Wednesday, October 19, 2011

Occupy Wall Street Miracle vs Mirage


 ઓક્યુંપાય વોલ સ્ટ્રીટની મુવમેન્ટમાં એક મજાની વાત જોવા મળી. પેલી ભૂખ્યા જનોનો જઠરાગ્ની.. વળી વાત યાદ્દ આવી. એ આખું ટોળું પોતાના વાંકે જ હવે મરવા પડ્યું છે. ત્યાય ગાંધીજીના મોઢા નો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધી હવે એટલો સસ્તો થયી ગયો છે કે કોઈ પણ ચળવળમાં તેમના ચહેરાનો ઉપયોગ કરતા થયી ગયા છે. ગાંધીના પ્રિન્સીપલસ ને નહિ માનનારાઓ પોતાના પગ નીચે રેલો આવ્યો એટલે ગાંધી માર્ગ અખત્યાર કરવા લાગેલા છે. ગાંધીના માર્ગે ચાલ્યા હોત તો, ગાંધી માર્ગે આ ચળવળ કરવાનીજ નોબત ના આવી હોત એ અલગ વાત છે. તેઓને ગાંધીએ નહોતું કહ્યું કે ઉધાર જીન્દગી જીવો. મને યાદ છે એક વખત વાત વાતમાં, ચાર્ટર્ડ એકૌન્તંત મિત્રો વચ્ચે મેં કહેલું  કે રીલાયંશ કંપની જે દીવીદંડ આપે છે તે ભવિષ્યમાં થનારા પ્રોફિટ માંથી આપે છે અને તે હવે પછી થનારા શેર્હોલ્દરની પીઠ પર છુપો ઘા કરે છે. ત્યારે એ મિત્રો મૂછમાં મારી વાતો પર હસતા હતા. એ વાત ને વર્ષો થયા પછી જયારે ચાર્ટર્ડ એકૌન્તંત ઇન્સ્તીત્યુંતે નવું એકૌન્તિંગ સ્તાન્દર્દ બહાર પડ્યું ત્યારે તેમની બોલતી બંધ થયી હતી. ફરીથી એજ વાત મને હવે યાદ આવે છે.. મેં જયારે જયારે મારા અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓની જોડે ત્યાની રહેણી કરનીની ચર્ચા કરેલી ત્યારે આજ વાત દોહારાવેલી. પ્લાસ્ટિક ના ક્રેડીટ કાર્ડના અને બેંકની લોન ના જોરે ઉભી થયેલી ઇકોનોમીમાં,પામી લેવામાં આવતા  ક્ષણિક સંતોષની પાછળ, ભવિષ્યની મજુરી ઉઘાડી આંખે લખી આપીને તેઓએજ પોતાની કબર ખોદી નાખી છે. અને તેઓની આજ છેલબટાઉ અને ઉચ્છાન્ચલ વ્રુતિઓનો લાભ લઈને વોલ સ્ત્રિતની કંપનીઓ ખુબ કમાયેલી છે. હવે તેઓ પોતાની બેકારી માટેનું અને ગરીબીનું કારણ આ વોલ સ્ત્રિત કંપનીઓ ને ગણાવી જે અંદોલન ચલાવી રહ્યી છે તે હશ્યાસ્પદ છે.
શું દરેક ને જોબ આપવાનું અને તે મળી જાય તે દેખવાનું કામ સરકારનું છે? તો પછી જેમને કામ કરવું જ નથી તેઓનું શું કરવું?જો કોઈ વસ્તુની જ ડીમાંડ ઘટી જાય તો,પ્રોડક્શન શાનું કરશો? જે વસ્તુ નો કોઈ લેવલ ના હોય તે વસ્તુના પ્રોડક્શનમાં શું લોકોને જોતરી દેવાના? અને જો આ બધુંય સરકારે જ કરવાનું હોત તો અત્યાર સુધીના મુક્ત અર્થશાસ્ત્ર ના ફળ ચાખતી વખતે ક્યાં ગયા હતા? પોતાનું પ્લાન પોતે નહિ કરીને, અને સરકાર પર મદાર રાખીને લોકો એ બહુ મજા ઉડાવી છે. અમેરિકા એ બેકારોને પેન્શન અને ભથ્થા આપી આપીને દેવા ના ટોપલા ખડકી નાખ્યા છે અને લોકો ને હરામ હાડકા . આખી ઇકોનોમી ઉધાર બાજી પર રમાતી હતી. અહી મને એક કિસ્સો યાદ આવે છે જે મેં ૨૦૦૮ માં લેહમેન બ્રધર્સના ભોપાળા પહેલા, એવાજ ભોપાળા ભણી જઈ રહેલા રીયલ એસ્ટેટ માર્કેટને અનુલક્ષીને, મારા દોસ્ત અને એક વખતના ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં માર્કેટ ગુરુ,કબીર મુલચંદાની સાથે કરી હતી.

..એક ટેબલ પર ચાર-પાંચ દોસ્ત સવાર અને સાંજે, જુગાર રમતા હતા. જે જીતે તે મોટે મોટે થી ખુશી વ્યક્ત કરતા, નાચતા, ગાતા અને ક્ષણિક આનદ પણ કરી લેતા. એક ની જીત બીજા ની હાર બનતી. પણ નિયતી એજ વખતે મુક રીતે હસ્તી હતી અને કહેતી હતી કે બેટમજી કરી લો મસ્તી તમને ક્યાં ખબર છે કે તમે જે જહાજ ના ટેબલ પર બેસી હાર જીત ખેલો છો તે જહાજ નું નામ ટાયટેનીક છે....
આ વાત ત્યારે મેં એટલે માટે કરી હતી કે આખાય ગલ્ફ ઇલાકામાં પ્રોપર્ટી નું ફાસ્ટ રોટેશન થયી રહ્યું હતું. એકના હાથમાં થી બીજાના હાથમાં પ્રોપર્ટી જાતી અને ભાવ વધી જતો. દરેક વ્યક્તિ પોતાના હાથમાં થી પ્રોપર્ટી જાય એટલે થયેલા પ્રોફિટ ને દેખીને રાજી થતો અને આવેલા ફદીઆંથી વળી પછી નવી પ્રોપર્ટી લેતા. ત્યારે તેઓ દુબઈમાં સૌથી મોટી રીઅલ એસ્ટેટ પ્રોપર્ટીની કંપનીઓમાંથી એકના માલિક હતા અને મેં સલાહ આપેલી કે આ આખું તાય્તેનીક છે અને આ બધા પ્રોફિટ અને લોસ ના આંકડા ખાલી ગણતરીના છે. આ જહાજ દુબે તે પહેલા, બંદર આવે ને ઉતરી જાય તે ફાવશે. અને મને તેમને સવાલ કરેલો કે તું ક્યારે ઉતરી જઈશ. મેં કહેલું કે આવતા મહિને જ. અને હું પીલ્લું વાળીને ઇન્ડિયા ભેગો થયી ગયેલો.
આખું અમેરિકા એ ટાયટેનીક નું જ ફરજંદ હતું. એ અત્યારે બખૂબી થી જાણ થયી ગયેલ છે. આજે આવક ની અસમાન વહેંચણીના મુદ્દાઓ આ અમેરિકાનો ના મોઢે સોભાસ્પદ નથી. આ ૯૦% માણશો દેખાદેખીના રવાડે ચઢ્યા ત્યારે ગાંધીજીના એક પણ રસ્તા ને ગણકારતા નહોતા અને આજે લપડાક વાગ્યા પછી એજ ગાંધીજી તેમની વહારે આવશે તેવી તેઓને આશા છે. ખેર, તેઓ પહેલાય ભ્રમમાં હતા અને અત્યારે ભ્રમમાં છે. મને એ લડત આગળ કેવા વળાંક લે છે તે જાણવું ગમશે. દાયકા પહેલા રશિયાથી સામ્યવાદ નો જે રકાશ થવા લાગેલો, તેવીજ રીતે મૂડીવાદી પરિબળો,અમેરિકામાં ધુળચાટતા થયી રહ્યા છે અને તેઓને હવે ગાંધીવાદી અહીન્ષાના પરિબળો ઉગારશે તેવી આશા છે.  આ બધું અક્રમ ચક્રમ લાગે છે.

No comments: