લોકો ને તો અહી ને તહી બસ આશા ના કિરણો શોધવામાં રસ છે..
ને પછી તેની ઉપર ભાષણ આપવામાં..
".. હવે..મને ..આશા નું એકેય કિરણ દેખાતું નથી" કે
"... આમને જોઇને દુર એક આશાનું કિરણ ઉગતું હોય તેવું લાગે છે " વગેરે ..વગેરે
.. હેહેહેહેહે ....તમે કેમ આશા ના કિરણો બીજા માં શોધો છો ...
તમારામાં અંધકાર છે ? એવો ઝંડો લઈને ક્યા ફરવું છે ... આપડે તો આપણને દેખાય તેટલો પ્રકાશ મળે તોયે બહુ છે. જુઓ ભૈ.. તમારે ૫૦૦ કિલોમીટર દુર જવાનું હોય તો ત્યાં સુધીના પ્રકાશ ની કોઈ જરૂર નથી. ખાલી નાનું ફાનસ હોય અને ૩ મીટર દુર નું દેખાતું હોય તોયે તે ફાનસથી ૫૦૦ કિલોમીટર નો પ્રવાસ શક્ય છે. ૩ મીટર પછી બીજા ૩ મીટરનું દેખાશે
______________________________________________________________
ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક.
_________________________________________
જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે? તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
_________________________________________
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે?
__________________________________________
પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી રચના કેવી રીતે થયી,કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણને!
_________________________________________________________
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.
_________________________________________________________
આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે.
_________________________________________________________
સ્કૂલ માં જે તોફાની છોકરો હોય તેને મોનીટર બનાવી દેવામાં આવે છે. તેના બે ફાયદા છે, તે શિક્ષકો ને પરેશાન નથી કરતો અને બીજા બચ્ચા લોક કાંતો ઓટોમેટીક કાબુ માં રહે છે અથવા બધા બચ્ચાલોક્જ ભેગા મળીને (એક સામે અનેકની જેમ) તેને કાબુમાં લાવી દે છે.રાજકારણમાં ઘુસવા માટે આવા મોનીટરો ની જરૂર પડે છે. જોજો હવે MUNICIPALITY ની ચુંટણીઓ આવવાની છે. આ બધા મોનીટરો નું શું થાય છે તે દેખવાની મજા આવશે.
_________________________________________________________
જો..જેમ દરેક ઓવરમાં રમવાની strategy અલગ હોય છે તેમ ઉમરે ઉમરે સત્ય પણ બદલાતું રહે છે. નાનપણ માં જે ચડ્ડી સારી લગતી હતી તે અત્યારે પહેરીને ફરીએ તો હનુમાનજી લાગીએ.. ગાંધીજીના વિચારો તે વખતે સારા હતા. હવે અહી ફીટ ના થાય._________________________________________________________
એ વખતે બીજો કઈ કામ ધંધો હતો નહિ તો ચરખો ભલે તે ફેરવતા. અત્યારે તે પોતાનું કપડું જાતે વહાટ કરવા જાય તો એટલા કલાકમાં કોઈ પાકિસ્તાની બોમ્બ ફોડીને બાપુને પ્રણામ કરીને કરાંચી પાછો પહોચી જાય. વાત કરે છે ગાંધી તો સનાતન વાળો.. જો ગાંધીજી એમ માનતા હોય કે, એક મશીનરીથી જે કલાકો બચે તેપછી વસ્તી ધારવામાં વપરાશે તો તે બરાબર હતા. કે મશીનરી ના લાવવી જોઈએ .. ખાલી મગજ ના ખા
_________________________________________________________
જો તમારે પુજાવું હોય તો પહેલા બીજાના મંદિર બનાવી સિરસ્તો પાળો.. લોકો તો પાગલ છે પછી તેને ફોલો કર્યા કરશે ને પછી તમારો વાળો આવશે .. આ ભારત છે અહી બધું વારષામાં આપવાનું અને લેવાનું ચલન અમથું થોડું છે ? હું બાપજીનું મંદિર બનાવડાવું તો તેમાં પછી મારી મૂર્તિ મુકતા તમને કોણ રોકશે?

Atleast તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની આદત હોય છે "

તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની અડત હોય છે "

ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે. ...વ્હેત છેટું સુખ. ગાંધીજી એ આજ ભૂલ કરી હતી
કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે ધ્યાન કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ ધ્યાન કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?
_________________________________________________________
ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે. ...વ્હેત છેટું સુખ. ગાંધીજી એ આજ ભૂલ કરી હતી
_________________________________________________________
જે trustiship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની કરીને તેમને કરેલા investment નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. એતો ધીરુભાઈ વચ્ચે આવ્યા ને લોકો ને વળતર આપવાનું ચાલુ કર્યું..
_________________________________________________________જે trustiship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની કરીને તેમને કરેલા investment નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. એતો ધીરુભાઈ વચ્ચે આવ્યા ને લોકો ને વળતર આપવાનું ચાલુ કર્યું..
_________________________________________________________
લોકતંત્ર અંતહી ધન્તંત્ર છે
લોકતંત્ર અંતહી ધન્તંત્ર છે
_________________________________________________________
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો..

ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.

સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી
_________________________________________________________
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

પહેલા રાંધેલું ગરમ ગરમ જમતો હતો..હવે રાંધેલું ગરમ કરીને જમું છું..
_________________________________________________________
શાકાહારી હોવું એતો greatest luxury છે. લોકો ભલેને માંશાહાર રહે તે બધા શાકાહારી બની જશેને તો તારે પછી માસ ખાવાનો વારો આવશે ...માંશાહારી હોવું એતો આદિમાનવના જમાનાથી સામાન્ય છે..શાકાહારી હોવું તે પ્રગતિ ની નિશાની છે.
_________________________________________________________
જુઓ તબિયત અને ભોજન નું કનેક્શન એટલે... જેટલા આપણે જમવામાં શિસ્તબદ્ધ રહીએ ...એટલે જેટલું time ,quantity અને quality નું સ્તર પાળીએ તેટલી આપના પેટ પર અસર દેખાય અને આપનું પેટ, તેજ પ્રમાણે time ,quantity અને quality નું સ્તર બતાવશે. આ જાદુ નથી...પરિણામ જ છે.
_________________________________________________________
મોક્ષ અને માંશાહાર ને કોઈ લેવા દેવા નથી ... તેને તો સીધો સંબંધ પોતાને ઓઢ્ખવા સાથે છે.. પોતાના સ્વરૂપ નું ભાન થવા સાથે છે ..
ખેતી ની શોધ પછી થયી છે તે પહેલા પણ તીર્થંકરો આવી ગયા... તે શું ખાતા હશે ... ?
પ્રકરણ ૬..પાનું ૨૩. ૨૪ તીર્થંકરો માંથી એક પણ તીર્થંકર ક્ષત્રીય ના હોય તેવો જોયો...??? કૃષ્ણ ના પિત્રાઈ નેમિનાથ..ક્યારે સંસાર છોડવાના વિચાર આવ્યો.... પોતાની જાન ની આગતા સ્વાગતા માટે લઇ જવાતા ઢોરના કાફલા ને દેખીને ... તો ત્યાં સુધી શું icecream ખાઈ ને દિવસો કાઢતા હતા...
_________________________________________________________
સારા અક્ષર થી લોકો અંજાય છે તેમ જાણી ને મેં મારા અક્ષર બહુ મરોડદાળ કરી નાખ્યા હતા..પણ પરીક્ષામાં પેપર ઉધુરા રહેવા માંડતા...એટલે હું જેમને સીખ્વાડતો તેઓના માર્ક્સ મારા કરતા વધારે આવતા... પછી જ્ઞાન થયું ને હું કપટ ભૂલી ગયો મારા અક્ષર પહેલા જેવા થયી ગયા ... એટલે સારા અક્ષર કપટની નિશાની પણ હોયી સકે છે ...
_________________________________________________________
સત્ય એટલે... બે બિંદુ વચ્ચે દોરવામાં આવેલી નાનામાં નાની લીટી. જુઠ્ઠાની આવરદા યાદ રહે ત્યાં સુધી હોય છે, અને યાદ રાખવું પડે તે સત્ય ના જ હોય. સત્ય તો અસ્તિત્વ સાથે ઓગળી ગયેલું હોય.
________________________________________________________________________
અમે નાના હતા ત્યારે કહેતા મારા પપ્પા પાસે દસ હજાર રૂ. છે તો બીજો કહેતો મારા પપ્પા પાસે લાખ છે..એમ રમત ચાલતી..અત્યારે બુદ્ધ વાળા એમ કહશે કે તેમના પિતાજી પાસે હજારોનું સૈન્ય હતું તે છોડ્યું તો મહાવીર વાળા કહશે લાખનું છોડ્યું તો મહાભારત વાળા ૧૧ Akshauhnis ની વાત લાવ્યા આંકડા ની રમત છે અમે ઘર ઘર રમતા અને આ ધર્મ ધર્મ રમે છે પેલી નાના બાળકો ની રમત આ મોટા બાળકોની રમત ...આવી રમતો ના સવાલ કરતા હશે ...??
________________________________________________________________________
સત્ય જો શાસ્ત્રોમાં હોતને તો પેલો પ્રૂફરીડર પહેલો સત્યને પામનાર હોત..
સત્ય જો ભજનોમાં હોતને તો મીરાં ના ભજન ગાનાર અનુરાધા, કે લત્તાજી પહેલા પામી ગયા હોત
સત્ય જો રામનામ માં હોત તો કેટલાય પોપટો પહેલા પામી ગયા હોત. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
સાલ્લુ આપણે ક્યા શોધીએ છીએ અને છુપાયું છે ક્યા તેની તો ખબર નથી ...
________________________________________________________________________
વ્યાખ્યા કેવી ને વાત કેવી... કોઈ પણ વસ્તુ ની વ્યાખ્યા કરવી એટલે તેના અર્થને શબ્દોમાં કેદ કરવાનો પ્રયાસ કરવો.. dear , આપણે વ્યાખ્યા કરવા બેઠા છીએ? અરે કેમ કરવા બેઠા છીએ... હિમાલયને દેખીને લેખક તેને શબ્દોથી ચીતરવા યત્ન કરશે.. painter તેને રંગો થી પુરવા યત્ન કરશે.. અને પછી તેમના વિરોધીઓ તેની ઉપર critics કરવાનો યત્ન કરશે... બંદા તો કોઈક જ મળશે જે તેની(હિમાલય) ઉપર સીધી ચડાઈ કરીને ભેટવા ને પામવા માંગતા હોય... આપડે પ્રેમ કરોને ..
________________________________________________________________________
જિંદગીનો અર્થ હજી માંડ માંડ સમજાય છે ...ત્યાંજ બધા મારી અર્થી ઉપાડી જાય છે..
________________________________________________________________________
સંસાર માં અશુભ તત્વો નિરંતર ટકી રહે છે..ક્યારેક જ શુભ તત્વ ટકે છે અને તે પણ અમુક કાળ માટે જ. કારણકે અશુભ તત્વો, કોઈ લીડર ની રાહ જોયા વગર, પોતાનો સંઘર્ષ નિરંતર ચાલુ રાખે છે અને શુભ તત્વો હમેશા કોઈ કોઈને કોઈની રાહ જોવામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...બોલો આમાંથી કેટલા કૃષ્ણની રાહ જોઇને બેઠા છે... ? જે એમ મને છે કે અમે શુભ તત્વો છીએ અને અમારો ઉદ્ધાર કરવા એ આવે તે બાયલા છે.આવા બહુ બાયલાઓ ભેગા થશે ત્યારેજ એ ના છુટકે આવશે...
________________________________________________________________________
________________________________________________________________________
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો. લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે.. જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું...
________________________________________________________________________
તું મુશ્લીમો ની અને તેમના માંશાહારની પાછળ કેમ પડી ગયો છે?? જો ઇસ્લામ નો ધર્મ રેગીસ્તાન માં થયો.. ત્યાંની જમીન પર, આજથી હજારો વર્ષપહેલા શું..અત્યારે પણ એટલી ખેતી નથી થતી. તો એ લોકો શું ખાતા હશે? .. અરે એવી પરિસ્થિતિમાં પણ તેમણે અમુક તમુક માસ ના ખાવાનો ધર્મ કહ્યો છે જેમ વાણિયાઓ શાકાહારી,તોયે બટાકા..લસણ નથી ખાતા તેમ.. અને તેવા મારઝૂડ વાળા સમાજમાં આવી ધર્મ ની વાત કરવી તે ઓછી છે ? અહીના વેદ/ શાસ્ત્રો ભણેલાને ધર્મ કહેવો અને ફક્ત તલવારની ભાષા સમજતા લોકો ને ધર્મ કહેવો અલગ છે.
________________________________________________________________________
ક્યારેય ભૂલ્યો નથી કનૈયો એના વચન પણ, એ પીતામ્બર પહરીને આવ્યો, તો મદારી કહી ભગાડ્યો, જીન્સ પહેરીને આવ્યો તો કોઈએ ના સંભાળ્યો. કરે શું ?
________________________________________________________________________
લોકોને, પોતાને કોઈ ભ્રષ્ટ કરી જાય છે તેની સામે નહિ, કોઈ બીજાને ભ્રષ્ટ કરી રહ્યા છે, તેની સામે વાંધો હોય છે. કારણકે તેને એ પણ ખબર નથી હોતી કે હું પણ ભ્રષ્ટ થયી ને આવું વિચારું છું. પોતાનો સંપ્રદાય કરવો પણ સહેલો થોડો છે? એક સાથે કેટલાય ને ભ્રષ્ટ કરવા પડે છે. તો જ તેમને માસ હિપ્નોતાઈઝ કરી સકાય છે. એટલે આ બધાય હિમતવાન કહેવાય પણ આપણે, આપણી જાતને ઓળખવા આ ની જરૂર નથી.
________________________________________________________________________
________________________________________________________________________
આધ્યાત્મિકતા બતાવવાના અમુક ચિન્હો હોય છે. ક્યાંક કંઠી, ક્યાંક તિલક, ક્યાંક ડ્રેસ નો કલર. પણ, તેનો ઉપયોગ પોતાને "દિવસભર કઈક સતત યાદ કરાવતું રહે" ત્યાં સુધી બરાબર છે, નહીતર તે છેતરપીંડી નું સાધન બનતા વાર નથી લાગતી.
________________________________________________________________________
અરે ...ઓફીસ માં ભગવાન ના ફોટા કોને માટે રાખ્યા છે... પોતાને માટે કે બહારના આવનાર ને માટે તે મહત્વનું છે. ઓફીસ માં ભગવાન ના ફોટા, પોતાને ધંધામાં ધર્મ યાદ રહે તેના માટે રાખો તો બરાબર છે,પણ "આવનાર ને અમે ધાર્મિક છીએ" તેવું બતાવવા માટે રાખો તો, તેય છેતરપીંડી છે. અને... એતો ફોટો કોને કોને દેખાય તેમ રાખ્યો છે તેનાથી ગણી ખબર પડી જાય.
________________________________________________________________________
આ kite ની કન્યા ગુજરાતી હોતને તો તૂટીના જાત. મેક્ષિક્ન કન્યા વાળો પતંગ આપણને ના ફાવે, સાલ્લો ઢ્ધો પણ ફસકી ગયો, બહુ ગોથ ( સ્ટંટ ) મારી તોય જેની કિન્યા જ ગયી તેને તો રામ પણ ના રાખે ...
અરે ભાઈ કેમેસ્ટ્રી નહિ હેરોઈન ની ભૂમિતિ દેખવાની ...
________________________________________________________________________
જરૂરીયાત સંતોષાઈ જશે તો જરૂરિયાત બદલાયી જશે ..
________________________________________________________________________
વચ્ચે મૂર્છા માં છું હું, આ બાજુ સુખ ની યાદ અને આ બાજુ દુખની ફરિયાદ
વચ્ચે મૂર્છા માં છું હું, આ બાજુ સુખ ની યાદ અને આ બાજુ દુખની ફરિયાદ
________________________________________________________________________
જયારે આપણે "લોકો આમ " ને ... "લોકો તેમ" .. બોલીએ છીએ ત્યારે પોતાને લોકો ની વ્યાખ્યા માંથી બહાર હોવાનો ભ્રમ થયેલો હોય છે ...
________________________________________________________________________
જો નદી રોકાઈ જાય તો તે તળાવ બની જાય અને વહેતી રહે તો સાગર. મુમુક્ષુ રોકાઈ જાય તો અંત અને વહેતા રહે તો સંત.
________________________________________________________________________
તમને આમ સારું લાગે એટલે હારીએ એવી શરતો લગાવીએ છીએ
બાકી જેના તમે શેર લીધા છે તે કમ્પનીનો હું એમ.ડી. છું.
________________________________________________________________________
હોટેલ નો રૂમ ખાલી કરવો અને ઘરનો રૂમ ખાલી કરવો એ બે પ્રક્રિયા માં વસ્તુઓની movement તો involve થાય જ છે પણ ઘરના કિસ્સામાં લાગણીઓ પણ હલવા લાગે છે.
________________________________________________________________________
મારા કારણે કોઈની આંખમાં આંસુ આવે તેવું નહિ મારા માટે કોઈની આંખમાં આંસુ આવે ત્યારે થાય કે મારું અસ્તિત્વ સાબૂત છે. ________________________________________________________________________અહી ગરમી એટલી બધી છે કે દરેક જણ બીજાના પડછાયામાં ઉભા રહેવાનું શોધે છે. આપણે જો કોઈ પડછાયામાં રાહત લેતા હોઈએ તો ભૂલવું ના જોઈયે કે કોઈ આપણાં વતી શેકાય છે
________________________________________________________________________
અરે તાળા ની તો શોધ જ અવિશ્વાસ માંથી થયી છે. તાળું એજ વિશ્વાસનું વિરોધી શબ્દ છે પછી તે કોઈ મિલકત ઉપર લગાડેલું હોય કે કોઈની જબાન પર ..તાળું મિલકત પર લગાવેલું હોય તો સંપતી લુટાઈ જવાનો અને કોઈની જબાન પર હોય તો ઈજ્જત લુટાઈ જવાનો ડર હોય છે.
________________________________________________________________________
હું પીતો નથી એટલે જ બધા જુઠ છુપાવી સકું છું..
જો પીશ તો પછી તમે પોતે છુપાશો ક્યા ?
________________________________________________________________________
નાટક છે બધા ...રેલી ને બેલી બધી .. ગમે તેવી લાંબી લાગતી રેલી... ફોટોગ્રાફરો આવે તો પહોળી થયી જતી હોય છે ...
________________________________________________________________________
લોકોને, સ્વપ્નાઓ દેખીને કામે વળગી જનારાઓની કંપની ના શેર ખરીદી, સ્વપ્ના દેખવાની ટેવ હોય છે.
________________________________________________________________________
બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે.
________________________________________________________________________
કાચી દોસ્તી એટલે ... બે કી.મી. દુર ઘાયલ થયેલા દોસ્તના ઘેર જવાના બદલે ફેસબુક પર "ગેટ વેલ સૂન" કરવું અને બારણે આવીને દોસ્ત ટકોરો મારે તે પહેલા બારણું ખોલી નાખીએ તે પાક્કી દોસ્તી.
________________________________________________________________________
શું દિલ્હી બન્યું છે જેમ ઘાટો ની નગરી,
બનશે ગાંધીનગર એમ ઘંટો ની નગરી ?
કોંગ્રેસ ના સમય માં ઘાટો બન્યા ભાજપ હવે મંદિરો બનાવશે ...
________________________________________________________________________
જાહેર રસ્તા પર ધર્મના નામ પર ઠેર ઠેર નાની દેરી બનવા લાગી છે ..ઉલટાનું તેના રખેવાળ ઉપર કાનૂન ની કલમો લગાવી જોઈએ. એટલેજ રસ્તા પર મુતરડીઓ કરતા આવા સ્થાન વધતા ગયા છે. આનું શિક્ષણ નાનપણથી જ સાર્વજનિક શાળાઓમાં પણ આપવું જોઈએ. કારણકે આવા સ્થાન મુખ્યત્વેતો અંધ શ્રધાનુજ પરિણામ છે.
________________________________________________________________________
ભારતમાં સૌથી વધારે ગેરકાનૂની ઘરોમાં/ સ્થાનોમાં ભગવાન વસે છે., બોલો ભગવાનને જ આ શહેરના લોક ઘર બાંધીને આપેછે તે ઘેર કાનૂની હોય છે. અને સુધરાઈ વાળા પછી પચાઈ પાળતા ભાડુંઅતોની જેમ તેમનાથી ડરે છે.
________________________________________________________________________
મેં બહુ બધાના c .v દેખ્યા, શરૂઆતમાં જયારે તે આવતા તેમાં weakness અને strength લખવાની લોકો ને ટેવ હતી. મારા બેટા, weakness પણ એવી નફ્ફટાઈ ને છેતરપીંડી થી લખતા જાણે strength જ બતાવવાની ના હોય. એ ધબુડીયાઓ ને ક્યાંથી ખબર કે અહી રામ ભજન ગાવા નથી બોલાવવાના, તારો બાપ કામ લઈને રૂ. આપવા બેઠો છે. કઈક તો સીધું લખ.
________________________________________________________________________
ચાલો બધા હવે election માં ઉભા રહી જઈએ
જે પણ બચ્યો છે દેશ તેને આપણે પણ ખાઈએ
________________________________________________________________________
ટીમ ઇન્ડિયન,
इन IPL, तारे जमीं पर
इन वर्ल्ड कप, सारे जमी पर
________________________________________________________________________
હા, આપણી સૂજ જેમ જેમ વધે તેમ મોટા મોટા દુખ ક્યાં ક્યાં છે તેમ સમજાતું જાય છે. પહેલા ગરીબી એ દુખ લાગે , તે સમી જાય ત્યારે કુટુમ્ભમાં થતા કલેશ મોટું દુખ લાગે, પછી ધીમે ધીમે જેમ જેમ આગળ જતા હોઈએ તેમ પોતાના અનુભવોની સાથે પોતાની દુખ ની વ્યાખ્યા બદલાતી જાય. પણ સાશ્વત દુખ કે સુખ કયું? જો તેની સૂજ પડે તો થાય બેડો પર. આ મુકેશ ને અનીલને ઝગડતા જોઇને ના ખબર પડે કે .. સુખ ક્યાંક બીજે છે .. ?
________________________________________________________________________
તમારા friends લીસ્ટ માં કેટલા અને કોણ કોણ લોકો છે તેમાં નહિ હું છું કે નહિ તેમાં મને રસ છે .
________________________________________________________________________
હે માં, હું કાયર થઈને ભાગી નથી રહ્યો, પણ સંજોગોના દબાણ ને વશ થઈને જઇ રહ્યો છું જેથી ફરી તાકાત એક્ઠી કરીને આવીને તને યવનોના પંજામાંથી છોડાવી સકું.. : રાણા પ્રતાપ , ભામાશા ના prescription પછી... આને મારા વેબથ્થ્મ જોડે કોઈ લેવા દેવા નથી ...
________________________________________________________________________
ભાઈ, આ શાકાહારી movement એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે.
________________________________________________________________________
M .F. હુસૈનની તો હમણાં કહું તે... છોડોને, પહેલા એ પેઈન્તર નો શોધો જેમના માતાજીઓના ૪ -૬ હાથપગ વાળા શારીરિક વિકૃતિ વાળા ચિત્ર તમે તમારા ઘરમાં રાખ્યા છે. તમારી અક્કલ ઘાસ ચરવા ગયી છે.. શરમ નથી આવતી હવે તેને પ્રતીકાત્મક બોલતા.. પ્રતિક નહિ ભ્રમિત કરો છો મારા બેટાંઓ. હવે તો સુધરો હવે મહાત્મા મંદિર આવે છે.. નહિ બોલોતો આ રાજકારણીઓ (જમ) ઘર ભાળી જશે..
________________________________________________________________________
જે ચર્મચક્ષુ નહિ પ્રજ્ઞાચક્ષુથી કાણો હોય તે રેશ્નાલીસ્ત ના કહેવાય. Rationalist બનવાની પહેલી શરત એ છેકે તમે બંને બાજુનું જોઈ સકતા હોવા જોઈએ. જે કોઈ એક પક્ષમાં છે તે rationalist હોઈજ ના સકે ...અરે એતો વખત આવે મહાવીર ને પણ સવાલ કરી સકે તેવો હોય. તેનોતો એકજ પ્રયત્ન હોય મને સૂજ પડવી જોઈએ, બસ.
________________________________________________________________________
લગ્ન પહેલા વચન આપતા કે આપણે તો સાત ભાવની પ્રીત બંધાણી.લગ્ન પછી કોઈ વાત માં વાંકું પડે તો પત્ની પૂછે ક્યાં ગયી અ સાત ભવની પ્રીત? પતિ કહે છેજ ને સાત ભવની પ્રીત પણ તને કોણ સમજાવે આ સાતમો ભાવ છે એટલે આનંદ માં છું.
________________________________________________________________________
________________________________________________________________________
અમીર કોઈ થઇ શક્યું નથી, અમીર થવાના રસ્તા પર બધા હોય છે .
________________________________________________________________________
પૂનમ ના ચાંદને,
એકમ ની બીક હોય છે ...
જવાનીની સૂરતને
બુઢાપાની બીક હોય છે
________________________________________________________________________
ડિવોર્સ ઓછા કરવામાટે એક ઉપાય, લગ્નમાં અપાતા વચનો ની એક કોપી વર અને વધુ ને ૩ દિવસ પહેલા પહોચાડી દેવામાં આવે.
________________________________________________________________________
પ્રમેય: એક Idea આપણી life બદલી સકે છે:
સાધ્ય: Wife બદલવી જરૂરી છે.
સાબિતી: એક Idea આપણી life બદલી સકે છે:
એક wife આપણો Idea બદલી સકે છે...
એટલે wife બદલવાનો Idea life બદલી સકે છે ... અસ્તુ ..
________________________________________________________________________
..... અમદાવાદ માં ઉભું થયી રહેલું કૌભાંડ......
..... અમદાવાદ માં ઉભું થયી રહેલું કૌભાંડ......
કાલે મારી ઓફિસે એક દાબેલી વેચવાવાળા ભાઈ આવ્યા અને કહ્યું કે તેમનું અને તેમના પત્નીનું પાનકાર્ડ કાઢવું છે.. કેમ...અમારે રીટર્ન ભરવા છે... પણ આવક .... ? એતો વધારે બતાવીએ તોયે ટેક્ષ તો નહિ આવેને ... પણ કરસો શું ... વધારે બતાવી ને ... ??? મકાન માટે લોન લઈશું... હવે બેંકો રીટર્ન પર લોન આપે છે... ..
________________________________________________________________________
અંધકારએ ફરિયાદ કરી કે પ્રકાશ મારી પાછળ આદું ખાઈને પડી ગયો છે.
ઓર્ડર ઓર્ડર, પ્રકાશ ને હાજીર કરો...
પ્રકાશે કહ્યું: ક્યા છે અંધકાર, મેં તો લાખો સદીયો થી તેને જોયો પણ નથી.. લાવો મારી સામે હું પણ પૂછું કે દોસ્ત ક્યારેક તો ચા પીવા આવ ઘેર ...
________________________________________________________________________
કૃષ્ણ અને ગાંધી, એકે પથ્થરનો જવાબ ઈંટથી આપ્યો ને બીજા એ પથ્થરનો જવાબ ફૂલ થી.
________________________________________________________________________
લગ્ન માં તો પાંચ પચ્ચીસ આઘા પાછા, બોલનારા ચાંલ્લો લખાવાનો આવે ત્યારે જૂની નોટ્સ કાઢતા હોય છે.
________________________________________________________________________
આ ત્રણ વસ્તુ ઉપર ભરોષો ના રાખવો... આંસુ, સાશુ અને ચોમાંશું ...ક્યારે વર્ષી પડે કહેવાય નહિ ...
________________________________________________________________________
સમયસર થાય તે જ કામનું.. આઈસક્રીમ સમયસર ના "ખાઈ" શકીએ તો પછી "પીવો" પડે
________________________________________________________________________
खुदि को कर बुलन्द वो चड गया जैसे तैसे,
खुदा आकर बन्देसे पूछे,
अबे, अब उतरेगा कैसे ?
________________________________________________________________________
તમને કેવા સ્વપ્ન આવે છે તેની ઉપર ધ્યાન ધરો, તમારા સુસુપ્ત મનમાં શું ચાલી રહ્યું છે તેનો તમને x -ray મળી જશે. અને જે દેખાશે તેનાથી ગભરાશો કે ભાગશો નહિ, એને સ્વીકારો અને જરૂર લાગે ત્યાં મનની મરામત કરો.
________________________________________________________________________
જીતો તો ખુલાશા આપવાની જરૂર નથી, હારો તો ખુલાશા આપવા બચશો નહિ ...: હિટલર
________________________________________________________________________
શુભ અને અશુભ તત્વો વચ્ચેની ની લડાઈ સંસ્કૃતિની સરુઆત થયી ત્યારથી અત્યારસુધી ચાલી છે અને કોણ કહે છે કે ક્યારેક તો અટકશે...એ ના અટકે.. આ લડાઈ માં જયારે શુભ તત્વો ની જીત થાય છે ત્યારે શુભ તત્વ પાર્ટી ઉજવવામાં પડે છે, જયારે અશુભ તત્વો નવેસરથી લડાઈની strategy બનાવામાં નિરંતર લાગેલી હોયછે.. એટલે શુભ તત્વોની જીત એક વાર્તા માત્ર બની રહે છે.
________________________________________________________________________
________________________________________________________________________
ખરેખર તો વાર્તા ત્યારેજ બને છે જયારે શુભ તત્વોની જીત થાય છે .. અશુભ તત્વોની જીત સાહજિક હોવાથી તેની કોઈ વાર્તા નથી બનતી ...તે સ્વપ્નમાં જીવતા સમાજ માટે કોઈ મનોરંજન નથી પૂરું પાળતી. એટલેજ દરેક વાર્તાકાર પોતાની વાર્તાનો પહેલા શુભની જીત વાળો અંત શોધી રાખે છે ..હુય એક એવાજ અંત ની તલાશમાં છું..શું કરું દંભી છું પણ લેખક પણ છું ને ...
________________________________________________________________________
વાર્તા મતલબ હકીકતમાં બનેલો પ્રસંગ નથી પણ.. એ લેખકને આવેલું એક સ્વપ્નું છે જે શબ્દોથી ચીતરાય છે ...અને વાક્યોમાં ગંઠાય છે ને ફેલાય છે ફકરાઓથી પ્રકરણ બનીને ...
________________________________________________________________________
પ્રેમ એટલે જીવ અને અજીવ... માત્ર પ્રત્યે હકારાત્મક લાગણી.. જો તમને ખુરશી નથી ગમતી તો તમે તેના સુથારને, તેના સર્જન ને ગાળ દો છો...પથ્થર વચ્ચે આવે તેમ લાગે તો ...કુદરત ને ગાળ દો છો.. પ્રેમ આ બધા કાણા માંથી કેટલો વહી ગયો તે જાણવું...એટલે સાચા પ્રેમ ની inventory લીધી કહેવાય.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
***************
જાહેર માં મૂત્ર વિસર્જન હજારો કરતા હોય છે અને કોઈને તેની પડી પણ નથી કોઈ વિરોધ કરશે પણ નહિ કેમ..... પણ જો અમિતાભજી દેખાઈ ગયા તો ? એકાએક હજારો લોકો વિરોધ કરવા બહાર નીકળી આવશે... કેમ ... ? અહી આપણાં વિરોધ ની નોધ તો લેવાશે.
________________________________________________________________________
________________________________________________________________________
સ્ત્રી એટલે સહન કરવું અને સ્ત્રી શક્તિ એટલે સહનશક્તિ :?????????
________________________________________________________________________
સમય હા, એજ તો ચાલે છે ...
હું અહી જ્યાં સ્થિર ઉભો છું,
તમારી સાપેક્ષમાં,
તે જગ્યા જ,
કલાક ના ૩૦૦૦૦૦ કિલોમીટરની,
ઝડપે વહી રહ્યી છે.
________________________________________________________________________
Pills heals body, time heals psychology.
________________________________________________________________________
શ્રીફળ એતો આપણે ગર્ભમાં આવીએ ને મમ્મીનો ખોળો ભરાય ત્યારથી તે ઠેઠ નામ પડે અને નનામી ઉઠે ત્યાં સુધી સાથે રહે ..
________________________________________________________________________
સંજોગ...એટલે ..જુઓ ...તમારા ઘેર થી બાર(દારૂના) સુધી જવાનો રસ્તો ૧૦ મિનીટ નો હોય પણ એજ બાર થી ઘેર પહોંચતા ૩૦ મિનીટ થાય એવું બને. કેમ...રસ્તા એજ ...વ્યક્તિ એજ ? કારણકે વચ્ચે સંજોગ બદલાયી ગયા તેમ કહેવાય.
________________________________________________________________________
આફૂસ કેરી ખાવાનોય સમય ના હોય તેની પાસે જ આફૂસ કરી ખરીદવાના પૈસા આવે છે.
આફૂસ કેરી ખાવાનોય સમય ના હોય તેની પાસે જ આફૂસ કરી ખરીદવાના પૈસા આવે છે.
________________________________________________________________________
મંદિરના દરવાજા પર તાળામારીને જતા પુજારીને ગેબી અવાઝ સંભળાયો તને મારી ઉપર વિશ્વાસ છે કે તાળા ઉપર ... ?
________________________________________________________________________
બધા જુનવાણી ડોસાઓ બંધ થાઓ ...
બધા જુનવાણી ડોસાઓ બંધ થાઓ ...
પ્રેમ ના થયો હોય તેવી છોકરી બતાઓ
________________________________________________________________________
આપણે સીધા હોયીએ ત્યારે પડછયો વાંકો હોય તો તેની ચિંતા ના કરવી
________________________________________________________________________
બંનેમાં લડાઈ છે.... કવિની સબ્દો સાથેના સંભોગની છે તો અનુભવીની સંજોગો સાથે કુસ્તીની છે.હા, બંનેમાં લડાઈ તો છે જ ને...
________________________________________________________________________
જીવન દરમ્યાન તમે કેટલાને ઊંઘતા ઝડપ્યા તે નહિ, કેટલા જાગેલાને પકડ્યા તે Count થાય છે. what counts, not that you catch how many working as sleeping cell,but that you met how many that awakened.
________________________________________________________________________
બાઝાર માંથી કયા શેર લેવા તે કોઈ પણ કહી શકશે, પણ કયા શેર ક્યારે વેચવા તે કહેવા આવે તે ખરો.
________________________________________________________________________
દરેક સફળ વ્યક્તિની વાર્તા " મેં જયારે આ ધરતી પર પ્રથમ પગ મુક્યો, જયારે અહીના એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે મારા ખિસ્સામાં ફૂટી કોડી પણ નહોતી .. બસ માં-બાપના આશીર્વાદ અને કઈક કરવું છે તી તમ્મના મારી મૂડી હતી ..હવે આજે હું તમારી સામે ઉબ્ભો છું ત્યારે મને મારા એ દિવસો યાદ આવે છે.... " થી થાય છે
________________________________________________________________________
દરેક સફળ વ્યક્તિ પોતાના બેહાલ ભૂતકાળની વાત કરવામાં ગર્વ અનુભવે છે ... અને નિષ્ફળ વ્યક્તિ પોતાની નિષ્ફળતા નું કારણ પોતાના બેહાલ ભૂતકાળ ને બતાવે છે
________________________________________________________________________
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, અને નિષ્ફળ વ્યક્તિની પાછળ બીજી :
________________________________________________________________________
આ બજરન્ગદલ વગેરે ની જેટલી લાગણી ધર્મના કારણે દુભયી છે તેનાથી ૧૦% લાગણી પણ જાહેરમાં પાનની પિચકારી મારનારા,મુત્રવીશાર્જન કરનારા સામે દુભાયી હોત ને તો જય શ્રી હનુમાન હું પણ બોલત. પણ તેમણે આવું નહિ કરીને હનુમાનજી ની લાગણી દુભાયી છે.
આ છાસવારે ફલાણા ફલાણા ધર્મોની લાગણી દુભાય છે તો જાહેરમાં પાનની પિચકારી મારનારા,મુત્રવીશાર્જન કરનારા થી તેમની લાગણી ઉભરાય છે ? નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
________________________________________________________________________
________________________________________________________________________
અમદાવાદી પાસે CRV હોય ને તોયે ૫ રૂ નું પેટ્રોલ બચાવવા ૧ કિલોમીટર રોંગ Side માં કાર ચલાવશે.
________________________________________________________________________
માંગ ને જે માગવું હોય તે માંગ... પણ શરત એટલી છે કે જે માંગે તેને તું લાયક હોવો જોઈએ. આપણી માંગ આપડી લાયકાત માંથીજ આવે છે. સ્કૂલ નો પટાવાળો માંગવાનું આવે તો ભગવાનને તેમના બદલે સ્કૂલનો બેલ વગાવડાવશે. અરે ચૌદ લોકનો નાથ આપવા બેઠો હોય ત્યારે માંગી માંગીને શું માંગશે...??? મર્સિડીઝ, lamborghini ?
________________________________________________________________________
________________________________________________________________________
ભગવાને સ્ત્રીને કહ્યું ૩ વરદાન માંગ ...પણ જે માંગીશ તેનાથી દસ ગણું તારા પતિને મળશે...સ્ત્રી એ માંગ્યું...
૧). હું સુંદર બની જાઉં...તેનો પતિ દસ ગણો સુંદર બની ગયો...
૨. મારી પાસે ખુબ પૈસા આવે ...તેના પતિ પાસે દસ ગણા પૈસા આવી ગયા ..
૩) મને હળવો હાર્ટ એટેક આવે...
________________________________________________________________________
પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ? નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
________________________________________________________________________
અક્ચુઅલી વાર્તા એમ હતીકે, એક ઈર્ષાળુ ને ભગવાને ૩ વરદાન માંગવાનું કહ્યું પણ તેનો સ્વભાવ સાંભળી શરત મૂકી કે તને જે મળશે તેનાથી ડબલ તેના પડોસીને મળશે ...
તેને પહેલું વરદાન આલીશાન બંગલો માંગ્યો, પણ પછી રીઝલ્ટ જોઈ ભડકી ગયો...
બીજા બે વરદાન માટે વકીલનો સંપર્ક કર્યો..વકીલે કહ્યું...
બીજું વરદાન આંગણાંમાં એક કુવો માંગો અને
૩) વરદાન એક આંખ ફૂટી જાય. હવે ....અંધ પાડોશી અને આંગણાં માં બે બે કુવા... શું થાય ...
________________________________________________________________________
જે પરદેશના દુશ્મન સામે હથિયાર ના ઉઠાવે તેના તો ઘરના છોકરા પણ જમ ભાળી જાય
________________________________________________________________________
ઈ તો હંધાય રૂપની પૂનમના જ બંધાણી હોય એકમ કે બીજ ના તારા ને મારા જેવાય ના હોય..
________________________________________________________________________
આ ગીત અને તેનું આ ફાલતું લાગતું picturization મારે માટે કૈક ખાસ છે.. એક તો આ મારું ૩ જ નમ્બર નું વિડીઓ - ઓડીઓ mixing હતું.. બીજું અમે સત્સંગ માંથી પાછા આવતા તે picturise કરેવું..અને ત્રીજું, થોડાક દિવસ પહેલાજ આ મર્સિડીઝ છોડાવી હતી.. જયારે અમે C . A . આર્ટીકલશીપ કરતા ત્યારે મહિના ના સાઈકલ અલાઉનસના ૩૦ રૂ. લઈને સંદેશ પ્રેસ્સ પા છળ ના ચોળાફળી ખાતા. ત્યારે અમે સ્વપ્ના પણ લીમીટ માં જોતા અને સ્વપ્ના શાના/ કેવા જોવા જોઈએ તેની મીઠી મૂંઝવણ થતી, અહી S - ક્લાસ કે E -ક્લાસ ની મૂંઝવણ થયી હતી. છેલ્લે ધીરેને સ-ક્લાસ ઉપર થપ્પો માર્યો. ધીરેન આખાં રસ્તા પર આ ગીત ગાતો હતો અને હું ભૂતકાળ ને વાગોળતો હતો ..
________________________________________________________________________
કુદરત કોઈને ભૂખ્યા સુવાડતું નથી..આતો આપણી કરેલી સળીઓ વચ્ચે આવે છે ..જોને બચ્ચાના જન્મ પહેલાજ માતાના સ્તનમાં દુધની વ્યવસ્થા કરી રાખે છે ને ..
________________________________________________________________________
એવું નથી કે તમે લખાણ સારું હોય તો લોકો "Like " કે "Comment " કરે છે. એતો તમે કોણ છો તેના પર પણ આધાર રાખે છે. તમે નામાંકિત હોવ તો, તમારા કુતરાને પણ લોકો સ્વીટુ સ્વીટુ કરી બોલાવશે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________
size does matter, હાથી ના કણ માંથી કીડીઓના જમણવાર ઉજવાઈ જાય છે.
________________________________________________________________________
ઓફીસ જવાની ઘેરથી ઉતાવળ નહિ કરનાર પછી રોડ ઉપર ઉતાવળ કરે છે.
________________________________________________________________________
નહિ તો શું.. આ તોગડિયા.. બોગડીયા કે મસ્જિદના મૌલવી ...તમને છૂ ...છૂ ...છું... કરે ને તમે હુમલો કરો, તે પ્રમાણે વર્તતા શરમ નથી આવતી ... ક્યારેક તો પોતાનું વાપરો.. આમ લાળ પડ્યે કેમ ચાલશે...
________________________________________________________________________
________________________________________________________________________
આજે આપણો દેશ દુનિયા જોડે કદમ મીલાવે તો ખુશ થઈએ છીએ, પણ પહેલા દુનિયા માટે પગદંડીઓ બન્નાવવાનો તો આપણો ધંધો હતો. દુનિયાની બહુ બધી શોધોની સરુઆત ભારતે કરી પણ તેને પૂરી હવે દુનિયા કરે છે.
________________________________________________________________________
મેનેર્સ ની વાત કરો છોતે? આવી મેનેર્સ ? આપના ઘરમાં કોઈ આવે ને પછી પૂછે ...Can I Use your Washroom ? તેને મેનેર્સ કહેવાય?
મારું ચાલે તો, કાઠીયાવાડમાં , ભડાકે દઉં અને સામે પૂછું ? કેમ રસ્તામાં કોઈ દીવાલ કે થાંભલાના દેખાણા? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
________________________________________________________________________
કોઈ જન્મથી કવિ નથી હોતો,જેમ બાળક જન્મે ત્યારે માતાનો પણ જન્મ થાય છે, કવિતા જન્મે ત્યારે કવિનો પણ જન્મ થાય છે.
________________________________________________________________________
લોકો તો કહે છે કે એકલા આવ્યા ને એકલા જવાના છીએ પણ હું કહું છું કે બે જણ લઇ આવ્યા 'તા અને ચાર જણ લઇ જશે. : યોગી :
________________________________________________________________________
સારા સિનેમા ,નાટક મનો:રંજન કરે છે. ધ્યાન વી. થી ચિત:રંજન થાય છે. જયારે આત્મા માં રહેવાથી અલખની:રંજન મળે છે.
_______________________________________________________________________
૩ મુર્ખાઓ : ભાગ ૧
એક વખત ગામ ની સ્કૂલ માં ટીચરએ ક્લાસમાં સવાલ પૂછ્યો.
એક ગમાણ માં ૧૦ ભેશ હતી તેમાંથી ૩ કુદીને બહાર આવી ગયી તો હવે ગમાણ માં કેટલી ભેશો રહ્યી હશે ?
નાના લાખાએ કહ્યું એક પણ નહિ.
શી: તને આટલું પણ ગણિત નથી આવડતું ? એટલો પણ ગણિતનો અનુભવ નથી?
લાખા: તમને ગણિત નો અનુભવ હશે પણ મને ભેશોનો અનુભવ છે.
________________________________________________________________________
ભારતીયો ની માફક દરેક જૈનના જીન્સમાં ૪૬ નહિ પણ ૪૭ રંગસૂત્રો હોય છે આ ૪૭મુ રંગસૂત્ર છે : અમે જ સર્વશ્રેષ્ઠ છીએ.
________________________________________________________________________
જમીને થાળી dinning ટેબલ પર જ મૂકી ને ઉઠી જનારા, તે થાળી ને એંઠી સમજે છે. તેઓનું વર્તન "કામ" પતિ ગયા પછી, વેસ્યાવાડા જેવું હોય છે.
________________________________________________________________________
दे दो थोड़ी धुप .. दे दो थोड़ी बारिश .. दे दो मेरा बचपन बस इतनी है गुज़ारिश ..!! :Yogi
________________________________________________________________________
કોણ તમારી નજદીક છે.. એતો કોઈના મૃત્યુ ના સમાચાર આપતી વખતે કયો સવાલ આવે છે તેનાથી નક્કી થાય ...
(૧). ના હોય... તમે ક્યા છો હું આવું છું..
(૨). હે..ક્યારે ..ઓકે ઘેર લઇ ગયા ... ?
(૩) ઓહ આઈ સી ક્યારે કાઢવાના છે ?
(૪) ...હે... બેસણું કયારે રાખ્યું છે ? ...
________________________________________________________________________
ભાષા ની જ મોંકાણ છે. જેમ english બોલીને રોફ છંટાય છે તેમ સંસ્કૃત નો પણ રોફ છંટાય છે. જો લગ્નની વિધિ ગુજરાતી માં થાય તો ૫૦% છૂટાછેડા અટકી જાય.
________________________________________________________________________
એતો બરાબર પણ,જવાની છે એટલે બધું બરાબર લાગે.
પણ ઘડપણમાં તબિયત વગેરે સાથ ના હોય ત્યારે લગ્ન ની કિંમત સમજાય આજકાલ તો દીકરાની પાસે પણ અપેક્ષા ક્યા રાખી સકાય છે? .
...એમ... તો તો wife નો વીમો પણ ઉતારવી લેવો પડે, કારણકે ઘડપણ માં એ વહેલા જાય તો પછી Nurse નો ખર્ચો કોણ આપે અથવા ફરીથી લગ્ન કરવા પડ્યા તો ????
________________________________________________________________________
ભૂલ જે ના ચલાવી સકાય ...?
...દરરોજે કઈ ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું..
...અને થયેલી ભૂલો માંથી શીખવાનું ભૂલી જવું.
________________________________________________________________________
હિપ્નોટીઝમ એટલે ....સર્વાંગપણે મગજ પર જ નહિ પુરા વિચારતંત્ર પર કાબુ..
જુઓ એક પથ્થર પડ્યો હોય ને તેની ઉપર કોઈ સીન્દુરીઓ કલર લગાડી દે ને તરતજ તમને તેમાં હનુમાન ના દર્શન થાય અને મસ્કત નમી જાય છે કે નહિ ...?
________________________________________________________________________
________________________________________________________________________
ભારતની માટી માં એવી ખૂબી છે કે ...પારસીઓની જેમ ભારતીય જ્યાં જાય, ત્યાં ત્યાની માટીમાં આસાનીથી ભળી જાય છે. એટલે જ M .F . હુસ્સૈન સાહેબ કહ્યું ... કે હિન્દી હૈ હમ વતન હૈ હિંદુસ્તા સારા જહાં હમારા..
________________________________________________________________________
ફેર છે... અહી લોકો હોર્ન મારવી તે ગાળ બોલવા બરાબર સમજે છે. અને ભારતમાં હોર્ન નહિ મારીએ તો .."એ બીપ બીપ side નહિ આપે.." એવું સમજે છે. વાત ભલે ગાળ ની હોય બંને જગ્યા એ. પણ ફર્ક એ છે કે આ civilization cultured કરેલું છે. જયારે ભારતમાં હજી તે row type નું ઓરીજીનલ છે.
________________________________________________________________________
અરે ...પૈસા ને નામ બધાને કરવું હોય છે. બધા, જેના જેવું થવા માંગતા હોય અથવા જેને પોતાનાથી આગળ સમજતા હોય તેની સાથે ફોટો પડાવવાની તક નહિ છોડે. જુઓને બચ્ચનજી જોડે કોણ ફોટો પડાવવા તૈયાર નહિ હોય અને રસ્તા પર ના ભિખારી જોડે... ? બાબારામદેવ પાસે કોણ તૈયાર નહિ થાય પણ હિમાલયના કોઈ સાધુ જોડે... ?
________________________________________________________________________
આ આધ્યાત્મિકતા તો ભાગ્યેજ કોઈને પચે છે. ૯૯% મારા ચહેરાના ફોટા પાડી ને જતા રહે છે. ફક્ત ૧ % એવા છે જે મારા સમગ્ર અસ્તિત્વ ને ખંખેરી ને માંગતા હોય છે.
________________________________________________________________________
વફાદારીની કીમત કરનારા ના મળ્યા,એટલે જીવનભર અમે ઈમાનદાર રહ્યા.
________________________________________________________________________
ચાર ચાર ભવના અભ્યાસ પછી રાજા ભરથરી ને જે સમજાયું, તે આજ ભવમાં શીખવા મળ્યું. પછી તેને WIFE ને કહ્યું.. આપણે તો સાત ભવ ના સોગંધ ખાધા ને આ સાતમો આવ્યો.
________________________________________________________________________
આશા એટલે ..આશા નો અર્થ ... ૯/૧૧ વખતે ૯૦ માં માળ પરથી કુદકો મારનારને જે ખબર હશે... તે તો (એટલો) મને પણ નથી ખબર.
________________________________________________________________________
________________________________________________________________________
અલગ અલગ સવાલ કરતી વખતે હું શું વિચારું છું ? મારા સવાલો ના જવાબ ......મળે તો ઠીક,..... મળવા જોઈએ , અને...... ના કેમ મળે ? અને એજ મારું લેવલ નક્કી કરે છે.
________________________________________________________________________
દુર થી એક બસ આવતી હોય અને તમે બિલ્ડીંગ ના ૪થા માળ ઉપર હોવ તો "તે બસ આવે છે" તે તમારા માટે વર્તમાન કાળ છે, જયારે ૧ લા માળ પરની વ્યક્તિ માટે ભવિષ્યકાળ છે અને ૧૦ માં માળ પરની વ્યક્તિ માટે ભૂતકાળ છે.
________________________________________________________________________
દુ:ખ ની ફરીયાદ ગબડાવી જાય છે ને સુખની યાદ સપડાવી
________________________________________________________________________
ઈચ્છા, તમન્ના અને જીજીવિષા ....સબ્દો સરખા છે.
પણ આત્મા ને પામવાની તમારી ___________ છે. ( ખાલી જગ્યા પૂરો ખબર પડી જશે)
________________________________________________________________________
જયારે વૈજ્ઞાનિક પાણી બરાબર H2O ને બદલે જીવન બોલે... ત્યારે જિંદગીનો અર્થ વાંચ્યો નહિ સમજાયો ગણાય.
જયારે વૈજ્ઞાનિક પાણી બરાબર H2O ને બદલે જીવન બોલે... ત્યારે જિંદગીનો અર્થ વાંચ્યો નહિ સમજાયો ગણાય.
________________________________________________________________________
જાણકારી જીંદગીમાં વિજેતા બનાવી સકે....એટલે ... તીનપત્તી ની રમતમાં તમારી બાજી માં ૩ બાદશાહ હોય અને સામે વાળા ની બાજી માં ૩ એક્કા. એને તમારી અને તમને એની બાજી ખબર છે તોયે તમારે બાજી જીતવી હોય તો .... એની પાસે કેટલા રૂ છે તે શોધી કાઢો અને હોય તેનાથી ૧ રૂ. વધારે નાખો જેથી તે શો પણ ના કરાવી સકે ...
________________________________________________________________________
પગમાં પેસી ફાચર જયારે ફેરા ફર્યા સાત,
નીકળી અદાલતે ને થયી પછી હાશ.
________________________________________________________________________
પ્રેમ ની બાજીમાં બધા બંધમાં જ આવતા હોય છે. પણ ખુલતા લોસ્સ બૂક ભાગ્યેજ કોઈક કરતા હોય છે ...
પ્રેમની બાજી માં હું બંધમાં આવ્યો હતો અને બાજી ખુલી ત્યારે લોસ બૂક કરી નીકળી ગયો. ...
________________________________________________________________________
ટોપી વાળો part ૧:
એક વાર ટોપી વાળો ટોપી વેચતા વેચતા થાકી ગયો. એક ઝાડ ની ઘટામાં આરામ કરવા બેઠો અને થોડી વાર માં સુઈ ગયો.ઝાડ ઉપર વાંદરાઓ હતા.તેમણે ટોપી નો થેલો દેખ્યો. તેઓ નીચે ઉતરીને એક પછી એક ટોપી લઈને ટોપી વાળા ની નકલ કરતા ટોપી માથા પર પહેરી લીધી.
ટોપી વાળો ઉઠ્યો ત્યારે બધી ટોપીઓ ખલાસ. એને એના બાપુજીની વાત યાદ આવી. તેને ટોપી જમીન ઉપર ફેંકી દીધી.તો એક વાંદરો આવી એ ટોપી પણ લઈને ઉપર જતો રહ્યો.
ટોપી વાળો માથુ ખંજવાળતો રહ્યો. ત્યાં વાંદરાનો સરદાર નીચે આવીયો અને ટોપી વાળા ને લાફો મારતા કહ્યું. "તારા બાપા તને કહીને ગયા તો મારા બાપા નહી કહી ગયા હોય .... !! "
વાર્તા શાર: હાર કે જીત નો રસ્તા ક્યારેય same નથી હોતો. જીતનારો મદમાં ભૂલી સકે, અને હારેલા ભૂલ સુધારી સકે છે.
________________________________________________________________________
બે દોસ્ત તીનપત્તી રમવા બેઠા,તેઓ ની બાજી મામુલી હતી,અને સામે રમનાર મિત્ર ની બાજી સારી હતી.અત્યાર સુધી ઘણા રૂ નાખી દીધા'તા. બંને દોસ્તે આંખોથી વાત કરી તો ખબર પડી કે આપડા બધા રૂ જાય છે.તેમને નક્કી કર્યું કે બંને માંથી કોઈ બાજી મુકશે નહિ. જેથી ત્રીજા રમનાર show ના કરાવી સકે જો કોઈ પડશે તો તે શો કરાવી દેશે તો બંને ના રૂ જશે.છેવટે ત્રીજા રમનાર ના રૂ. ખૂટ્યા એને બંને દોસ્ત બાકી ના રૂ. વહેચી લીધા.
વાર્તા શાર : સંપ ત્યાં જંપ
________________________________________________________________________
અંગ સાથ ના આપે એટલે બ્રહ્મચારી ના થયી ગયા કહેવાય.
________________________________________________________________________
આ નવી જનરેશન થયી રહ્યી છે. ...એક દિવસ જરૂર થી એવો આવશે કે લોકો ને ચેઈન સ્મોકર ની જેમ, internet થી છૂટવા માટેના યજ્ઞો થવા માંડે.
________________________________________________________________________
પ્રગતી થાય તોય પ્રકૃતિ ના જાય....જુઓ પહેલા ઘરના સભ્યો ભોજન રંધાતું હોય ત્યારે ગરમ ગરમ જમતા હોય પણ પછી.. દરેક સભ્ય પોતાના સમયે રાંધેલું ગરમ કરી ને જમે. હા ...બરાબર પણ પ્રકૃતિ તો ગરમ જમવાની જ ને...ના.. સાંભળતો ખરો ... પછી ઘેર ગેસ નો બાટલો વહેલા ખાલી થાય ...ત્યારે વાંક તો ગેસ કંપનીની ચોરીનો જ કાઢે તે પ્રકૃતિ.
________________________________________________________________________
________________________________________________________________________
કોઈ પણ વસ્તુ નો આપણી જીંદગીમાં પ્રવેશ ...પહેલા કુતુહલ થી થાય..પછી... ધીમે ધીમે તે રસ નો વિષય બને ...પછી શોખ ...પછી આદત ...અને પછી લત્ત... છેલ્લે બંધાણી બનીએ ત્યારે સમજવું કે ઠાઠડી બંધાયી.
________________________________________________________________________
એમ નહિ.... હું સી. એ. છું મને .... પ્રેક્ટીકલી સમજાવો...એમ ...તો કહે.. ક્યારેય client ના ખર્ચે નાસ્તા પાણી કર્યા છે...હા...શું એવું રહ્યી જતું હતું...? નમકહરામ બનવાનું... તે ... ?
________________________________________________________________________
પ્રભુની ૧૦ ઇંચ ની પ્રતિમા નિહાળીએ કે ૧૦ ફૂટની પ્રતિમા, અંદરના ભાવમાં કોઈ ફેરફાર ના થાય તો સમજવું કે આપણે આભડછેટ જેવું રાખતા નથી.
________________________________________________________________________
કોઈ મંદિર ના દર્શન, આપણે જો તેની મિલકતના વર્ણન સાંભળી, કે તેની આવકના અહેવાલ વાંચી કે તેના ચમત્કારના પરચા દેખી, કર્યા હોય તો શું આપણ ને ખબર ના પડે કે આપણે કેમ ગયા' તા... ?
________________________________________________________________________
અહી બજરંગ દલ જેવા આવે તો, આખું અમેરિકા ગંદુ થયી જાય. કેમ...કારણ કે તેમની લાગણી કોઈ જાહેર માં પાન ની પિચકારી મારે, મૂત્ર વિશર્જન કરે તો દુભાતી નથી, પણ કોઈ ચુંબન કરે તો જ દુભાય છે.અરે ભગવાન ના ફોટા ઉપર પિચકારી મારો ચાલશે. હવે ઠેર ઠેર ગંદકી હોય તો કોઈ, ક્યા ઉભા રહી ને ચુંબન કરે?
________________________________________________________________________
પોતાના ઘરના પાણી ના નળ લીક થાય તેની ચિંતા નહિ કરનારો,પડોશમાં રહેનાર લીવ ઇન કપલ સામે રોષ ઠાલવે ત્યારે, હકીકત માં તે પોતે રહ્યી ગયો/ગયી નો બળાપો કાઢતા હોય છે
________________________________________________________________________
મોક્ષ ક્યા છે... જ્યાં વહુ વ્હીલચેરમાં સાસુને બેસાડી દેવદર્શને જ નહિ બગીચામાં લઇ જઈ તાજી હવા ફેર કરવ વ લઈજાય. ત્યારે પતિ ઓફિસે થી આવી ફ્રેસ થયી જાતે ચા બનાવી છાપું વાંચવા બેસે.
________________________________________________________________________
છે ને સંસ્કૃતિમાં ફેર છે...ને...જુઓ અહી જાહેરમાં મૂત્ર વિસર્જન કરવું નૈતિક ગુનો નથી ગણાતો પણ ચુંબન કરવું ઈ ગુનો છે.
________________________________________________________________________જયારે સરીર સાથ ના આપે ત્યારે ધર્મની આડ માં પોતાની જાતને છુપાવવામાં આવે છે. ..આંખે આ મૂર્તિ દેખાતી નથી, કાને ગીતાવચનો સંભળાતા નથી, મોઢેથી પ્રસાદ ખાઈ શકાતો નથી, હાથે થી તાલી પાડવા જતા ભજન નો લય ચુકી જવાય છે,પગે ચાલી ને આવી શકાતું નથી ,એવા ઘરડાઓ થી ભરાયેલા મંદિરોના કારણે ધર્મ ભ્રષ્ટ થયી રહ્યો છે. આ મંદિરો નહિ ઘરડા ઘરો જ છે. આવા મંદિરો ના મહંતો પાસે થી તમારે શી આશા રાખવી છે ?
એમને રાધે રાધે કરવા દો ને સાંતિથી હવે.
________________________________________________________________________
આપણે જે સમાજ ની વાત કરીએ છીએ તેની સરુઆતના ત્રણ સભ્યો છે માં અને બાપ અને શિક્ષક.
________________________________________________________________________
શ્રદ્ધા રાખવાના જવાબો મળે તે ધર્મ. અને વૈજ્ઞાનિક જવાબ મળે તે આધ્યાત્મિકતા. કોઈ કહે ને તમારે માનવું તે ધર્મ... જયારે કોઈ કઈ કહે અને તમે તલવાર કાઢી સાબિતી માંગી શકો તે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા ની પહેલી શરત છે, કે તમારા હાથ, પગ, આંખ, કાન ચાલતા હોવા જોઈએ. જયારે ધર્માચાર્યો પહેલી શરત શ્રદ્ધાની રાખે છે. આ મજબૂરો ની રાજકીય પાર્ટી નથી.
________________________________________________________________________
તમે કહો...કયા ધર્મમાં સ્વર્ગ ની વ્યાખ્યા નથી... અને કયા સ્વર્ગમાં અપ્સરાઓ કે એન્જલ્સ નથી. બાવાઓ, તમને ધરતી પર જે છોડવાની વાત કરશે, તેની જ પહેલી વ્યવસ્થા સ્વર્ગમાં તમારા માટે કરી રાખે છે. અને તમારું જીવન ઝાંઝવાના જળ જેવું બનાવી નાખે છે. આ સ્વર્ગ એતો બહુ મોટું ગાજર છે.
________________________________________________________________________
સંડાસ ગયા પછી હાથ ધોવાની જે સહજ ક્રિયા થાય છે તેટલું સહજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ થાય એટલે કેવલજ્ઞાન ને રસ્તે આવી ગયા.
________________________________________________________________________
લગ્ન પછી કુળદેવી ના મંદિરે છેડા છોડતી વખતે હાજર રહે અને વખત આવ્યે કોર્ટમાં છૂટાછેડા વખતે પણ હાજર રહે તે મેરેજ કૌન્સિલેર કહેવાય. બાકી આ બધા સગાઓ તો દલાલ કહેવાય.
________________________________________________________________________
એક હાથમાં સ્વર્ગનું ગાજર અને બીજા હાથમાં નર્ક ની સ્ટેનગન લઇ વાત કરવી તેનું નામ ધર્મ.
________________________________________________________________________
કેસીનોના ટેબલ પર જીત મળતા તમે નાચો કૂદો, અને પાર્ટી મનાવો તેનો કઈ વાંધો નથી...પણ એટલું તો યાદ રાખજો કે તમારો કેસીનો અને તમે એ તાઈટેનીક નામના જહાજ પર છો. ગૂગલ માં સર્ચ કરીને શોધો.... દુનિયા ના બધા દેશો હજી દેવા માં છે તો લેણદાર દેશ કયો છે
________________________________________________________________________
કવિ શબ્દોને ____ને કવિતા બનાવે છે, અનુભવી સંજોગોને.
________________________________________________________________________
આધ્યાત્મિકતામાં સવાલ જવાબ હોય.તે દ્વીમાંર્ગીય વાર્તાલાપ છે. ધર્મમાં પ્રવચન હોય. અને તે ફક્ત એકમાર્ગીય વાર્તાલાપ છે .
________________________________________________________________________
ખાનગી વીમા કમ્પની ની વીમાની એવી પોલીસી, જે ગર્ભિત અર્થમાં એમ કહેતી હોય કે "પૈસા આપતા રહો નહીતર અત્યાર સુધી આપેલા પૈસા પાછા નહિ મળે." તમે લીધી છે ?
________________________________________________________________________
જેમના ચહેરામાં કે એક્ટિંગ માં કઈ બતાવવા જેવું રહ્યું ના હોય, તે પછી જે રહ્યું હોય તે બતાવવા માંડે છે .
________________________________________________________________________
જે, લોકો નો વિશ્વાસ કેળવવાની કાળજી રાખતો હોય, તેના થી ચેતવું, તે વિશ્વાસઘાત ની તૈયારી કરે છે.
________________________________________________________________________
કોણે કીધું...વાત કરો છો... પહેલાનો જમાનો..... અત્યારનો જમાનો ... મહાવીર, બુદ્ધ વગેરે એ ...ચોરી ના કરવી...., લૂંટફાટ ના કરવી...., ખૂન ના કરવું...., પરસ્ત્રી સંગ ના કરવો... તે કોને કોને કહ્યું હતું ? ખાલી આમ મજાક જ કરી હતી ..
એતો જેમને આવા સંજોગો માં આ સિવાય કઈ દેખાય નહિ તેમનો પ્રોબ્લેમ છે. બાકી આવું હોય ત્યાં આવું જ હોય તેવું આપડે અપના દ્રષ્ટિકોણ થી,આપ્ળા અનુભવો પર થી નક્કી કરીએ છીએ.
એતો જેમને આવા સંજોગો માં આ સિવાય કઈ દેખાય નહિ તેમનો પ્રોબ્લેમ છે. બાકી આવું હોય ત્યાં આવું જ હોય તેવું આપડે અપના દ્રષ્ટિકોણ થી,આપ્ળા અનુભવો પર થી નક્કી કરીએ છીએ.
________________________________________________________________________
અરે કમ સે કમ એટલી તો ખબર પડે કે કયા કયા વચનો આપીએ છીએ
________________________________________________________________________
ગોરી વહુ...? અરે ગોરી વહુને પરણી તો જો પછી દિવસો કાળા થયી જશે ...
________________________________________________________________________
IPL ....નો આ ઝગડો??
એતો તમે લઇ ગયા અમે રહ્યી ગયા નો તમાશો છે...
કેમ ...કેટલા બધા કાળા નાણા વપરાય છે..
એમાં તારે શું.. તને તો ચોક્કા ને છક્કા માં રસ છે ને ...તો લે ઝંડો ફેરવ ને તાલી ઓ પાળ. એવું બહુ લાગી આવતું હોય તો તું તારા કાળા નાણામાંથી કાલે કોઈ ભિખારી ને દાન કરી દેજે...
________________________________________________________________________
IPL માં ચોક્કા કે છક્કા પર પડતી તાળીઓ, આપણે નક્ષ્શ્લીઓ ના હુમલામાં માર્યા ગયેલા ૭૬ જવાનો ની શહાદત પર વગાડી હોત તો....તો...IPL એ ચેરીટી ટ્રસ્ટ હોવાના કમ સે કમ લીરા તો ઉડાડી શક્યા હોત.
________________________________________________________________________
વાત સાચી છે, વિઝીટ કરવું અને ત્યાં રહ્યીને આવવું તે બે માં પત્ની અને વેશ્યા જેટલો ફર્ક હોય છે.
________________________________________________________________________
મારો જન્મ અહી ભારત માં થયો એટલે શું? હું કઈ ભારતની સંપત્તિ નથી બની જતો. હા, હું જ્યાં હોઉં ત્યાના કાયદા ને માન આપવું તેમારી ફરજ બને પણ તેનાથી દેશનો મારી ઉપર કોઈ માલિકી હક્ક થોડો છે.અને ભારત એકલો દેશ નથી.. કે જે કોઈપણ ધર્મ વાળાને સરખી તક આપે છે. ઉલટું આ જ એક દેશ એવો છે જ્યાં ધર્મના નામ પર reservation ચાલે છે. જ્યાં સુધી દેશપ્રેમ સબ્દ નો સવાલ છે, તો તે મારી dictionary માં છે જ નહિ. આ શબ્દ તો બહુ છીછરો છે.
________________________________________________________________________
સંસાર ની મોટા માં મોટી ભૂલ એ છેકે ક્યા ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું. અને તેને શોધી કાઢવું તે સામાયિક.
________________________________________________________________________
________________________________________________________________________
રાશનની દુકાન પર પતરાના કાળા કલરના સુચના બોર્ડ પર કેરોસીન નો કે લખાય ત્યાજ નાના ડબ્બા લઈને આવનારાઓની લાંબી લાઈન થયી જાય, અને એ દુકાન નો મેનેજર ફોન પર IPL માં સટ્ટો લગાવવા વ્યસ્ત હોય એ મારું ભારત:
________________________________________________________________________
________________________________________________________________________
અરે એમાં TV / internet નો શો વાંક ? તે તો તમારી અંદર ની વૃતિ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો. હું Internet વગર રહ્યી શકીશ કે કેમ તે કહેવું મુસ્કેલ છે. તો શું એનો મતલબ એમ કે હું બગડી ગયો છું. ? સારા શીનેમા આવે, સારી બુક્સ આવે, સારી સાઈટસ આવે, સારા પ્રોગ્રામ આવે છેજ કિન્તુ લોકો પોતાના સીલેક્સ્ન પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. બલ્બ પ્રકાશ આપે અને તે પ્રકાશમાં તમે પુસ્તક વાંચી શકો પણ તીન પત્તી રમો તો એમાં બલ્બનો શો વાંક?
________________________________________________________________________
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે.
________________________________________________________________________
આજે ગુજરાત સમાચાર માં આવ્યું કે જેમની ત્રાડ સાંભળી તેમની ગણતરી બાકી છે... મારા બેટા ત્રાડ સાંભળી પેસાબ કરવા રહ્યા તો ગણતરી બાકી જ રહે ને ... ?
કોંગ્રેસે, કસાબને ફાંસી અપાયી તેની સામે રિટ પીટીસન કરવી જોઈએ... તેને ભલે ગુનો ભારતમાં કર્યો ...પણ સજા નો હક તો પાકિસ્તાની શેરિયત પ્રમાણે મળવો જોઈએ... તાલીબાનો ને વકીલ તરીકે રાખ્યે તો બરાબર ન્યાય મળે .... આતો ભારતમાં હવે જલસા કરશે... તાલીબાન માં તો ફટ ન્યાય ... ફાંસી આપવા વાળા ના હોય તો લોકો પથ્થર મારે...
કોંગ્રેસે, કસાબને ફાંસી અપાયી તેની સામે રિટ પીટીસન કરવી જોઈએ... તેને ભલે ગુનો ભારતમાં કર્યો ...પણ સજા નો હક તો પાકિસ્તાની શેરિયત પ્રમાણે મળવો જોઈએ... તાલીબાનો ને વકીલ તરીકે રાખ્યે તો બરાબર ન્યાય મળે .... આતો ભારતમાં હવે જલસા કરશે... તાલીબાન માં તો ફટ ન્યાય ... ફાંસી આપવા વાળા ના હોય તો લોકો પથ્થર મારે...
________________________________________________________________________
સેલીબ્રીટી લેખક બનવા માટે, પાન ના ગલ્લે ત્રણ વાક્યમાં કહી સકાય તેવી વાત તમને ૩૦૦ પાના ની વાર્તા બનાવીને કહેતા આવડવી જોઈએ.
________________________________________________________________________
________________________________________________________________________
હા હું છેલ્લા થોડાક દિવસો થી નિયમિત હોસ્પિટલની મુલાકાત લેતો રહ્યો છું. પણ કાલે ગઝબ થયી ગયો. સિવિલ હોસ્પિટલ ( અમદાવાદ) જવાનું થયું.. પરિસ્થિતિ દેખી ને ખબર પડી/થયું કે બુદ્ધ પર શું વીતી હશે !!! ... કારણકે આ દેખ્યા પછી પણ હજી હું ઘર છોડી નથી સકતો .... ખબર નહિ મારા ચક્ષુ પર કયા પડ ચઢેલા છે ....બુદ્ધને તો આવો એકજ દર્દી કાફી નીકળ્યો.
________________________________________________________________________
પૈસા નું દાન કરે છે કે ઘર જમાઈ શોધે છે ... ? દાન તો દીકરી ને પરણાવીને સાસરે મોકલવા જેવું હોય ...પછી સંસ્થા અને પૈસા તેમના બંને સ્વતંત્ર.. આતો દાન આપી કહશે હિસાબ આપો.. અલ્યા સંસ્થા ને ઘરજમાઈ તરીકે રાખી છે ?...
________________________________________________________________________
જયારે આપણે, માનવ/મનુષ્ય તરીકે વાત કરીએ ત્યારે, દેશદાઝ, દેશપ્રેમ પણ ....આખરે તો કુટુંબપ્રેમ,ગામપ્રેમ,જ્ઞાતિપ્ રેમ,સમાજપ્રેમ ( કે દાઝ) શબ્દો નો જ વિસ્તાર છે અરે મનુંશ્ય્પ્રેમ /માનવપ્રેમ થી .. ઉપર પણ પર્યાવરણ પ્રેમ અને તેની ઉપર જીવમાત્ર માટે નો પ્રેમ આવે છે.
________________________________________________________________________
બેકાર એટલે ...ફેસબુકમાં કોમેન્ટ લખી હોય ને પછી કોણે Like કે કોમેન્ટ લખી તે ચેક કરવા વારેઘડીએ page રીફ્રેસ કરતા રહેવું
બેકાર એટલે ...ફેસબુકમાં કોમેન્ટ લખી હોય ને પછી કોણે Like કે કોમેન્ટ લખી તે ચેક કરવા વારેઘડીએ page રીફ્રેસ કરતા રહેવું
પછી કંટાળી પોતાનીજ કોમેન્ટ માં like ક્લિક કરવું.
________________________________________________________________________
હું ત્રણ પ્રકારે વહેચાયેલો છું. મારા વિષે લોકો શું માને છે તેમાં (Public Image ) , મારા વિષે હું શું માનું છું તેમાં (Self Image ) અને હું ખરેખર શું છું (Real Image ) ? તેમાં ..આ ત્રણેયમાં જયારે મતભેદ નહિ રહે ત્યારે હું સતયુગનો આદમી હોઇસ .
________________________________________________________________________
તમે કરો એટલે "આદેશ", આપણે કરીએ એ "ઉપદેશ" અને આવું થાય છે તે "દેશના"...
________________________________________________________________________
વાચક ને સમજાય તેના કારણે શબ્દો વધ્યા છે કે મારી ખ્યાતી સાહિત્યકરો માં ગણાય તેના કારણે શબ્દો વધે છે તે મહત્વનું છે. લેખક હોવું તેના માટે જરૂરી નથી કે આપણે આપણી વાત કહેવા જ આવ્યા છીએ. આખરે લેખક હોઈએ અને કમાણી ના થાય તેનો પણ કઈ મતલબ નથી અને કમાણી કરવી હોય તો સેલીબ્રીટી બન્યે વધારે કમાઈ સકાય... અને સારું શબ્દ લાલિત્ય ઉમેરીએ તો પાછો કઈક વટ્ટ પડે ને ... પણ ખેર ...૩-૪ વાક્યો ને જ છેવટે તો કહેવાના હોય છે .
________________________________________________________________________
________________________________________________________________________
ધાર્મિક કે ધર્માદા સંસ્થા હોય, પૈસાતો આવે જ, પણ કોનું મેનેજમેન્ટ ઊંચું કે ...જેના મેનેજમેન્ટ મંડળ માં એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેણે એજ સંસ્થાને દાન આપ્યું હોય. એક બાજુ પૈસાનું દાન કરીએ અને પછી તેનું મેનેજમેન્ટ કરીએ ...કઈક ખૂટે છે તેવું નથી લાગતું ...?
________________________________________________________________________
અહં (Ego ) જાય....ભૂલી જાઓ ...જે સંસાર છોડી ને જાય છે તે ભક્તોનો સંસાર ઉભો કરે છે અને તેના (ભક્તોના) આંકડાઓ કઈ બેંક બેલેન્સ થી ઓછું સુખ નથી આપતા !!! અરે ભિખારી થયો હોય ને તોય વાડકાની માલિકીનો આનદ માણસે
________________________________________________________________________
આ આંકડાઓએ ખરી મજા કરાવી છે ... રામ, કૃષ્ણ, મહાવીર,બુદ્ધ વગેરે ની સેનાના આંકડા સાંભળ્યા છે ? દેશ આઝાદ થયો ત્યારે આખા દેશમાં જેટલી વસ્તી હતી તેની સાથે તે આંકડાઓ સરખાવો.. પછી આ કેટલા વર્ષ પહેલા..., કેટલા વિસ્તારના રાજ્યની વાતો કરીએ છીએ તે દેખો ...એય ને બધું ચાલે છે ...તમેય થોકો ને... અલા, ખબર પડે છે કરોડો હાથી એટલે શું? એ કુરુક્ષેત્ર ના મેદાન માં ઉભા રાખીએ લડવા, તો કેટલી જગ્યા જોઈએ.... ???? અને તેને ચાલવાની/ લડવાની જગ્યા રાખસો કે નહિ ?
________________________________________________________________________
છોકરું માં બોલતા શીખે તે પહેલા વસ્તુની માલિકી રાખવાનું શીખી જાય છે ...

૩ વાક્યો ની વાર્તા બનાવી ૩૦૦ પાનામાં કહી સકે તે લેખક અને ૩૦૦ પાનાની વાર્તા ૩ વાક્યો માં કહી સકે તે વાચક..
________________________________________________________________________
૧૨ માર્ચ, વરસો પહેલા સોનિયાજીની કોંગ્રેસે દાંડી યાત્રાની replica રાખી હતી. ત્યારે કાગડાઓ મસ્તી માં ટાલ પર બેસી સાંજે વાત કરતા હતા ... અરે ગાંધી આજે તારો વટ્ટ પડે છે ને કાઈ ...શું વટ્ટ પડે છે વાળી ... અરેરેરે કેમ આમ બોલો આજ ને દી.. ? તો ના બોલુતો શું કરું... આ દર્રોરેજે કોઈ સાફ કરવા આવતું નથી અને આજે આ ધોળી બાઈ કહેતી હતી મહાત્મા ગંધાઈ ... મહાત્મા ગંધાઈ ..... ને પાછું મારું બેટુ બધાય જિંદાબાદ જિંદાબાદ કરે...
________________________________________________________________________
ભોજન કાર્ય પછી પેટ બગડે ત્યારે મમ્મી એ બનાવે લુ હોય તો મમ્મી એમ કહશે કે ખાવામાં કૈક આવી ગયું હશે, પત્ની એ બનાવેલું હોય તો પત્ની કહશે તારા પેટમાં જ ગડબડ છે.
________________________________________________________________________
________________________________________________________________________
આખી જિંદગી કાકા, કાકીને અને કાકી કાકાને સુધારવા યત્ન કરે. પણ સાથે મૃત્યુ તો થાય નહિ અને જે જાય પહેલા, તે બીજા જન્મમાં, રાહ જોયા વગર, પોતાને મળેલી વ્યક્તિ જોડે પરણી જાય. બોલો આખી જિંદગી જેને સુધારવામાં કાઢી તે સુધારેલી આવૃત્તિ બીજો લઇ જાય... પૂજ્ય શ્રી દિપકભાઈ
________________________________________________________________________
હે, શ્યામ કૃષ્ણ, આ લાલકૃષ્ણ( અડવાણી) પણ પાંચ વર્ષે તેના વચનો એકવાર રીન્યુ કરાવી જાય છે. તું ઊંઘે છે કે .... તારી દેવોની વિધાનસભા... તને તો યાદ છે ને તારો યદા...યદા... ગદા...બદા..... વાળો ...મેનિફેસ્ટો ?
________________________________________________________________________
________________________________________________________________________
સતયુગ અને કલિયુગ વચ્ચે તફાવત એટલે ... આપળે કોઈને પૈસા આપીયા હોય અને તે પાછો આપે એટલે આપળે receipt આપીએ અને લખીએ કે "Received with thanks " ...તે કલિયુગ જયારે સત્ત્યુગ માં તે પૈસાની સાથે receipt આપે લખીને કે "Returned with Thanks "
________________________________________________________________________
ટોળું એટલે સત્યનો નાશ, સત્યાનાશ. સત્ય મળે એકાંતમાં,પછી તેના distribution નો ભાવ જાગે. એટલે setup નક્કી થાય. પછી એક organisation બને.Organisation માં પૈસા આવે. પૈસા ટોળું ખેચી લાવે. પછી ટોળાને જાળવવા માટે કવાયત થાય. પછી એ ટોળા ને જોઇને celebrates આવે. એ પાછું ટોળું લાવે... બોલો હવે ????
________________________________________________________________________
ભગવાન ....? એતો ચમત્કારમાં નહિ સહજતામાં છે. ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન( ચમત્કાર) . લાગે ત્યારે છીં કરી લે તે મારો ભગવાન (સહજતા) .
________________________________________________________________________
દાદા કહેતા....હું કઈક છું...હું જ અક્કલવાળો છું. ..હું જોઈ લઈશ..કોની તાકાત છે...થાય તે કરી લેજે...જોઉં છું.... મારા વગર કેવી રીતે ચાલે છે... આમાંથી કેટલા વાક્યો નો રોજે કેટલો સ્કોર કરીએ છે તે જાણવું એટલે સામાયિક...
________________________________________________________________________
________________________________________________________________________
જેમને પોતાનું લખવાનો ઘમંડ હોય છે...તેમને બીજાના સબ્દો ગમે તોય like કરવામાં, અપમાન લાગે છે.
________________________________________________________________________
મારા ગુરુ કહેતા .....શેરબઝારમાં ભરતીને ઓટ આવ્યા કરે છે.. પણ ભરતી જતી રહે ત્યારે જ ખબર પડે છે કે કોણ કોણ કપડા વગર નાહવા પડ્યા તા... અને ઈજ્જત બચાવવા લપાયી રહ્યા છે ..
________________________________________________________________________
________________________________________________________________________
ઈર્ષા થી માણસ રઘવાયો બની જાય છે ....
________________________________________________________________________
શબ્દો ના પ્રાસ માં અટવાયો તે કવિ...પ્રાસ થી ભાગી જાગ્યો તે અનુભવી...
________________________________________________________________________
અમદાવાદી ને મરવાનો નહિ જીવવાનો કંટાળો આવતો હોય છે
કેમ...
કેવી રીતે ? ..
જુઓને ...
અહી કોઈને રોંગ Side માં કાર ચલાવવાનો દર છે? ...!!!!!!
અને કોઈની પાસે રોંગ side વાળાને પકડીને ફટકારવાની હિંમત છે?
________________________________________________________________________
અમદાવાદી કોઈના લગ્નપ્રશંગે જશે તો ચાંલ્લો જમ્યા પછી જ લખાવશે અને લોકોનેય ખબર છે એટલે મુખવાસ ના counter ઉપરજ ચાંલ્લો લેવા બેસાડાય છે ..
________________________________________________________________________
લગ્નમાટે વાસના ગૌણ હોતને તો લગ્ન કરાવનાર ગોરમહારાજને ફટકારીને પૂછ્યું હોત.. કે એય... હેય ..મારા નામે કયા કયા વચનો આપો છો ? પણ ધ્યાન ત્યારે ત્યાં હોય તોને ... ?
________________________________________________________________________
ઉતાવળ ના કારણે નહિ પેટ્રોલના પૈસા બચાવવા અમદાવાદી રોંગ SIDE માં વાહન હંકારે છે.
________________________________________________________________________
જુઓ ભાઈ, બધે એવું નથી...આ સાધુ, મહારાજ, મહંત, બાવા ફકીર માંથી કેટલાક તો સોદાગરો હોય છે. ... તેઓ સંસારને એટલા માટે છોડે છે કે સામે મોક્ષનો સોદો પાર પડવો હોય છે.. તેમણે સંસારની સામે મોક્ષનો સોદો કરવો છે. ________________________________________________________________________
કોઈ પણ વસ્તુ ને ઢાંકવાનું સરુ કરીએ એટલે તેને એક પ્રકારનો meaning આપવાનું સરુ કર્યું કહેવાય. પછી તે દુન્યવી વસ્તુ હોય કે શરીર ના ભાગ. અને આ જ હજારો વરસો થી ચાલી આવે છે અને ચાલશે... હું કે તમે હશો કે નહિ... જેમાં આપણને અર્થ દેખાય છે તેવી જ વસ્તુ આપણે પ્રભુની મૂર્તિને પણ ચડાવીએ છે... આ સોના નો મુગટ, હાર, એ પ્રભુને નહિ ...આપણને જરૂર છે ...છોડ આ સોદાબાજી...
________________________________________________________________________
ભાઈ... અત્યારની વાત કરો... રામ જેવા થવાની જરૂર નથી... અરે પત્ની ઉપર પણ વિશ્વાસ રાખો.ધોબીઓની ગોસિપથી દોરવાસો નહિ..કોઈની ગેર વ્યાજબી વાતને ... ખાલીપીલી અનુમોદન આપવાની કોઈ જરૂર નથી પછી ભલે તે સગા બાપની હોય...હિમત રાખો અને સત્યની પડખે ચાલો અને તેના માટે પબ્લીકનો સામનો કરવો પડે તો તૈયારી રાખો. ... એવા મર્યાદા પુરશોતમ બનવાની કોઈ જરૂર નથી... તમે જેવા છો તેવા સહજ રહો...તો મોક્ષ મળશે... _________________________________________________________________________
રામાયણ ....પ્રજામાં પણ બહારથી જ સ્વીકાર્ય છે અંદરથી નહિ, નહીતર "કોઈના ઘેર રોજની રામાયણ ચાલે છે" શબ્દો નો મતલબ ખુસ્નુંમાં વાતાવરણ થતો હોત, કંકાસ કે કલેશ નો નહિ. હા, એને કર્યું તે બરાબર હશે...તેના માટે લખમણ જેવો પતિ અને ઉર્મિલા જેવી પત્ની અને એ બંને જેવી બુદ્ધી આપણામાં હોવી જોઈએ...અને પત્ની કરતા મોટાભાઈ પ્રત્યે ની લાગણી એવી હોવી જોઈએ ....આપડે હવે એની કોપી શું કરવા કરવી...આપડે આપણી પત્ની ને સંભાળો ને ભાઈ ભાઈનું સંભાળશે ....
________________________________________________________________________
રામાયણ, એણે તો અત્યાર સુધી કેટલાય સમાજ સામેના બંડ ને ઉઘતા ડાબી દીધા છે.. જયારે એક બેટો પોતાના બાપની અન્યાયી માંગણીની સામે બોલવા જાય, કે એવા કોઈ બંડ પોકારવાના પ્રસંગો બનતા હોય ત્યારે ..રામાયણ ના પ્રસંગોને બતાવી બતાવીને બંડ પોકારનારને સરમમાં નાખી દેવામાં આવતો... અને એટલેજ આપણો સમાજ એટલી ક્રાંતિ નથી કરી શકવાનો...ગલીના પાનના ગલ્લે પોતાની પત્ની વાત થતી હોય તો આપડે કોઈ પગલા નથી ભરવાના ....પણ રામાયણ નો પક્ષ જરૂર લઈશું તેવા આપણે દંભી છીએ ...
________________________________________________________________________
રામાયણ, એ તો ઉમર લક્ષી, અને દરેક જુવાન પેઢી વડીલો ની સામે બંડ પોકારી ના સકે અને આવનારી પેઢી વડીલો સામે ક્રાંતિ ના સર્જે તેના માટેની વ્યવસ્થિત સર્જાયેલી વાર્તા હતી.. અને ત્યાર પછી કોઈ બેટો પોતાના બાપ ની અન્યાયી વાત સામે અને નાનો ભાઈ પોતાની પત્ની નો પક્ષ લઇ શકતો નહિ કારણકે રામાયણ વચ્ચે આવતી.હવે કોઈ પાનના ગલ્લે થતી ચર્ચાથી દોરવાઈ જઈને પોતાની ગર્ભવતી પત્ની ને જાકારો નથી..અને આ છે ક્રાંતિ ની સરુઆત ...
________________________________________________________________________
તે વખતે ( રામાયણ) શું સારા જ્યોતિષવિદ્દ નહિ હોય...? બધાયે શુભ મુહરત/ ચોઘડિયું જોઇને દિવસ નક્કી કર્યો હતો...પણ કૈકયી એ કઈ નું કઈ કરી નાખ્યું ને !?!? ...માટે હે રાજન... તું તારા દિમાંગથી ચાલ અને પોતાના નસીબના વાંક કાઢતો બંધ થા.. તુજ તારા દિલનો દીવો થા..
________________________________________________________________________
આપતું પણ રામાયણના વખાણ કરતા પણ થાકશે નહિ... હશે તે વખતે ઉચ્ચ મુલ્યો આવા રાખવા તેવું ઠસાવી દીધું હતું... પણ હવે નહિ... હવે ઉચ્ચ મુલ્યો કોણે કહેવાય તે આપણે નક્કી કરવાનું છે...અને આ ક્રાંતિ થી નવા મોક્ષ તરફ ...
________________________________________________________________________
લક્ષમણ ની જેમ ભાઈ માટે સગી પત્ની ને બલિદાન આપવાની જરૂર નથી ...એવા નાટક હવે ના ખપે...
________________________________________________________________________
________________________________________________________________________
આ ભાતભાતના આગ્રહ ના લીધેજ બધા ગ્રહો આપણને નડે છે.
________________________________________________________________________