યાદમાં

હું અહી હતો અને તું ત્યાં હતી,
આપણી વચ્ચે પળોની વેદનાઓ હતી.
માની ગયો,
એ સ્પર્શી ને તને આવ્યો 'તો પવન.

 તેના ખિસ્સામાં ભીની સંવેદનાઓ હતી
______________
બેસું ઘુંટનીયે,
પાથરી પાલવ,
તમારી યાદો ની રાહો પર
પ્રિયે,
આહિસ્તા આહિસ્તા પાડો
કો' નવોઢાની પેઠ
તમારા પગલાની છાપ.

_________________
તારી યાદમાં હરરોજ કઈક ગર્ભ રહ્યી જાય છે.
તું યાદોની હિરોઈન પછી તો,છું થયી જાય છે.
કુંવારો બાપ બની એકલો,ટેબલપર સેવ્યા કરું છું.
એક તરફડતી કવિતાની ડીલીવરી થયી જાય છે.

____________________
કુચ પર નીકળતા પહેલા
'કો
સૈન્યમા દીઠ્તી
શિસ્તબદ્ધ
નિ:સબ્દ
નિ:સ્તબ્ધ્ધ
અને અખંડ
શાંતિના અભેદ વલયોને તોડવા
તારી યાદો નું
એક નિર્દોષ અને માંશુમ પારેવું
કરી રહ્યું હતું ....ઘુ...ઘુ....ઘુ
અને અચાનક
અણી પાંખોના ફફડાટ થી
વિંધાય છે
આ શાંતિ નાં અભેદ કિલ્લાઓ
અને પેલો કમાન્ડર પછી બરાડે છે
હા હું જ પછી બરાડું છું ...
અને તારી યાદોના પરીન્દાઓ ને વીંધવા
એક... દો... તીન... એક
ને સર્જાય છે સંગ્રામ પછી
મારા અસ્તિત્વને ટકાવવાનો :

____________
સલૂણી સંધ્યાએ
ઉત્તેજિત થયી, 
ક્ષિતિજને પાર થયેલ તુજ 
વસુધાસ્પર્શની રેશમી લહેરખીઓથી,
એક અલૌકિક અનુભૂતિ 
અનુભવતું'તું આ સમગ્ર નગર,
ત્યારે,
અન્યમન્સકે હું,
સાગરસમ્રાટ ની અફાટ
ક્ષિતિજો પરથી 
તરીને આવતા રેશમી વમળોને તાકતો 
એક અતીત ની યાદમાં
એક અશ્રુ,
એક ડૂસકું, 'ને 
એક કંકરથી 
સહ્સ્ત્રાભીષેક કરી 
તે યાદોનું શ્રાધ કરું. 
___________________________________________________________
તરફડાટ 
યાદોમાં એની કઈક ગર્ભ રહ્યી ગયા,



એની યાદમાં હરરોજ કઈક ગર્ભ રહ્યી જાય છે. 
યાદોની હિરોઈન પછી છું થયી જાય છે.
કુંવારો બાપ બની ટેબલપર સેવ્યા કરું છું.
એક તરફડતી કવિતાની ડીલીવરી થયી જાય છે.   
___________________________________________________________
નવોઢા યાદો
બેસું ઘુંટનીયે,    
પાથરી પાલવ,
તમારી યાદો ની રાહો પર
પ્રિયે,
આહિસ્તા આહિસ્તા પાડો
કો' નવોઢાની પેઠ 
તમારા પગલાની છાપ.
___________________________________________________________
વઘારની સુગંધ
બગલમાં હોય તારી યાદ ને બહાર હોય વરસાદ..
ઓફિસમાં હોઉં
તોય ગરમ ઉતરતા ગોટાની સુગંધ પણ ભૂલી જાઉં.
ક્યારેક ઘરમાં હોઉં એકલો 
તો કાફેટેરિયા ની ચા પડી હોય ઠંડી થતી ને,
બાજુના ઘરમાંથી આવતી વઘારની સુગંધને હું ચાવતો હોઉં.   
_____________________________________________________________
સરગોશા આશા

મારા
હાસ્યના સહરામાં 
ઘૂઘવે છે 
આશ્રુના સમંદર
ને વળી,
આશા તારી તસ્વીર બનીને 
તરે છે સરગોશા તણી 


_____________________________________________________________
શ્રધાંજલિ
આપવી'તી તને શ્રધાંજલિ
લખીને એક કવિતા
હું બેઠો પણ,
તારી યાદોનું ચક્રવાત ઉઠ્યું..
અને ફંગોળાયું દિલ એવું ..
કે હાથમાંથી પેન પડી હેઠી ..
કાબુ ગયો મગઝ્નો 
પણ  કામ  પૂરું  કર્યું આંખોએ 
પડ્યા બે દડદડ કરતા અશ્રુ 
આ કાગળ પર 
તો,
હે પ્રિયે 
સ્વીકારજે આ બે ટપકાની શ્રધાંજલિ 
જેમાં આ મુફ્લીશ ર્હુદયે 
શ્વેત સંગેમરમર પવિત્ર 
લાગણીથી રચ્યા છે તાજમહેલ 
__________________________________________________
લાગણીભીના વ્યવહારો,
આ પાનખર -એ- દાસ્તાન 
હું હવે ટેગ કરું 
વસંત માં વિતાવેલ
તારી સાથેની ક્ષણો ને ...
લાલ ચટ્ટક લગ્નના એકાઉન્ટમાં
કેમ કરી કરું આમનોધ 
આ ત્રણ ત્રણ દાયકાના લાગણીભીના વ્યવહારો,
તું લાભ લેનાર એટલે ઉધાર કે 
તું લાભ આપનાર એટલે જમા ? 
પણ પેલા વિયોગમાં ખર્ચેલા આંસુઓ તે ખર્ચ જને ? 
ને સાનિધ્યમાં ખરેલા હાસ્યના કુંડાળા તો આવક જને ?
પેલા બાગના માંચડા પર
ઉભી કરેલી સ્વપ્નો ની મિલકતોના વાઉચર
આ એકેય સંતાન ક્યા આપે છે ? 
હે પ્રિયે ,
ફોટાની ફ્રેમ માંથી એક વાર તો આવ ?
"હાય...હાય .. 
લાગણી ના તે વ્યવહારોની
તે કઈ આમનોધ થતી હશે ? "
__________
તારી આંખનું ફરકવું, મારા ર્હદયનું ધડકવું
તારા હોઠ નું મલકવું,આ રોમેરોમનું કમ્પવું
ગોળ ગોળ કુંડાળામહી તારા પગનું થરકવું
કારણ પણ નાં હોય તોયે, આંખોનું મરકવું
હોય કેરી નાં રસમહી તરબોળ તારા ઓષ્ઠ
ઉપર ગરમ આભ,નીચે બંધ આંખે તડપવું 

__________