Showing posts with label Kala Dungar. Show all posts
Showing posts with label Kala Dungar. Show all posts

Monday, October 31, 2011

બગાશું ખાતા પતાશું મળ્યું.

 કચ્છ ની ટૂર પર અમે નીકળી પડેલા... ગૂગલ ના મેપ્સ ને ધ્યાન માં રાખ્યા હતા અને તેમાં દર્શાવેલા રસ્તા અને વાહન વ્યવહાર પર મદાર રાખીને બીજા કોઈ ભોમિયા વગર, ભમવા નીકળેલા. જે જગ્યા એ રસ્તો દેખાડેલો ત્યાં રસ્તોજ ના નીકળ્યો. ૪૭ કિલોમીટર નો રસ્તો ૨૭૫ કિલોમીટર લાંબો નીકળે ત્યારે પ્રવાસીઓ ની જે હવા નીકળે તેવી નીકળેલી. રાત વેરાન વગડામાં મંદિર ની અટારીમાં સુઈને કાઢવી પડે અને કાઢી. ૧ કલાકની ટુંકી મુલાકાત નક્કી કરી હોય ત્યાં ૧ રાત કાઢવી પડે તેય કાઢી. પણ તે વધેલા કલાકમાં શું કરવું? 
બસ પછી તો એ સ્થળનો ઈતિહાસ ફંફોળવા બેઠા. અને તેમાજ આવું બગાશું ખાતા પતાશું મળી ગયું.
મુદ્દાસર વાત.
ગુગલ મેપ ના આધારે અને નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલ હોર્ડિંગમાં લખાણ અનુસાર, ક્ત્ચ્છ નો કાળો ડુંગર અને ધોળાવીરા ૩૭ કિલોમીટર દુર છે. પણ તે રોડ-રસ્તે ૨૦૦ કિલોમીટર કરતા પણ વધારે દુર નીકળ્યું. રાત્રે કાળા ડુંગર નો સૂર્યાસ્ત દેખવાની લાહ્યમાં અમે રાત્રે ત્યાં પહોચી ગયા.અને ત્યાં મજા આવી પણ નીકળતી વખતે ખબર પડી કે ધોળાવીરામાં ગુજરાત ટૂરિઝમના "તોરણ" માં બુકિંગ કરીને રાત રોકવાના અમારા સ્વપ્ન,કાચની બારીને, ગલીના કોઈ ટાબરિયાનો છગ્ગો મારવાનો પ્રયાસ થાય ને તેનો ફટકો મરેલો બોલ અથડાય ને એ કાચની જે હાલત થાય તેવી હાલત અમારી થયી. રાત ત્યાજ રોકાઈ જવું પડે તેવું થયું. દત્ મંદિર ની ખુલ્લી અટારીમાં,ડુંગર પરની ઠંડીમાં લંબાવી દીધું.

બીજા દિવશે સવારે બાપુ તો ડુંગર ને ફેદવા નીકળ્યા. કોઈ ભોમિયો નહિ ...બધા કહેતા કે આ કત્ચ્છ પહેલા દરોયો હતો અને આ ડુંગર પણ દરિયો હતો ..હિમાલય ની જેમ... પણ બાપુ સાબિતી આલો ... ગયા વર્ષે રાજસ્થાનમાં જેસલમેર ગયા હતા ...અને ત્યાં મીલીયન વર્ષના ઝાડના અવશેષોને સાચવી રાખેલા અને રાજસ્થાને તેને પર્યટન સ્થળ તરીકે પન્કાવેલુ એ નાનકડી સાબિતીઓ ને રક્ષિત કરીને. એટલે મને થયું કે ઉત્સવ પ્રેમી,અમારા નરેન્દ્રભાઈની નજરમાંથી તો એ ગયુ જ ના હોય. મને થયું કે લોકો કહે છે કે આ દરિયો હતો તો એવા અવશેષ અહી પણ હશેજ ને ? અને હોય તો ગુજ. સરકાર રાઈ નો પહાડ કરીનેય સુરક્ષિત રાખ્યુંજ હશે ને ? ત્યાં ના મંદિર ના વ્યવસ્થાપકો ને વાત કરી જોઈ. એ બધાને ત્યાનીતો ખબર નહોતીજ (કાલા ડુંગરની) પણ ધોળાવીરા માં પણ ખાડા ખોદયા છે બીજું કશુજ જોવા જેવું છે નહિ તેવી ઉલટાની તેમણે વાત કરી ...ત્યારે એક આઘાત લાગી આવ્યો...
મને ખબર પડી ગયી કે હવેજે કરવાનું છે તે માંરેજ કરવાનું છે. અને પછી પથ્થરોને શોધવા નીકળી પડ્યો. મામા-ફોઈ ભાઈઓ બધાને કહ્યી દીધું કે આવું આવું દેખાય તેવા પથ્થર મળે તો કહેજો ... બધા ટ્રેકિંગ કરતા કરતા અંદર ગયા પણ પછી થાકીને પાછા આવ્યા. વાતાવરણ ખુશનુમા હતું એટલે મેં તેમને નાસ્તા પાણી-કરવા જવાનું કહ્યું અને બી.એસ.એફની કેન્ટીનમાં ચા-પીને પાછો નીકળી પડ્યો.. એ પથ્થરોની તલાશમાં ... કરોડ વર્ષના ભૂતકાળ ની કોઈ એક ડી ની શોધમાં.
અને છેવટે એ મળી પણ આવ્યા...એજ મંદિરની બહારજ ...
કાલા ડુંગરથી કુરન સુધીનો રસ્તો અને કેડી બનાવવા માટે, મજુરો જે પથ્થરો ને હથોડા મારી રહ્યા હતા તેજ પથ્થર એ દરિયો હતો તેની સાબિતી લઈને લાખો વર્ષ થી ત્યાં ઉભા હતા.. એજ પથ્થરમાં શંખ, છીપલા, સેવાલ ના અવશેષો મને મળી આવ્યા...લાખો વર્ષો થી સચવાયેલા..અને તેય પાછા કત્ચ્છ્નાં સૌથી ઉંચા સ્થળ પરથી અને પથ્થરોમાં સોસયેલા પાણીના અવશેષોને જોઈને હું ભાવાવેશમાં આવી ગયેલો ...કોણ જાણે ક્યારથી કત્ચ્છનું નામ આવતું અને મને આ ડુંગરોનું આકર્ષણ રહેતું... સી.એ. ના ક્લાસ માં પણ ઘણી વાર હું કચ્છ , માડાગાસ્કર, દરિયા , રણ વગેરે ની વાતો કરતો. ...
મેં એ મજુરોને વાત કરી કે આ પથ્થર ઘણા મહત્વના છે તોડશો નહિ... પણ મારી વાત કોઈ ધ્યાને ધરવા ત્યાર નહોતું...ત્યાંથી નીચે આવીને ખાવડા પોલીસ સ્ટેશન પર વાત કરવા ગયા ...પણ ત્યાની ...તેમની માંન્શીકતા દેખીને માંડી વળ્યું ... હશે ...જે પથ્થર તૂટ્યા પહેલા પડેલા ફોટા અહી કાલે અથવા સાંજે પોસ્ટ કરીશ... કેમેરા ની બેટરી ડીસ્ચાર્જ થયી ગયેલી એટલે મોબાઈલ થી પડેલા છે ...સેમસંગ ગેલેક્ષી પ્રો એ થોડોક સારો સાથ આપ્યો.
 — at kala dungar, kutch