Sunday, September 4, 2011

રીયલ એસ્ટેટ અને ગુજરાત

હું અહી શું લખી રહ્યો છું તેમાં કોઈ ટોપિક નથી.. જે વિચાર આવે છે તે કોઈ પણ રીધમ વગર લખી રહ્યો છું.

દુબઈ થી અહી આવ્યા બાદ, હું બહુ બધી જગ્યાએ ગામડાઓમાં ફર્યો છું. મારા દાદાના ખેતરમાં ONGC નો તેલનો કુવો નાખવાનો આવ્યો એટલે અમને નોટીસ મળી હતી. હવે અમારા હાથમાંથી તે બાપદાદાની જમીન જય તેમ હોવાથી અમે નવી બીજી જમીન લેવાના મુડ માં હતા.એટલે અમે ઘણી જગ્યા એ ખેડૂતો સાથે વાટાઘાટો કરી. જ્યાં તપાસ કરીએ ત્યાં અમને જમીન ના ભાવ બહુ વધી ગયા છે તેવું લાગતું..આજથી ૪ વર્ષ પહેલા જે જમીનના ભાવ ૨ લાખના હતા ત્યાં આજે ૧૦-૧૨ લાખ ના ભાવ થયી ગયા હતા. મને ખબર નહોતી પડતી કે આવું કેમ થયું હશે. શું ખેડૂતો ખુબ સમૃદ્ધ થયી ગયા છે કે ખેતરો ? શું આ ગુજરાતની પ્રગતિનો માપદંડ ગણી સકાય? પહેલા જમીનને વેચવી એટલે પાઘડી વેચવી તેવું માનતા ખેડૂતો આજે વેચવા પણ તૈયાર થયી જાય છે. મેં પૂછું તો કેટલાકે જવાબ આપ્યો શું કરીએ, આ ગવર્ન્મેન્ટ ક્યારે કઈ સ્કીમ લાવશે ને પછી ઉધ્ધોગ પતિ અમારી પાસે થી મફતમાં જમીન પડાવી લેશે તેની ખબર નથી. આ સરકાર ભુરાંતે ભરાયી છે અમારી જમીન ક્યારે જશે તે નક્કી નથી. તેના કરતા આપણાં ભાવે વેચી દેવી સારી.

ખેતીની જમીન ના ભવો વધ્યા છે. તેથી ખેતી કરતા હોય તેમના માટે opportunity કોસ્ટ વધી છે. તેથી ખેતીની પેદાસના ભવ પણ વધારવામાં આવ્યા છે .જો.....ખેતીની પેદાશના ભાવ વધારવામાં ના આવેતો.... ખેડૂતો જમીન વેચીને પૈસાને FD માં મુકીને વ્યાજ ખાતા થયી જાય. હવે ખેડૂતના દીકરાઓ ભણવા લાગ્યા છે. ભણીને કમ્પ્યુટર પર કમ કરીને કમાવવું છે. tranportation સરળ થયું છે.ખેડૂતનો દીકરો શહેરમાં ૩૦ મીન માં પહોચી જાય છે. તેથી તેને ગામડામાં રહેવું છે કમ શહેરમાં કરવું છે.તેનો બાપ વિચારે છે કે બે વીઘા જમીન માં વરશે ૨૫૦૦૦ નું પાકે છે. છોકરો શહેરમાં આવજા કરીને ૫૦૦૦૦ કમાઈ લે છે. તો મેલ ને પૂળો, આ વધતા ભાવે જમીન વેચીને FD કરાવી દઈએ.

તો પછી આ જમીન લે છે કોણ ?જમીન લેનારા બે પ્રકારની વ્યક્તિઓ છે.
૧. શહેરમાં જમીન વેચીને સારા રૂ. મળ્યા હોય તે પોતાનો સ્ટોક સરખો રાખવા બાજુના ગામડાઓમાં જમીન લઇ લે છે. અને તેમણે ખેતી જોડે કોઈ લેવા દેવા નથી. તે નજીક ના ભવિષ્યમાં ભાવ વધે એટલે ફરી થી વેચી નાખવી છે અથવા કોઈ બિલ્ડર જોડે ભેગા થઈને સ્કીમ બહાર પડવી છે.
૨. મોટા ઉધ્ધ્યોગ પતિઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ખેતીની પેદાશ માં રહેલી આર્બીત્રેસ્ન ની સક્યાતાનો લાભ લેવા અત્યારથી જમીન હસ્તગત કરી રહ્યા છે. તેઓ ખેડૂતની આખા વર્ષ ની કમાણી કરતા ડબલ વ્યાજ આવે તેટલી રકમ માં જમીન પડાવી લે છે. શું હોઈ સકે તેનો નિર્દેશ?

એક જબરદસ્ત વાવાઝોડું ફૂંકી રહ્યું છે અને આ તેજીમાં કેટલાય નાગા થયીને નાહવા પડ્યા છે. એતો ભરતી જાય અને ઓટ આવે ત્યારે ખબર પડશે કે કોણ કોણ નાગા નાહવા પડ્યા હતા ...


વિચારો કે અર્થતંત્ર ના ફલક પર શું થયી રહ્યું છે. અને આની સાથે એ પણ જોશો કે નવા પાન કાર્ડ ધારકો વધી રહ્યા છે અને પાછા આવક હોય તેનાથી વધુ બતાવીને પણ ઇન્કમ તેક્ષ ના રીટર્ન ફાઇલ કરાવે છે. જયારે વર્ષની ૧,૫૦,૦૦૦ ની આવક ધરાવનાર વ્યક્તિ પોતાની અને પોતાની પત્ની ના રીટર્ન ની ભેગી થયીને ૩,૦૦,૦૦૦ ની આવક બતાવે ત્યારે શું રન્ધાયી રહ્યું છે તે આપણાં મનમોહક વડા પ્રધાન કે ચાસ્મીસ FM ને દેખાતું હશે કે નહિ ?

દુબઈ માં રીઅલ એસ્ટેટ માં આવીજ રીતે ગર્ભિત લેખ લખેલો હતો ૨૦૦૮ માં. ઈચ્છું છુકે અહી એવું નહિ થાય . અને આશા પણ છેજ કે અહી આવું નહિ થાય કારણકે દુબઈ માં સમાંતર બ્લેક માર્કેટ જેવું કઈ હતું નહિ.અને અહી છે. આ બ્લેક માર્કેટ કદાચ આપણી સિસ્ટમ ને આંચકા આપતા બચાવી શકશે !!!!!!!!!!!!!
વધુ ફરી ક્યારેક

No comments: