સવારે,નવા દિવસ નું પડીકું પહેરાવી, છટકી જાય છે
પડીકામાં શું નીકળશે નું મૌન લટકાવી, છટકી જાય છે
"આંધળાનો ગોરીબાર" રમીએ છીએ, બધા ભેગા થઈને
બાળક સમજી લટકતું ગાજર પકડાવી છટકી જાય છે
અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે, તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે, હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો, સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે .
એમ નહિ.. જૈન ધર્મમાં એવું નથી કે તે પૈસદારજ પામી સકે. તે તો આત્મ ને ઓઢાખવા અને સામાયિક અને પ્રતિક્રમણ ના સસ્ત્રો વાપરવા માટેનો ધર્મ છે.આતો શું છે કે જૈનનો ને પોતાના નામ કરવાની બહુ નેમ હોય છે. તેમને ધર્મિષ્ઠ બતાવવાની ઘેલછા હોય છે અને એટલેજ આ આરતી, પક્ષાલ , ધૂપ પૂજા બધાની ઉછામણી બોલાય છે અને તાક્તીઓની લાલચે ચાલ્યા કરે છે. ભગવાને શું કહ્યું છે કે, આવી તકતી બની એટલે ત્યાનું, તે ક્ષેત્રનું ઋણાનુબંધ બંધાયું. તે ક્ષેત્ર તમને મોક્ષે ના જવાદે જ્યાં સુધી તે જીવતું હોય. મેર મુઆ આપડે તો બધાથી છૂટવું છે . હવે નથી બંધાવી તકતી અને નથી બોલાવવી ઉછામણી. પ્રભુ તો બધાના છે. અને પૈસા નહિ આવે તો બીજા મંદિરો નહિ બાંધીએ. આપડે તો કઈ આ મંદિરો નો ધંધો લઈને બેશવું છે ? કે તેની પ્રગતિના પ્લાન વાનાવીએ?