલું ક્યા ખોટ છે મને,
ભૂખ્યો છું એક મીઠા અવકારનો..
આ મૂત્ર જેવા શરાબને નહીતર,
હાથ ક્યાંથી લાગત ?
જો,
શરાબઘર માં મળ્યો તે,
આવકાર મને મસ્જીદમાં મળત. : પ્રકાશ નો પડછાયો
_____________________________________________________________________________________
તમને દેખીને હું ભાગ્યો લેબ તણી,
સવારના પાંદડે પાંદડે ઝુલતા ઝાકળ ને લઈને
મુક્યું microscope નીચે,
ઓ ચાંદની...
તમારી કલ્પનાઓ ના અભીરન્જકો બદલી
ચેક કર્યુતું, ચાંદનું બ્લડગ્રૂપ ,
ને પછી ચાંદની સોનોગ્રાફીનો રિપોર્ટ પણ આવ્યો....
હાય હાય ...
તેના( કે તમારા ? ) પેટમાં કવિતાની ગાંઠ છે. ....
_____________________________________________________________________________________
મારો ફોટો
તમારા હાથ માંથી હું હવે છટકી જવાનો
અમથી મારશો ફૂંક તોયે બટકી જવાનો
ગર્જનાઓ (મારી) અહંકારની હવામાં રહ્યી જશે
સુખડના હાર પહેરી હું, ત્યાં લટકી જવાનો.
આંખો પર મેં કિનારાઓ ચીતરી જોયા છે,
આ મંદમંદ હવાઓમાં હું ભટકી જવાનો
ભમરાને ગોખાવ્યાતા સરનામાં ફૂલોના
બેજ ફૂટ આમ જતાજ તે ભટકી જવાનો
જાતજાતના ઝંડા લઇ ફરુંછું શેરીઓમાં,
પડછાયો પણ શ્વાસનો મારો બટકી જવાનો.
હાર પહેરી સુખડ નો હું લટકી જવાનો
_____________________________________________________________________________________
સવાર પડી ને ફરી તે મોત ને ઝટકો આપ્યો છે.
નવો નક્કોર દિવસ આપીને એક મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું ચોખ્ખો હું આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, તે એક મોકો આપ્યો છે.

_____________________________________________________________________________________
ઘરનો કચરો કાઢું ખૂણામાં
ને ચકલી બેસે,જાણે ભાણામાં
કરી પસંદ ઉઠાવે તણખલા
સ્વીટ હોમના જાગે મનખા
_____________________________________________________________________________________
મને
વિશ્વાસ/શ્રધ્ધા છે એ કરુણા ના સાગર પર
મારા તમામ પાપો એ માફ કરી દેશે..
પછી,
મોકલશે સ્વર્ગમાં ત્યાં પીવો પડશે બહુ,
આ છાંટા ના રીહર્સલોય માફ કરી દેશે .
પીવો છે તોય,નથી પી શકતા શકી લોક,
માને છે કે આ માસ્ટર પછી સાફ કરી દેશે

_____________________________________________________________________________________
આજ ડાંગ ખેતરે તડકો છાયો
સંતાકુકડી ખેલે રે ભાઈ સંતાકુકડી ખેલે
નીલ આકાશે મેઘની હોડી
જોડી કોઈ ખેલે રે ભાઈ સંતાકુકડી ખેલે

આજ ભમરા ગુંજે મધુ ખેતે
ઊડે થયી મતવાલા તેજે
આજ શાને માટે નદીના ઘાટે
ચકવા ચકવી ખેલે ………નીલ આકાશે

જાવું નથી આજે ઘરે રે
ભૈઇ જાવું નથી આજ ઘરે
આજ અક્કાશ જાને ….?????? (Koi khaali jagyaa puro)
જુવાલ જાણે ફીણ ફૂટે
વાયરે વાયરે હાસ્ય છૂટે
આજ વીણા કારણે વાંસળી વાગે
દિન બીતે એની મેળે રે.
_____________________________________________________________________________________
કુત્તા જેમ કાલ સુધી શેરીમાં રખડતા
નેતા થતા શહેરોમાં મકાન થયી ગયા.
હોડીને લાંગરી આ ઝાંઝવાના જળમાં
આશા,અરમાન બસ સુકાન થયી ગયા
ગમ પણ ભુલાયી ગયા,ખુશી ના યાદ રહ્યી
સમયની આ કેવી ગતિ, કુરબાન થયી ગયા
તેના આગમને, ચહેરાની કરચલીઓ ગયી
ને ઘડીભર દાદા-દાદી, જુવાન થયી ગયા.
રોજ રાતે ચાંદ આવી સૂરજથી જુરે છે
ઝાકળ એ વેદના ના બયાન થયી ગયા ..
જીવનભરના સાથનો કરાર હતો આપણો
આજ જરૂર પાડીને ક અન્જાન થયી ગયા ?
નહીતર જીવનભર તડપતા રહેત અમે..
આજ જરાક હાસ્ય ને, મહેરબાન થયી ગયા
_____________________________________________________________________________________
આવડી ગયી જીવવાની રીત માપસર ,
તેથી થયી જિંદગીની જીત માપસર
અમથું નામ કદી નથી લખાતું ઇતિહાસમાં
તેથી કિલ્લા બને છે ખંડિત માપસર
આ પથ્થરોમાંથી માર્ગ કરીને આવ્યો છું
તેથી જાણું છું પથ્થરોનું સ્મિત માપસર
હજારવાર હરાવ્યો છે જિંદગીએ મને
તેથી પચે છે હર એક જીત માપસર
તમે કઈ ના બોલો તેથી શું થયી ગયું ?
હું જાણું છું એ મૌન નું ગીત માપસર
લાગણીમાં તણાયા બાદ પસ્તાઉં નહિ એટલે
આપણી વચ્ચે ઉભી કરું છું ભીંત માપસર
નહીતર મંઝીલ સુધીમાં હું હાંફી ગયો હોત
સાંભળ્યું ના હોત તડકાનું સંગીત માપસર
_____________________________________________________________________________________
હું વાત કરું છું ને કોણ રડી પડે છે ?
કોના ઘરમાંથી રેલા આ આવી ચડે છે ?
એકાંતને પાથરું છું જરાક ટેબલ પર
રૂમઝૂમ એક કવિતા ઉતરાણ કરે છે.
_____________________________________________________________________________________
હું બે કદમ ચાલુ તું તો એક કદમ ચાલ..
આ શતરંજની બાજી નથી,બેધડક ચાલ.
દોસ્તીના ગણિતના સ્ટેપ્સ ના ગોખીસ.
ર્હ્દયના કંપ દોરે નકશો ત્યાં,બેધડક ચાલ. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
_____________________________________________________________________________________
આમેય બહુ નાજુક ને નમણા હોય છે
જિંદગીના ગણિતના સ્ટેપ્સ ના ગોખીસ.
_____________________________________________________________________________________
દોસ્તીને શતરંજ નો ખેલ બનાવી દીધો..
રાજાને ચેક આપી વજીર ઉઠાવી લીધો .. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
_____________________________________________________________________________________
ના પથ્થરો પોલા છે ના મિત્રો બોદા છે ..
આંખોમાં હતા જામ ત્યારે થયેલા સોદા છે ... વ્હેત છેટું સુખ ..
_____________________________________________________________________________________
માંગો તો દોસ્તી જરા બાથ ભરીને માંગો,
હાથ એમ મિલાવો છો, જાણે ઉઘરાણી કરો છો ...
_____________________________________________________________________________________
રદીફ અને કાફિયા ઝગડતા રહ્યી ગયા. ને
પ્રાસના લીધેલા ટાંકા ઉઘાડા રહ્યી ગયા.
ના બની સકી ગઝલ, ના બની તે કવિતા..
_____________________________________________________________________________________
રાત ભર ચાંદ,શેરીએ ઘૂમતો રહ્યો..
સવાર પડે ઝાકળના પગલા રહ્યી ગયા ..
_____________________________________________________________________________________
તુલસી આ સંસારમાં ભાત ભાત ના લોક
અહી કાગડો ને દહીંથરું, ત્યાં દ્રાક્ષ ખાટી બોલે લોક.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
_____________________________________________________________________________________
મેં દેખ્યોતો વિશ્વાસ
જયારે
મેં જોયી હતી કેન્સરની સામે લઢવાની શક્તિ
જયારે તે છાપાના કાગળમાંથી
નાવ બનાવી ધોધમાર વરસાદમાં કહ્યું..
"આને સામેની સોસાયટી સુધી લઇ જઈએ "
_____________________________________________________________________________________
હાજર વાર મેં તને નહી
મળવાના સોગંધ લીધા છે.
'ને
અલબત્ત
એટલીજ વાર તોડ્યા છે.
કારણ
હું એક ધબકતું દિલ
ધરાવું છું.
_____________________________________________________________________________________
દોસ્તીના તાર અમે એવા જોડ્યા છે.
વગર ખખડાવ્યે બારણાં ખોલ્યા છે.
પ્રભુની સાથે બે ઘડી ગોષ્ઠી કરી શકો
દરવાજે જૂતા તમારા સાચવ્યા છે.
અમે તો સમજ્યા,શે ખમશો આ ઘાત
પશે,અમુએ બાયપાસ operation કરાવ્યા છે.
_____________________________________________________________________________________
हम तो चल पड़े है जज्बा-इ दिल, जाना है किधर मालूम नहीं...
कब हाम भरे, कब दौड़ पड़े, कब आये इधर मालूम नहीं..
उठेगी अगर तो ठहरेगी कहा, अब और कहा ले जाएगी.. साकी की नजर मालूम नहीं..
जज्बात के सो आलम गुजरे, अहेसास की सदिया बीत गयी..
आँखों से उन आखो तक, कितना है लम्बा सफर मालूम नहीं.

લઇ દિલ નો અવાઝ અમેતો નીકળી પડ્યા છીએ
પણ જાઉં છે ક્યાં ખબર નથી..
ક્યારે હામ ભરી, ક્યારે દૌડ ભરી...
ક્યારે આવી ગયા અહી ખબર નથી..
ઉઠશે અગર, તો રોકશે ક્યાં...
હવે ક્યાં લઇ જશે તારી નજર ખબર નથી..
ઝ્ઝ્બાતના ભવો ગયા ને અહેસાસ ની સદિયોં..
આંખો વચ્ચે કેટલી લાંબી છે સફર ખબર નથી..
___________________________________________________________________________
વ્હાલાના લગ્ન હોય અને
ઢોલ ને નગારામાં તીરકિત થા તીરકિત થા થતું હોય
ને પદમણી નારની નશોમાં વાશડીના સુર
છાતીના ધમણ માં લય ભરાતો હોય
પગના ઝાંઝર "છોડ મને... છોડ મને... મારે જાવું..." કરતા હોય
અને પછી બંને હાથોમાં વાદળમાંથી વીજળી આવી ભરાયી જાય...
ને પેશ થાય કુદરતનો નઝારો...
સમગ્ર શરીર માં હજારો વોટના વીજળીના તણખાનો તાંડવ,
આંખને બહેરા કરી મુકે...
હવે એની હું મૂવી ઉતારું કે મન ભરી ને માંણું
_____________________________________________________________
નજરમાં આવીને તમે વસ્યા છો ભલે
હસ્તરેખાની મુલાકાત લેવી તો હતી
________________
એક નાનકડો અમથો વિચાર
સ્વપ્નનો ગર્ભ ધારણ કરે ત્યારે 
જીવનના અમુક સમીકરણોમા આવે 
અચાનક ફેરફાર.....
અને ક્ષણોનાં ગોટેગોટા વળીને,
ફરી વળે એક ધુંધ
એ સ્વપ્નની આસપાસ
અને એ સમગ્ર અસ્તિત્વની ઘટનાઓ
આશા,નિરાશા,
વેદના,સંવેદના,
શ્રમ અને પરિશ્રમ
એ અંધકારમા લે આકાર
અને તેના લયમાં ચાલે એક એક સાંસ
અચાનક એક કિરણ, સવાર પડતા જ
થાય પસાર એ ધુંધમાંથી
અને ઝળહળી ઉઠે મારો આકાર...
ડીક્ષનરીનાં સબ્દો,
આંખોમાં આંશુ બની નીકળે...

____________________
આજે ફરીથી આંખોમાં પાણી આવી ગયા 
સ્વપ્નું કોને કહેવાય તે જાણ્યું ....
અને તે મળે ત્યારે "જે " વર્તાય છે તેનો અનુભવ થયો,
બસ,
આજે ફરીથી એક વાવેલું સ્વપ્નું અને,
તેના ફૂટી નીકળેલા અંકુર ...
ફરીથી દોડી ઉઠ્યું એક ચેતન
ફરી ઉઠ્યું એક લખલખું શરીરમાં
અને દુર ક્ષિતિજે ફરી ડોકાય
મારા ડૂબેલા સ્વપ્નાઓની ટોચ
ગાવશ્કારથી ડૂબેલું મેદાન
સચિન ને મુકીને જાય છે
કપિલે છોડેલું જહાજ,
ધોની સંભાળી જાય છે
જિંદગી આજ છે રમત ...
અને હુય બનું એક ખેલાડી
મોક્ષ બને મારી મહેબુબા
આજે ફરીથી આંખોમાં પાણી આવી ગયા
"કશાક" ની આશા અને તેની ફળભુતી
સબ્દો મોઢું ભૂલીને,આંખમાંથી નીકળે
હા,મને પણ યાદ આવી છે આવી કેટલીક પળો..
મારી કસોટીના પરિણામનાં દિવશો,
હોઠ મૂંગા બની જાય..
હાથ લુલા પડી જાય...
પગ લથડીયા ખાયી જાય...
બસ,ખુલ્લા રહે એક માત્ર આંખ નાં ફાટક
આજે ફરીથી આંખોમાં પાણી આવી ગયા

________________________________
આત્માને પામવાના,સ્વપ્ના નાં વેચ
આ અંધોની નગરી છે દર્પણ નાં વેચ.

____________
મારી સાથે રડી'ને,જેણે મારી વાતો કઢાવી,
ઘેર ઘેર ફરીને કીધી,ફ્રેમ પોતાની મઢાવી : 

______
અમીર કે ગરીબની આ વાત થતી નથી..
આવા સ્વભાવતો માનવ માત્રમાં હોય છે.
મરે ત્યારે, ધનિકનો વાંક નથી હોતો,
ભીખારીનોય જીવ ભિક્ષા પાત્રમાં હોય છે

________
અમારી ઈમાનદારીનો લોકોને વહેમ છે..
એતો કિંમત ના મળી એટલે હેમખેમ છે.

__________
આજે તારી યાદોનો તહેવાર આવ્યો છે.
એ અધુરી વાતોનો વહેવાર આવ્યો છે 

મજેથી રાંધુ છું,હવે જીવનની ખીચડી આ
અમથી એક ક્ષણે તારો વઘાર આવ્યો છે

________
ક્યારે ખીલખીલાટ રડ્યા'તા નું ટાણું યાદ છે મને
બે મુઠ્ઠી પછાડી ટેબલ પર,તે સંભારણું યાદ છે મને
જન્મોના છુટકારાનો તમે,દસ્તાવેજ લઇ આવ્યા
કયા આસમાનમા રહ્યી,સહી કર્યાનું યાદ છે મને
જરાક કોઈ દુખી કરે તો નીકળી પડતો ખો દઈ
તારી કબ્બડ્ડી ની માફક ચોટ્યાનું, યાદ છે મને ..."
જે પામવા ભવ ગુજાર્યા,તે ઘેર આવી દૈ ગયા
પછી, ધ્રુસકે ધ્રુસકે હસી પડ્યાનું યાદ છે મને 

__________
આવડી છે કોને એ જિંદગીની રીત માપસર
જેથી થાય આ જિંદગીની જીત માપસર
હર હારની હારમાળા જીંદગીમાં છે જાણી
હવે પચાવી જાણું હરેક જીત માપસર
મંઝીલ સુધીમા,અમથોય થાકી ગયો હોત
નાં માણ્યું હોત,તડકાનું સંગીત માપસર
અમથું નામ ક્યા લખાય છે,ઈતિહાસમા
હવે, કિલ્લાઓ બને છે ખંડિત માપસર
મૌન ની ભાષાનાં ગ્રંથો હજારો જોયા
પણ એક નાં ઉકેલાયું સ્મિત માપસર