Friday, April 15, 2011

ચાલો દેશ સુધારીએ,

દેશ વિશેની વાત લઈને લોકો સુધી પહોંચવા મથતા માણસોને સામાન્ય રીતે આવો પ્રતિસાદ મળતો હોય છે :
“હા,તમારી વાત આમતો સાચી છે પણ અહી ટાઈમ કોને છે ? સવારે વહેલા ઓફિસે જઈએ અને સાંજે મોડા પાછા આવીએ એટલે અમારો દિવસ પુરો.અમારાથી બીજું કઈ થાય એમ નથી!”
“મારા કાકાનો છોકરો તમારા જેવું કૈક કરે છે ખરો.લો એનો કોન્ટેક્ટ કરાવી આપું તમને!”
“ભાઈ,મહેરબાની કરીને દેશ વિશેની વાત કાઢીશ જ નહિ,કોઈ ફરક પડવાનો નથી.અહી ઘણાય આવ્યા અને ઘણાય ગયા.સિસ્ટમ બદલવા લોકો આવે છે અને સિસ્ટમ એમને જ બદલી નાખે છે.”
“ભાઈ,મને તો ભગવાન પર ભરોસો છે.એજ કૈક કરશે બાકી-તમારા મારા જેવાથી શું થવાનું ?”
“હાલ,એક અગત્યનું કામ છે પણ મને પંદર દિવસ પછી ચોક્કસ સમય મળશે,પછી આપણે આ મુદ્ધા પર શાંતિથી ચર્ચા કરીશું.”
“ફલાણા ફલાણાને એક વાર વડાપ્રધાન બનાવો અને પછી જુઓ દેશ કેવી પ્રગતિ કરે છે.”
“મેં મારી જવાનીમાં આવું ઘણુંય કર્યું છે,હવે આરામથી લાઈફ પસાર કરવી છે,હાલ આ બધામાં પડવું નથી!”
“તમે અમેરિકામાં જોવો તો આવા કોઈ પ્રોબ્લેમ જ નથી.બધું બરાબર ચાલે છે.શું એમની વ્યવસ્થા ,અહાહાહા!”

જુઓ દેશને સુધારવા વિષે વાતો કરવાથી દેશપ્રેમી નાં થયી જવાય?પહેલા દેશ જેવો છે તેવો સ્વીકાર કરો. દેશ મારા તમારા થી જ બનેલો છે. દેશ મા ચોરી, લુંટફાટ, ભ્રષ્ટાચાર આજના નથી. છેલ્લા ૫૦૦૦ વર્ષ થી છે. તેને નથી મહાવીર કે બુદ્ધ હટાવી શક્યા કે કૃષ્ણ કે રામ.આ બધાયે કહ્યું છે કે ચોરી નાં કરશો લુંટફાટ નાં કરશો આમ નાં કરશો તેમ નાં કરશો. તમે ક્યાંથી નવા ટપકી પડ્યા તે. તમે દેશને જે દેશ જેવો બનાવવા માંગતા હોય ત્યાંનાં ઈતિહાસ નો અભ્યાસ કરજો.ત્યાં, કોઈ તમારી જેમ દેશને સુધારવાનો ઝંડો લઈને નીકળેલું હોય તેવું યાદ છે ? આમ ઝંડા લઈને નીકળવાથી દેશ નાં સુધરે. આમ ઝંડા લઈને નીકળવાથી લીમડો ને, આંબો નાં કરી સકાય. પહેલા દરેક વ્યક્તિ એ પોતાના જ બીજ ને બદલવા પડે. આપણે દેશને સુધારવા માટે કોઈનેય વાત કરવાની જરૂર નથી. આપણે આપણાં ભાગનું સુધારી લેવું. કોઈનોય પ્રતિસાદ લેવા જાવું નહિ. કારણકે, પ્રતિસાદ લેવા જનારા પછી કામ કરવાનો સમય ખોઈ નાખે છે. દેશ માટે કામ કરવાનો એક સરળ ને સહજ , સહેલો રસ્તો એ છે કે...

"લોકો પ્રમાણિક ના હોય તોયે પોતે રહેવું છે તે નિર્ણય કરવો.."
"ક્યારેય લોકો ને પોતાની જેમ પ્રમાણિક બનો જ તેવું કહેવું નહિ. તે તેમની મનસુફી પર છોડી દેવું. કારણકે પછી બીજા ને આપદા જેવા પ્રમાણિક બનાવવા જતા આપડે દેશ માટેનું જે કામ કરવાનું છે તેનો સમય જતો રહે છે. અને આપનું કામ અધૂરું રહ્યી જાય છે "
મેં બહુ બધા આવા જોગીઓને જોયા છે જેમાં ના એક "અખિલભાઈ સુતરિયા " છે જે કદાચ તમારા લીસ્ટ માં સામેલ છે. આજ સુધી તેમને ગાંઠ ના પૈસા કાઢીને ઓછા માં ઓછા ૨૫૦૦૦૦ બાળકોને સંસ્કાર સિંચન માટે નું કામ કરી નાખ્યું છે. તેઓ ક્યારેય કોઈને પોતાની સાથે જોડાવાનું કહેતા નથી... એય ને અલગારી, પોતાની દુનિયામાં બસ કામ કર્યે જવું ...ચર્ચા ના કરવી ...
લોકોનો પ્રતિભાવ તમે આ જે કહ્યું તેમ,જો આવો જ છે તેવું આપણ ને જાણ થયી જ ગયું હોય તો પછી નો બીજો રસ્તો .."કામે લાગી જવાનોજ છે ...ને ? " તમારી પાશે બીજો કોઈ રસ્તો હોય તો કહો.

એક લેખકે એક જગ્યા એ લખેલું ...કે
લક્ષ્મીની પૂજા કરતા દેશમાં ગરીબી કેમ ? અન્નપૂર્ણાની અર્ચના કરતા દેશમાં ભૂખમરો કેમ ? સરસ્વતીની પૂજા કરતા દેશમાં નિરક્ષરતા કેમ ? પવિત્રતાની વાતો કરનારા દેશમાં આટલી ગંદકી કેમ ? એ વાત નોંધવા જેવી છે કે આપણા મંદિર કરતા અમુક દેશોના સંડાસ ચોખ્ખાં છે.

દેશ આમ કરે છે અને લોકો કેમ આમ છે ??? તેના સવાલો લેખકો ને લખવા માટે અને વાચકો ની, દર્શકોની દાદ લેવામાટે સારા.તે બધું અવળચંડી બુદ્ધિનું કામ છે. જે સમ્યક બુદ્ધિ હોય ને તો વ્યક્તિ સૌ પ્રથમ પોતાની પ્રગતિનો ખયાલ કરશે. પોતાની વર્તણુક પર સવાલ કરશે અને પોતે સુધારશે. છેલ્લા ૫૦૦૦ વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે આજ દિન સુધી ગણ્યા, ગાંઠ્યા યુગપુરુષ સિવાય કોઈ પણ વ્યક્તિ સમાજ ની એક પણ વ્યક્તિને સુધારી સકતો નથી. શાણા માણશો એકવચનમાં ( પોતાના માટેની ) વાત કરે,અહંકારી માણશો બીજા વચનમાં ( તમે તમે તમે ) વાત કરે. નવરા માણશો ત્રીજા વચનમાં ( લોકો આમ કરે છે ...લોકોને તેમ છે ) ની વાત કરે.. હશે અમુક દેશોના સંડાસ ની ક્યા વાત કરો છો, મારા અને તમારા ઘરના સંડાસ પણ મંદિરો કરતા ચોખ્ખા હોવાના. કારણકે તે પબ્લિક પ્લે નથી... હોય એતો... સમાજ આવો રહેશે અને રામના વખત થી ધોભીઓની મેન્તાલીતી આવી રહ્યી છે ...શું કરીશું ...????



કોન્ડોમ ની ગંધ & સામાયિક November,2009

કાલે રાત્રે રવિવારની માથાકુતો પછી આખી society સુઈ ગયી હતી ત્યારે રવિવાર ની પૂર્તિ ગુજરાત સમાચાર ની લઈને બેઠો. લગભગ બધાજ લેખ વાંચવાની ટેવ છે. અને તેમ કર્યું પણ ખરું.બસ, એક લેખ spectrometer (સ્પેક્ત્રોમીતર ) નો જય વસાવડા નો લેખ એક ઊંડા સામાયિક માં લઇ ગયો. આખો લેખ એક કવિતા હતો. મને ખુબ ઊંડા શ્વાસો લેવરાવી ગયો. વાક્યે વાક્યે ટપકતી કવિતા ની પંક્તિઓ જાણે મારીજ વાત કરતી હોય તેવું લાગ્યું. જિંદગીના લાંબા પથ પર કેટલીયે વાર આવા અનુભવો થયા છે. અને હમેશા એવું અનુભવ્યું પણ છે કે માણસો ની વચ્ચે હું મારી જાતને શોધતો હોઉં. અને અચાનક વિચારતો થઈ જતો કે હું કોણ છું? આ બધા કોણ છે ? મારે તેમની જોડે સંબંધ શું? હું કોઈની favour કરું કે વિરોધ કરું તો પણ શું કામ ? અને જવાબ શોધ્યા કરતો. કેટલાય ગ્રંથો ફંફોળી જોયા. કેટલાય યુગપુરુષો ને સાંભળ્યા અને વાંચ્યા. સામાજિક પ્રશંગો થતા અને ખુશીના માહોલ વચ્ચે લોકો સાથે હળીમળી ને વાતો કરતો. પણ અંદરના પ્રશ્નો અકળાવી મુકતા. જેમ કે,

મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા
etc અત્તરોની સુગંધ .
ને પછી થયું હોય યુદ્ધ
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું
અને પછી તૃપ્તિ અને સંતોષના
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો
ત્યારે ,
થાકેલું શરીર કહેતું
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા ....
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું...
નાક ઉપર આંગળી મુકાવીને
અને બતાવી
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું?
આતો કરોડો ભવોના અનુભવ;
કયો ભવ ગયો ખાલી !!
બોલ હવે શું ?

નાનપણ થી અત્યાર સુધી મેં મારી અંદર ના બંને ને એકસાથે વાત કરતા જોયા છે. એક લઇ જાય છે ગામ તણી અને બીજું લઇ જતું સીમ ભણી. હું મારી જોડેજ યુદ્ધ કરતો રહ્યો છું. અને તેમાંથી નિર્માણ થતું એકલતાપન. શરૂઆતમાં આવી એકલતા થી ગભરામણ થતી. અને જિંદગી માં મારી આસપાસ ની વ્યક્તિઓ પણ અકળાઈ જતી. ત્યાજ મને સાથ મળી ગયો દાદાનો, નીરુમાનો અને દીપકભાઈનો. ઉત્પન થયેલા અને હજી સુધી ના થયેલા તમામ પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. મારી આખી થીંકીંગ પ્રોસેસ ધીરેધીરે dual માંથી બહાર આવી ગયી. હવે એકલતા સાલતી નથી પણ તેમાં જ મોક્ષનો આનંદ અનુભવવા લાગ્યો છે. મૃત્યુ પછી ના મોક્ષના અનુભવતો ખબર નહિ ક્યારે કોણ કરશે પણ હવે તો જીવતા જ એકલતા માં પણ મોક્ષ નો આનંદ લઇ રહ્યો છું. કારણ કે એકલતા ઉત્પન કરનારા કારણો,પ્રશ્નો ના જવાબ જ મને મળી ગયા છે . November,2009


ધુમ્મસ થયી જવાનો.

સંસારના વિકલ્પો,નો, એક જ છે સરવાળો ...
ધુમ્મસ મહીથી આવ્યો,ધુમ્મસ થયી જવાનો
ક્યાંથી તું,અહી આવ્યો,ક્યા સુધી,તું જવાનો
એ રાઝ કોઈ મુસાફિર,નથી,સમજ્યો, સમજવાનો... સંસાર ના ..
ચમકે છે,એયની દુનિયા,પળપળની રમત પર
પાપણ જ્યાં ઢળી જશે,ત્યાં સુધી જ તે રમવાનો...સંસાર ના ..
કયી ઘટના,ઘટી જશે, આગળના ચાર રસ્તે
સુઈ જઈઇઈઈશ તું એક રાત્રે, સવારે.....નહિ ઉઠવાનો...સંસાર ના ..

સમય સડે છે

સ્મશાનમાં કેટલાયના સમય સડે છે
બાગના માંચડે,કોયની હવા રડે છે?
દેશો વચ્ચેની, ભૂગોળ ની લડાઈમાં
લોહી લુહાણ થઇ ઈતિહાસ રડે છે
કિનારે આવી'ને મારી નાવ ડુબાડી
કિનારાની સાથે હવે દરિયો લડે છે
લાગણીઓ ઊંડી કે,છીછરા સંબંધો
ચોખ્ખા રસ્તા નીચે ગટરો મળે છે

Sunday, February 27, 2011

સીખ્વાડ્યું છે.


હોઠપર આંગળી મુકીને,તમે હસતા સીખ્વાડ્યું છે.
ઉઠાવી હાથને હાથમાં,તમે ચાલતા સીખ્વાડ્યું છે 
આજની આ મારી પળો, અર્પું છું હું તમને..
તમે જ તો આંગળી ગોઠવીને મને લખતા સીખ્વાડ્યું છે 
હસતા હસતા કેવી એ પળો પસાર થયી હતી ? 
સબ્દે સબ્દે કેવી ત્યારે આંખો ભીની થયી હતી?
ટટ્ટાર અહી ઉભો છું એનો આભાર છે સૌ તેમોને,
તમે આંખ બંધ કરીનેય મને હસતા સીખ્વાડ્યું છે.
દુખો મારા તેડીને તમેજ તો ફરતા હતા,
વેદનાઓ મારી, આંખમાં લઇ તમેજ તો રડતા હતા  
બાકી છે જિંદગીની ક્ષણો,સૌ અર્પું છું હું તમને,
કાનમાં હળવેકથી થેન્ક્સ તમે કહેતા  શીખવાડ્યું છે 

હું આશા ખોઈ બેઠો,તમે સહારો બન્યા હતા.
આ નમી ગયેલી ડાળનાં તમે ખભા ઉઠાવ્યા હતા 
રહ્યી દુર પણ તને, આજ સીને થી લાગવું છું. 
પાછળ મારી રહીને તેજ દોડતા સીખ્વાડ્યું છે   


હું બકબક કરતો હતો તમે સાંભળ્યા કરતા.
 હું રડ્યા કરતો હતો તમે આંશુ લુછતા રહ્યા 
ઓ પવન, પહોચાડો, મારા પાયલાગણ એમને,
એમણે ગાલ ને પંપાળીને મલકાતા સીખ્વાડ્યું છે






મો પર આંગળી મૂકીને, તમે છાનો રાખ્યો હતો,
ખોલી રહસ્યો જિંદગીના તમે રાહ ચીંધ્યો હતો
જ્યાં પણ હોવ તમે,મારા પડછાયા બની રે'જો,
તમે આત્મા ને આ ગંદકીમાં ખીલતા સીખ્વાડ્યું છે  





Friday, February 18, 2011

ગાંધી,The Hero


ગાંધીતો ફરેલો હતો, એતો બોલે કે બધા એ પોતાની જરુરીઅતો પોતેજ પૂરી કરવી જોઈએ. એ લખોટા ને શું ખબર પડે કે તેની જરૂર દેશ ને કેટલી છે. આખી જિંદગી પહેરવા માટે ખાદી વણે, અને ખાવા માટે ખેતી કરે,અને પછી ફૂંક મારી મારી ને રાંધવા માટે ચુલા સળગાવે, એના કરતા એટલા સમય માં દેશ માટે કેટલું કામ કરી સકે ? એ બુધ્ધુ એ અર્થશાસ્ત્રનું પેપર કેવી રીતે પાસ કર્યું હશે? બહુ મોટો બેરિસ્ટર વાળો ના જોયો હોય તો. હા, ઠીક છે આધ્યાત્મિક વાતોમાં આ બધું સારું. આપડે તેમને પગે લાગવાનું અને મન આપવાનું પણ અર્થશાસ્ત્રની વાત આવે ત્યારે મારો ને ગોળી.
_________________________________________________________
 ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે.  ... ગાંધીજી એ આજ ભૂલ કરી હતી 
 _________________________________________________________
જે Trusteeship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની  આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની  કરીને તેમને કરેલા investment  નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. 

_________________________________________________________
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો.. 

_________________________________________________________
ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.

_________________________________________________________
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી 

_________________________________________________________
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા.  

નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

Sunday, January 30, 2011

જિંદગીનું સરવૈયું

તારા જેવા કેટલાય જ્યાં ઝૂકીને જતા રહ્યા
મારા જેવા કેટલાય ત્યાં થૂંકીને જતા રહ્યા
નાઈટ ડ્રેસ બદલવાય પળ ના ઉધાર મળી
જિંદગીનું સરવૈયુંય આમ મુકીને જતા રહ્યા :



મૃત્યુ આવીને જયારે હાથ તાલી દૈ જાય છે
ઇચ્છાઓનો સ્ટોક,બસ હાથ માં રહ્યી જાય છે
બે આંખની પાપણ પર,જે વાવ્યા'તા સ્વપ્ના
ચાર નારિયેળની વચ્ચે, વિખેરાઈ જાય છે