Sunday, October 24, 2010

ઋષિમુનીઓ Scientist હતા કે Scientists ઋષિમુનીઓ

બીજે, લાખો,વખાણે છે,તેવા માલનો મારો વેપાર છે 
અહી બસ્તી છે જૈનોની ને મારે ડુંગળીનો કારોબાર છે..
ભવોના સ્વરૂપનું,જેમાં ક્ષણભરમાં થાય ભાન,એવા 
આ નગરી છે અંધોની ને,આયનાઓની, દુકાન છે 
કીડીને બચાવનારા,અહી ભટકાય જાય છે સામસામા    
તેના આક્ષેપ છે પથ્થરના,ને આ કાચનો દરબાર છે

જેમ જેમ વિજ્ઞાન ની નવી શોધ થાય તેમ તેમ કેટલીક કપોલ કલ્પિત લાગતી ધાર્મિક વાતો સાચી પડતી જાય છે. અને આપણે કહીએ છીએ કે એ વખતના ઋષિમુનીઓ તો scientist હતા તેમને આટલા વર્ષો પહેલા આવું જાણી લીધું હતું. આપણે તે વખતે આપણાં ધર્મગ્રંથોની વાતો ને ઢોલ નગારા સાથે ગાઈ વગાડીએ છીએ. પણ આજ મુદ્દા પર, આજના scientist ને એજ ઋષિ મુનીઓ ની લગોલગ બેસાડી નથી સકતા. આજ scientist જયારે નવી વાત બહાર પડે છે ત્યારે તેમના વખાણ નથી કરી સકતા. કેપ્લેર હોય કે ગેલેલીઓ તેઓનીય, તેમના જ વખતના ધાર્મિક વડાઓ એ પત્તર ફાડી હતી. જાણે અમારી એક વાત scientist  સાબિત કરે એટલે આખે આખું કોળું દાળ મા ઉતરી ગયું તેવું માણીએ છીએ. આજ વૈજ્ઞાનિકો ની વાત પછી કોઈ બીજો વૈજ્ઞાનિક અલગ સાબિત કરે ત્યારે "... જોયું બધાય આવા જ છે ..." ની કથા મા આપડે ય સ્વાહા સ્વાહા કરવા ઉતરી જઈએ છીએ.
આજના scientist  ને ઋષિનો દરરજો કોઈ આપે કે નહિ તેની કોઈ પડી નથી હોતી. તે તો પોતાની ધૂન મા ચાલ્યા જ કરે છે. અહી ધર્મના નામે હજીય ખીચડી પકવનારા છે. મહાવીર ને એક microbialogy ,કોસ્મિક થીઅરી કે ફીસીક્સ ના scientist  કહેવું ખુબ સારું રહશે પણ એનો અર્થ એવો નહોતો કે તેમની બધીજ થીઅરી સચીજ પડે. તેમને કરેલી કેટલીય વાતો તે વખતના સંદર્ભ મા સાચી હતી. તેમને જેટલું દેખ્યું તે કહ્યું.. જેવું દેખ્યું તેવું કહ્યું. તેમને એવી કેટલીય વાતો એવી છે કે જે નહોતી કરી અને આજના વિજ્ઞાને તે કહી છે સાબિત કરી છે અને તે વખત ની કેટલીય વાતો જો આજના વિજ્ઞાને જુઠ સાબિત કરી હોય તો પાછા દિમાંગ ની કઢી થયી જાય તેવા ઉલટા તર્ક વિતર્ક લગાવીને તેને નજર અંદાજ કરવાની શાહમૃગ વૃતિ અપનાવી લઈએ છીએ.
હજી આજેય પૃથ્વી ચોરાશ જ છે તેવું માનનારા ની કમી નથી. હજી આજેય electronic  ચીજોને અછૂત સમજનારા લોકો છે. Ro  વોટર નેય ઉકાળીને પીનારા છે. મહાવીર ના જ microwaves સિદ્ધાંતને અનુંશરીને બનાવવામાં આવેલા મોબઈલ ફોન મહાવીરના જ પંથ પર ચાલનારા, અપનાવા દેવા તૈયાર નથી.
સટાક:

અરીહંત અને તીર્થંકર બે જુદા સબ્દો છે.બધા કેવ્ળીઓ અરીહંત કહેવાય, બધા અરિહંતો, તીર્થંકરો નથી થતા. નમો અરીહંતાણમ એટલે શું તે ખબર પડી ..? 

No comments: