જ્ઞાનની વાતો

ઋણ સ્વીકાર
______________________________________________________________
હું પણ એક વખત વિદ્યાર્થી હતો. હું આજે પણ મારા શિક્ષકોને આદરપૂર્વક પ્રણામ કરું છું. તેઓ જ્યાં પણ મળે ત્યાં પગે લાગુ છું. પણ હું તેઓની માફક એક જગ્યાએ થોભી સકતો નથી. હું પણ ૯ વર્ષ સુધી શિક્ષક રહ્યો. મને પણ મારા વિદ્યાર્થીઓ આદર આપતા અને પગે લાગતા. પણ જયારે મેં મારી જાતને જોઈ, ત્યારે જ ખબર પાળી કે જ્ઞાન ની વિશાળ ગંગા ના એક ઘાટ ઉપર હું પણ ઉભો રહ્યી ગયો હતો. અને એક તળાવ બની ગયો છું. બસ, સરુ કર્યું ફરી એ ગંગા માં ફેલાઈ જવાનું અને આજે મસ્ત બની નદીની ફ્રેશ લહેરો ની માફક ગંધાતો નથી એનો અનહદ આનંદ વર્તાય છે. જે જીવનભર વિદ્યાર્થી બની રહે તેજ સાચા અર્થમાં શિક્ષક બની રહે છે.
આભાર, દાદા, નીરુમાં, દિપકભાઈ તમે મને તળાવ બની છીછરું પાણી બનતા અટકાવ્યો.....
હે દાદા,
જગ કલ્યાણ કરો ,
સૌ જીવો મોક્ષનું જ્ઞાન પામો,
દુનિયાના અંતરાયો તૂટો..
સ્વામી તમે શરણે લો...
સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો..
સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો ..
જગતનું કલ્યાણ હો..કલ્યાણ હો ..કલ્યાણ હો ..
____________________________________________________________________

દુનિયા ના બધા નિયમો વ્યવસ્થિત છે. 
જુઓ મેં અહી કોઈનું બગડ્યું નથી તોયે મારી જોડે કેમ આવું થયું?
એતો દેશમાં કોઈનું બગડ્યું હશે.. 
હા, એક બે પ્રસંગ એવા ખરા ...પણ તે અહી શું તેનું ? 
જુઓ  ભૈ નિયમ જગ્યાનો નથી, પરિણામ નો છે.
હોટેલ નું જમ્યા હોય, તોયે ટોઇલેટ પણ હોટેલ નું વાપરવું જરૂરી નથી. 
____________________________________________________________________
પ્રેમ  વધે  કે  ઘટતો  નથી  ...આવે  ને  જાય  છે કારણકે તે સંજોગોને આધીન છે ... આપડે  તેનો  સ્કોરે  લખતા  હોઈએ  છીએ  ... એટલે  વધ  ઘાત  લાગે  ...ગરમી  આવે  છે  ને  જાય  છે  પણ  પારો  શું  બતાવે  છે  તેનું  observation  માં    વધ  ઘટ દેખાય છે ગરમી આવે તો પારો ઉંચો જાય અને જાય તો નીચો જાય. આ બધું જે પ્રેમ ના ચોપડા લઈને બેઠા હોય તેમને સમજાવવા પુરતું છે.  
____________________________________________________________________

ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક. 

જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે?  તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
____________________________________________________________________
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે? 
____________________________________________________________________
પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી  ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી  રચના કેવી રીતે થયી,કેમ થયી  ? કોને કરી ? કેમ કરી? તે જાણને!  
____________________________________________________________________
ભગવાન ને જાણવા તે ધર્મ કહેવાય તો પોતાની જાતને જાણવું તે ધર્મનો મર્મ કહેવાય
______________________________________________________________
દરેક વ્યક્તિ નું માનસિક લેવલ તે ક્યારે કોના પક્ષમાં હોય છે તેનાથી નક્કી કરી સકાય છે.
  • માનસિક લેવલ ના નીચલા સ્તરે તે પોતાના સિવાય કોય્નાય પક્ષમાં નથી હોતો જેમકે આદિવાસી જાતિની વ્યક્તિ.ધીરે ધીરે તે કુટુમ્ભ પછી શેરી, ગામ , સમાજ ના પક્ષ લેતો લેતો માનસિક રીતે develop થતો જાય છે. પછી તેના devlopment ના લેવેલ પ્રમાણે તે રાજ્ય નો પક્ષ, પછી ભાષાનો પછી દેશનો અને છેલે પર્યાવરણ નો પક્ષ લેતો થાય છે.
  • આટલે સુધીના development એ એક મનુષ્ય તરીકેની અન્ત્યાંતિક સિદ્ધી છે. પણ જયારે પર્યાવરણ ની પણ આગળ વધી ને કોઈ જીવમાત્ર નો પક્ષ લે તે મનુષ્ય મટીને મહામાનવ ના લેવલે પંહોચી ગયેલ હોય છે.
______________________________________________________________
વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
______________________________________________________________
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે.                                
______________________________________________________________
બીજા ને દુખ આપનાર ને કાયદો ગુનેગાર ઠેરવે છે.અને એવું, (દુખ આપવાનું) વિચારનાર ને કુદરત ગુનેગાર ઠેરવે છે.કાયદાની દ્રષ્ટિથી ગુનેગાર એ છે કે જે બીજાને દુખ આપે છે. પરંતુ કુદરતની દ્રષ્ટિથી ગુનેગાર એ છે કે જે બીજા ને દુખ આપવાનું વિચારે છે.બીજા ને દુખ આપ્યા પછી કાયદો ગુનેગાર ઠેરવે છે. પણ એવું, (દુખ આપવાનું) વિચારનાર ને કુદરત ગુનેગાર ઠેરવી ચુક્યું હોય છે.
______________________________________________________________
આધ્યાત્મિકતા સહેલી નથી ...હાથ જોડીને શ્રધાથી કરવામાં આવતા સવાલો ધર્મ માં હોય, જયારે આધ્યાત્મિકતામાં તે સવાલ તલવાર ખેચીને કરવાનો હોય છે.
______________________________________________________________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે.
______________________________________________________________
સામાયિક રીત ૧લી.... તમને ઘણા સમય પછી એક મિત્ર મળ્યા. મળવાની ખુશીના અદાનપ્રદાન પછી વચ્ચે તેમણે કહ્યું, "...વચ્ચે પેલા ...xxxxx ભાઈ મળ્યા હતા... તમારા વિષે વાત કરતા હતા " તમારો તરત પ્રતિભાવ કેવો હોઈ સકે ?
  • ૧) અરે... વાહ ...બહુ ભલા આદમી છે .... 
  • ૨)...એમ....શું કહેતા હતા મારા વિષે ? 
  • ૩)...ઈ વળી ક્યાંથી મળી ગયા...? 
  • ૪)...છોડોને તેમની વાત ... 
 હવે કયા પ્રકારનો ઓપ્સન સિલેક્ટ કેમ થયો તે વિચારો ...
______________________________________________________________
રાત દિવસ આજ્ઞામાં રહેવાય, તેવી તું મને શક્તિ આપ.
જીવમાત્રને જોઈ મલકી ઉઠું, તેવી તું મને ભક્તિ આપ.
નથી મેળવવા તાળા મારે, ક્રમ કે અક્રમના...
આ પુદગલના ગણિતો બંધ થાય તેવી મને મુક્તિ આપ.
______________________________________________________________
અરે એમાં TV / internet નો શો વાંક ? તે તો તમારી અંદર ની વૃતિ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો. હું Internet વગર રહ્યી શકીશ કે કેમ તે કહેવું મુસ્કેલ છે. તો શું એનો મતલબ એમ કે હું બગડી ગયો છું. ? સારા શીનેમા આવે, સારી બુક્સ આવે, સારી સાઈટસ આવે, સારા પ્રોગ્રામ આવે છેજ કિન્તુ લોકો પોતાના સીલેક્સ્ન પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. બલ્બ પ્રકાશ આપે અને તે પ્રકાશમાં તમે પુસ્તક વાંચી શકો પણ તીન પત્તી રમો તો એમાં બલ્બનો શો વાંક?
______________________________________________________________
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે.
______________________________________________________________
આ માર્ગ માં ધર્મ અને આધ્યાત્મ ના હોકાયંત્ર અને અરીસા લઈને જ ફરવું પડશે ... ધર્મ ના હોકાયંત્ર તમને ક્યા ખોવાઈ ગયા છો તે બતાવશે ... જયારે આધ્યાત્મ નો અરીસો કોણ ખોવાયી ગયું છે તે બતાવશે...
______________________________________________________________
અલા, પૈસાનું જીંદગીમાં મહત્વ છે કે નહિ એવું પુછાતું હશે... ? આ સંસારનો એક પણ પરમાણું નહિ, અણુ પણ નકામો નથી એમતો પેસાબ નું પણ મહત્વ છે. એટલે બસ એજ કર કર કરવાનું ? અરે પૈસાની કોણ ના પડે છે...પૈસા, પત્ની/પતિ , પદ, પ્રતિષ્ઠા બધું જ કામનું છે..પણ સૌથી વધારે કામનું છે "હું કોણ છું" તે જાણવાનું.
______________________________________________________________
મોક્ષ માટે જાગૃતિ આવે તે માટે કંદમૂળ ના ખાવા, પણ પછી એ જાગૃતિ નો ઉપયોગ કચકચ કરવામાં કરે... આ પ્યાલો કેમ ફૂટ્યો? ...તારું કપાળ ફૂટ્યું મુઆ એના કરતા બટાકા ખા અને ઊંઘી જા.
______________________________________________________________
જિંદગીનો અર્થ હજી માંડ માંડ સમજાય છે ...ત્યાંજ બધા મારી અર્થી ઉપાડી જાય છે..
______________________________________________________________
કષાયો ને રાગ -દ્વેશે , વીંટાયા છે સંબંધ ,
આપણે ઉકેલવાના , ગૂંચેલા ઋણાનુબંધ.
જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે ,
જેને સળી કરી હશે તે જ સામો તોકશે .......
______________________________________________________________
Yesterday I had a dream, just terrific, in which I had attended a series of lectures in old style Ashram, flied with GURU and some disciples. And literally it was on the objects of the universe ...... I cannot express here.. these are just words... Hope will attend the same and missing that GURU.. he was speaking in a language I can only "understand" ... cannot speak ... was just like an open air lab for gravitational power ... I do not know what was that ...but really...was simply terrific .. just trying to remember the speech and if possible, want to write it down ... really thankful to the great power for such experience ...
______________________________________________________________
જો નદી રોકાઈ જાય તો તે તળાવ બની જાય અને વહેતી રહે તો સાગર. મુમુક્ષુ રોકાઈ જાય તો અંત અને વહેતા રહે તો સંત.
______________________________________________________________
બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
______________________________________________________________
સવાર થી સાંજ ને
સાંજ થી ફરી સવાર
ઉઠવું અને સુઈ જવું
સુઈ ને ઉઠી જવું,
જન્મવું અને મૃત્યુ પામવું
હસવું અને રડવું
યાદ રાખવું અને ભૂલી જવું
રાગ રાખવો ને દ્વેષ રાખવો
ઉંચે જવું કે નીચી પાયરી એ જવું
બસ, જન્મ થી લંબાયેલી લામ્બ્બ્બ્બી લીટી વચ્ચે આવેલા
આ બધા સબ્દો ને સમજીએ
એ પહેલા સબ્દો ઝાંખા પડતા જાય
અને પછી સફેદ વાળ ના ભૂત જેવો,
કિનારીએ થી ધ્રુમ્સેર વછુત્ત તી હોય તેવો
સબ્દ વળગી પડે ....
શબ્દ સળગી પડે..
ત્યારે કઈ કેટલાય રમકડા
તિજોરી માં રમ્યા વગરના રહી ગયા નો
રહી જાય અફસોસ.
-----
ના હવે મારી થુંઉપીસ
મારે નથી રમવું તમારી જોડે
પહેલા હું રમી લઉં મારી જોડે
______________________________________________________________
હા, આપણી સૂજ જેમ જેમ વધે તેમ મોટા મોટા દુખ ક્યાં ક્યાં છે તેમ સમજાતું જાય છે. પહેલા ગરીબી એ દુખ લાગે , તે સમી જાય ત્યારે કુટુમ્ભમાં થતા કલેશ મોટું દુખ લાગે, પછી ધીમે ધીમે જેમ જેમ આગળ જતા હોઈએ તેમ પોતાના અનુભવોની સાથે પોતાની દુખ ની વ્યાખ્યા બદલાતી જાય. પણ સાશ્વત દુખ કે સુખ કયું? જો તેની સૂજ પડે તો થાય બેડો પર. આ મુકેશ ને અનીલને ઝગડતા જોઇને ના ખબર પડે કે .. સુખ ક્યાંક બીજે છે .. ? : વ્હેત છેટું સુખ .
______________________________________________________________
કષાય છે ત્યાં અગ્નિ છે અને અગ્નિ છે ત્યાં શકરિયા ની ભરહાદ છે. આપ્તસુત્ર: ૧૬૨૮ TM Mytoday
______________________________________________________________
ઓરીજીનલ... એની તો વાત જ ન્યારી છે...મીરાં ના પદો બની સકે કે મીરાં કરતા લત્તાજી કેટલાય વધુ કર્ણપ્રિય રીતે ગાઇ સકે અને ગાયા પણ છે...... પણ તેનાથી કાનજી તેમને નહિ મળે.. એવું જ આ નવકારમંત્ર,ગાયત્રીમંત્ર વગેરેનું છે... આપણે ગાયીએ છીએ ત્યારે એ ફક્ત સબ્દો ની ગોખણપટ્ટી બની જાય છે... બાકી એક વખત આપણી જીભ ઉપર એ વસે તો તો ખલાસ....
નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
______________________________________________________________
આખા જગતને કશાય નથી ગમતા, છતાં આખા જગતના કશાય ઈચ્છાપૂર્વકના છે : આપ્તસૂત્ર ૧૬૩૦
______________________________________________________________
જ્યાં ક્રોધ માન માયા લોભ ના હોય ત્યાં વ્યવહાર ચોખ્ખો હોય. અગર તો જ્યાં તેના પર ઉપયોગ રેહતો હોય, ત્યાં સુધી ચલાવી લેવાય. આપ્તસૂત્ર :1631
______________________________________________________________
મેં તો અનુભવ્યું છે કે, જયારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે એક કેદીને મુક્ત કરીએ છીએ અને પછી અહેસાસ થાય છે કે તે કેદી બીજા કોઈ નહિ પણ પોતે જ હતા. : વ્હેત છેટું સુખ..
______________________________________________________________
હા એતો હોય, પુરુષ જે સ્ત્રી ની મર્યાદાઓ સમજી ગયો છે તેને દબાવી સકે છે અને સ્ત્રી જે પુરુષની મર્યાદા સમજી ગયી હોય છે તેને ત્યાં દબાવતીજ હોય છે... મેં એવી સ્ત્રીઓ ને પણ જોઈ છે જેણે તારા જેવા કામાતુર પતિના સ્વભાવની જાણ થયી ગયા પછી, રીતસર આખી જીદગી પોતાના કહ્યે સંસાર ચલાવ્યો હોય. અને તે નવું નથી ... મેં તારા જેવા, એવા પુરુષ ને આજીજી કરતા જોયા છે ... ફટ ભૂંડા, પુરુષ થયો ને પુરુષાર્થ કરતા ના આવડ્યો ભીખ ને તેય આવી કે "આજનો દિ....." નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો .
______________________________________________________________
જેણે રોકડું મળ્યું હોય તેને ઉછીનું વાંચવાની જરૂર નહિ ..
______________________________________________________________
પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને તેને દીવાસળી ચાપવી તેનું નામ ક્રોધ. એટલે પહેલા પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે. : દાદા
______________________________________________________________
ક્રોધ એટલે પોતાની એસેટ્સ સળગાવીને સામાની લાયબીલીતી ઉભી કરવી તે. : દાદા
______________________________________________________________
શરીરની નબળાઈ ભૂખ, નિંદ્રા, ડર અને મૈથુન છે અને આપણી નબળાઈ ક્રોધ, માન , માયા અને લોભ છે.
આપણાં કાર્યકર્તા છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર : દાદા
______________________________________________________________
સવાર પડી ને ફરી તે મોત ને ઝટકો આપ્યો છે.
નવો નક્કોર દિવસ આપીને એક મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું ચોખ્ખો હું આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, તે એક મોકો આપ્યો છે.
______________________________________________________________
બાજી તો જીતી છે જિંદગીની તેઓએ
જેના મોત પર આખો સંસાર રડે છે.
તણખલું પણ મંઝીલ ને પામી ને રહશે,
શું કામ કિનારા સાથે દરિયા લડે છે ?
મુક્તિની વાતો બધી કિતાબોમાં રહે છે.
હાજર થાય જ્ઞાન, જ્ઞાની પ્રત્યજ્ઞ મળે છે.
______________________________________________________________
વહેલી સવારે કુકડો બોલે ને યાદ આવે
નવો દિવસ, નવી રાહ, નવી દિશા
અને સુરજ ને કહેવાનું મન થાય,
Thank you ,
દરરોજ ખુલતા જાય નવા સ્વપ્નોના ખાતા
અને પછી ઘણી વાર એ ખાતામાં
કઈક entry પડે તેની રાહ જોવામાં
માથાના વાળ તેનો રંગ બદલતા જાય
ત્યારે ઘરની ખડકીપર આવી ને બેઠેલો કાગડો
કો'કના આગમન ની કાળી યાદ અપાવે
ને મનમાં થાય ઝબકારો
કે,
ખાલી ખાતાઓ ને ભરવામાં
ખબર નહિ ક્યારે બંધ થઇ જાય આ ચોપડો.
એટલે જ દરરોજ રાત્રે
હું તો તૈયાર રાખું છું સરવૈયું..
ટાંટિયા ના મળે તો પ્રતિક્રમણ
અને સામાયિક નું રાખું છું રખોપું
______________________________________________________________
અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે,
તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે,
હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો,
સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે
______________________________________________________________
Horizontal પ્રગતી એટલે પોતાની પેઢીઓનું કરેલું ભલું. અને vertical પ્રગતી એટલે પોતાના ભવોનું કરેલું ભલું. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
______________________________________________________________
સગાઈઓ એ બધી પરદેશની કમાઈઓ છે. એક ફક્ત સ્વદેશની કમાઈઓ સાથે આવે .: આપ્તસુત્ર ૧૬૩૮
______________________________________________________________
તમને પામીને બધી ઝંઝતો પડી ખરી,હવે જીવ્તાજ પામું મોક્ષ તેવું અભિમાન છે
જલી ગયી અગરબત્તી આ રાખ છે બાકી,
દ્રષ્ટી થયી સમ્યગ તે જ કર્મોનું અવસાન છે.
ખુલે જ્ઞાન જેટલું મૌન થઇ જવાય છે એટલું
લાખ જન્મે પામ્યો..શું બોલવું? , સ્મશાન છે
______________________________________________________________
પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ... સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય.
______________________________________________________________
ભગવાન રોજ રોજ વર્ષે છે પણ આપણે પૂર્વગ્રહો ની છત્રી લઈને નીકળી પડીએ છીએ ...
______________________________________________________________
સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
______________________________________________________________
દાદા કહેતા કે Compromise અને adjustment વગર કેમ નું ચાલે ? જયારે તમને એમ લાગે કે સામાને તમારી જરૂર છે તો "Adjust Everywhere " કહેવું અને જો સામાની આપણ ને જરૂર હોય તો "અથડામણ ટાળો" નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
______________________________________________________________
જે ભાગ ડિપ્રેસ થાય છે તે "આપણો" ના હોય.
જે ભાગ એલીવેટ થાય છે તે ભાગ "આપણો" ન હોય.
જે ભાગ ઠાઠડીમાં જાય છે તે ભાગ "આપણો" ન હોય.
આ જગતમાં જે જન્મેલા તે બધાની રેવડી દાણાદાણ થયી ગયેલી. એવા જગતમાં તે કઈ પડી રહેવાતું હશે? આ જગત જોડે કોઈ લેવા દેવા નથી. અબ્સોલુત(કેવળી) થયા વગર કામ થશે નહિ. : ૩૮૪૦