આભાર, દાદા, નીરુમાં, દિપકભાઈ તમે મને તળાવ બની છીછરું પાણી બનતા અટકાવ્યો.....
અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે, તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે, હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો, સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે .
Saturday, January 9, 2010
ઋણ સ્વીકાર,
હું પણ એક વખત વિદ્યાર્થી હતો. હું આજે પણ મારા શિક્ષકોને આદરપૂર્વક પ્રણામ કરું છું. તેઓ જ્યાં પણ મળે ત્યાં પગે લાગુ છું. પણ હું તેઓની માફક એક જગ્યાએ થોભી સકતો નથી. હું પણ ૯ વર્ષ સુધી શિક્ષક રહ્યો. મને પણ મારા વિદ્યાર્થીઓ આદર આપતા અને પગે લાગતા. પણ જયારે મેં મારી જાતને જોઈ, ત્યારે જ ખબર પાળી કે જ્ઞાન ની વિશાળ ગંગા ના એક ઘાટ ઉપર હું પણ ઉભો રહ્યી ગયો હતો. અને એક તળાવ બની ગયો છું. બસ, સરુ કર્યું ફરી એ ગંગા માં ફેલાઈ જવાનું અને આજે મસ્ત બની નદીની ફ્રેશ લહેરો ની માફક ગંધાતો નથી એનો અનહદ આનંદ વર્તાય છે. જે જીવનભર વિદ્યાર્થી બની રહે તેજ સાચા અર્થમાં શિક્ષક બની રહે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment