દેશ વિશેની વાત લઈને લોકો સુધી પહોંચવા મથતા માણસોને સામાન્ય રીતે આવો પ્રતિસાદ મળતો હોય છે :
“હા,તમારી વાત આમતો સાચી છે પણ અહી ટાઈમ કોને છે ? સવારે વહેલા ઓફિસે જઈએ અને સાંજે મોડા પાછા આવીએ એટલે અમારો દિવસ પુરો.અમારાથી બીજું કઈ થાય એમ નથી!”
“મારા કાકાનો છોકરો તમારા જેવું કૈક કરે છે ખરો.લો એનો કોન્ટેક્ટ કરાવી આપું તમને!”
“ભાઈ,મહેરબાની કરીને દેશ વિશેની વાત કાઢીશ જ નહિ,કોઈ ફરક પડવાનો નથી.અહી ઘણાય આવ્યા અને ઘણાય ગયા.સિસ્ટમ બદલવા લોકો આવે છે અને સિસ્ટમ એમને જ બદલી નાખે છે.”
“ભાઈ,મને તો ભગવાન પર ભરોસો છે.એજ કૈક કરશે બાકી-તમારા મારા જેવાથી શું થવાનું ?”
“હાલ,એક અગત્યનું કામ છે પણ મને પંદર દિવસ પછી ચોક્કસ સમય મળશે,પછી આપણે આ મુદ્ધા પર શાંતિથી ચર્ચા કરીશું.”
“ફલાણા ફલાણાને એક વાર વડાપ્રધાન બનાવો અને પછી જુઓ દેશ કેવી પ્રગતિ કરે છે.”
“મેં મારી જવાનીમાં આવું ઘણુંય કર્યું છે,હવે આરામથી લાઈફ પસાર કરવી છે,હાલ આ બધામાં પડવું નથી!”
“તમે અમેરિકામાં જોવો તો આવા કોઈ પ્રોબ્લેમ જ નથી.બધું બરાબર ચાલે છે.શું એમની વ્યવસ્થા ,અહાહાહા!”
જુઓ દેશને સુધારવા વિષે વાતો કરવાથી દેશપ્રેમી નાં થયી જવાય?પહેલા દેશ જેવો છે તેવો સ્વીકાર કરો. દેશ મારા તમારા થી જ બનેલો છે. દેશ મા ચોરી, લુંટફાટ, ભ્રષ્ટાચાર આજના નથી. છેલ્લા ૫૦૦૦ વર્ષ થી છે. તેને નથી મહાવીર કે બુદ્ધ હટાવી શક્યા કે કૃષ્ણ કે રામ.આ બધાયે કહ્યું છે કે ચોરી નાં કરશો લુંટફાટ નાં કરશો આમ નાં કરશો તેમ નાં કરશો. તમે ક્યાંથી નવા ટપકી પડ્યા તે. તમે દેશને જે દેશ જેવો બનાવવા માંગતા હોય ત્યાંનાં ઈતિહાસ નો અભ્યાસ કરજો.ત્યાં, કોઈ તમારી જેમ દેશને સુધારવાનો ઝંડો લઈને નીકળેલું હોય તેવું યાદ છે ? આમ ઝંડા લઈને નીકળવાથી દેશ નાં સુધરે. આમ ઝંડા લઈને નીકળવાથી લીમડો ને, આંબો નાં કરી સકાય. પહેલા દરેક વ્યક્તિ એ પોતાના જ બીજ ને બદલવા પડે. આપણે દેશને સુધારવા માટે કોઈનેય વાત કરવાની જરૂર નથી. આપણે આપણાં ભાગનું સુધારી લેવું. કોઈનોય પ્રતિસાદ લેવા જાવું નહિ. કારણકે, પ્રતિસાદ લેવા જનારા પછી કામ કરવાનો સમય ખોઈ નાખે છે. દેશ માટે કામ કરવાનો એક સરળ ને સહજ , સહેલો રસ્તો એ છે કે...
"લોકો પ્રમાણિક ના હોય તોયે પોતે રહેવું છે તે નિર્ણય કરવો.."
"ક્યારેય લોકો ને પોતાની જેમ પ્રમાણિક બનો જ તેવું કહેવું નહિ. તે તેમની મનસુફી પર છોડી દેવું. કારણકે પછી બીજા ને આપદા જેવા પ્રમાણિક બનાવવા જતા આપડે દેશ માટેનું જે કામ કરવાનું છે તેનો સમય જતો રહે છે. અને આપનું કામ અધૂરું રહ્યી જાય છે "
મેં બહુ બધા આવા જોગીઓને જોયા છે જેમાં ના એક "અખિલભાઈ સુતરિયા " છે જે કદાચ તમારા લીસ્ટ માં સામેલ છે. આજ સુધી તેમને ગાંઠ ના પૈસા કાઢીને ઓછા માં ઓછા ૨૫૦૦૦૦ બાળકોને સંસ્કાર સિંચન માટે નું કામ કરી નાખ્યું છે. તેઓ ક્યારેય કોઈને પોતાની સાથે જોડાવાનું કહેતા નથી... એય ને અલગારી, પોતાની દુનિયામાં બસ કામ કર્યે જવું ...ચર્ચા ના કરવી ...
લોકોનો પ્રતિભાવ તમે આ જે કહ્યું તેમ,જો આવો જ છે તેવું આપણ ને જાણ થયી જ ગયું હોય તો પછી નો બીજો રસ્તો .."કામે લાગી જવાનોજ છે ...ને ? " તમારી પાશે બીજો કોઈ રસ્તો હોય તો કહો.
એક લેખકે એક જગ્યા એ લખેલું ...કે
લક્ષ્મીની પૂજા કરતા દેશમાં ગરીબી કેમ ? અન્નપૂર્ણાની અર્ચના કરતા દેશમાં ભૂખમરો કેમ ? સરસ્વતીની પૂજા કરતા દેશમાં નિરક્ષરતા કેમ ? પવિત્રતાની વાતો કરનારા દેશમાં આટલી ગંદકી કેમ ? એ વાત નોંધવા જેવી છે કે આપણા મંદિર કરતા અમુક દેશોના સંડાસ ચોખ્ખાં છે.
દેશ આમ કરે છે અને લોકો કેમ આમ છે ??? તેના સવાલો લેખકો ને લખવા માટે અને વાચકો ની, દર્શકોની દાદ લેવામાટે સારા.તે બધું અવળચંડી બુદ્ધિનું કામ છે. જે સમ્યક બુદ્ધિ હોય ને તો વ્યક્તિ સૌ પ્રથમ પોતાની પ્રગતિનો ખયાલ કરશે. પોતાની વર્તણુક પર સવાલ કરશે અને પોતે સુધારશે. છેલ્લા ૫૦૦૦ વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે આજ દિન સુધી ગણ્યા, ગાંઠ્યા યુગપુરુષ સિવાય કોઈ પણ વ્યક્તિ સમાજ ની એક પણ વ્યક્તિને સુધારી સકતો નથી. શાણા માણશો એકવચનમાં ( પોતાના માટેની ) વાત કરે,અહંકારી માણશો બીજા વચનમાં ( તમે તમે તમે ) વાત કરે. નવરા માણશો ત્રીજા વચનમાં ( લોકો આમ કરે છે ...લોકોને તેમ છે ) ની વાત કરે.. હશે અમુક દેશોના સંડાસ ની ક્યા વાત કરો છો, મારા અને તમારા ઘરના સંડાસ પણ મંદિરો કરતા ચોખ્ખા હોવાના. કારણકે તે પબ્લિક પ્લે નથી... હોય એતો... સમાજ આવો રહેશે અને રામના વખત થી ધોભીઓની મેન્તાલીતી આવી રહ્યી છે ...શું કરીશું ...????