બચપણ

દંભ.. જુઓ બાળમજૂરી નો વિરોધ કરનારા...માંથી કેટલાએ ૧ બાળ મજૂર ને દત્તક લીધો? ...એ તો કહોકે તેમને મજૂરી નહિ આપીને તેમનું તમે ( સરકાર પાસે નહિ) શું કરવા માંગો છો.એમને એમનું કામ કરીને જીવવા દો ને. ખાલી ખોટી લાઈન માં ઉભા રહ્યી જાઓ છો. હું પોતે નાનપણ માં ના કમાયો હોત તો કુટુમ્ભ છુટું પડી ગયું હોત. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
__________________________________________________________________________________
જે માંબાપ સંતાનો ને, સેક્સ ની Byproduct અથવા જોઈન્ટવેન્ચર માનતા હોય છે. તેઓ તેમના ઉછેર ને maintanace માનતા હોય છે. ને તે ખર્ચને Investment, તેઓ આ portfolio ના manager બનીને આખી જિંદગી return ની આશા રાખે છે. શોધી કાઢો તમારા મિત્રવર્તુળમાં આવા કેટલા મેનેજર છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
__________________________________________________________________________________
માબાપ ના કહેવાથી ઘરના ખૂણા માં બેસી જનાર બાળક, માં બાપ માટે સુવિધા છે. પણ તે જીંદગીમાં નપુંસક બની જશે, જયારે વાતે વાતે બંડ પોકારનાર બાળક, નાનપણ થીજ સમાજ સામે પોતાના અસ્તિત્વ ને ટકાવવાનો અભ્યાસ કરે છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
__________________________________________________________________________________
વેકેસનમાં જુદા જુદા કલાસીસ માં ભણતા બચ્ચા લોગને જોઈ, બચપણ માં વાંચેલી પંક્તિ યાદ આવી... ફ્લાવરવાઝ ના ફૂલો ને નજીક જઈ પૂછ્યું... તમને ખબર છે ...આજે વસંતપંચમી છે ? હુય આ બચ્ચા લોગને પૂછું તમને ખબર છે આ વેકેસન છે ? નવલકથા: વ્હેત છેટું સુખ..
__________________________________________________________________________________
હે એવું કેમ?
દરિયાની રેત પર
મહેલ બનાવ્યો,
ખુશી ખુશી,
જતા તોડ્યોય
ખુશી ખુશી?
__________________________________________________________________________________
નાના
બાબાઓ બેબીઓ
રમે ઘર ઘર...
હરખાયી ને રમે
હરખાયીને પડે છુટા ..
ઠીક છે હજી ..
વારશો એટલે શું તેમને
ખબર નથી ..
__________________________________________________________________________________
મમ્મી કહેતી બહાર પલળવા જવાનું નથી... શરદી થયી જશે ...
હું ખૂણા માં નીચે મોઢે મનમાં બબડતો.. નહિ જાઉં તો મારી મતિ ફરી જશે ..
બચપણમાં વરસાદ વરશે છે તેવું બોલતો, હવે ઓફિસેથી જતા પહેલા તે વરસાદ પડે છે તેવું લાગતું ... : વ્હેત છેટું સુખ.
__________________________________________________________________________________
મારી મમ્મી બહુ ઝગડાખોર છે ...
કેમ?
હું રમતો હોઉં ને પડી જાઉં તો વાગે છે મને,
સહન કરવાનું આવે છે મારે, દવા લેવી પડે છે મારે, ઇન્જેક્સ્ન લેવા પડે છે મારે...
પણ તે મને લડે છે એવી રીતે કે જાણે આ બધું તેને કરવું પડે છે...
હા,દીકરા, એતો એવું જ હોય ને ..
જ્યાં સુધી તું મોટો ના થાય ત્યાં સુધી તને કઈ થાય તો મમ્મી ને પણ વાગે
તમને મમ્મી લઈને આવી હોય ને એટલે તમને જેટલું શરીર પર વાગે તેટલું મમ્મી ને
ર્હુદયમાં જોરથી વાગે. પછી કેવું દુખે.. ? તમને લોહી નીકળે ને તો મમ્મીનું લોહી ફરતું બંધ થયી જાય ..બોલ..
હે...
__________________________________________________________________________________
કોમ્પ્યુટર ને વિડીઓની ગેમ છોડી આવ્યો છું..
ઊંઘતી મમ્મીને હાથતાળી દૈ આવ્યો છું..
બચપણ તો ચાલ્યું જશે પછી કળ ના વળશે.
બે ઘડી વેકેસનમાં ,(આપડી) રમત રમવા આવ્યો છું.
નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
__________________________________________________________________________________
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે. એટલે અમને રમવા નથી જવા દેતી...અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું.. મારા માળિયા માં ૫૦ લખોટી અને ૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ ...
નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
__________________________________________________________________________________
ભગવાન બનવાનો નાનકડો અનુભવ,

બચપણ ના ચિત્રોને ,
ચિતારડા કહ્યા,
બચપણ ની કવિતાઓને
જોડકણા કહ્યા,
કાગળમાંથી બનાવી નાવ,
તે પહેલું સર્જન,
ગાયના પોદ્ડાને,
મિક્ષ કરી વાલ જોડે
જમીન માં દાટ્યું,
પછી બે બે કલાકે "શું થયું " ની ઇન્તેઝારી
ત્રીજા દિવસે અંકુરિત થયી
બહાર આવેલી ડાળી
અને,
ભગવાન બનવાનો નાનકડો અનુભવ,
માચીસ ના ખોખાને ફાડીને
ભેગી કરેલી છાપો,
અને તેની વેલ્યુ કરવાની અનોખી રીતો,
તે વેપારી બનવાનો પહેલો અનુભવ...
નાના ઢીંગલા ને,
ઢીંગલીઓ ને પરણાવી
મુઠ્ઠી ઓ વાળીને ને શાક ખરીદ્યું
અને મુઠ્ઠી વાળીને દીધાતા પૈસા ...
અને સંસારનો લીધોતો પહેલો અનુભવ...
દરિયાની રેતમાં બનાવ્યા'તા મહેલો
અને ચારેય બાજુ દોરી તી નદીઓ,
નાના પણ રાજા, બનવાનો એ પહેલો અનુભવ...
પછી સાંજે ઘેર જતા પહેલા..
કેમ,પોતાનાજ પગે,
તે ખુંદી નાખ્યા'તા મહેલો ને ?
એતો શેતાન બનવાનોય પહેલો અનુભવ..
કે વારશાઈ જેવું કઈક હોવાનો બિનઅનુભવ...
______________________________________________________________
ચાલ રમીએ હિંદુ મુસલમાન
મેં માંગ્યો સુરજ તે માંગ્યો ચાંદ,
હું માંગું હિંદુ તું માંગે મુસલમાન,
શાંતિના આ નગરમાં
ચાલ રમીએ હિંદુ મુસલમાન,
ચાલ રમીએ તોફાન તોફાન.
હું ઉઠાવું ત્રિશુળ,
તું ઉઠાવ તલવાર
ટોપી દેખી હું ચઢાવું,
તું તિલક દેખી કર વાર,
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
સાબરમતી માં કરી ઉભી લીટી
વહેંચી દઈએ હિન્દુસ્તાન
આ બાજુનું ભારત કહીએ
ત્યાં તારું પાકિસ્તાન
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
હું રચું મહાઆરતી,
તું રસ્તે પઢ નમાઝ
હું મંદિરોના ઘંટો વગાડું
તું ટોચ પર માઈક વગાડ,
હું સાલ્લા ને બાંડિયા બોલું
તો કાફરની વાત ચલાય
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
હું મચાવું શોર બાબરીનો
તું ગોધરા ગોધરા પુકાર,
ક્યારેક આકરા સબ્દોમાં વખોડી કાઢીશું
ક્યારેક દોસ્તીના કરશું વખાણ
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
ભાજપ ને હું કહી દઉં મારો
તું કર કોંગ્રેસને વ્હાલ
દારૂ પીને હું નીકળું,
તું લઇ પૈસા કર મતદાન,
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
ભરવાડ થઇ હું ગાય ભેસ પાળું,
ઘરડા થયે તું સંભાળ,
જીવતા દોહ્યી હું દૂધ વેચું
હવે માસ વેચી તું કમાય
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
બે ઘડી કરી ગમ્મત,
પછી મળીશું કાલે નિશાળ,
નાસ્તામાં તું લાવજે ફલાફેલ,
હું લાવીશ મોહનથાળ
દિવાળીએ મિજબાની કરીશું,
રમજાને થશે ઇફતાર
ચાલ રમીએ હિંદુ મુસલમાન
ચાલ રમીએ તોફાન તોફાન.
______________________________________________________________
નાના 
બાબાઓ બેબીઓ
રમે ઘર ઘર...
હરખાયી ને રમે 
હરખાયીને પડે છુટા ..
ઠીક છે હજી ..
વારશો એટલે શું તેમને
ખબર નથી

__________
લખતા તા પેન્સિલ થી પછી પેન આવી ગયી ભૂલો કરી ભૂસી લેવા પર પાબંદી આવી ગયી નાનાથી મોટા થવાની,વાર્તા ય છે અનોખી, નોટબુક પડી નાની,ને ફૂલસ્કેપ ભરાઈ ગયી .
_______