બરાબર એક મહિના પહેલા,અમેરિકાના સીકાગો માર્કેટ માં બુલિયન ટ્રેડર્સ પર કાબુ લેવા માટે ગોલ્ડ અને સીલ્વેરમાં ૨૦% અને ૧૫% નું અનુક્રમે માર્જિન વધારવામાં આવેલું. તેના વાદે વાદે શાંઘાઈ માર્કેટમાં પણ ૨૦% નો વધારો સિલ્વરના મરજીન માં કરવામાં આવેલો. બુલિયન માર્કેટ આખી દુનિયામાં સટોડિયાઓના લાભ કાજે વર્ક કરે છે. અને લોભી વ્યક્તિઓજ મોટે ભાગે સટોડિયા બનતા હોય છે.લોભી વ્યક્તિ જ દુનિયામાં સૌથી મોટો જુગાર રમતો હોય છે.અહી હાલત લોકોની એવી થયી હતી કે ૧૦ રૂપિયા ની મૂડી પર ૧૦૦ રૂપિયાનો વેપાર કરનારા લોકો હતા અને તેઓને પ્રોફિટ કે લોસ્સ ૧૦૦ રૂપિયા ની મૂડી જેટલો થતો હતો. દેરીવેતીવ માર્કેટ નો મતલબ જ ઓછી મુડીએ બહોળો વેપાર જેના માટે અંગ્રેજીમાં લીવરેજ શબ્દ વાપરવામાં આવે છે. અહી જેવા માંરજીન વધારવામાં આવ્યા કે તરત તેની અસર લીવરેજ કરનારા (ઓછી મુડીએ બહોળો વેપાર કરનારા)ઓએ પોતાના બેંક ખાતામાંથી રૂપિયા ભરવાના આવ્યા. મોટે ભાગે ડેરિવેટીવ્ઝ રમનારા, સલામત જુગાર રમનારા, પોતાની પાસે ૧૦૦ રૂપિયા પડ્યા હોય તો ૫૦ રૂપિયાના માર્જિન જેટલી પોઝીસન લેતા હોય છે. પણ અહી જેવો માંરજીન માં વધારો આવ્યો કે તરતજ આ જુગારીઓ ઊંઘતા ઝડપાયા.
જેઓએ આ ૫૦% જેવી લીમીટ કરતા વધારેનો જુગાર રમી નાખેલો તેઓએ પોતાની બાજીઓ સંભાળી લેવા ઉછીના-પાછીના કરવા દોટ લગાવવા માંડી. અને બીજી બાજુ એ માર્જીન ભરવાના કોલ પુરા ના કરી સકાય તો ચાલુ ભાવે તેમને પોતાની બાજીઓ ગમે તેટલી સધ્ધર લાગતી હોય (ત્રણ એક્કા ની બાજી હોય તોયે), તોયે ફોડી નાખવી પડે તેવી હાલત થયી. સામે ની સાઈડ પર, મોજુદા પરીસ્થીનો લાભ લેવા માટે, હજાર કેશ લઈને બેઠેલા માલે-તુજારોએ એ તૂટતા સોદાઓને પડતા પર પાતું મારવાનું ચાલુ રાખ્યું. અત્યારે મને એક વાત યાદ આવે છે મારા ઇન્વેસ્ટમેન્ટ ગુરુની કે
“..ભરતી આવે એટલે ભલભલા,આજુબાજુનું જોયા વગર, નાહી લેવા કુદી પડતા હોય છે એતો ઓટ આવે ત્યારે ખબર પડી જાતી હોય છે કે કોણ કોણ ચડ્ડી પહેર્વાય રોકાયા નહોતા....” વાત અહી એજ થયી કે આખી દુનિયા ને ખબર પડી ગયી કે કોણ કોણ ચડ્ડીને નાડા લગાવ્યા વગર તેજીમાં પડેલા.
No comments:
Post a Comment