Saturday, January 9, 2010

૩ મુર્ખાઓ : ભાગ ૧, 3 idiat Part 1

એક વખત ગામ ની સ્કૂલ માં ટીચરએ ક્લાસમાં સવાલ પૂછ્યો.
એક ગમાણ માં ૧૦ ભેશ હતી તેમાંથી ૩ કુદીને બહાર આવી ગયી તો હવે ગમાણ માં કેટલી ભેશો રહ્યી હશે ?
નાના લાખાએ કહ્યું એક પણ નહિ.
શી: તને આટલું પણ ગણિત નથી આવડતું ? એટલો પણ ગણિતનો અનુભવ નથી?
લાખા: તમને ગણિત નો અનુભવ હશે પણ મને ભેશોનો અનુભવ છે.

ઋણ સ્વીકાર,

હું પણ એક વખત વિદ્યાર્થી હતો. હું આજે પણ મારા શિક્ષકોને આદરપૂર્વક પ્રણામ કરું છું. તેઓ જ્યાં પણ મળે ત્યાં પગે લાગુ છું. પણ હું તેઓની માફક એક જગ્યાએ થોભી સકતો નથી. હું પણ ૯ વર્ષ સુધી શિક્ષક રહ્યો. મને પણ મારા વિદ્યાર્થીઓ આદર આપતા અને પગે લાગતા. પણ જયારે મેં મારી જાતને જોઈ, ત્યારે જ ખબર પાળી કે જ્ઞાન ની વિશાળ ગંગા ના એક ઘાટ ઉપર હું પણ ઉભો રહ્યી ગયો હતો. અને એક તળાવ બની ગયો છું. બસ, સરુ કર્યું ફરી એ ગંગા માં ફેલાઈ જવાનું અને આજે મસ્ત બની નદીની ફ્રેશ લહેરો ની માફક ગંધાતો નથી એનો અનહદ આનંદ વર્તાય છે. જે જીવનભર વિદ્યાર્થી બની રહે તેજ સાચા અર્થમાં શિક્ષક બની રહે છે.

આભાર, દાદા, નીરુમાં, દિપકભાઈ તમે મને તળાવ બની છીછરું પાણી બનતા અટકાવ્યો.....

Sunday, January 3, 2010

માફીનો મોકો, An opportunity to forget & foregive



મોત પર યમરાજે એક આપ્યું લીસ્ટ મને
હેરાન કર્યા હોય,માગવા માફીનો મોકો મને
માંડ લીસ્ટમાં બે ચાર નામ બીજાના નીકળ્યા.
જીવનભર હું જ બધે નડ્યો હતો મને.