સવાર થી સાંજ ને
સાંજ થી ફરી સવાર
ઉઠવું અને સુઈ જવું
સુઈ ને ઉઠી જવું,
જન્મવું અને મૃત્યુ પામવું
હસવું અને રડવું
યાદ રાખવું અને ભૂલી જવું
રાગ રાખવો ને દ્વેષ રાખવો
ઉંચે જવું કે નીચી પાયરી એ જવું
બસ, જન્મ થી લંબાયેલી લામ્બ્બ્બ્બી લીટી વચ્ચે આવેલા આ બધા સબ્દો ને સમજીએ
એ પહેલા સબ્દો ઝાંખા પડતા જાય
અને પછી સફેદ વાળ ના ભૂત જેવો,
કિનારીએ થી ધ્રુમ્સેર વછુત્ત તી હોય તેવો
સબ્દ વળગી પડે ....
ત્યારે કઈ કેટલાય રમકડા
તિજોરી માં રમ્યા વગરના રહી ગયા નો
રહી જાય અફસોસ.
-----
ના હવે મારી થુંઉપીસ
મારે નથી રમવું તમારી જોડે
પહેલા હું રમી લઉં મારી જોડે
--
--
No comments:
Post a Comment