Dubai

નાશર સ્ક્વેર, દુબઈ

બપોરનો તડકો પહેરીને,
ઉભેલા નાગફૂગા
Buildings
હારબંધ વાવેલા
કોન્ક્રીટના વૃક્ષોનું જંગલ
ફ્લોર પર ટહુકતા ઇતિસ્લાત,ડ્યુ ના પંખીડા
નીચે પાર્કિંગ માટે ચક્કર મારતી
કારની પક્કડ દાવ
આખું જંગલ ભાગે એક માછલી ને પકડવા
અને
એક પાકિસ્તાની હમાલ,
exchange ની દુકાને ભાવ વાંચીને
મુસ્કરાતો
અને વ્હાલ થી પંપાળતો દીકરીના ફોટાને ...
__________________________________________________
ગોલ્ડ્સુક, દુબઈ
સવારની ચહલપહલ...
કાફેટેરિયા ની ચાય સાથે
શરુથતો દિવસ
બપોર સુધીમાં
ગરમીને ઓઢીને
લપાતું નગર
શરીરના રોમ રોમ માંથી
ઝરતા અમીઝરણા!!!
ને' તેને સુકવી નાખતા
ગલીઓમાં બહાર ડોકાતા A . C . ના પવનો..
ગરમીથી ઉકળીને ચાલતા , હાલતા રસ્તાઓ
એક અફઘાની પઠાણ તાકતો
Tourist ની ભારે શોપિંગ બેગને
અને લૂછતો કમર પરનો પરસેવો
સાફાની લકીરથી...
__________________________________________________
દુબઈમાં ગુજરાતી યુવાન

છુટાછવાયા પડેલા
સ્વપ્નાઓના ભંગાર પર
ટપક ટપક થતા
આંશુઓની છાલક
પછી
કાદવ કીચડમાં
ખીલવા મથતું એક કમલ
નીચે નમીને
હું મથુ છું તોડવા તેને
અચાનક થયી જાય તે અદ્રશ્ય..
પછી,
સ્ક્રીન પર વેરાય છે
વમળો ની પંક્તિઓ,
BAD COMMAND OR FILE NAME
__________________________________________________
દુબઈ,

ઉંચે ને ઉંચે જવાની
લાહ્યમાં ને લાહ્યમાં
સડકો પર કર ની કતારમાં ......
ગલીના નાકે
સબડતા, ગંધાતા
Municipalty ના ડબ્બામાં
પ્લાસ્ટીકીયા, ડીસ્પોસલ થાળી ને વાડકામાં ......
ગલીની બહાર ડોકાતા A .C . ના ફોયણામાંથી
વછૂટતી ગરમ હવાના શ્વાસમાં.......

ડૂબે છે યુવાનોની જવાની
અને તે થઇ જાય છે પાક્કા
પૈસાના ઠીકરા ગણતા અને
exchange ના ભાવે ગુણાકાર કરતા

પછી,
રાત પડે ને ટેલીફોન ના ડબલામાં લૂછે છે આંશુ.
__________________________________________________
વતન ની યાદ
દુબઈમાં ભર ઉનાળે, વતન ની યાદ આવી..
(બચપણમાં) જ્યાં ચડેલા,લીમડાની છાય યાદ આવી
સિમેન્ટ અને કોન્ક્રીટના ઊંચા જંગલો વચ્ચે,
(બચપણમાં) દોડાવતી ચકલીઓની ચીં ચીં ની યાદ આવી.
માથા પર બે હાથ મૂકી ઉભો છું ફુજૈરાહના કિનારે
(બચપણમાં) ૧..૨..૩.. કહી,
એકસાથે તોડેલા રેતીના મંદિરો ની યાદ આવી..
ટહુકો વાગ્યો ઇતિસલાટ નો,ને (સ્ક્રીન પર) દોસ્ત નું નામ ઝબકયું..
ધ્રુસકે ધ્રુસકે હસ્યાનું ને, ખીલખીલાટ રડ્યાની યાદ આવી..
__________________________________________________
Rain in mail
ટૂંકમાં જ એક કવર, મારા P.O. Box માં આવિયું...
માટી થી ભરેલું કવર અને સાથે રેસીપી લખેલી હતી,
કપડા કાઢીને, પૂર્વ દિશામાં ઉભા રહેવું...
અને કવર માંથી માટી કાઢીને તેની ઉપર માપ પ્રમાણે પાણી રેડવું...
અને સુગંદ જો યાદ આવે તો મોટે થી બુમ મારવી
આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ...
__________________________________________________
ગુજરાતીમાં ઓડકાર
દુબઈ માં ...
બપોરે Dhuhr ની બાંગ સાથે,
ગુજરાતી Restaurant માંથી આવેલા,
ટીફીનના ડબ્બામાં..
બે નાણા પ્લાસ્ટિક ના ડબ્બા
એક માં કઠોળ અને એકમાં શાક
રેપરમાં વીંટાળેલી રોટલી..
પ્લાસ્ટીકની થેલીમાં છાસ.,
ટેબલ પર પાથરેલું છે પ્લાસ્ટીકનું સુવાળું પડ
અને વતનથી દુર વતન ની મીઠાસ..
એક ટુકડો તોડીએ ને
વતનની એક યાદ મરોદીયે ..
મલબારી રેસ્ટોરાં ની મચ્છી કરતા ગુજરાતી ભોજન મોંઘુ છે,
તોયે, ગુજરાતી ભોજન પછી વાત એક થાય ખાસ ... કે
બેંક માં બેલેન્સ દીરહામમાં બોલાય પણ,
ઓડકાર તો ગુજરાતીમાં આવે ત્યારે થાય હાસ,
__________________________________________________
કિશ,
કિનારે ઉભેલી દીવાદાંડી,
દુરથી વહાલ ભરીને ઉભી હોય,
એરપોર્ટ પર ઉતરતાજ,
ફ્રીડમ નો અહેસાસ,
હવે થશે શું?
ને દરિયાના મોઝાની થપાટોને
ઝીલતા ગ્રીક ઝહાજમાં
સળવળતા સ્વપ્નો ના ભંગાર,
કે પછી,
ખુલ્લા રણ વચ્ચે,
ભારતીય બાધા આખડીનું
ઈરાની સંસ્કર્ણ.. આ વિશ ટ્રી
બાઝીને વળગીને શું ને શું માંગતા
ફિલિપિનો દોસ્ત
સમય ની થાપટ ખાઈને
ભાંગીને ભરૂચ નું નસીબ નહિ પામેલું હરીરેહ
આ ઉજ્જડ રણ માં
કેટલાય આવા એરંડા,

બપોરની ગરમીમાં,
ડોરમેત્રીના બેડ પર
દુબઈનો થાક ઉતારતો મલબારી,
સાંજ પડે,
બાજુમાં એક નાના વિલામાં
ગાઢ આલિંગનમાં
અને મજાક મસ્તી કરતા ફિલિપિનો કપલ
રસ્તા પર વગર ધ્યેય
હાથ માં સિગારેટ સાથે ફરતી રશિયન બાળા
હાથમાં છુટ્ટા લઈને ટેલીફોન
નમ્બર માટે રાહ્ જોતો ગુજરાતી,
સાફાની લકીરને હાથમાં ફેરવતા
લોલુપ નઝરે રશિયન ને જોતો અફઘાની..
ટેબલ ટેનિસના ટેબલ પર
લશ્કરી તાકાત બતાવતો સિરિયન
કાફેટેરિયા માં વાગતા ઈરાનિયન મ્યુસિકના
તાલ પર તાલ દઈને,
હાથમાં ચા ના કપ સાથે આવતો નેપાળી
નાશથવા ઉભેલા અમથા કિલ્લા
પર નામ અમર કરવા મથતા નવા પ્રેમી પંખીડા
બસ, આજ તો છે
ચાલુ પગારે મળેલું વેકેસન
અને આ છે કિશ ને કરેલી દુનિયા એ કિસ
કિસ,
એ દુનિયાને બતાવવા
ઈરાને છૂટો મુકેલો ટાપુ
અને
દુબઈ થી આવીને હોલીડે માટે
પાર્ક થતા આપડા બાપુ
તો
ફિલિપિનો યુવાનો માટે રચાતો
(એમનો) આદર્શ યુવામેળો
અને
કિનારે વિઝાની રાહ જોઇને
હિજાબ પહેરી, રડતી કેરાલીયન આયા,
બસ આજ તો છે કીશે રચેલી ઉધાર માયા