Showing posts with label Gujarati Novel. Show all posts
Showing posts with label Gujarati Novel. Show all posts

Wednesday, November 3, 2010

આંઆંકક થું..

1. અતિક્રમણ થયા પછી પ્રતિક્રમણ ના કરવું તે સંડાસમાંથી બહાર આવીને હાથ ના ધોવા બરાબર છે. બીજા મા શરીર ગંદુ થાય પહેલામાં ભવ ગંદો થાય...આંઆંકક થું... 
2. હું જે કઈ પણ વિચારું છું તે તમારે માનવા જ તે જરૂરી નથી ...મારી ટની હું ફક્ત મારી વોલ પર કરી સકું તમારી વોલ બગાડવાનો મારો કોઈ હક્ક નથી જ, હું મારી શેરીના થાંભલા પર મારી સરહદ નક્કી કરું છું...તમે તમારી શેરીના થાંભલા વાહલા કરો .. 
3.  દુનિયા ને ઝુકાવાની મથામણ ના કરશો તમે ઉંચે જતા રહો ...
 નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો 

Saturday, October 16, 2010

TRAFFIC SIGNAL

1. H .L . college ક્રોસ રોડ પર દેખેલી હકીકત.
તીન્ડોડા અને ભીંડા ના ભાવ વધ્યા પણ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરીને લોકોના જીવને જોખમ માં મુકતા હરામખોરો ૫૦ રૂ. આપીને છૂટી જાય છે અને પાછો નિયમ એટલે નિયમ બોલે છે ને પહોંચ વટભેર ફડાવે છે . બોલો એક નિયમ ના ભંગ બદલ રૂ. ૫૦૦૦ દંડ કરવો જોઈએ કે નહિ. ? જેમને નિયમ પડવો હોય તેજ બોલે.. બાકીના ના જવાબ ની ખબર છે 


2. બે કાયદા લાવી દેવાના ...
1.રોંગ સાઈડ માં અક્સીદેન્ત થાય તો મેડીક્લીમ કે વીમા ની કોઈજ રકમ ના મળે. 
2.રોંગ સાઇડમાં ચલાવનાર ને કોઈ પાળી દે તો ય તેની ઉપર કેશ ના થયી સકે .


3. ભીંડા ના ભાવ કરતાય ટ્રાફિકના નિયમો તોડવા સસ્તા છે. હમણાં જ મળેલી માહિતી,ભારતમાં મોટા ભાગની અક્સીડ્ન્ત વીમા કે જીવન વીમા ની કમ્પનીઓ એ અબજો રૂ. ના કલેઈમ ટ્રાફિક ના ભંગ કરીને મૃત્યુ પામેલા વીમાધારકોના રીજેક્ટ કરેલા છે. એક ખુબજ સારી નિશાની પણ આ સંદર્ભે લોકોને educate કરવાની વીમા કંપનીઓ આગેવાની લેવા તૈયાર નથી. ચાલ્લો આપણે લિયે.


4. અમદાવાદી પાસે CRV હોય ને તોયે ૫ રૂ નું પેટ્રોલ બચાવવા ૧ કિલોમીટર રોંગ Side માં કાર ચલાવશે.


5.પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ? 

6. બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?

7. ટ્રાફિક ની વ્યવસ્થા અહી કેમ જળવાતી નથી? 
૧. ટ્રાફિક પોલીશ કે સિગ્નલ ની મીકેનીઝમ કથળી ગયી છે. અથવા,
૨. રસ્તાઓ ની સીસ્ટમ જ ટ્રાફિક વધારે છે. 
૩. હું તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માંગું છું પણ મારી બાજુમાં બધા ના પાળતા હોય તો હું પીપુડી વગાડું? 
૪. તીન્ડોડાના ભાવ વધ્યા પણ હજી સિગ્નલના ભંગ માટે ૫૦ રૂ. દંડ હોય તો શું થાય?  એક દંડ ના રૂ. ૫૦૦૦ કરી દો. 
૫. પછી ટ્રાફિક પોલીશ મોટા તોડ કરવા માંડશે, તો ભલે કરતા એતો ભૂલ કરશે તેની પાશે થીજ કરશે ને તમે કેમ બીવો છો? 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો 

Friday, October 15, 2010

ટોપી વાળો

.. ટોપી વાળો part ૧:
એક વાર ટોપી વાળો ટોપી વેચતા વેચતા થાકી ગયો. એક ઝાડ ની ઘટામાં આરામ કરવા બેઠો અને થોડી વાર માં સુઈ ગયો. ઝાડ ઉપર વાંદરાઓ હતા. તેમણે ટોપી નો થેલો દેખ્યો. તેઓ નીચે ઉતરીને એક પછી એક ટોપી લઈને ટોપી વાળા ની નકલ કરતા ટોપી માથા પર પહેરી લીધી. ટોપી વાળો ઉઠ્યો ત્યારે બધી ટોપીઓ ખલાસ. એને એના બાપુજીની વાત યાદ આવી.

તેને ટોપી જમીન ઉપર ફેંકી દીધી.તો એક વાંદરો આવી એ ટોપી પણ લઈને ઉપર જતો રહ્યો.
ટોપી વાળો માથુ ખંજવાળતો રહ્યો. ત્યાં વાંદરાનો સરદાર નીચે આવીયો અને ટોપી વાળા ને લાફો મારતા કહ્યું.
"તારા બાપા તને કહીને ગયા તો મારા બાપા નહી કહી ગયા હોય .... !! "

વાર્તા શાર: હાર કે જીત નો રસ્તા ક્યારેય same નથી હોતો. જીતનારો મદમાં ભૂલી સકે, અને હારેલા ભૂલ સુધારી સકે છે

Don't think that success will come on the same way ... actually that way is consumed..

Thursday, October 14, 2010

શાકાહારી movement

ભાઈ, આ શાકાહારી movement  એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ  આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. લોકો ને માશાહાર કરવો હોય તેમને કરવા દો. તેને મોક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજા ના માંશાહારથી તમારો મોક્ષ ક્યારેય નહિ બગડે તેની ગેરેંટી મહાવીરે ભૂલમાં ના આપી હોય તો હું જવાબદારી લઉં છું. કંદમૂળ ખાવા હોવ તો ખાવ અને ના ખાવા હોવ તો ના ખાશો.

મુખ્ય ચીજ છે જાગૃતિ..સાત્વિક ભોજન તમારી જાગૃતિ વધારશે ..અને તે તમારા આત્મજ્ઞાન ના રસ્તે મદદરૂપ થશે. આમ બીજા ની પંચાત ના કરશો. જીવો અને જીવવા દો  "તમને કહ્યું છે.. "  "...તમારે કહેવાનું નથી", તેવું કહેવાની જવાબદારી અને જોખમ બહુ મોટ્ટું છે કેટલાય ભવોના પુણ્યનું નિયાણું કરવાની તાકાત રાખવી પડશે. તે બધાજ ખેલ પુદગલ ના છે .પુદગલ પુદગલ ને આકર્ષશે. તમે વચ્ચે તમારો પુરુસાર્થ રાખજો કે મારે નિમિતે કોઈ જીવમાત્ર ની હિશા ન થાય. શાકાહાર થી જે જાગૃતિ આવે છે તે પછી બીજા શું કરે છે તેના ડોકાચીયા કાઢવામાં અને ચોતરે ચૈદાશ્યું કરવામાં વાપરી નાખે છે.    

જગતના ખાલી ૩% લોકો પણ શાકાહારી બની જશે ને તો કુદરતના બેલેન્સ માં ઓઝોન કરતાય મોટું ગાબડું પડી જશે. તમને ખબર નથી કે તમે તમારા પગ ઉપરજ કુહાડો નહિ, આ સમગ્ર "જાતિ.." ના મર્મ સ્થાને સુતળી બોમ્બ ફોડી રહ્યા છો. થોડા સ્વાર્થી બનો. આમ પરાયા બને કેમ ચાલશે ... ?  

Novel: Lend me thy moksh

Wednesday, August 18, 2010

તકતીઓ-ઉછામણી

 એમ નહિ.. જૈન ધર્મમાં એવું નથી કે તે પૈસદારજ પામી સકે. તે તો આત્મ ને ઓઢાખવા અને સામાયિક અને પ્રતિક્રમણ ના સસ્ત્રો વાપરવા માટેનો ધર્મ છે.આતો શું છે કે જૈનનો ને પોતાના નામ કરવાની બહુ નેમ હોય છે. તેમને ધર્મિષ્ઠ બતાવવાની ઘેલછા હોય છે અને એટલેજ આ આરતી, પક્ષાલ , ધૂપ પૂજા બધાની ઉછામણી બોલાય છે અને તાક્તીઓની લાલચે ચાલ્યા કરે છે. ભગવાને શું કહ્યું છે કે, આવી તકતી બની એટલે ત્યાનું, તે ક્ષેત્રનું ઋણાનુબંધ બંધાયું. તે ક્ષેત્ર તમને મોક્ષે ના જવાદે જ્યાં સુધી તે જીવતું હોય. મેર મુઆ આપડે તો બધાથી છૂટવું છે . હવે નથી બંધાવી તકતી અને નથી બોલાવવી ઉછામણી. પ્રભુ તો બધાના છે. અને પૈસા નહિ આવે તો બીજા મંદિરો નહિ બાંધીએ. આપડે તો કઈ આ મંદિરો નો ધંધો લઈને બેશવું છે ? કે તેની પ્રગતિના પ્લાન વાનાવીએ?


હું એવો મહારાજ સાહેબ નથી કે તમારા આ પ.પુ.ધ.ધુ, કે ધર્મધુરંધર, શાસન સમ્રાટ કે તીર્થ ઉદ્ધારક ના લેબલ માટે આના માટે પ્રેણના આપું. બસ હું તો, આ ચોમાંશામાં એક જ વાત કરીશ કે હે મુમુક્ષુઓ ગમે તેમ કરીને ...સંસાર ગમે તેવો ખારો હોય ...પણ તમે તમારા પોતાનું કલ્યાણ કરી શકો છો. 











તમારે ધર્મની, તેના કલ્યાણ ની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તે તેની રીતે ટકશે. તેણે બચાવનાર હું કે તમે કોણ? પોતાના કલ્યાણ માટે જે કરે તેજ ખરા અર્થમાં સ્વાર્થી બની સકે છે. જયારે જૈન નું એક દેહ્રાસર....... એક પણ તકતી વગરનું અને આરતી, પ્રભુ ના પ્રક્ષાલ સાર્વજનિક બનશે ત્યારે જ ખરા અર્થમાં "જૈન ધર્મ પૈસાદારનો " તેનું લેબલ જશે. અને તોજ પર્યુસન પર્વમાં ગાઠના ગોપીચંદ કરીને ગાલ લાલ રાખતા બચશે. અને તો તો પછી જે અહંકારી છે તે ક્યાં જશે તે મને ના પૂછશો ..


Q: આ બોલી અને ઉછામણી નો બીજો કોઈ માર્ગ છે ?

આ બોલી અને ઉછામણી પણ શાના માટે છે અને કેમ જોઈએ છે? દેહ્રસરનો વહીવટ તો સાધારણ ખાતા માંથી થાય છે દેવ દ્રવ્યમાંથી નહિ.
મેં એક દહેરાસર એવું જોયું જ છે જ્યાં આખા સંકુલ માં દાતા ની એક પણ તકતી ના હોય. એક પણ વસ્તુ માટે ઉછામણી ના બોલાતી હોય. અને બધા ને બધાજ અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપવામાં આવતા હોય. પ્રભુ ને લાડ કરવાનો બધાનો એટલોજ અધિકાર માન્ય રાખવામાં આવતો હોય. અને પછી જ કોઈ પણ પ્રકારના પ્રેફરન્સ વગરનો આત્મા ના કલ્યાણ નો માર્ગ ઉપલબ્ધ થાય છે .
જયારે મારા એક ખુબ નજીક ના કુટુંબી જે અમદાવાદ માં ઘણા દેહરાસરોનો વહીવાત કરે છે, ટ્રસ્ટી છે તેમને હું ત્યાં લઇ ગયો ત્યારે તેમની નજર ભગવાન ની પ્રતિમા ની નીચે ઉપર, ગભારામાં , દીવાલો ઉપર પગથીયા માં બધે ફરીવાળી.ક્યાય ટ્રસ્ટીઓ ના નામ નું બોર્ડ નહિ. ક્યાય દાન અહી લેવાય છે કે ભાગ્યસલી બનો ની સ્કીમ નહિ..પછી ધર્મશાળા માં ગયા ત્યાય દીવાલો ને કોરી ચટ દેખી. કોઈ ફોટા નહિ કે કોઈ તકતીઓ નહિ. કોઈ એંઠું મુકવાના સુત્રો નહિ. "કોઈ અવાજ ના કરશો" ના સ્લોગન નહિ. અને છતાય શાંતિ અને એન્ઠાનું નામ નહિ.
બહાર નીકળી ને મને તેમને એક જ સવાલ કર્યો: આ હજારો માણસ અહી આવે છે, તો અનો વહીવટ કેવી રીતે ચાલે છે?
મેં કહ્યું: બસ જેનું છે તે ચલાવે છે.
સંબંધી: તો કોનું છે?
મેં કહ્યું: સીમંદર સ્વામી નું..
સંબંધી: એમ નહિ મારે દાન લખાવું હોય તો, ક્યા લખાવવાનું?
મેં કહ્યું: અહી દાન માટેની કોઈ ઓફીસ નથી. એતો તમે પ્રસંગોએ આવો એટલે સમજી જાવ કે કોને પકડવાના દાન આપવા માટે. અહી દાન આપવા માટે કોઈ લેવા નથી બેઠા હોતા તમારે પકડવા પડે.
સંબંધી: મારે તેમને પકડવા છે..
મેં કહ્યું: તમે એવું શું કર્યું છે? શું લાયકાત છે કે જેના થી તમે તેને પકડી શકશો? ચાલો એક વર્ષ નો સમય નક્કી કરીએ તેમાં તમે દાન ની પહોંચ લાવી ને મને બતાવો.
પછી તે તાજ્જુબ થયી ગયા .. હવે દરરોજ તે માન ની ગાંઠના સામાયિક અને પ્રતિક્રમણ કરે છે .


Saturday, July 31, 2010

સમ્યક દ્રષ્ટિની યાત્રા.

સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો? 

જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી વડોલોમી ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ સરુ કર. બેસ પલાઠી વાળીને.. 

સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો 
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા opinion બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને પછી ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપની મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે.

કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે. આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા. 

આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા ડાઘા દેખાય એણે ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ. 

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય

Sunday, July 18, 2010

હું...તું...અને ધર્મ. હતું ..ટુ ટુ ટુ તુતુતું

"ભગવાન છે અને તે દરેક નું ધ્યાન રાખે છે" તે કાયર/નાશીપાશ થયેલા લોકોને આપવામાં આવતી સાંત્વના છે.તે માણશે સર્જેલું fiction છે. હકીકત એ છે કે કુદરતના નિયમો થી બહાર કશું થતું નથી. અરે આ ભગવાન પણ જો પાછો આવશે તો પણ તે એના નિયમને આધીન થયીને જ આવશે. તે માણસ જ હશે 'ને જ્ઞાન પામીને ભગવાન બનશે.     
___________________________________________________________
હું અને સયમ?  ક્યારેય નહોતું પાળ્યું. કરોડો વર્ષથી કેટલાય જન્મો માં ભોગવીને આવ્યો છું. આ તો અત્યારે હવે સાપની કાંચળીઓ ઉતરે છે અને ડુંગળીના પળોની માફક રીલ બધા ફરે છે. હવે થયો છે પુરુસાર્થ... બસ જેવો હતો તેવો પાછો સુધ્ધ થઇ જાઉં.
___________________________________________________________   
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો,રૂઢિઓ,પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ  નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ?
___________________________________________________________
આપણી જૂની  વખણાયેલી , વંચાયેલી  fictions  માં ભગવાન પહેલા મારઝૂડ/લડાઈ/ચમત્કારો કરીને દૈત્યો પાશે થી લોકોને બચાવે છે અને લોકોને કઈ કરવાનું રહેતું નહિ.એ શારીરિક સક્તિઓથી મુક્તિની વાત હતી.પણ પછીના અરસામાં આવેલા ભગવાનોએ જ્ઞાનનો, વિચારણાનો, પ્રેમ નો રસ્તો બતાવ્યો. અને લોકોને જગાડવાનો રસ્તો બતાવ્યો.  અને પછી સરુ થયી માનશીક સક્તિઓથી વિજય મેળવવાનો. પહેલા લોકોને છોડાવવાની વાતો હતી હવે આતો, પોતાને છૂટવાની વાત છે.    
___________________________________________________________
કૃષ્ણએ મારઝૂડ અને જ્ઞાન નું સંયોજન બતાવ્યું.પહેલા લોકોને પોતાને છૂટવાના કોઈ રસ્તા બતાવવામાં નહોતા આવ્યા. એમને બસ, "તમને દુખ માંથી બચાવવા કોઈ આવશે" નું ગાજર પકડાવ્યું હતું. પછી કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે એ લોકોને ઝંઝોડ્યા અને અહી થી ભાગો ની વાત કરી. જન્મોના ચક્કરોથી જ છૂટવાની વાત કરી. શક્તિ ઉપર સમજ નો લેપ લગાડ્યો.  
___________________________________________________________
એટલા  માટેજ  આપણાં ભગવાન વિશેની કલ્પનાઓ કરીને જે પિક્ચર્સ બનાવવામાં આવે છે, વર્ણનો કરવામાં આવે છે તેમાં શક્તિનું પ્રદશન કરવા હાથોની વિકૃતિ પણ પ્રતીકાત્મક રીતે કરવામાં આવે છે. આંખોમાં ક્રોધ હોય તેવા માતાજીઓ નું ચિત્રણ કરવામાં આવે છે. એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં સુખ અને શાંતિનું વરદાન આપતા બતાવીને "હખણા (સીધા) રહો નહિ તો ખેર નથી.. " ભાવના પ્રગટ કરવામાં આવી છે. સરવાળે ઉદ્દેશ શાંતિનો જ હતો. જીવો અને જીવવા દો નો જ હતો. બધા એ પોત પોતાની સમજ પ્રમાણે બધું ચીતર્યું. હવે આપણે આપની સમજ પ્રમાણે નવું ચિતરવું. 
___________________________________________________________
બધા ધર્મોની શરૂઆત તેના સો called  સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની  કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં આખો ભવ ગુઝારી દો છો. 

પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..? 
કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor  છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.
___________________________________________________________
હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ? 
 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

Wednesday, June 30, 2010

મારી મમ્મી બહુ ઝગડાખોર છે

મારી મમ્મી બહુ ઝગડાખોર છે ...
કેમ?
હું રમતો હોઉં ને પડી જાઉં તો વાગે છે મને,
સહન કરવાનું આવે છે મારે,
દવા લેવી પડે છે મારે,
ઇન્જેક્સ્ન લેવા પડે છે મારે...
પણ તે મને લડે છે એવી રીતે કે જાણે આ બધું તેને કરવું પડે છે...
હા,દીકરા, એતો એવું જ હોય ને ..
જ્યાં સુધી તું મોટો ના થાય ત્યાં સુધી
તને કઈ થાય તો મમ્મી ને પણ વાગે
તમને મમ્મી લઈને આવી હોય ને એટલે
તમને જેટલું શરીર પર વાગે તેટલું મમ્મી ને
ર્હુદયમાં જોરથી વાગે. પછી કેવું દુખે.. ?
તમને લોહી નીકળે ને તો..
મમ્મીનું લોહી ફરતું બંધ થયી જાય ..બોલ..
હે...
___________________________________________
કોમ્પ્યુટર ને વિડીઓની ગેમ છોડી આવ્યો છું..
ઊંઘતી મમ્મીને હાથતાળી દૈ આવ્યો છું..
બચપણ તો ચાલ્યું જશે પછી કળ ના વળશે.
બે ઘડી વેકેસનમાં ,(આપડી) રમત રમવા આવ્યો છું.
_________________________________________________
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે.
એટલે અમને રમવા નથી જવા દેતી...
અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું..
મારા માળિયા માં ૫૦ લખોટી અને
૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ ...