વ્યાખ્યાઓ ...
________________________________________________________________________________________________
બેસ્ટ ડ્રેસસેન્સ કોને કહેવાય? જે પોતાના શરીર ની ભૂગોળ સમજી, આસપાસ ના નાગરિકોના શાસ્ત્રનું ધ્યાન રાખીને ઇતિહાસ રચે.
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
________________________________________________________________________________________________
લોભ ?... આતો ધંધાર્થીઓની વાત છે ..જે બપોરે ઘેર જઈને જમે તેનો ઓછો, ધંધા પર ટીફીન નું જમે પણ સમયનો ચલાનાંક ૦ તેને મઘ્યમ અને ધંધા પર ટીફીન નું જમે પર સમયનો ચલાનાંક વધારે તે વધારે લોભી કહેવાય. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________________________________
જુઠ્ઠા સંસ્કાર એટલે ... નાનપણ માં સાંભળેલી જાદુઈ છડી... જાદુઈ બી...જાદુઈ xxx.... જાદુઈ yyy ની વાર્તાઓ. પરંતુ તેના કારણે જ ભારતભરમાં ઉંમર વધે તોયે કઈક જાદુઈ મળી જવાની આશામાં લાખો લોકો જીવી જાય છે. અને વિદેશીઓ અહી આવીને તેઓને દેખી ને કહે છે ....કેવા સંતોષી જીવો છે....ભારતના ...? અને પછી જશ આપે અહીની આધ્યાત્મિકતા ને. એ વિદેશી તો પાછો તેના દેશ જઈને ...કામે વળગી જાય છે.
________________________________________________________________________________________________
મુર્ખામી...એટલે ..બારણાં હોય કાચના અને તાળા લગાવીએ ખંભાતના . નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________________________________
મજબૂરી ..એટલે .. એક વાર મુલ્લા નાસ્સૃદ્દીન પાર્ટી માં આવેલી ખુબસુરત સન્નારી પાસે ગયા અને
કહ્યું : what about this night stand ?
સન્નારી ચીલ્લાયી: I am not that type.
મુલ્લા: What about 1 million?
સન્નારી: let talk outside.
બહાર જઈને મુલ્લા એ Bargain કરતા
કહ્યું: ૧૦૦૦ ચાલશે?
સન્નારી: મેં કીધુને હું એ ટાઇપની નથી.
મુલ્લા: ટાઇપ તો નક્કી થયી ગયું, કિંમત નો પ્રોબ્લેમ છે ને? નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________________________________
મજબૂરી... એટલે ... ભરચક બસમાં ટીકીટ લેવા છુટ્ટા કાઢતા કેટલાક પૈસા પડી ગયા.નીચે નમી ના સકાયું. બીજા પૈસાથી ટીકીટ લઇ લીધી. અડધા કલાક પછી બેસવાની જગા મળતા બેઠા ત્યાં પેલા પૈસા દેખાયા. તમે નીચે નમીને લીધા. આજુબાજુના પેસેન્જરે દેખ્યું પણ બોલ્યા નહિ. તમારું સ્ટોપ આવ્યું ને તમે ઉતરવા ગયા, ને પેસેન્જરે કહ્યું :પેલા પૈસા લાવો અહીંથી જડ્યાને તે ..તમે બોલ્યા વગર આપી દીધા.. એવું સમજ્યા કે ભલે મારાતો પડીજ ગયા હતાને..
આવું વર્તન ૧ રૂ. ના સિક્કા માટે થાય પણ રૂ. ૧૦૦૦ માટે થાય તેવું ના પણ બને:
________________________________________________________________________________________________
કરુણતા..એટલે .. હિન્દી ફિલ્મમાં .... જુવાનજોધ દીકરી રૂમ બંધ કરીને આત્મહત્યા કરી રહ્યી હોય અને બારણે પિતાજી ચોધાર આંખે બારણું ખખડાવતા હોય ને વિનવતા હોય દીકરી બેટા બારણું ખોલ, બારણું ખોલ...ને મોડું થયી જાય ને પછી પ્રેક્ષકો વિચારતા હોય કે બારણું તો કાચ નું હતું, તોડી નાખ્યું હોત તો... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________________________________
કંજુસાઈ ... એતો અમદાવાદી ને પૂછો ...તે મર્સિડીઝ ના showroom માં જઈને પહેલો સવાલ કરશે ... CNG મોડેલ છે ? અને પેટ્રોલ બચતું હોય તો ગમે તેવા રસ્તે તે રોંગ side માં કાર ચલાવશે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
________________________________________________________________________________________________
કપટ ........
સારા અક્ષર થી લોકો અંજાય છે તેમ જાણી ને મેં મારા અક્ષર બહુ મરોડદાળ કરી નાખ્યા હતા..પણ પરીક્ષામાં પેપર ઉધુરા રહેવા માંડતા...એટલે હું જેમને સીખ્વાડતો તેઓના માર્ક્સ મારા કરતા વધારે આવતા... પછી જ્ઞાન થયું ને હું કપટ ભૂલી ગયો મારા અક્ષર પહેલા જેવા થયી ગયા ... એટલે સારા અક્ષર કપટની નિશાની પણ હોયી સકે છે ...
________________________________________________________________________________________________
લવ મેરેજ માં પોતાની ગર્લફ્રેન્ડ જોડે લગ્ન થાય છે અને અરેન્જડ મેરેજમાં બીજાની ગર્લફ્રેન્ડ સાથે.
________________________________________________________________________________________________
અવિશ્વાસ.......
અરે તાળા ની તો શોધ જ અવિશ્વાસ માંથી થયી છે. તાળું એજ વિશ્વાસનું વિરોધી શબ્દ છે પછી તે કોઈ મિલકત ઉપર લગાડેલું હોય કે કોઈની જબાન પર ..
________________________________________________________________________________________________
આશાવાદી... ?
એમતો આત્મહત્યા કરનારાઓ ને એવી ગેરસમજ હોય છે કે તેમના મોત પછી સમસ્યા ઉકેલી જશે .. એણે આશાવાદ ના કહેવાય ગેરસમજ કહેવાય... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
optimistic? no it is misunderstanding that people who commit sue-side have.. that their death has power to solve all puzzles. Novel: Lend me thy moksh
________________________________________________________________________________________________
મોહ...અને ઈર્ષા ...? જો ભાઈ... આ ફેસબુક કે ટ્વીટર પર આપણાં કેટલા મિત્રો કે ફોલોઅર છે તેનો આંકડો દેખી ગલગલીયા થતા હોય તો તેને મોહ કહેવાય અને બીજા કરતા ઓછા છે તેમ લાગે અને જેની આવે તેની request પ્રોફાઈલ વાંચ્યા વગર એક્સેપ્ટ કરતા રહીએ તેને ઈર્ષા કહેવાય...નવલકથા : વ્હેત છેટું સુખ.
________________________________________________________________________________________________
વિશ્વાસ ... તમે કોઈને ૨૩ રૂ. ની વસ્તુ વેચી અને તેણે ૧૦૦ રૂ. ની નોટ આપી. તમે ૭૭ રૂ. પાછા આપ્યા. જો તેણે ગણ્યા વગર ખીસ્સા માં મુક્યા તો તમે વિશ્વાસપાત્ર છો. અને તેણે ગણીને મુક્યા તો ...તમે વિશ્વાસ પાત્ર છો તેની તેણે ખબર નથી. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
________________________________________________________________________________________________
કાગળની નાવ બનાવી દરિયામાં છૂટી મુકવી.. તેનું નામ ...વિશ્વાસ .. :વ્હેત છેટું સુખ
________________________________________________________________________________________________
Live- ઇન એ કન્ફ્યુઝ્ડ પંખીડાઓ એ શોધેલું પોતાનું પીંજરું છે, જેના દરવાજા સહ સંમતીથી ખુલા રાખવામાં આવ્યા છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો