લાઈફ , લવ અને ગોટ લોસ્ટ પાર્ટ ૧
------------------------------ ------
અમદાવાદ એરપોર્ટ પર ઘરના બધા સી-ઓફ કરવા આવેલા.લોકોની વચ્ચેથી પણ, મારી નજર, અચાનક કોઈક ચઢી આવે તેવી આશા સાથે અકળ-વકળ થયી આમ-તેમ ફરતી હતી.દુબઈ હું પહેલી વાર જઈ રહ્યો હતો. એમ કહો કે દેશની બહાર હું પહેલી વાર જઈ રહ્યો હતો. ધીરેન પાસે થી દુબઈની મેં ઘણી વાતો સાંભળેલી. તેના ફોટા પણ જોયેલા. એના ફોટા કરતા દુબઈની બીઝનેસ સ્ટાઈલની વાતો સંભાળવાથી મારા શરીરમાં, ધમની-શીરા નાચ કરતા. હું એક્સાઈટ થયી જતો.ધીરેને આ પહેલા પણ, કેટલીય વાર મને દુબઈ આવવાનું કહેલું. પણ હું અહી,મારી જાતને એટલો બીઝી રાખતો કે મને ત્યાં જવું સૂઝતું નહિ. હવે પ્રસંગ જ એવો બનેલો કે મારે ત્યાં ગયા વગર રીકવરીની આશા જ નહોતી રહ્યી. એમ કહેવાય કે હું જેને એવોઈડ કરતો હતો તે હવે ઝાખ્માંરીને કરવું પડે તેવું હતું.
આમતો મને, દુબઈ જવાનો રોમાંચ ઘણો હોત પણ , અત્યારે મને એવો કોઈ રોમાંચ થતો નહિ.હા, મારી નજર જે વ્યક્તિને જોવા માંગતી હતી, તે હોત તો કદાચ મારો , રોમાંચ બેવડાઈ જાત.મારી આમ આજુ-બાજુ ડાફોળીયા મારતી નજરને પામીને , મારા કાકાએ લાગલું જ પુચ્છ્યું "શું એને ખબર છે ?"
મેં ઢોંગ કરતા વળતું જ પૂછ્યું "કોને"?
કાકાએ પણ, પછી, સ્વાભાવિક પ્રશ્ન ટાળી દીધો.
પણ,મેં પાછળથી ધીરેક રહ્યીને કહ્યું કે "હા કહેડાવ્યું તો છે, મેસેજ તો પહોચાડ્યો છે".
કાકા એ ઇશારાથી કહ્યું કે "તે નહિ જ આવે" અને પછી બધાણે સંભળાય તેમ કહ્યું "દશેક મિનીટ પછી તારે અંદર જવું પડશે. ભાભી, બીજું કોઈ આવવાનું છે ડાયરેક્ટ અહી ?"
મમી નકાર ભણી કહ્યું " આ બધાએ એટલું જલ્દી નક્કી કરી નાખ્યું છે કે, કોઈને વાત પણ નથી કરી. આવી રીતે તો કઈ દુબઈ જતું રહેવાતું હશે ?"
કહીને મમી રડવા જેવી થયી ગયેલી. પણ તરત તેના મનમાં એક અજંપો ઉપસી આવતો હતો. મમ્મી એ પણ થોડીક ક્ષણો પછી કાકા ને કહ્યું :"નેહા ને જાણ કરી હોત તો સારું થાત"
કાકા એ મેં વાત કરી તે મમ્મીને કહ્યું નહિ... પણ ખાલી હકાર માટે માથું હલાવ્યું. મારી નજર તોયે વારેઘડીએ બહાર જતી રહેતી.
સમય થયી જતા એરપોર્ટ અંદર જવા માટે લાઈન થવા લાગેલી... કાકાએ પંદરેક મિનીટ પછી ઇશારાથી ઘડિયાળ બતાવીને કહ્યું કે હવે મોડું થાય છે. મેં પણ નિરાશા થી ટ્રોલી ચલાવવા લાગી અને અંદર જતો રહ્યો. બેગેજ અને ઈમિગ્રેશન પતાવીને મમ્મી કાચ ની બહાર ઉભીં હતી તેને જોઈ.નજર ફરીથી આજુબાજુ ફરી કાકા, ભાઈ બીજા દોસ્ત વગેરે એ હાથ હલાવીને આવજો કહ્યું. મારો મોબાઈલ તો બંધ થયી જવાનો હતો.મગજમાં સોડાની બોટલનું ઢાકણ ખુલે અને જેવું ગેસ સાથે પાણી બહાર નીકળવાનું જોર કરે તેવું જ જોર મને,એક વાર એની જોડે મોબાઈલ પર વાત કરવાની ઈચ્છા થયી આવી. આંગળીઓ ક્યારેય પ્રેસ થયી ગયી તે ખબર ના પડી. મોબાઈલ કાન પર મુકાઈ પણ ગયો ... એના ઘરની રીંગ વાગતી રહ્યી ... હમણાં હલ્લો એવો અવાજ આવશે. ત્રણ મહિના પછી એનો અવાજ સંભાળશે ...ધબકારા વધી રહ્યા હતા .... પણ રીંગ વાગતી બંધ થયી ગયી. એક્ષચેન્જમાંથી છોકરી બોલવા લાગી "...કોઈ ઉપાડતું નથી..."
મને અંદેશો આવ્યો કે શું તે આવવા નીકળી તો નહિ ગયી હોય ને.. કદાચ તે મોડી પડશે અને હું નીકળી જઈશ .... સબંધીઓ જતા રહ્યા હતા ... એરપોર્ટ પર એનાઉન્સમેંત થયું... હું મુંબઈની ફ્લાઈટમાં જતા પહેલા એક વાર પાછું ફરીને કાચ તરફ જોઈ રહ્યો હતો. પણ કોઈ નજરે ચઢતું નહોતું. મેં હેન્ડ બેગ ઉપાડીને ચાલતી પકડી. પણ એ બેગની સાથે સાથે ૧૨ વર્ષ જુના મીઠા સબંધોનો ભૂતકાળ પણ રગડીને આવતો હતો.
મેં ત્યારે નેહાની બહુ મિસ કરી.....
થેંક્યું જિંદગી.
------------------------------

No comments:
Post a Comment