Sunday, April 29, 2012


Religion – jain
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો, રૂઢિઓ, પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ? : નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
માણશ ગમે તેવો હોય , ભલે ને મોટો તીર્થંકર હોય, તોય જ્યાં તેનું ના ચાલે તેનું નામ વ્યવસ્થિત. દેવ હોય કે દેવી હોય કે તીર્થંકર હોય વ્યવસ્થિત ની બહાર કોઈનેય સત્તા નથી. જેના logic આપણને સમજ માં ના આવે તેને ચમત્કાર કહેવાય, પણ હોય છે તો વ્યવસ્થિત ને આધીન જ : નોવેલ : મને મોક્ષ ઉછીનો આપો
શરીર ના એ ચાર ઇંચના ભાગ પર તાળું મારીએ એટલે બ્રહ્મચારી બની ગયા ના કહેવાય.. આંખો... મન.. ચિત.. ના ઉઘાડા રહ્યી ગયેલા દરવાજાઓ નો હિસાબ કોણ આપશે તારો બાપ ... ? નવલકથા મને મોક્ષ ઉછીનો આપો
કીડીને બચાવનારો, અહીશાનો પુજારી, જયારે સાંજ પડે, ગાય ની ચામડીમાંથી બનાવેલા ઢોલના નાદ પર પ્રભુને પ્રશન્ન કરવામાટે ભક્તિ ચાલુ કરે છે, તેવું જયારે સામાયિકમા દેખાયું, ત્યારે ૮૪ લાખ યોનીમાં રખડીને ભેગી કરેલી કમાણી ને વેડફાઈ જતી દેખી અને આંખમાં આંશુ સાથે તેનો મુક સાક્ષી બની ને રહ્યી ગયો. હે પ્રભુ, આ ભવે, કોઈક આરો બતાવ... Novel : Lend me thy moksha
Sensitive people are most egoistic. : Lend me thy Moksha
બીજે, લાખો,વખાણે છે,તેવા માલનો મારો વેપાર છે
અહી બસ્તી છે જૈનોની ને મારે ડુંગળીનો કારોબાર છે.. 
લો, ઘણી વખત મનેય અન્ય લોકો કહે છે કે તમારામાં કેટલા ફાંટાઓ પડી ગયા છે.. ત્યારે કહું છું હા, એવું છે કે રસોઈયો તો એક જ (તીર્થંકર) પણ આતો પીરસનીયા અલગ અલગ છે .. રશોઈ તો એક જ જાણ ની ને... સ્વાદ તો એજ ... બધા પછી પંગત દેખીને અનુકુળ સ્વાદ કરવા કઈક કરે તેવું બને .. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
કેવળ જ્ઞાન નો મતલબ એ નથી થતો કે તમારા ખિસ્સામાં માં શું છે તે તે જાણતો હોવો જોઈએ ..
કેવલજ્ઞાન નો મતલબ એ નથી થતો કે તમે નિર્વિવાદ જ હોવ, અને સમાજમાં કોઈ તમારાથી ભિન્ન હોય જ નહિ. આદિનાથ ને મરીચી, મહાવીર ને જમાલી મળે છે ને બુદ્ધને દેવવર્ત.
ધર્માંસ્તીકાય અને અધર્માંસ્તીકાય એ આજના કયા સબ્દનો પર્યાય છે ?
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ,.. અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
બનવું છે અજાતશત્રુ,વ્યવહાર જગતમાં..અંદરનીજ વૃત્તિઓ વર્તે, કો' હરાયા ઢોર.
મને જ મારા પડોશી બનીજોયા કરું છું.,હુજ મને જાણું તો ક્યાંથી શમે કિલ્લોલ 
જોવું ને જાણું, વૃત્તિઓ વર્તે છે કેમ ?.. વરશે દાદાની કરુણા,ને નાચું બની મોર
આ જગતનો એક પણ પરમાણું કાર્ય-કારણના નિયમ વગરનું રહ્યી ના શકે, જુઓ તબિયત અને ભોજન નું કનેક્શન એટલે... જેટલા આપણે જમવામાં શિસ્તબદ્ધ રહીએ ...એટલે જેટલું time ,quantity અને quality નું સ્તર પાળીએ તેટલી આપના પેટ પર અસર દેખાય અને આપનું પેટ, તેજ પ્રમાણે time ,quantity અને quality નું સ્તર બતાવશે. આ જાદુ નથી...પરિણામ જ છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
પ્રોફ. કે.જે. મેહતા, HLCC , 1990
ભારતમાં વસ્તીની રમત એટલી ફૂલીફાલી છે ને પછી તે વસ્તીને દિવસના ટાંટિયા ભેગા કરવામાં જ આખા દહાડા નીકળી જાય છે, જે બાકી સમય છે તે સ્વપ્નો રચવામાં અને તે સ્વપ્નાઓ પુરા કરવા પછી ભજનો ગાવામાં, અને ભગવાનોની એજન્સીઓને કાલાવાલા કરવામાં વહી જાય છે. આમાંથી આ ભારતીયો ને સમય મળે તો કઈક, નવા સંશોધન કરેને ..
સત્યનો આગ્રહ પણ હઠાગ્રહ છે અહંકારનો,અને તે આપણ ને આપણાં જ માર્ગ માં આપણી જ સંકુચિત દ્રષ્ટી બતાવી ને રોકે છે. : .મો...
સામાયિક ( introspection ) એ એવું સરળ અને હઝારોહઝુર જ્ઞાનસાધના નું શાસ્ત્ર છે કે એક પણ, હા, એક પણ સામાયિક કર્યા પછી જો મને બીજી સેકન્ડથી ફાયદો ના થાય તો તે સામાયિક નો નહિ, તે મારો જ દોષ હોય છે. આજ સુધી કોઈનું એક પણ સામાયિક બેકાર ગયું નથી.આની ગેરેંટી, ખુદ ચૌદલોકનો નાથ પણ આવશે તોયે નહિ ઉલટાવી સકે: .મો...
કોઈને આપણી જરૂર છે તેવું લાગે ત્યાં "Adjustment લેવું" અને કોઈની આપણને જરૂર છે ત્યાં "અથડામણ ટાળો" અને કોઈનો ફેર ના પડતો હોય ત્યાં બને ત્યાં સુધી હિતકારી બોલવું સત્ય નો આગ્રહ રાખવો નહિ.
પર્યુસન ના દિવશો માં એક ફ્રેન્ડ નો મેઈલ આવ્યો એમાં લખ્યું હતું "... મારે મારા કુટુંબીઓને મિચ્છામી દુક્કડમ ના કાર્ડ મોકલવા છે, તું મસ્ત લાઈનો માં મેસેજ લખી દે હું તેવું પ્રિન્ટ કરાવી દઈશ, ગમે તેટલું મોઘું પડે પણ છાકો પડી દેવો છે .. " લો બોલો ... નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
ધર્મમાં સવાલ નો જવાબ વિશ્વાસ હોય છે. આધ્યાત્મ માં સાબિતી આપવી પડે છે.
2.
જેટલું ઊંધું ગુટ્યું, તેટલું સીધું કરવું પડશે ...મોક્ષ એ કઈ દલા તરવાડીની વાડી નથી કે આવા જાતે ચિતરડા પાડ્યા કરો ને મળે. પહેલા આ ગ્રંથીઓ અને ગાંઠ ને તોડો. 
3.
નટના ખેલ દેખવા આવતા હોય તેમ બધા આવે છે જે ધાર્મિક હોય છે તે અહી તાલી પાળી ને, જે જે કરી ને, જતો રહે છે. તલવાર ઉઠાવી ને સાબિતી માંગે તે ને મુમુક્ષુ કહેવાય, મુમુક્ષુ માટે તે જીવન મરણ નો સવાલ હોય છે, ધાર્મિક વ્યક્તિ માટે મનો:રંજન . કે બહુ બહુ તો ચિત:રંજનનો. અહી ધાર્મિક લોકો પોતાના સમય ને એડજસ્ટ કરીને અમને એપોઇન્ટમેન્ટ આપે છે. અને અહી બેસે ત્યારે ઘડિયાળના ફોટા પાડતા હોય છે 
એગોમે શાષઓ અપ્પા, નાણદષણ સંજુઓ,
શેષા મેં બાહીરાભાવા, સવ્વે સંજોગ લખ્ખાણા
સંજોગ મુલા જીવેણ, પત્તા દુખ પરંપરા
તમ્હા સંજોગ સંબંધમ , સવ્વામ તિવીનેમ વોસીરામી
"હું " પ્રતિક્રમણ કરું અને તે "કયી કયી ભૂલનું કરું છું" તે જો મને ખબર ના હોય તો તેણે "હું બબડતો હતો" તેવું જ માનું છું.
જે રસ્તા ઉપર આપણે ચાલતા નથી તેવા હજારો રસ્તા પર કરોડો લોકો ચાલે જ છે, અને તે બધાય કઈ ફેઈલ જ થવાના છે તેવુય નથી. ... Lend Me Thy Moksha
ભૂખ્યા પેટે સુતા, ભિખારીઓને, તું ઉપવાસનું પુણ્ય આપીશ
તે ઘડીએ, હે પ્રભુ, મારા તમામ પુણ્યનું નિયાણું કરી નાખીશ
નિશાળે જતા એજ બાળક ઘભરાય છે જેણે હોમવર્ક નથી કર્યું હોતું .. મુન
મોક્ષ માટે જાગૃતિ આવે તે માટે કંદમૂળ ના ખાવા.., પણ પછી એ જાગૃતિ નો ઉપયોગ કચકચ કરવામાં કરે... આ પ્યાલો કેમ ફૂટ્યો? ...તારું કપાળ ફૂટ્યું મુઆ એના કરતા બટાકા ખા અને ઊંઘી જા.
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે
વિષય એટલે ...
1.
દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી
2.
દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી
3.
દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી
4.
તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો. લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે.. જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
વેરઝેર રાખવું એના કરતા ઝેર પી લેવું સારું. ભવો લંબાવવા કરતા એક ભવ ટૂંકાવવો સારો. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
દાદા કહેતા કે Compromise અને adjustment વગર કેમ નું ચાલે ? જયારે તમને એમ લાગે કે સામાને તમારી જરૂર છે તો "Adjust Everywhere " કહેવું અને જો સામાની આપણ ને જરૂર હોય તો "અથડામણ ટાળો" નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
સંડાસ ગયા પછી હાથ ધોવાની જે સહજ ક્રિયા થાય છે તેટલું સહજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ થાય એટલે કેવલજ્ઞાન ને રસ્તે આવી ગયા. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
નાહકનો યત્ન ના કરીશ,મને મોક્ષ લઇ જવાનો,
મને રસ્તો બતાવી દે,હુય ભગવાન થઇ જવાનો 
જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે? Novel: Lend me thy moksha
પોતાના વિચારોથી જો કોઈ સમંત નાં થાય તો આંતક મચાવનારાઓને આંતંકવાદી કહેવાય,અને તેમના મંતવ્ય પણ સાચા હોઈ સકે તેમ માનનાર અનેકાન્ત્વાદી કહેવાય: નવલકથા મને મોક્ષ ઉછીનો આપો
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરતો હોય ત્યારે ભગવાન ને પણ બોલવાનો હક નથી : નવલકથા મને મોક્ષ ઉછીનો આપ
"આખી જિંદગી કાકા, કાકીને અને કાકી કાકાને સુધારવા યત્ન કરે. પણ સાથે મૃત્યુ તો થાય નહિ અને જે જાય પહેલા, તે બીજા જન્મમાં, રાહ જોયા વગર, પોતાને મળેલી વ્યક્તિ જોડે પરણી જાય. બોલો આખી જિંદગી જેને સુધારવામાં કાઢી તે સુધારેલી આવૃત્તિ બીજો લઇ જાય... પૂજ્ય શ્રી દિપકભાઈ"
"ચાર ચાર ભવના અભ્યાસ પછી રાજા ભરથરી ને જે સમજાયું, તે આજ ભવમાં શીખવા મળ્યું. પછી તેને WIFE ને કહ્યું.. આપણે તો સાત ભવ ના સોગંધ ખાધા ને આ સાતમો આવ્યો."
"કોણે કીધું...વાત કરો છો... પહેલાનો જમાનો..... અત્યારનો જમાનો ... મહાવીર, બુદ્ધ વગેરે એ ...ચોરી ના કરવ...., લૂંટફાટ ના કરવી...., ખૂન ના કરવું...., પરસ્ત્રી સંગ ના કરવો... તે કોને કોને કહ્યું હતું ? ખાલી આમ મજાક જ કરી હતી .. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અરે ...ઓફીસ માં ભગવાન ના ફોટા કોને માટે રાખ્યા છે... પોતાને માટે કે બહારના આવનાર ને માટે તે મહત્વનું છે. ઓફીસ માં ભગવાન ના ફોટા, પોતાને ધંધામાં ધર્મ યાદ રહે તેના માટે રાખો તો બરાબર છે,પણ "આવનાર ને અમે ધાર્મિક છીએ" તેવું બતાવવા માટે રાખો તો, તેય છેતરપીંડી છે. અને... એતો ફોટો કોને કોને દેખાય તેમ રાખ્યો છે તેનાથી ગણી ખબર પડી જાય."
"આધ્યાત્મિકતા બતાવવાના અમુક ચિન્હો હોય છે. ક્યાંક કંઠી, ક્યાંક તિલક, ક્યાંક ડ્રેસ નો કલર. પણ, તેનો ઉપયોગ પોતાને "દિવસભર કઈક સતત યાદ કરાવતું રહે" ત્યાં સુધી બરાબર છે, નહીતર તે છેતરપીંડી નું સાધન બનતા વાર નથી લાગતી."
"લોકોને, પોતાને કોઈ ભ્રષ્ટ કરી જાય છે તેની સામે નહિ, કોઈ બીજાને ભ્રષ્ટ કરી રહ્યા છે, તેની સામે વાંધો હોય છે. કારણકે તેને એ પણ ખબર નથી હોતી કે હું પણ ભ્રષ્ટ થયી ને આવું વિચારું છું. પોતાનો સંપ્રદાય કરવો પણ સહેલો થોડો છે? એક સાથે કેટલાય ને ભ્રષ્ટ કરવા પડે છે. તો જ તેમને માસ હિપ્નોતાઈઝ કરી સકાય છે. એટલે આ બધાય હિમતવાન કહેવાય પણ આપણે, આપણી જાતને ઓળખવા આ ની જરૂર નથી."
"ક્યારેય ભૂલ્યો નથી કનૈયો એના વચન પણ, એ પીતામ્બર પહરીને આવ્યો, તો મદારી કહી ભગાડ્યો, જીન્સ પહેરીને આવ્યો તો કોઈએ ના સંભાળ્યો. કરે શું ?નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"આ આધ્યાત્મિકતા તો ભાગ્યેજ કોઈને પચે છે. ૯૯% મારા ચહેરાના ફોટા પાડી ને જતા રહે છે. ફક્ત ૧ % એવા છે જે મારા સમગ્ર અસ્તિત્વ ને ખંખેરી ને માંગતા હોય છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભૂલ જે ના ચલાવી સકાય ...? ...દરરોજે કઈ ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું.. અને થયેલી ભૂલો માંથી શીખવાનું ભૂલી જવું. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન. લાગે ત્યારે છીં કરી લે તે મારો ભગવાન.એતો ચમત્કારમાં નહિ સહજતામાં છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ટોળું એટલે સત્યનો નાશ, સત્યાનાશ. સત્ય મળે એકાંતમાં,પછી તેના distribution નો ભાવ જાગે. એટલે setup નક્કી થાય. પછી એક organisation બને.Organisation માં પૈસા આવે. પૈસા ટોળું ખેચી લાવે. પછી ટોળાને જાળવવા માટે કવાયત થાય. પછી એ ટોળા ને જોઇને celebrates આવે. એ પાછું ટોળું લાવે... બોલો હવે ???? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"સતયુગ અને કલિયુગ વચ્ચે તફાવત એટલે ... આપળે કોઈને પૈસા આપીયા હોય અને તે પાછો આપે એટલે આપળે receipt આપીએ અને લખીએ કે "Received with thanks " ...તે કલિયુગ જયારે સત્ત્યુગ માં તે પૈસાની સાથે receipt આપે લખીને કે "Returned with Thanks " નવલકથા મને મોક્ષ ઉછીનો આપો."
"બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."

સારા સિનેમા ,નાટક મનો:રંજન કરે છે. ધ્યાન વી. થી ચિત:રંજન થાય છે. જયારે આત્મા માં રહેવાથી અલખની:ંજન મળે છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ઓરીજીનલ... એની તો વાત જ ન્યારી છે...મીરાં ના પદો બની સકે કે મીરાં કરતા લત્તાજી કેટલાય વધુ કર્ણપ્રિય રીતે ગાઇ સકે અને ગાયા પણ છે...... પણ તેનાથી કાનજી તેમને નહિ મળે.. એવું જ આ નવકારમંત્ર,ગાયત્રીમંત્ર વગેરેનું છે... આપણે ગાયીએ છીએ ત્યારે એ ફક્ત સબ્દો ની ગોઠવણી બની જાય છે... બાકી એક વખત આપણી જીભ ઉપર એ વસે તો તો ખલાસ.... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"આ આંકડાઓએ ખરી મજા કરાવી છે.. રામ, કૃષ્ણ, મહાવીર,બુદ્ધ વગેરે ની સેનાના આંકડા સાંભળ્યા છે ? દેશ આઝાદ થયો ત્યારે આખા દેશમાં જેટલી વસ્તી હતી તેની સાથે તે આંકડાઓ સરખાવો. પછી આ કેટલા વર્ષ પહેલા.,કેટલા વિસ્તારના રાજ્યની વાતો કરીએ છીએ તે દેખો .એય ને બધું ચાલે છે તમેય થોકો ને.અલા, ખબર પડે છે કરોડો હાથી એટલે શું? એ કુરુક્ષેત્ર ના મેદાન માં ઉભા રાખીએ લડવા, તો કેટલી જગ્યા જોઈએ.અને તેને ચાલવાની/ લડવાની જગ્યા રાખસો કે નહિ ?"
"અહં (Ego ) જાય....ભૂલી જાઓ ...જે સંસાર છોડી ને જાય છે તે ભક્તોનો સંસાર ઉભો કરે છે અને તેના (ભક્તોના) આંકડાઓ કઈ બેંક બેલેન્સ થી ઓછું સુખ નથી આપતા !!! અરે ભિખારી થયો હોય ને તોય વાડકાની માલિકીનો આનદ માણસે નવલકથા : મને મોક્ષ ઓછીનો આપો"
"ધાર્મિક કે ધર્માદા સંસ્થા હોય, પૈસાતો આવે જ, પણ કોનું મેનેજમેન્ટ ઊંચું કે ...જેના મેનેજમેન્ટ મંડળ માં એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેણે એજ સંસ્થાને દાન આપ્યું હોય. એક બાજુ પૈસાનું દાન કરીએ અને પછી તેનું મેનેજમેન્ટ કરીએ ...કઈક ખૂટે છે તેવું નથી લાગતું ...?"
""તમે કરો" એટલે "આદેશ", "આપણે કરીએ" "ઉપદેશ" અને "આવું થાય છે" તે "દેશના"... નવલકથા : મને મોક્ષ..."
"પૈસા નું દાન કરે છે કે ઘર જમાઈ શોધે છે ... ? દાન તો દીકરી ને પરણાવીને સાસરે મોકલવા જેવું હોય ...પછી સંસ્થા અને પૈસા તેમના બંને સ્વતંત્ર.. આતો દાન આપી કહશે હિસાબ આપો.. અલ્યા સંસ્થા ને ઘરજમાઈ તરીકે રાખી છે ?... નવલકથા : મને મોક્ષ....."
"આ માર્ગ માં ધર્મ અને આધ્યાત્મ ના હોકાયંત્ર અને અરીસા લઈને જ ફરવું પડશે ... ધર્મ ના હોકાયંત્ર તમને ક્યા ખોવાઈ ગયા છો તે બતાવશે ... જયારે આધ્યાત્મ નો અરીસો "કોણ " ખોવાયી ગયું છે તે બતાવશે... નવલકથા: મને મોક્ષ..."
"આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અરે ...ઓફીસ માં ભગવાન ના ફોટા કોને માટે રાખ્યા છે... પોતાને માટે કે બહારના આવનાર ને માટે તે મહત્વનું છે. ઓફીસ માં ભગવાન ના ફોટા, પોતાને ધંધામાં ધર્મ યાદ રહે તેના માટે રાખો તો બરાબર છે,પણ "આવનાર ને અમે ધાર્મિક છીએ" તેવું બતાવવા માટે રાખો તો, તેય છેતરપીંડી છે. અને... એતો ફોટો કોને કોને દેખાય તેમ રાખ્યો છે તેનાથી ગણી ખબર પડી જાય."
"સામાયિક રીત ૧લી.... તમને ઘણા સમય પછી એક મિત્ર મળ્યા. મળવાની ખુશીના અદાનપ્રદાન પછી વચ્ચે તેમણે કહ્યું, "...વચ્ચે પેલા ...xxxxx ભાઈ મળ્યા હતા... તમારા વિષે વાત કરતા હતા " તમારો તરત પ્રતિભાવ કેવો હોઈ સકે ? )અરે... વાહ ...બહુ ભલા આદમી છે .... )...એમ....શું કહેતા હતા મારા વિષે ? )...ઈ વળી ક્યાંથી મળી ગયા...? )...છોડોને તેમની વાત ... હવે કયા પ્રકારનો ઓપ્સન સિલેક્ટ કેમ થયો તે વિચારો ."
"આધ્યાત્મિકતામાં સવાલ જવાબ હોય.તે દ્વીમાંર્ગીય વાર્તાલાપ છે. ધર્મમાં પ્રવચન હોય. અને તે ફક્ત એકમાર્ગીય વાર્તાલાપ છે નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"પ્રભુની ૧૦ ઇંચ ની પ્રતિમા નિહાળીએ કે ૧૦ ફૂટની પ્રતિમા, અંદરના ભાવમાં કોઈ ફેરફાર ના થાય તો સમજવું કે આપણે આભડછેટ જેવું રાખતા નથી. કોઈ મંદિર ના દર્શન, આપણે જો તેની મિલકતના વર્ણન સાંભળી, કે તેની આવકના અહેવાલ વાંચી કે તેના ચમત્કારના પરચા દેખી, કર્યા હોય તો શું આપણ ને ખબર ના પડે કે આપણે કેમ ગયા' તા... ?"
"એક હાથમાં સ્વર્ગનું ગાજર અને બીજા હાથમાં નર્ક ની સ્ટેનગન લઇ વાત કરવી તેનું નામ ધર્મ."
"શ્રદ્ધા રાખવાના જવાબો મળે તે ધર્મ. અને વૈજ્ઞાનિક જવાબ મળે તે આધ્યાત્મિકતા. કોઈ કહે ને તમારે માનવું તે ધર્મ... જયારે કોઈ કઈ કહે અને તમે તલવાર કાઢી સાબિતી માંગી શકો તે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા ની પહેલી શરત છે, કે તમારા હાથ, પગ, આંખ, કાન ચાલતા હોવા જોઈએ. જયારે ધર્માચાર્યો પહેલી શરત શ્રદ્ધાની રાખે છે. આ મજબૂરો ની રાજકીય પાર્ટી નથી."
"જયારે સરીર સાથ ના આપે ત્યારે ધર્મની આડ માં પોતાની છુપાવવામાં આવે છે. ..આંખે આ મૂર્તિ દેખાતી નથી, કાને ગીતાવચનો સંભળાતા નથી, મોઢેથી પ્રસાદ ખાઈ શકાતો નથી, હાથે થી તાલી પાડવા જતા ભજન નો લય ચુકી જવાય છે,પગે ચાલી ને આવી શકાતું નથી ,એવા ઘરડાઓ થી ભરાયેલા મંદિરોના કારણે ધર્મ ભ્રષ્ટ થયી રહ્યો છે. આ મંદિરો નહિ ઘરડા ઘરો જ છે. આવા મંદિરો ના મહંતો પાસે થી તમારે શી આશા રાખવી છે ?"
"પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ... સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય."
"જીવન દરમ્યાન તમે કેટલાને ઊંઘતા ઝડપ્યા તે નહિ, કેટલા જાગેલાને પકડ્યા તે Count થાય છે. what counts, not that you catch how many working as sleeping cell,but that you met how many that awakened."
"આધ્યાત્મિકતા સહેલી નથી ...હાથ જોડીને શ્રધાથી કરવામાં આવતા સવાલો ધર્મ માં હોય, જયારે આધ્યાત્મિકતામાં તે સવાલ તલવાર ખેચીને કરવાનો હોય છે."
"M .F. હુસૈનની તો હમણાં કહું તે... છોડોને, પહેલા એ પેઈન્તર નો શોધો જેમના માતાજીઓના ૪ -૬ હાથપગ વાળા શારીરિક વિકૃતિ વાળા ચિત્ર તમે તમારા ઘરમાં રાખ્યા છે. તમારી અક્કલ ઘાસ ચરવા ગયી છે.. શરમ નથી આવતી હવે તેને પ્રતીકાત્મક બોલતા.. પ્રતિક નહિ ભ્રમિત કરો છો મારા બેટાંઓ. હવે તો સુધરો હવે મહાત્મા મંદિર આવે છે.. નહિ બોલોતો આ રાજકારણીઓ (જમ) ઘર ભાળી જશે.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભાઈ, આ શાકાહારી movement એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભારતમાં સૌથી વધારે ગેરકાનૂની ઘરોમાં/ સ્થાનોમાં ભગવાન વસે છે., બોલો ભગવાનને જ આ શહેરના લોક ઘર બાંધીને આપેછે તે ઘેર કાનૂની હોય છે. અને સુધરાઈ વાળા પછી પચાઈ પાળતા ભાડુંઅતોની જેમ તેમનાથી ડરે છે. ..નવલકથા: માને મોક્ષ ઉછીનો આપો"
મંદિરના દરવાજા પર તાળામારીને જતા પુજારીને ગેબી અવાઝ સંભળાયો
"
તને મારી ઉપર વિશ્વાસ છે કે તાળા ઉપર ... ? ......વ્હેત છેટું સુખ .."
"કુદરત કોઈને ભૂખ્યા સુવાડતું નથી..આતો આપણી કરેલી સળીઓ વચ્ચે આવે છે ..જોને બચ્ચાના જન્મ પહેલાજ માતાના સ્તનમાં દુધની વ્યવસ્થા કરી રાખે છે ને .. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"તું મુશ્લીમો ની અને તેમના માંશાહારની પાછળ કેમ પડી ગયો છે?? જો ઇસ્લામ નો ધર્મ રેગીસ્તાન માં થયો.. ત્યાંની જમીન પર, આજથી હજારો વર્ષપહેલા શું..અત્યારે પણ એટલી ખેતી નથી થતી. તો એ લોકો શું ખાતા હશે? .. અરે એવી પરિસ્થિતિમાં પણ તેમણે અમુક તમુક માસ ના ખાવાનો ધર્મ કહ્યો છે જેમ વાણિયાઓ શાકાહારી,તોયે બટાકા..લસણ નથી ખાતા તેમ.. અહીના વેદ/ શાસ્ત્રો ભણેલાને ધર્મ કહેવો અને ફક્ત તલવારની ભાષા સમજતા લોકો ને ધર્મ કહેવો અલગ છે."
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..
કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો.
લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..
વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે..
જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"સંસાર માં અશુભ તત્વો નિરંતર ટકી રહે છે..ક્યારેક જ શુભ તત્વ ટકે છે અને તે પણ અમુક કાળ માટે જ. કારણકે અશુભ તત્વો, કોઈ લીડર ની રાહ જોયા વગર, પોતાનો સંઘર્ષ નિરંતર ચાલુ રાખે છે અને શુભ તત્વો હમેશા કોઈ કોઈને કોઈની રાહ જોવામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...બોલો આમાંથી કેટલા કૃષ્ણની રાહ જોઇને બેઠા છે... ?નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અમે નાના હતા ત્યારે કહેતા મારા પપ્પા પાસે દસ હજાર રૂ. છે તો બીજો કહેતો મારા પપ્પા પાસે લાખ છે..એમ રમત ચાલતી..અત્યારે બુદ્ધ વાળા એમ કહશે કે તેમના પિતાજી પાસે હજારોનું સૈન્ય હતું તે છોડ્યું તો મહાવીર વાળા કહશે લાખનું છોડ્યું તો મહાભારત વાળા ૧૧ Akshauhnis ની વાત લાવ્યા. અમે ઘર ઘર રમતા અને આ ધર્મ ધર્મ રમે છે પેલી નાના બાળકો ની રમત આ મોટા બાળકોની રમત ...આવી રમતો ના સવાલ કરતા હશે.??મને મોક્ષ ઉછીનો આપો."
"હા, એતો મેં પણ સાંભળેલું.વસ્તુપાળ ને તેજપાલ ધનનો ચરુ સંતાડવા જંગલમાં ગયાંને બીજો ચરુ મળ્યો..બંને ઘેર લઈને આવ્યા ને માતાએ એમ કહ્યું કે એવી જગ્યા એ મુકો કે જ્યાં લોકો જોઈ સકે પણ લઇ ના સકે ..અને તેમણે પછી દેરા બનાવડાવ્યા..આપડે હવે ઊંચા થયા ...આપણે કોઈનું પાકીટ પડેલું દેખી,નજર બગાડવાની ક્યા જરૂર છે.બહુ મોટો લઈને ભંડારમાં નાખવા વાળો ... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"....
સત્ય જો શાસ્ત્રોમાં હોતને તો પેલો પ્રૂફરીડર પહેલો સત્યને પામનાર હોત..
સત્ય જો ભજનોમાં હોતને તો મીરાં ના ભજન ગાનાર અનુરાધા, કે લત્તાજી પહેલા પામી ગયા હોત..
સત્ય જો રામનામ માં હોત તો કેટલાય પોપટો પહેલા પામી ગયા હોત....
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"શાકાહારી હોવું એતો greatest luxury છે.
લોકો ભલેને માંશાહાર રહે તે બધા શાકાહારી બની જશેને તો....
તારે પછી માસ ખાવાનો વારો આવશે ...
માંશાહારી હોવું એતો આદિમાનવના જમાનાથી સામાન્ય છે..
શાકાહારી હોવું તે પ્રગતિ ની નિશાની છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"આ ભાતભાતના આગ્રહ ના લીધેજ બધા ગ્રહો આપણને નડે છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"

અહંકાર અને પુરુષાર્થ વચ્ચે બહુજ પાતળી ભેદરેખા છે ...પુરુસાર્થ પણ સુક્ષમતમ અહંકાર તો ખરોજ 
જો તમને કેવલજ્ઞાન જેવું કઈક મળી જાય તો ભૈસાબ, મહેરબાની કરીને તેને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહિ અને આશા પણ ના રાખસો કે બધા તેને અનુશારે. કારણકે હવે આ દુનિયા તમારામાં ઉભા થયેલા એક વધુ સોક્રેટીસ કે જીસસ ને ગુમાવવા નથી માંગતું ... આપણે ખાનગીમાં વાત કરીશું.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે....:નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
કુદરતને ત્યાં કશુય લોલમ-લોલ નથી. કીડીનેય તેના રસ્તામાં તમે અંતરી હશે ને તો તે કુદરત નાં ચોપડે તમે કરેલા અંતરાય તરીકે નોધી લેવાય છે. : Novel Lend Me thy moksha
ગોખી અઢાર આગમો, જેણે જિંદગી કાઢી પછી,આત્મા પર "જ્ઞાન"ની ધૂળ ચડી ગયી
જપીને લાખ માળાઓ, એને સુખ નાં મળ્યું,રિષ સઘળી એને,,માળા પર ચડી ગયી
. કોઈનેય છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો મોક્ષે જઈ રહ્યો પછી
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દ.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
શુભ અને અશુભ તત્વો વચ્ચેની ની લડાઈ સંસ્કૃતિની સરુઆત થયી ત્યારથી અત્યારસુધી ચાલી છે અને કોણ કહે છે કે ક્યારેક તો અટકશે...એ ના અટકે.. આ લડાઈ માં જયારે શુભ તત્વો ની જીત થાય છે ત્યારે શુભ તત્વ પાર્ટી ઉજવવામાં પડે છે, જયારે અશુભ તત્વો નવેસરથી લડાઈની strategy બનાવામાં નિરંતર લાગેલી હોયછે.. એટલે શુભ તત્વોની જીત એક વાર્તા માત્ર બની રહે છે. : Lend me thy Moksha
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.: Lend me thy Moksha
જે ને પોતાના અસ્તિત્વ વિષે ભાન છે તે આસ્તિક અને જેણે પોતાને નથી જાણ્યો તે નાસ્તિક.

આ અબજો વ્યક્તિઓ માંથી, ગણી ને ૫૦-૧૦૦ જણ વચ્ચે જ આપણા વ્યવહાર સંબંધો થી મોક્ષ અટવાયો છે. નિકાલ કર ને ? : દાદા
દાદુ, એજ છે આપણી આસપાસ , માં-બાપ-પતિ-પત્ની,છોકરા અને ફ્રેન્ડ્સ . આ જ બધા નું ગ્રુપ જ, જન્મોથી સાથે ફર્યા કરે છે એક બીજાની જોડે. બધા ની કોઈ ની કોઈ અપેક્ષા ઓ છે અને આપણને વળગ્યા છે. એવીજ રીતે આપણને ય આજ બધા ની જોડે અપેક્ષાઓ છે અને આપણે તેમને વળગ્યા છીએ. હવે તો એકજ કામ જેને જે જોઈએ છે તે આપી વ્યવહારુ બની આપણી પાશે હોય તે , તો દઈ દેવું અને છુટકારો પામવો. ક્યાય શોધવાની જરૂર નથી . તેઓ એક દિવસ પણ આપણાથી દીર્ નથી રહેતા. આજ છે ૫૦-૧૦૦ જાના નો હિસાબ. પણ આપણેજ હાથે કરીને નવા હિસાબો ઉભા કરતા રહીએ છીએ.
નિકાલ એટલે સમતા ભાવે ફરજ પૂરી કરવી. નહિ કોઈ રાગ નહિ કોઈ દ્વેષ. અને "પોતે" શું કરે છે તેને જાણવું. સાક્ષી ભાવ.

મૃત્યુ ના સ્વીકાર વગરની જીન્દગી ટાઈમ પાસ છે. દાદા શ્રી કહેતા કે "બધુજ" વ્યવસ્થિત છે તેનો સ્વીકાર જ, આપણને અસ્થ્વ્યસ્થ થતા બચાવી સકે.કોઈનેય મૃત્યુ આપીને ભગવાન લઇ જતા નથી.ભગવાને તે કોઈ ઘોડિયાઘર ચલાવવાનું છે તે?

ગીતા ની ચોપડી વેચતા બુક સ્ટોલ ના માલિક સવારે પત્ની જોડે ઝગડો કરીને દુકાને જતા હોય એવુંય ના બને ? ત્યારે સમજાય ને કે તે ધંધાદારી છે , ધર્માધિકારી નહિ.
બે જ રસ્તા છે. 
એક તો ભગવાન નું સંચાલન એક્શેલંત છે તેમ માનવું... તો પછી આપણી કોઇજ ફરિયાદનું હવે કોઈ વજુદ નથી. 
બે, ભગવાન નું સંચાલન બેદરકાર છે તેમ માનવું તો... પછી આપણે કઈ કરી શકવાના નથી. : નોવેલ ...મને મોક્ષ ઉછીનો આપો

" ભગવાન એ કોઇ જ સમસ્યાઓ નો ઉકેલ નથી" કારણકે જો તે છે, તો ,તેની જ વહીવટી ગરબળતા ના કારણે સમસ્યા ઉભી થાય છે.
શરીર ના એ ચાર ઈંચના ભાગ પર તાળું મારનાર ને લોક બ્રહ્મચારી કહે છે તેજ મોટો ભ્રમ છે. બ્રહ્મ શબ્દનો આટલો સંકુચિત અર્થ મેં ક્યારેય નથી જોયો. એતો જેને આ ચાર ઈંચ માં જ સમગ્ર બ્રહ્માંડ દેખાતું હતું તે લોકો એ ચલાવેલો વૈચારિક મારો છે. : : નવલકથા.. મને મોક્ષ ઉછીનો આપો
જુઓ ભાઈ હજી કેટલાય લાખો કરોડો આદિવાશીઓ એવા છે કે પ્લેન જેવું કઈક ઉડે અને તેની અંદર બેસીને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ સકાય તેવું માણવા તૈયાર નાં હોય. પણ તેનાથી હકીકત થોડી બદલાઈ જાય છે. ઠીક તેમજ, આપણે નાં જાણતા હોઈએ એવા આ દુનિયામાં કરોડો પ્રશંગો બને છે. જે રસ્તે આપણે નાં ચાલીયા હોઈએ એવા રસ્તે ચાલીને કરોડો લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને લાખો લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછીય અશાંત હોય તેવું પણ બને છે.
સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .
જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
હું એક ૨૦ માળ ની બિલ્ડીંગ ની ઉંચી અટારી પર હોવ, તમે તેની ૧૦ માં માળ ની અટારી પર અને તમારા ભાઈ નીચે ના ઓટલે બેઠા હોય. તમે જયારે દુર થી એક ટ્રક આવતી દેખો અને ફોન પર મને સમાચાર આપો કે તે આવે છે , ત્યારે તે તમારા માટે વર્તમાન છે પણ મારા માટે ભૂતકાળ અને વર્તમાન પણ ખરો, કારણકે મને કમશે કમ ૨ મીનીટ પહેલા તે દેખાયી હતી. અને તમારા ભાઈ ને કદાચ હજી ૫ મીનીટ પછી દેખાશે તેમના માટે તે ભવિષ્ય કાળ છે. એક વસ્તુ છે " ટ્રક આવે છે " તે અલગ અલગ વ્યક્તિ માટે અલગ કાળ કહેવાય છે. તમારી દ્રસ્તી જેટલી વધુ ક્લીઅર હશે એટલું વધુ સ્પષ્ટ દેખી શકશો. 
જેમની દ્રસ્તી નીચલી કક્ષાની છે તે ઘણી વસ્તુઓથી આવરાયેલી છે. જેની દ્રસ્તી ઉપર ની કક્ષા ની છે તે ઓછી અવ્રાયેલી છે. અને આ દ્રસ્તી જ કેવળ દર્શન માટે કારણભૂત છે. કેવળ જ્ઞાન એટલે ઝીરો આવરણ. તે જ ભૂત-વર્તમાન અને ભવિષ્ય જાની લે છે તેવું કહેવાય. હા કેવળ જ્ઞાન નો મતલબ એ નથી કે તે ને તમારા પાકીટ માં કેટલાની પરચુરણ પડી છે તે ખબર હોય. : કોરા ના દેજો કાગળ
પર્યાય એટલે માટીના કણમાં રહેલા પરમાણુઓ ભેગા થયીને લોખંડ બને, પછી સ્ટીલ બને , પછી વાસણ બને પછી ભંગાર બને છેલ્લે તેનું પાછું વિસર્જન થાય અને કણ બને . ત્યાં સુધીની યાત્રા. આ તમામ જગ્યા એ તે ઓરીજીનલી તો કણ જ છે અને કણની જ યાત્રા છે અને તેનાજ પર્યાય કહેવાય : કોરા ના દેજો કાગળ
ઘણા સમય , વર્ષો થી "પર્યાય" વર્ડ સાંભળેલો, આજે પર્યાય વર્ડમાં ભ્રમાંડ દેખ્યું...: આપ્તવાણી ના વાંચન દરમ્યાન ..
બિલકુલ સાચી વાત આપણી સ્વ દ્રવ્ય અને તેનાય પર્યાયો ... જગત આખાનું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય નો અનુભવ.. અને તેમાં સ્વ નું સ્થાન અને તેય સ્વ ના પર્યાયો .... ઓહો ...ચૂપ રહીએ તો જ સારું એવું થાય ...
મેં એટલું જાણ્યું કે પર્યાય વર્ડ નો મતલબ શું. અત્યાર સુધી એમ માનતો હતો કે પર્યાય " એટલે એના જેવા બીજો વર્ડ" ...પણ પર્યાય નો મતલબ એ છે કે ...ઉદાહરણ તરીકે...પ્રાંત ,સવાર,મધ્યાહ ,બપોર,સંધ્યા સાંજ,રાત્રી વગેરે એ દિવસ ના પર્યાય કહેવાય. એમજ શિશુપણ ,બચપણ, યુવાની આડેધ બુઢાપો ,વૃદ્ધ વગેરે જીવનના પર્યાય છે. જીવન સતત ગતિશીલ છે જો તેને કાળ ના પરિમાણ સાથે જોવામાં આવે તો એક વસ્તુ ...બીજા પર્યાય માં પ્રવેશે છે ...વસ્તુ એજ હોય છે પણ તેના પર્યાય બદલાય છે. અઈન્સ્તૈન જે સાપેક્ષતા નો નિયમ કહ્યો તેનાથી ય ઉપર ના લેવલ નો એક આ વર્ડ છે ... પર્યાય ...
જે ખુરશી માં આપણે બેઠા છીએ તે સ્થિર આપણા માટે છે ...પણ તે ખુરશી જે જગ્યા પર છે તે ધરતી નો તે ભાગ કલાક ના હજારો કિલોમીટર ની ઝડપે ફરે છે પણ બ્રહ્માંડ માં પાછું તે સ્થિર કહેવાય છે. પણ તે બ્રહ્માંડ પાછું વિશ્વ ની સાપેક્ષતા માં કલાક ના કરોડો કિલોમીટર ની ઝડપે ફરે છે .... આ પર્યાય જેમ દુર જઈએ તેમ એકજ લાગે તોયે તે એક નથી ..
પર્યાય એટલે વસ્તુ કે જીવ સમય ના એક ભાગ માંથી બીજા ભાગ માં જાય અને જે સર્જાય તે તે વસ્તુ ના કે જીવન પર્યાય કહેવાય.

ઉપવાસ અને અનશન માં ફેર છે. પોતાના આત્માની સાથે વાસ કરવો તે ઉપવાસ અને ભૂખ્યા રહ્યીએ તે અનશન. ઉપવાસ આત્મા/માનશીકતા ક્લીન કરે અનશન શરીર ક્લીન કરે. ઉપવાસ હકારાત્મક છે અને તેમાં કશુક થાય છે. અનશન નકારાત્મક છે અને તેમાં કશુક કરવાથી દુર રહેવાનું છે.
ઉપવાસ માં ભુખને ભૂલી જવાય છે,અનાશનમાં ભુખને મારી નાખવાની હોય છે. ઉપવાસ ના સોદા ના થાય, અનશન માં હોઈ સકે. ઉપવાસ માં આનદ છે, અનશનમાં હઠ છે.

Samayik : A posture taken to see,
What you had yesterday and not today &
What you didn't had y'day and have today.


સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .
જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
જુઓ ભાઈ હજી કેટલાય લાખો કરોડો આદિવાશીઓ એવા છે કે પ્લેન જેવું કઈક ઉડે અને તેની અંદર બેસીને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ સકાય તેવું માણવા તૈયાર નાં હોય. પણ તેનાથી હકીકત થોડી બદલાઈ જાય છે. ઠીક તેમજ, આપણે નાં જાણતા હોઈએ એવા આ દુનિયામાં કરોડો પ્રશંગો બને છે. જે રસ્તે આપણે નાં ચાલીયા હોઈએ એવા રસ્તે ચાલીને કરોડો લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને લાખો લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછીય અશાંત હોય તેવું પણ બને છે.
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ

ગંજીફા ની રમત ની જેમ બાજી જોઈને પોતાના પાના ઉતરે છે. આ ક્ષણ નું તેનું વર્તન બીજી ક્ષણે વિરોધાભાસી હોઈ સકે છે. હજારો ની કતલ કરી નાખનાર ખુદ આત્મહત્યા કરી સકે છે. હજારોનો સંહાર કરીને છોડાવેલી પત્ની ને, એક ધોબીના વાક્ય પર તરછોડી સકે છે. અહી કશુજ અસક્ય નથી. પળ પળ પર બનતી ઘટના ,અને તે પર નો પ્રત્યાઘાત, બીજું કશુજ નથી પણ , એ પણ નાટક નો એક ભાગ જ છે.

પણ તે ઘટના ના પ્રેક્ષક બનેલા લોકો જ તેને સત્ય કે સત્ય ના વાઘા પહેરાવવા તલ પાપડ રહે છે. અને તે પણ નાટક નો એક ભાગ જ છે. તેઓ ના ભાગે તે પ્રેક્ષક નું પાત્ર આવેલું હોય છે. 

શિહ હરણ નો શિકાર કરે તો તેને હત્યા કરી તેમ ના કહેવાય તે તેની મજબુરી છે કે તેને તમારી જેમ ઘાંસ કે શાક ખાતા નથી ફાવતું. જો તમે તેને હરણ નો શિકાર નહિ કરવા દો તો તમને હત્યા નું "પાપ" લાગશે. :) આ કુદરત ની સાયકલ છે. સિહ પણ હુમલા બે પ્રકારે કરે છે એક પોતાના ભોજન માટે અને બીજો પોતાના રક્ષણ માટે. તેવી જ રીતે,તમારા માટે જે વસ્તુ અસત્ય છે તે સામેની વ્યક્તિ માટે સત્ય અથવા સમય ની માંગ હોય છે. 

તેથી, આ જગતમાં કોઇજ દોષિત નથી. બધા જ નિર્દોષ છે અને બધાજ પોત પોતાના અસ્તિત્વ માટેનો સંગ્રામ લડી રહ્યા છે. જો તમે તેમના રસ્તામાં વચ્ચે આવશો તો તમારે પણ તેમનો સામનો કરવોજ પડશે
ભાર દઈ ને કહું છું ઈશ્વર છે પણ તે કોઈ જંતુ,જાનવર, મનુષ્ય, દેવ કે દેવતા નથી અને કોઈની લાગવગ ચલાવતો નથી. તમારા સારા કર્મની પણ નહિ અને ખરાબ કર્મ ની પણ નહિ. તે બધું તો તેના નિયમો થી જ ચાલે છે અને તેને કહેવાય છે વ્યવસ્થિત શક્તિ. ગમે તેવો મોટો તીર્થંકર, દેવ કે દેવતા પણ કેમ ના હોય તેની સત્તાની બહાર કશુજ નથી. 
તેજ સાગર રચે છે...સાગર ના પાણી માંથી વાદળ રચે છે તે જ ઉપર લઇ જાય છે તેજ પર્વત બનાવી તેને રોકે છે...તેજ તેમાંથી વરસાદ વરસાવે છે ...તેજ તાપ વરસાવે છે તેજ ઠંડી વરસાવે છે...તેજ હશે છે તેજ રડે છે, તેજ ફૂલે છે તેજ ફાલે છે, તેજ સુખી છે તેજ દુખી છે. તેના માટે તમે જેવા છો તેવા જ સમગ્ર બ્રહ્માંડ ના કણે ક્ણ છે... તેજ આમ કરે છે તેજ તેમ કરે છે તેમ છતાંય તે મુનીમ નથી.... ને કોઈનો હિસાબ રાખતો નથી ...તે કરતાપદે નથી.. તે સાક્ષી ભાવે છે. તોયે તેની નજરમાં જો તમે એક નાનકડી કીડી ને તેના રસ્તા માં આંતરી હશે તો તે તમારા અંતરાય કર્મ તરીકે નોધાયી જશે : મને મોક્ષ ઉછીનો આપો

જો તમને કેવલજ્ઞાન જેવું કઈક મળી જાય તો ભૈસાબ, મહેરબાની કરીને તેને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહિ અને આશા પણ ના રાખસો કે બધા તેને અનુશારે. કારણકે હવે આ દુનિયા તમારામાં ઉભા થયેલા એક વધુ સોક્રેટીસ કે જીસસ ને ગુમાવવા નથી માંગતું ... આપણે ખાનગીમાં વાત કરીશું.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
. આવનારી પેઢીનું વિચારવું એટલે Horizontal પ્રગતિ, અને આવનારા ભવનું વિચારવું એટલે verticle પ્રગતિ. 

.કોઈ એક ગાલ પર તમાચો મારે તો 
બીજો ગાલ ધરવાની વાત કરે તો તે તમને અહંકારી બનાવી દેશે,
ગમ ખાઈ જવાનું કહેશે તે તમને ક્રોધી બનાવી દેશે.
સામાયિક કરવાનું કહેશે તે તમને યોગી બનાવી દેશે.
અને સહજ રહેવાનું કહેશે તે તમને મુમુક્ષુ બનાવી દેશે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

. દયા ખાવી તે અહંકારનું જ પહેલું પગથીયું છે અને કરુણા "થવી" તે કેવલજ્ઞાન નું


Ramayan
"રામાયણ ....પ્રજામાં પણ બહારથી જ સ્વીકાર્ય છે અંદરથી નહિ, નહીતર "કોઈના ઘેર રોજની રામાયણ ચાલે છે" શબ્દો નો મતલબ ખુસ્નુંમાં વાતાવરણ થતો હોત, કંકાસ કે કલેશ નો નહિ. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"તે વખતે ( રામાયણ) શું સારા જ્યોતિષવિદ્દ નહિ હોય...? બધાયે શુભ મુહરત/ ચોઘડિયું જોઇને દિવસ નક્કી કર્યો હતો...પણ કૈકયી એ કઈ નું કઈ કરી નાખ્યું ને !?!? ...માટે હે રાજન... તું તારા દિમાંગથી ચાલ અને પોતાના નસીબના વાંક કાઢતો બંધ થા.. તુજ તારા દિલનો દીવો થા.. :મને મોક્ષ ઉછીનો આપો"

"રામાયણ, એ તો ઉમર લક્ષી, અને દરેક જુવાન પેઢી વડીલો ની સામે બંડ પોકારી ના સકે અને આવનારી પેઢી વડીલો સામે ક્રાંતિ ના સર્જે તેના માટેની વ્યવસ્થિત સર્જાયેલી વાર્તા હતી.. અને ત્યાર પછી કોઈ બેટો પોતાના બાપ ની અન્યાયી વાત સામે અને નાનો ભાઈ પોતાની પત્ની નો પક્ષ લઇ શકતો નહિ કારણકે રામાયણ વચ્ચે આવતી.હવે કોઈ પાનના ગલ્લે થતી ચર્ચાથી દોરવાઈ જઈને પોતાની ગર્ભવતી પત્ની ને જાકારો નથી..અને આ છે ક્રાંતિ ની સરુઆત ...:મને મોક્ષ ઉછીનો આપો"
"હા, એને કર્યું તે બરાબર હશે...તેના માટે લખમણ જેવો પતિ અને ઉર્મિલા જેવી પત્ની અને એ બંને જેવી બુદ્ધી આપણામાં હોવી જોઈએ...અને પત્ની કરતા મોટાભાઈ પ્રત્યે ની લાગણી એવી હોવી જોઈએ ....આપડે હવે એની કોપી શું કરવા કરવી...આપડે આપણી પત્ની ને સંભાળો ને ભાઈ ભાઈનું સંભાળશે .... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભાઈ... અત્યારની વાત કરો... રામ જેવા થવાની જરૂર નથી... અરે પત્ની ઉપર પણ વિશ્વાસ રાખો.ધોબીઓની ગોસિપથી દોરવાસો નહિ..કોઈની ગેર વ્યાજબી વાતને ... ખાલીપીલી અનુમોદન આપવાની કોઈ જરૂર નથી પછી ભલે તે સગા બાપની હોય...હિમત રાખો અને સત્યની પડખે ચાલો અને તેના માટે પબ્લીકનો સામનો કરવો પડે તો તૈયારી રાખો. ... એવા મર્યાદા પુરશોતમ બનવાની કોઈ જરૂર નથી... તમે જેવા છો તેવા સહજ રહો...તો મોક્ષ મળશે... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"જુઓ ભાઈ, બધે એવું નથી...આ સાધુ, મહારાજ, મહંત, બાવા ફકીર માંથી કેટલાક તો સોદાગરો હોય છે. ... તેઓ સંસારને એટલા માટે છોડે છે કે સામે મોક્ષનો સોદો પાર પડવો હોય છે.. તેમણે સંસારની સામે મોક્ષનો સોદો કરવો છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."