અક્રમ ઠેશ વાગી

ઠેશ વાગી છે આ અક્રમની
સાગરોપમ ના ગણિત અને વાસિતબોધના ચક્કરો
આંખ સમો અંધકાર અને અને તમામ નસો તંગ હતી
બળતી રહ્યી અગરબત્તી તોયે સુગંધ ફેલાયી નહિ,
ફીરકી થતી ખાલી ને જિંદગી કટી પતંગ હતી .

અંધારામાજ અચાનક ઠેશ વાગી છે આ અક્રમની
ખુલી ગયો ભંડાર જ્ઞાનનો ને દિલમાં બસ, ઉમંગ છે
પળે પળે રહેવાય જાગૃત, મારાજ આત્મા ની સાક્ષીમાં
રોમ રોમ રહે રહે પુલકિત આ કેવો ગઝબ નો રંગ છે!
કયી લાયકાતે મળ્યું પદ?, મુક્ત થયો બંધનથી
ક્ષણે ક્ષણે વાગે છે ઢોલ, દિલમાં તેવા ઉમંગ છે
રડી પણ શકાતો નહિ ત્યાં હવે હસી સકાય છે
ના પાનખરનું નામોનિશાન, બસ વસંત વસંત છે.
બે કોડીનો આદમી થયી કાલે તો રડતો હતો હું,
સ્વામી થયો બ્રમ્હાંડ નો, નયનો મારાજ દંગ છે.

____________________________________________________________________________
ભગવાનના ભરોશે

હું ડુંગળીના પળની માફક ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું.
અને દરેક ચહેરાની એક ખાસિયત રાખું છું.
કુટુંબ માં મોભી થયી જાઉં છું. વ્યવસાય માં બોસ બની જાઉં છું.
ભાણીય ભત્રીજાઓના ગ્રુપ માં હું જોકર બની જાઉં છું,
મિત્રોના વર્તુળ માં મીત્ર  બની જાઉં છું.
પછી રાત પડે પાછો મારી બખોલ માં ઘુસી
સુદ્ધાતમાંનું રટણ કરતા દરેક પડ પર ચઢેલી ધૂળ ને ખંખેરતો જાઉં છું. 
અને દેખું છું ટાંકી માંથી નીકળતા કચરાને .. 
અને ફરી સવાર પડે ને નીકળી પડું છું ચહેરા પર ચહેરા ઓઢીને.. 
હું મજાક કરું છું દુનિયા ની ને
મજાક બનું છું દુનિયાની 
મને પોષાય તેવો માલ હું ભરું છું 
જેને તે પોષાય તે માલ લઇ જાય છે. 
દુકાન બસ ચાલે છે, આમ ભગવાનના ભરોશે
હું દુકાન નો માલિક થયી જોયા કરું..
____________________________________________________________________________

મદારી બનીને આવ્યો છું.
કિનારે લખેલા નામ જેટલું આયુષ્ય લઈને આવ્યો છું.
હજાર પ્રકારના દુખો વચ્ચે હાસ્ય લઈને આવ્યો છું.
નાનામી તો ઉઠી ગયી'તી એજ દિવસ થી અમારી,
આતો ફાઈલો માટે, ઉછીના બસ,શ્વાસ લઈને આવ્યો છું.
ક્રમ, અક્રમ કે ચક્રમ ના નથી મેળવવા તાળા મારે,
જીવતા જ ભોગવીએ મોક્ષ એવો વિશ્વાસ લઈને આવ્યો છું.
સ્મશાનમાય બે ઘડીનું વૈરાગ્ય આવી જાય છે.
ઊંઘતા, જાગતાય હાજર રહે તેવું જ્ઞાન લઈને આવ્યો છું.
ચાલશે, ચલાવશે, ફાવશે તે શબ્દો ભાંગીને ભુક્કા થયા,
હવે પુરુષ થયો પુરુસાર્થ રહ્યો, એ ભાન લઈને આવ્યો છું.
રીલ તો ચાલ્યા કરે, ફિલ્મની પટ્ટી ની જેમ
મોહમયી આ દુનિયા વચ્ચેય, વૈરાગ્ય લઈને આવ્યો છું.

____________________________________________________________________________
નોહ્ય મારું નોહ્ય મારું ...આય મારું ને પેલુય મારું ..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું.
જીભ બહાર નીકળી જશે.
સ્વાદ બધા બટકી જશે..
આંખના ડોળા ઉકલી જશે.
સ્વપ્ના બધા છટકી જશે
લોકો માટે ક્યા સુધી દોડીશ
કોનું ભરાયું તગારું..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું.
કોણે કર્યું.. ને... કોને મળ્યું ..
આ તારું જ કરેલું પાછું મળ્યું..
ના કોઈને તે, રોક્યા, તો ચાલ્યું તારું ગાડું ..
એમાં શાને વગાડે નગારું ..
મેલ ને આ મારું મારું..
પહેલા, થાય તેટલું કર ને તારું. :મને મોક્ષ ઉછીનો આપો

____________________________________________________________________________
અક્રમ કંડકટર ને મોક્ષ ની ટીકીટ
સાક્ષી બનીને હવે જોતો રહું છું.. 
જિંદગીના રસ્તે લોકો આવે ને જાય ...
કોઈક રહ્દય ના ગોખલામાં માળો બનાવે,
તો કોઈક આંખોમાં થોડી આંબલી પીપળી રમી જાય 
કોઈક સ્વપ્નાઓ ને હચમચાયી જાય, તો 
કોઈકના બીજને સેવીએ અને અંકુરો ફૂટે. 
ચાર દિવસ ના મહેમાન બની 
બાર દિવસની યાદો છોડી જાય 
ફાઈલોના વ્યવહારો, બધા 
ફાઈલોમાં દફનાવાય 
અને ધૂંધળી સાંજે બેસું પલાઠી વળી 
સામાયિક માં દેખવાની શક્તિ માંગી 
ટીપે ટીપે પછી થાય ખાલી ટાંકી 
ટીક ટીક કરતી પછી ટીકીટ ફાટી .
____________________________________________________________________________
જ્ઞાન પહેલા ,જ્ઞાન પછી
જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ

____________________________________________________________________________
ભક્તામરની યાદ
હું જ મારા પગમાં
ન જાણે કેટલી બેડીઓ ભરાવી ઉભો હતો...
હું જ મારા કાનમાં
ના જાણે કેટલાય હુંકારો લટકાવી ઉભો હતો .
હું જ મારી આંખમાં
ના જાણે કેટલાય ગર્વ ભભરાવી ઉભો હતો.
જ્ઞાનના વમળો નો એક સપાટો પછી આવ્યો ને
ભક્તામરની યાદ પછી તાજી થયી આવી .. 

____________________________________________________________________________
ક્રાંતિ પહેલા શાંતિ
મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા
etc અત્તરોની સુગંધ .
ને પછી થયું હોય યુદ્ધ
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું
અને પછી તૃપ્તિ અને સંતોષના
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો
ત્યારે ,
થાકેલું શરીર કહેતું
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા ....
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું...
નાક ઉપર આંગળી મુકાવીને
અને બતાવી
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું? 

____________________________________________________________________________
નવા રમકડા,નવી વા વા
હે પ્રભુ,
વિપુલ તો હજી બાળક છે,
તે તો સમયે સમયે નવા રમકડા,
ને નવી વા વા માંગ્યા કરશે ...
તું દે કે ના દે તારી મરજી...
પણ,
તેની મોક્ષની ટીકીટ વટાવીને
હિસાબ સરભર ના કરજે
એમાંથી એક પાઈ પણ નહિ મળે 

____________________________________________________________________________
તમને પામીને
તમને પામીને બધી ઝંઝતો પડી ખરી,
હવે જીવ્તાજ પામું મોક્ષ તેવું અભિમાન છે
જલી ગયી અગરબત્તી આ રાખ છે બાકી,
દ્રષ્ટી થયી સમ્યગ તે જ કર્મોનું અવસાન છે.
ખુલે જ્ઞાન જેટલું મૌન થઇ જવાય છે એટલું
લાખ જન્મે પામ્યો..શું બોલવું? , સ્મશાન છે

____________________________________________________________________________
સમ્યગ નિશ્ચય
બની મુક્ત,
તાજગી ભરી હવાની લહેર,
ફરું ગલી ગલી
ભાવે વીતરાગ
ના ગ્રહું સુગંધ
ના ગ્રહું કો' ગંધ
બસ,
વહેંચતો તો ફરું મુજ તાજગી
જે મળે તેને સાદર પરત
ના ખૂટે છતાય ભંડાર
હવે,
ઓરડામાં પુરાઇશ, તો
જઈશ હું જ ગંધાઈ 

____________________________________________________________________________





પ્રાથના
આજ મારી તૈયાર વીણા
સંગીત તું વગાડી લે.
અહંકાર ના પાપણો મહીં થી 
દ્રષ્ટી મારી જગાડી દે. 
દુર દુર બહુ ભટક્યો છું 
બસ, એક તારી શોધમાં 
જરાક જો થાઉં હું હતાશ 
તો, પ્રેમ થી પંપાળી દે.
નથી પડવું છુટું મારે 
એક તારા સાનીધ્ય માંથી
આ તારું જ તો છે કમળ 
લઇ ભૂલ તારી સુધારી લે.
આ નદી ને તો હવે 
ભળી જાઉં છે સાગરમાં.
તુજ તારી આ ઉધારી 
મૂડી ને સાંભળી લે.

____________________________________________________________________________




વેતરાઈ જાઉં મફતમાં   
દાણો હું બનું ત્યાં દળાઈ જાઉં મફતમાં 
શાણો હું બનું ત્યાં છેતરાઈ જાઉં મફતમાં...
જીંદગી નીચોવી નાખી પાઠ ભજવવામાં,
એડીટીંગ ટેબલ પર વેતરાઈ જાઉં મફતમાં   



નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો


દાણો -- નાનો માણશ, નમ્ર , વિવેકી 
શાણો--- હોશિયાર,મને બધું ખબર છે ...
એડીટીંગ ટેબલ....ચિતા..   
ધર્મગુરુઓની વાત માની જો નાનો માણશ બનીને રહું છું , વિવેક અને વિનય માં રહું છું તો લોકો મને ઘંટીના પૈડા વચ્ચે દળી નાખે છે.. હું જયારે જયારે હું મને બધું ખબર છે ના ગુમાન માં, હું બહુ હોશિયાર છું તેવો માનતો રહ્યો તો મને એવાજ હોશિયાર ભટકયા ને હું છેતરાયો...


ક્યારેક આવા ને ક્યારેક તેવા, ક્યારેક એમના કહેવાથી ક્યારેક તેમના કહેવાથી ક્યારેક આ ને ક્યારેક તે ...ભાત ભાત ના નાટક ના પાઠ કરવામાં જ જિંદગી ગયી પણ મારા પ્રમાણે હું જીવી ના સક્યો..છેલ્લે ચિતા પર જિંદગીની ફિલ્મ એડિટ કરવા બેઠો ત્યારે ખબર પડી કે જિંદગી આખી હતી મારી પણ, લોકોના ખમીશ ના માપ પ્રમાણે હું વેતરાયો છું.