Sunday, April 29, 2012

પ્રકરણ ૧ મારા નિયમે મારો ધંધો


મારું નામ મોહતી, મને ૧૦.૩૦ વાગ્યાનો ટાઈમ આપ્યો છે.  દરવાજો ખોલતા જ આંગટુકે, દરવાજાની જમણી સાઈડ પર આવેલા રીસેપ્શન ટેબલ પાસે આવીને, પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું.
-------
ડીમ્પલે એક  વર્ષ પહેલા  આ ઓફીસ જોઈન કરી હતી.સામાન્ય બી.કોમ. કર્યાં પછી બિઝનેસ સેક્રેટરી માટેનો શોર્ટ ટર્મ કોર્ષ કર્યાં પછી એણે ઘણી જગ્યા એ ઇન્તેર્વ્યું આપેલા. મોટે ભાગે બધી જગ્યા એ થી એણે અપોઈન્ત્મેન્ત લેતેર મળી જતો. એ અપોઈન્ત્મેન્ત લેટરમાં તેની શૈશણીક લાયકાત કરતા, શારીરિક લાયકાત જોકે વધુ ભાગ ભજવી જતા.

છેલ્લે, ડીમ્પલ એક કાપડની મિલમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી. કહેવાય છે કે સ્ત્રી ને કુદરતે એવી શક્તિ આપેલી છે કે પુરુષની આંખમાં આવેલા એક ડીગ્રીના ફેરની પણ જાણ થયી જાય છે. ડીમ્પલ પણ એજ સ્ત્રી હતી. ધીરે ધીરે મેનેજર ની આંખમાં આવેલા ફેરફાર ને ના ઓળખી સકે તેવી તે અબળા નહોતી. ઘણી વખત તેને સર્વિસ બદલી નાખવાના વિચારો આવતા. એણે સ્વીકારનારાઓ ની કોઈ કમી નહોતી તે પણ તે જાણતી હતી. વળી તે એ પણ જાણતી હતી કે તેને સ્વીકારનારાઓ તેની કયી અય્કાતના કારણે તેને અપોઈન્ત્મેન્ત લેટર આપે છે. અહી પણ એજ હાલત હતી પણ ફરક એટલો જ હતો કે આ મેનેજર , જોકે સ્વભાવે ગભરુ હતો અને આંખોએ કરેલા ભોજનથી સંતોષાઈ જતો.  ડીમ્પલ એમની અમુક હરકતોને ગણકાર્યા વગર એનું કામ કરતી રહેતી.

એક દિવસ બન્યું એવું કે મેનેજર, ડીમ્પલની આ ગણકાર્યા વગર કામ કરવાની રીતને, ડીમ્પલની મજબુરી અથવા તો "મુગા હકાર" સમજી બેઠો. કાપડની મિલનો એ મેનેજર એ દિવશે,ડીમ્પલ જોડે કપડા કાઢવાનો વેપાર કરવા બેઠો. ડીમ્પલ તરત જ નોકરીનો સોદો ફોક કરીને નીકળી ગયી.

બીજા રવિવારે, મુકેશની લીઓ કન્સલ્તાન્સીની વોક-ઇન-ઇન્ર્વ્યું માટેની જાહેરાત આવી. અને તે સવારે સૌ પ્રથમ આ ઓફિસમાં આવી ચઢી. મુકેશ અંદર લગાડેલા સીસીટીવી કેમેરાની મદદથી થોડાક સમય એની વર્તણુંક પર નજર રાખી, કેબીન માં ઇન્ટરવ્યુ માટે બોલાવી.

ગુડ મોર્નિગ સર,

ગુડ મોર્નિંગ ડીયર, કહી ખુરશી પર બેશવા માટે કહેવા હાથ ખુરશી તરફ લંબાવ્યો.

"ડીયર" શબ્દ  સંભાળતા જ તે અસ્વસ્થ થવા લાગી. ઘણી કંપનીમાં ઇન્ટરવ્યું આપવા આ પહેલા તે ગયેલી અને કેટલાય પ્રકારની નજરોનો તેને અનુભવ હતો. લોકો નજરના ભોજનથી અટકી જતા પણ આમ ડાયરેક્ટ ,"ડીયર" શબ્દ પર આવી જવાનો તેને આ પહેલો અનુભવ થયો. ક્ષણભરના ક્ષોભ સાથે તે સ્વસ્થ બનવાનો પ્રયત્ન કરીને તે ખુરશી પર બેસી ગયી.

મુકેશ, ડીમ્પલના શરીરમાં થયી રહેલા ડીગ્રીના વળાંક ને દેખી ને મૂછમાં હસ્તો હતો.

સર, મારો બાયો ડેટા... સાથે લાવેલી પ્રોફૈલ્રર બેગ માંથી, સ્તેપ્લર માંરેલા બે કાગળને કાઢીને ટેબલ પર મુકતા તેને કહ્યું.

હા,બાયો  ડેટા.. હહમ ...કહેતા મુકેશે વાંચવાની શરૂઆત કરતા કહ્યું.
મેરેજ નથી થયા...
"છેલ્લી સર્વિસ હમણાજ જોઈન કરેલી ... "
"ડીયર , સર્વિસ માં કોઈ પ્રોબ્લેમ થયેલો ?"  સી.વી. માંથી માથું બહાર લાવી,સી.વી.ને ટેબલ પર મુક્ત પૂછ્યું.

ડાયરેક્ટ આવો અણધાર્યા સવાલ, આ પહેલા કોઈ ઇન્ટરવ્યું માં પણ પુછાયો નહોતો. ડીમ્પલ સ્વસ્થ થવાનો યત્ન કરીને "હા" કહેવા માંગતી હતી. પણ મુખે થી "હા" બોલાય તે પહેલા જ એના ચહેરા અને આંખના ઈશારા થી હા પડાઈ ગયી.

એની હા ના ઈશારાની પહેલેથી જાણ  હોય તેમ તે ઈશારા તરફ જોયા વગર, ગણકાર્યા વગર જ મુકેશે તરત બીજો પ્રશ્ન કર્યો.

"અહી પણ એવું થશે એવું લાગે છે ? "

હવે ડીમ્પલ, રીતશર ની ડઘાઈ જ ગયી. કોઈ પણ પ્રકારના હાવભાવ કરવાની, એની હોંશ રહ્યી નહિ. ડીમ્પલની આ ચેષ્ટાઓ જોઈને,ચહેરા પર હળવા હાસ્ય સાથે, સી.વી. ટેબલ પરથી ફરી ઉપાડતા કહ્યું..

"ડીમ્પલ ડીયર, તારા સીવીમાં લખેલી શૈશણીક લાયકાતો કરતા તારી શારીરિક લાયકાત વધુ ભાગ ભજવી જાય તેવું બને. ભૂતકાળ માં ઘણી જગ્યાએથી તને હકારમાં જવાબ મળ્યા હોય તેવું બનવા જોગ છે. તુ અહી જે ગભરાટમાં બેથી છે, તેમાંથી પહેલા રીલેક્ષ થયી જા. મારે તને સેક્રેટરી કે રીસેપ્શનની પોસ્ટ માટે આમેય કોઈ સવાલો કરવાના થતા નથી. કારણકે તારી વર્તણુંક પર તુ ઓફિસમાં આવી ત્યારથી, મારી નજર છે જ." મુકેશે સીસીટીવી ના સ્ક્રીન તરફ હાથ દર્શાવીને, ખુરશી માંથી ઉભા થયીને ખુરશીની પાછળ હાથના ટેકે ઉભા રહ્યીને હસતા હસતા, ડીમ્પલના ગભરાટ ભર્યા ચહેરા પર એકીટશે  નજર રાખતા કહ્યું.

ડીમ્પલ ના ચહેરા પરથી ગભરાટ હજી ગાયબ થયો નહોતો. પણ એણે ય શું બોલવું તે કઈ સમજાતું નહોતું.  શું કરવું તે સમજાતું નહોતું.

 " સર મેં એલ.એલ.કોલેજ માંથી બી.કોમ કર્યું અને ત્યાર બાદ બિઝનેસ સેક્રેટરીનો કોર્ષ ભવન્સ માંથી કર્યો છે."  છેવટે હિમત કરી એક જ શ્વાસે તે સ્વસ્થ્થા પ્રાપ્ત કરવાના પ્રયાસ ના ભાગ તરીકે તેણે મો ખોલ્યું.

"હા, મેં તમારા બાયો ડેટા માં જાણ્યું. જોકે તેને સીવી કહેવાય , બાયો ડેટા તો તમારા ભૂગોળ અને ઈતિહાસ વિષે ની માહિતી લખેલી હોય તેને કહેવાય. " મુકેશ એજ લહેકામાં હસતા હસતા, આ ગભરૂ ડીમ્પલ પર ઘા માર્યા કરતો હતો.

"હા, સર સોરી, બાયો ડેટા બોલવાની ટેવ પડી છે એટલે " ડીમ્પલ પહેલી વાર થોડાક મલકાત સાથે પોતાના શબ્દો બોલી શકી. ડીમ્પલ, મુકેશના હાસ્ય પર  નજર પડતા, હવે સમજી ચૂકેલી કે સામે ઉભેલા સર, મજાકના મૂડમાં છે. કારણકે ડીમ્પલ પણ એક સ્ત્રી હતી અને મુકેશની આંખોમાં અને તેની ડીગ્રીના ફેરફારોને ઉકેલી શકેલી અને એને ત્યાં સાપોલીયા ને બદલે હાસ્ય રમતું દેખાયી રહ્યું હતું.  ત્યારે હોઠ પરના હાસ્ય અને આંખમાં રમતા હાસ્ય ની એકતાનો એણે અનુભવ થયો.

ઈટ્સ ઓકે. ... બોલો ક્યારથી જોઈન થયી શકશો ? મુકેશે ફરીથી સીવી ના કાગળ હાથમાં લેતા કહ્યું.
" તમારી આંખોના ઈશારા પણ હું સમજી સકુ છું. મેં દુનિયા જોઈ છે અને તમારા જેવી ઘણી છોકરીઓને પણ. તમને જેમ મારી આંખો સમજતા આવડે છે તેમ મને પણ તમારી ગભરાટ ને સમજતા આવડે છે. લાગે છે કે તમે અહી સારી રીતે તમારી શારીરિક તેમજ શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ કરી શકશો. "

" એટલે ... સર??? હું સમજી નહિ..." હવે તેની વાતમાં ગભરાટ નહોતો સીધો સવાલ હતો જે સહજ હતો.

"એટલે એમ કે તમે અહી રીશેપ્શ્નીસ્ત કમ સેક્રેટરી તરીકે કામ કરશો. આ કન્સલ્ટન્સીનો બિઝનેસ છે. મારી કન્સલ્ટન્સી થોડીક વિચિત્ર છે. તેમાં ઘણી વાર તમારા ખુબશુરત ચહેરાનો તથા તેની પાછળ રહેલા હાસ્યનો ઉપયોગ, હું ગ્રાહકોને ઠંડા પાડવા માટે તથા રીલેક્ષ રાખવા માટે કરીશ. "

" સર, હું થોડુંક થોડુંક સમજુ છું પણ કદાચ મારી જાતે બંધ બેસતી પાઘડી પહેરવા માંગતી નથી.. પણ આપ હજી થોડોક ફોડ પાડો કે ગ્રાહકો ને ઠંડા પાડવા એટલે શું. ગ્રાહકો ને ગરમ કરવા એવા શબ્દો મેં સાંભળેલા છે"  મુકેશના ત્રસ્ન્પરાંત શબ્દો ની સામે હવે ડીમ્પલના શબ્દો પણ ટ્રાન્સપરંત થવા લાગેલા.

"હા, એનો મતલબ એ કે આ ઓફિસમાં આવેલી કોઈ પણ વ્યક્તિ કોઈ ને કોઈ મુંઝવણ માં મુકાયેલી હોવાની. કોઈ ને કોઈ તકલીફ માં હોવાની. હું એમની તકલીફો દુર કરવા કોઈ કોર્ષ નથી કરી આવેલો. હું ફક્ત કોમન સેન્સ અને માનવીના મનની અમુક ચાવીઓ લઈને આ કન્સલ્ટન્સી ચાલવું છું. મુખ ઉપરનું મારું રમતિયાળ હાસ્ય, મુઝ્વણથી ઘેરાઈને આવેલા વ્યક્તિની ૨૫% મુંઝવણને હળવી કરી નાખે છે. બોલો તમને પણ મારા આ હાસ્ય થી ફેર પડ્યો કે નહિ? " હાથમાંના કાગળને બીજા હાથપર મારતા મારતા તે ફરીથી ખુરશીમાં બેશતા મુકેશે કહ્યું.

"હા, સર પહેલા આપણા સવાલોથી, હું થોડીક ગભરાઈ ગયેલી"  ડિમ્પલે ફરીથી ચહેરા અને આંખના ઈશારા થી હા કહ્યી પણ આ વખતે તેના હોઠ પરના હાસ્યનો પણ સાથ હતો. " પણ મારો જવાબ પુરો મળ્યો નહિ" હવે ડીમ્પલ સંપૂર્ણ રીલેક્ષ થયી ચૂકેલી. અને જાણે પોતાના બોસનો જ કોઈ એક હુકમ પુરો સમજવાનો હોય તેવી સ્વસ્થ્થાથી તેને સવાલ કર્યો.

" બસ, હું જે કરું છું તે જ તારે અહી આવેલા ક્લાયન્ટ સાથે કરવાનું. એ આવે ત્યારે તેને આપણા ચહેરા પર હાસ્ય દેખાવું જોઈએ. અને ૯૦% પુરુષોને સ્વભાવ ગત તારા જેવી સુંદર યુવાન છોકરીઓને દેખીને થોડીક ઠંડક વડે છે. અને તે વધુ રીલેક્ષ થયીને વાતો કરતા હોય છે. અને જયારે ક્લાયન્ટ રીલેક્ષ થયીને વાત કરે ત્યારે ઘણા ખરા જવાબો એમની વાતમાંથી જ મને મળી જતા હોય છે. " : મુકેશ ફરીથી, હાથમાં પેન ને આંગળીઓ વચ્ચે નચાવતા, ખુરશીમાંથી ઉભા થયીને પાછળ જતા કહ્યું

" પણ મને લાગે છે કે હોટલની રીશેપ્શ્નીસ્તની જેમ ખાલી ખાલી હોઠ પર હાસ્ય ફરતું રાખવું તેનથી ક્લાયન્ટને બહુ ફાયદો નહિ થાય. " :ડીમ્પલ હવે વધુ રીલેક્ષ થવાની ચેસ્થા કરતી હવે પગ પર પગ ચઢાવીને અને એક હાથને ટેબલ પર ટેકવીને મુકેશના ચહેરા સામે નજર મેળવી ને કહ્યું.

" હા, હવે કૈક વાત થયી.. આ તારો આસ્લી સવાલ કહેવાય. " ફરીથી ખુરશી માં બેશતા મુકેશે કહ્યું.
" આપણે ખાલી ખાલી નહિ, ખરેખરે દિલથી પ્રાથના કરવાની છે કે આ ઓફીસના ઉબરે આવેલ દરેક વ્યક્તિનું ભલું થાવ. આપણે કોઈની જોડે છેતરપીંડી કરી શકીએ તેમ નથી. તુ જયારે બહાર રિશેપ્શન ટેબલ પાસે બેથી હતી ત્યારે તારા પગ વગર કારણે તુ ઉંચા નીચા કરતી હતી. મેં તને આ કેમેરામાં જોઈ હતી. ત્યારથી મેં પણ મનમાં એવું નક્કી કર્યું કે તારા કરતા વધુ લાયકાત વાળી કે સુંદર છોકરીઓ ભલે આવશે , તુ કોઈક મુશીબત માંથી આવેલી છું એટલે તારું ભલું થવું જોઈએ અને તને જો ઠીક લાગે તો આ સર્વિસ માં તને પહેલો પ્રેફરેન્શ આપવો ...આમેય તુ પહેલી આવેલી છું"

" તુ થોડાક વખત અહી કામ કરીશ તો હોટલ ના રિશેપ્શન અને અહી ના રીસેપ્શન વચ્ચેનો અર્થ સમજી શકીશ. "  મુકેશે આંખ માં આંખ મેળવી ને કહ્યુ.

ડીમ્પલ થોડીક વાર સુધી એક ધાર્યા વાક્યો બોલતા મુકેશને જોઈને થોડીક ભૂતકાળમાં લટાર મારી આવી.
અને પછી ચેહેરા અને આંખના ઈશારાથી હા કહ્યું અને બોલી " યસ સર સમજી ગયી "

" તો ડીયર, ક્યારથી જોઈન થયી શકીશ ?"
" સર તમે "ડીયર" ના કહો તો સારું મને મુંઝવણ થાય છે "
"કેમ એ તો બહુ સારો શબ્દ છે મને વહલો શબ્દ છે... તે કેવો આત્મીય શબ્દ છે એવું નથી લાગતું? "
" સર હું અત્યારે વધુ નહિ કહું...પણ હું બે દિવસ માં જોઈન કરી શકીશ ..."
" ઓકે તમારી એક્શ્પેક્તેષણ શું છે ?"
"જે તમારી કંપની ની પોલીસી હોય તે "
"કંપની ની પોલીસી ? નારે ડીયર એવી કોઈ પોલીસી નથી... અહી આ કંપનીમાં છીએ પણ કેટલા હું અને બીજા ત્રણ જણ અને તમે પાંચમાં એમાં પોલીસી જેવું કઈ નથી "
" સર,મને નહિ ખબર પડે "
" કેમ એવું લાગે છે કે વધારે કહીશ તો હું ના પડીશ અને ઓછી કહીશ તો તને નુકશાન થશે ? એમ "
" સર આમતો હા ..પણ, હવે તમારી સામે હું જુઠ્ઠું નહિ કહી સકુ"
"એતો એવું જ હોય... સામે વાળાને સાચું બોલવાની મજા આવે તેવું જ રહેવાનું .... સારું છેલ્લી તારી સેલેરી સ્લીપ લાવજે,તેના કરતા ૨૫% વધારે મળી જશે"
" ઓહ સર, થેન્ક્સ ...થેન્ક્સ...

-------------




No comments: