Showing posts with label Gujarati poem. Show all posts
Showing posts with label Gujarati poem. Show all posts

Friday, April 15, 2011

ગાંધીના માણસ

બહારથી રહ્યા'તા શાંતિના માણશ.. છુપા વેશે અમે આંધીના માણસ
ટકલુ કરાવ્યું ને હરખાયા લોકો.. વાતવાતમાં થઈગ્યા, ગાંધીના માણશ
માસ મચ્છીને હાથ ના લગાવીએ.. છરીકાંટાથી ખાઈએ,ગાંધીના માણસ
આઇશ્ક્રિમ બનાવીએ બકરીના દુધનો..ખાદી પણ રેશમની,ગાંધીના માણસ
કાર્તીએરની પેન કાઢી, વિઝીટ બુકમાં..લખે છે જયહિન્દ, ગાંધીના માણસ

ધુમ્મસ થયી જવાનો.

સંસારના વિકલ્પો,નો, એક જ છે સરવાળો ...
ધુમ્મસ મહીથી આવ્યો,ધુમ્મસ થયી જવાનો
ક્યાંથી તું,અહી આવ્યો,ક્યા સુધી,તું જવાનો
એ રાઝ કોઈ મુસાફિર,નથી,સમજ્યો, સમજવાનો... સંસાર ના ..
ચમકે છે,એયની દુનિયા,પળપળની રમત પર
પાપણ જ્યાં ઢળી જશે,ત્યાં સુધી જ તે રમવાનો...સંસાર ના ..
કયી ઘટના,ઘટી જશે, આગળના ચાર રસ્તે
સુઈ જઈઇઈઈશ તું એક રાત્રે, સવારે.....નહિ ઉઠવાનો...સંસાર ના ..

સમય સડે છે

સ્મશાનમાં કેટલાયના સમય સડે છે
બાગના માંચડે,કોયની હવા રડે છે?
દેશો વચ્ચેની, ભૂગોળ ની લડાઈમાં
લોહી લુહાણ થઇ ઈતિહાસ રડે છે
કિનારે આવી'ને મારી નાવ ડુબાડી
કિનારાની સાથે હવે દરિયો લડે છે
લાગણીઓ ઊંડી કે,છીછરા સંબંધો
ચોખ્ખા રસ્તા નીચે ગટરો મળે છે

Monday, December 27, 2010

ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું

હું ડુંગળીના પડની માફક ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું.
અને દરેક ચહેરાની એક ખાસિયત રાખું છું.
કુટુંબ માં મોભી થયી જાઉં છું. વ્યવસાય માં બોસ બની જાઉં છું.
ભાણીય ભત્રીજાઓના ગ્રુપ માં હું જોકર બની જાઉં છું,
મિત્રોના વર્તુળ માં મીત્ર  બની જાઉં છું.
પછી રાત પડે પાછો મારી બખોલ માં ઘુસી
સુદ્ધાતમાંનું રટણ કરતા દરેક પડ પર ચઢેલી ધૂળ ને ખંખેરતો જાઉં છું. 
અને દેખું છું ટાંકી માંથી નીકળતા કચરાને .. 
અને ફરી સવાર પડે ને નીકળી પડું છું ચહેરા પર ચહેરા ઓઢીને.. 
હું મજાક કરું છું દુનિયા ની ને
મજાક બનું છું દુનિયાની 
મને પોષાય તેવો માલ હું ભરું છું 
જેને તે પોષાય તે માલ લઇ જાય છે. 
દુકાન બસ ચાલે છે, આમ ભગવાનના ભરોશે
હું દુકાન નો માલિક થયી જોયા કરું..

Sunday, December 12, 2010

પ્રસંગોની કાળજી

પ્રસંગોની એ અદભુત કાળજી રાખે છે 
બેશણાની સાડીઓ ઈસ્ત્રી કરાવી રાખે છે
સાજના સામાન ને પેક કરવા આપીને 
બે અડધી ચાનો ઓર્ડેર અપાવી રાખે છે
થોડું હસતું,થોડું યુવાન,મુખડું તો જોઇશે
લાશ જતાજ બધા આલ્બમ કઢાવી રાખે છે 
માહે ચાલે છે અમથી મિલકતની ગણતરી
બેશણામા અમથા તે મોઢા રડાવી રાખે છે
શ્માંસનગત વૈરાગ્યાય હવે આવતું નથી 
આરામથી મોમાં "બુધાલાલ"દબાવી રાખે છે :Shadow of Light

Tuesday, November 23, 2010

જનમ જનમ નાં તરસ્યા, JANAM JANAM NA TARSHYA

અમે જનમ જનમ નાં તરસ્યા,આજે મન મુકીને વરસ્યા
કોટી કોટી મેં ભવો ગુજાર્યા,તોયે નાં આંખો પામી સકી
કણ કણમા વ્યાપીને, અમને,જન્મો જનમ તે બચાવ્યા
અનુકંપા ની લાણણી કરી તે,સમો:વશરણ ઉદ્દેશી 
કર્મોના પડછાયામાં તોયે, જન્મો જનમ અમે ભટક્યા 
કામ-ક્રોધની મોહમાયામાં, મોક્ષનું અમે ભાન ભૂલ્યા 
સંસારનો આ છીછરો રસ્તો, જન્મો જનમ અમે લપસ્યા
ધન્ય થયી આ ઘડી અમારી, જ્ઞાન તમે વરસાવ્યું 
આંખોના પાંપણનો મહીથી,અમે ખોબે ખોબે વરસ્યા...           
અમે જનમ જનમ નાં તરસ્યા,આજે મન મુકીને વરસ્યા : Shadow of Light

Monday, November 22, 2010

ખળખળતું હાસ્ય

વહેલી સવારે તું કુકડો બની ને આવે છે 
રાતના અંધકારમાં તું દીવો બનીને આવે છે 
ક્ષણ ક્ષણ મારી હવે ફેલાય છે ઝરમર 
યાદ તારી એક ભમરો બનીને આવે છે 
જ્ઞાનનાં પ્રકાશને "હું" પાથરું છું આંગણામાં 
ખળખળતું હાસ્ય,રંગોળી બનીને આવે છે 
શ્રાદ્ધ એની યાદનું કરવાનું ભૂલી ગયો 
સ્વપ્ના હવે એના સફેદ થઈને આવે છે 
ગોખી શાસ્ત્રો,ને,"નામ" કરવામા જિંદગી કાઢી 
રહસ્ય જિંદગીનું,પછી,નનામી બનીને આવે છે

સાપની કાંચળી

હવા પર હું પ્યાર ની મહેંક છાંટી જાણું છું 
ઘૂઘવતા સાગર પર પગલા પાડી જાણું છું 
જમાનો ભલે ને ત્યાં હોય ઓરન્ગ્ઝેબનો
તૂટેલી વીણા પર રાગ સજાવી જાણું છું.
નાજુક નથી એટલો કે તમે વાળો ને તૂટી જાઉં 
હું ઢઢાં વગરના, પતંગ ચગાવી જાણું છું 
ફેંક્યો પથ્થર,ને ઉઠ્યા વણજોતા તોફાનો
હું વગર હલેસેય, નાવ હંકારી જાણું છું    
ક્ષણક્ષણ, જીવવામાં પ્રસનત્તા મળી એટલી
પાના,પક્કડ,ગ્લાસ પર સંગીત વગાડી જાણું છું 
હરેક ઘટના ઘટે છે,એક ગર્ભિત અર્થ પર 
એ હરેક અર્થ પર પુરા ગ્રંથ લખાવી જાણું છું 
"અહં" ને "મારું" થયું છે સાપની કાંચળી હવે
મારા જ "સાથી"ને હું અન્યે વળાવી જાણું છું.

બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી

વાણી,પર જેમને કોઈ કાબુ નથી રહ્યો,
દેખ, બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી 

પહાડ દુખના તમે ચઢ્યા ત્યારે
અમે તમારી ટેકણ લાકડી બન્યા'તા 
આનંદના છલકાયા'તા શ્વાસ,ત્યારે
અમે સુરમધુર વાશડી બન્યા'તા 
કસોટી થયી'તી દોસ્તીની એ ઘડીએ,
હવે આંશુ વહાવે છે ભગાડ્યા પછી 
 
અમે પરસેવે કમાયેલી શાખ મૂકીને ગીરો ,  
તમારી રમત માટે મહેલ બનાવ્યા'તા 
તમારા સ્વપ્નોમાં પુરવા રંગો અમે 
મેઘધનુષ ને ઉધારે લાવ્યા હતા        
એક બાંધી મુઠ્ઠીને અમે સજ્જડ રાખી'તી
કરડે છે રહસ્યો તેના ખોલાવ્યા પછી  

Sunday, November 21, 2010

ટેલીગ્રાફ ના સબ્દો

બસ આજથી મૌન
વધારાના એકેક

બોલેલા સબ્દ પર
લાગેલો કર્મનો ટેક્ષ
પામી ગયો
જિંદગી પછી
ટેલીગ્રાફ ના સબ્દોથીય
ટૂંકી નીકળી. : Shadow of Light

ના-જાયજ..ઈંડા

લાવરી એ નદીના પટમાં લો ઈંડા મુક્યા, 
ને થયી ગયો ત્યાં હાહાકાર..
ચોરે ને ચૌટે થવા લાગી વાત 
હવે તો લાગી જશે જમાનાની વાટ
પણ...
થવા લાગ્યા આકાશમાં વીજળીના ચમકાર
ને મંડાણ થયા આકાશમાં.. મેઘ કાળા ધમ્માર
વરસ્યા મુશળધાર થઇ બારે મેઘ ખાંગા
લોક થાય ભેગું ને કરે ફરી ફરી વિચાર ????
પણ...શું કરે ...
લાવરીના એ ઈંડા ના-જાયજ હતા  

બ્રહ્મચર્ય

શરીર ના એ 
ચાર ઇંચ ના ભાગ પર લટકાવેલો છે 
પેલો નિયમ
"તમારો" બ્રહ્મચર્યનો 
તે ખોખલો એટલો કે 
જરાક સ્પર્શમાત્ર થી  
ટપકી જાય છે 
પાછી 
તમે વાંક કાઢો પેલા 
બારણાં ની ન વખાયેલી સ્ટોપર નો..

(અમદાવાદ ના એક ધારાસભ્ય જેમણે છઠું વ્રત લીધું હતું અને મહારાજ સાહેબે તેમની વાત કરતા કહ્યું હતું કે તેઓ બારણાને સ્ટોપર મારી ને સુઈ જાય છે) 

દે તું મુજને બસ એટલું ગજું

હેય,
સર્વવ્યાપકશક્તિ,
દે તું મુજને બસ એટલું ગજું,
કે પામી સકું હું 
તવ સૃષ્ટી તણા ભેદ
અહી, 
મુજને સર્વ ચીજ નિરર્થક ભાસે,
કિન્તુ,
ત્હેના ગર્ભ થાકી જ્યમ જાઉં 
ત્હે ભાસે સાગર તણું વિશાળ 
ન્હે,
એ ચક્રવાકમાં ફંગોળાય મુજ પત્તો 
જે દોરતો મુજને એક વિચારસૃષ્ટી ભણી,
કહી  દે 
આખરી જુહાર 
ન્હે થાઉં શરણ તુજ ભક્તિ ભણી. 

Wednesday, November 3, 2010

માળાનું વ્યશન

કોઈને દારૂ નું વ્યશન છે તો કોઈને છે બારૂદનું વ્યશન
કોઈને દાન નું છે વ્યશન તો કોઈને છે માનનું વ્યશન
વ્યશન કોને નથી ચડ્યું તે મને બતાઓ તો ખરા ..
સફેદ વસ્ત્રો ધરીને, હાથીઓ ફરે છે અહિયાં અને ત્યાં
બચાવી કીડીને,એને છે માણસને,અથડાવવાનું વ્યશન
સવાર થી સાંજ સુધી ગાળે છે ઓફીસના બાહુપાશમાં
હોય છે બેખબર,બધું ઘટી જાય છે તેની આશપાસમાં
મણકાઓ ગણીને ઈમને પલાખાઓ આવડી ગયા
કોઈને નાણાનું છે વ્યશન તો કોઈને માળાનું વ્યશન

Tuesday, November 2, 2010

યાદ છે મને,

ક્યારે ખીલખીલાટ રડ્યા'તા નું ટાણું યાદ છે મને 
બે મુઠ્ઠી પછાડી ટેબલ પર,તે સંભારણું યાદ છે મને 

હું ગાફેલ રહ્યો ને તમે શેતરંજ દીધી તી પાથરી   
ચેક રાજાને આપી,વજીર ઉઠાવ્યાનું યાદ છે મને 

જન્મોના છુટકારાનો તમે,દસ્તાવેજ લઇ આવ્યા
રહ્યી કયા આસમાનમા,સહી કર્યાનું યાદ છે મને  
જરાક કોઈ દુખી કરે તો નીકળી પડતો ખો દઈ 
તારી કબ્બડ્ડી ની માફક ચોટ્યાનું યાદ છે મને  
જે પામવા ભવ ગુજાર્યા,તે ઘેર આવી દઈ ગયા  
પછી,ધ્રુસકે ધ્રુસકે હસી પડ્યાનું યાદ છે મને 
એવાજ હાથે મૃત્યુ ઇચ્છાવાનું, યાદ છે મને 
ક્યારે ખીલખીલાટ રડ્યા'તાનું ટાણું યાદ છે મને 

Friday, October 15, 2010

મારા જ બેસણામાં મારી રાહ જોવાતી હતી ...

ફેસબુક ના ઝરુખે ઉભા રહીને મેં તમારી રાહ જોઈ છે..
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે


હું તમારા બધા નો બહુજ બહુજ આભારી છું. મને તો એમ જ હતું કે,

મારી હસ્તી,જાણે એવી રીતે ભુલાઈ જશે
આંગળી કાઢું પાણીમાંથી ને જગ્યા પુરાઈ જશે ..

આજ પ્રકારનો પ્રેમ મને જીવન ભર આપ સૌનો મળતો રહ્યો છે. સન ૨૦૦3 માં જયારે મેં એક શિક્ષક તરીકેના વ્યવ્શાયમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી ત્યારેય મને ૫૦૦ થી અધિક CA ,Cs , ICWA , CFA ના વિદ્યાર્થીઓની આવીજ ભાવભીની વિદાય મળી હતી. એક શિક્ષક માટે આનાથી મોટી કોઈ સિદ્ધી નહિ હોઈ સકે તે મારા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક થી ઉતરતી નહોતી.


ત્યાર પછી શિક્ષક તરીકે ના જે પંતુજી ફંડા હું ભણાવતો હતો તેના ટેસ્ટીંગ માટે હું પ્રેકટીશમાં ગયો.ત્યાં ટેકનોલોજીના માધાંતાઓ સાથે ઈમેરજીંગ ટેકનોલોજી માટે કામ કરવા મળ્યું.. પછી તે ICICI , Gartner ,હોય કે Students from Harward i,Bostan , Yale Uni, CHF International , સાથે એવી ટેકનોલોજી માટે કામ કર્યું કે જેના પાયા પર આજે સમાજનો નકશો બદલાઈ રહ્યો છે.. ૨૦૦૬ માં જયારે મેં ૧૫ દિવસ પહેલા મારી નિવૃત્તિ જાહેર કરી ત્યારે હું ટેકનોલોજી ના સાતમાં આશમાન પર હતો. પણ એ ક્ષણ આવી ગયી હતી મારી આંખમાં આંશુ હતા કારણકે ૭૦૦૦ બહેનો અને અમારી ટેકનોલોજી ટીમ ના પ્રેમ ને છોડવું બહુ અઘરું હતું,

ત્યાર પછી શરુ કરી international કેરીઅર તદ્દન જ નવી ભોમ પર, તદ્દન નવજ પડકારો, ૨૦૦૯ સુધી એવા કેટલાય પ્રોજેક્ટ પર કામ કરવાનો અવશર મળ્યો અને નવા નવા દોસ્ત,અને તે નવી દુનિયા ના દોસ્ત ફિલિપિનો, સિરિયન, લેબેનિયન, અમેરિકન, ઈરાનીઓ, ઈરાકીઓ, અફઘાનીઓ, પાકિસ્તાનીઓ ઓસ્ટ્રેલિયન, રસિયન જાત જાત ના અને ભાત ભાતના લોકોની દોસ્તી વચ્ચે જાત જાતના અને ભાત ભાતના અનુભવો થયા. મારો મક્ષદ એક જ હતો કમાવવું... અને કમાયો ..

જયારે ૨૦૦૧૦ માં ભારત પાછો આવ્યો ત્યારે એક વખત એવી લાલચ થયી આવી કે વિસા કેન્સેલ ના કરવું, કદાચ ભારતમાં હવે મને ગમશે કે કેમ ...પણ નાક્કીજ કરી નાખ્યું કે કેન્સેલ....હવે તો આજ કર્મ ભૂમિ ..

૨૦૦૭ થી મેં આ ફેસબુક પર મારી યાત્રા સારું કરી ..શરૂઆતમાં કોઈ ઉદેદેશ હતો નહિ બસ ગપાટા મારવા બીજું શું.. પણ ધીમે ધીમે અહી લોકોના પ્યાર મને પ્રોત્શાહન આપતો રહ્યો ..કઈ કેટલાય લોકો ને હું જીવન માં એક વાર પણ મળ્યો નહોતો તેમની કોમ્મેન્ત માટે હું રાતોના ઉજાગરા કરતો થયો ...કેટલાય ની કોમેન્ટ ની રાહ જોઇને હું નિરાશ થયો ..કેટલાય ની જોડે રીશામના - મનામણા થયા ...આવું કેમ થયું ...જો આ બધા વર્ચુઅલ જ હોય તો હકીકત માં આવું કેમ થયું ..

આજે ફરીથી એ ક્ષણ આવી ગયી છે ..ખબર નથી next શું છે? પણ અત્યારે તો એટલુજ કહીશ કે આવું જલ્વંત તો કદાચ મારું બેશનું પણ નહિ હોય ... આભાર બધાનો ..હું અહી મારું એકાઉન્ટ ડીલીટ નથી કરતો પણ હા આય મારું ઘર જ છે .. વિકેન્ડ હોમ તરુકી જરૂર ચાલુ રાખીશ ... આ પણ મારી એક પ્યારી દુનિયા છે ...તેનો અહેસાસ તમારા પ્રેમે કરાવી દીધો છે... બસ, આજ મારો જવાબ છે જે મને મળ્યું છે તે સર્વ લોક પામે 



spitting.....
૧. ક્યારેય એવું ના વિચારતા કે સફળતા એજ રસ્તેથી ફરીથી મળશે.. હકીકતમાં તો તે રસ્તો તો વપરાઈ ગયો છે. 
૨. ક્યારેય દલીલ કરતી વખતે બરાડા ના પાડવા, હકીકતમાં, સામેની દલીલોથી તમે હલી ગયા છો તે દર્શાવે છે.  : નવલકથા મને મોક્ષ ઉછીનો આપો  

Friday, August 20, 2010

લટકતું ગાજર


સવારે,નવા દિવસ નું પડીકું પહેરાવી, છટકી જાય છે
પડીકામાં શું નીકળશે નું મૌન લટકાવી, છટકી જાય છે 
"આંધળાનો ગોરીબાર" રમીએ છીએ, બધા ભેગા થઈને 
બાળક સમજી લટકતું ગાજર પકડાવી છટકી જાય છે 

Sunday, August 15, 2010

ચીમળાયેલું વચ્ચે પુષ્પ



એનું, ઘર ભર્યું'તું, પસ્તીથી, તેવું લોકોને તે કહેતો હતો
કેમ, કરીને તોયે તે, વર્ષોથી, દુર્ગંધ સહેતો હતો ?
એક સવારે ગઝબ થયી, ને તેનો સુરજ ઉગ્યો નહિ
ગામ ને ચોતરે સવાલ થયો,કેમ આજે કુકડો જાગ્યો નહિ ?
બારણાં તોડી જોયું તો,એની છાતી પર એક પુસ્તક હતું.
હોઠ પર એક હાસ્ય હતું,જાણે એક નવોઢાનું મસ્તક હતું.
ક્રિયા પતી,ગામ ભેગા થઇ,એકેક પસ્તીને ખોલી જોઈ
કોરા પાનાની ચોપડીઓને,ચીમળાયેલું વચ્ચે પુષ્પ હતું