વહેલી સવારે કુકડો બોલે ને યાદ આવે
નવો દિવસ, નવી રાહ, નવી દિશા
અને સુરજ ને કહેવાનું મન થાય,
Thank you ,
દરરોજ ખુલતા જાય નવા સ્વપ્નોના ખાતા
અને પછી ઘણી વાર એ ખાતામાં
કઈક entry પડે તેની રાહ જોવામાં
માથાના વાળ તેનો રંગ બદલતા જાય
ત્યારે ઘરની ખડકીપર આવી ને બેઠેલો કાગડો
કો'કના આગમન ની કાળી યાદ અપાવે
ને મનમાં થાય ઝબકારો
કે,
ખાલી ખાતાઓ ને ભરવામાં
ખબર નહિ ક્યારે બંધ થઇ જાય આ ચોપડો.
એટલે જ દરરોજ રાત્રે
હું તો તૈયાર રાખું છું સરવૈયું..
ટાંટિયા ના મળે તો પ્રતિક્રમણ
અને સામાયિક નું રાખું છું રખોપું
No comments:
Post a Comment