Friday, October 15, 2010

ટોપી વાળો

.. ટોપી વાળો part ૧:
એક વાર ટોપી વાળો ટોપી વેચતા વેચતા થાકી ગયો. એક ઝાડ ની ઘટામાં આરામ કરવા બેઠો અને થોડી વાર માં સુઈ ગયો. ઝાડ ઉપર વાંદરાઓ હતા. તેમણે ટોપી નો થેલો દેખ્યો. તેઓ નીચે ઉતરીને એક પછી એક ટોપી લઈને ટોપી વાળા ની નકલ કરતા ટોપી માથા પર પહેરી લીધી. ટોપી વાળો ઉઠ્યો ત્યારે બધી ટોપીઓ ખલાસ. એને એના બાપુજીની વાત યાદ આવી.

તેને ટોપી જમીન ઉપર ફેંકી દીધી.તો એક વાંદરો આવી એ ટોપી પણ લઈને ઉપર જતો રહ્યો.
ટોપી વાળો માથુ ખંજવાળતો રહ્યો. ત્યાં વાંદરાનો સરદાર નીચે આવીયો અને ટોપી વાળા ને લાફો મારતા કહ્યું.
"તારા બાપા તને કહીને ગયા તો મારા બાપા નહી કહી ગયા હોય .... !! "

વાર્તા શાર: હાર કે જીત નો રસ્તા ક્યારેય same નથી હોતો. જીતનારો મદમાં ભૂલી સકે, અને હારેલા ભૂલ સુધારી સકે છે

Don't think that success will come on the same way ... actually that way is consumed..

No comments: