Sunday, September 4, 2011

મારી લેખન યાત્રા

અહી લખવું એ હમેશા મારા માટે એક પ્રયોગ શાળા જેવું બની રહ્યું. એક શાંત સરોવર ના પાણી માં કોઈ એક કાંકરો નાખે અને તેના વમળો કેવા સર્જાય છે ???તેના કદ, દળ , ઘેરાવા, તરંગ લંબાઈ વગેરેના તાગ મેળવીને હું મારી જાત ને મઠારતો રહ્યો છું. આ એક એવી પ્રયોગ શાળા રહ્યી કે હું મારા એક સેમ્પલ ના,કોઈ એક નહિ પણ અનેક સ્ત્રાતાઓ ના પોપ્યુલેશન પર ટેસ્ટ કરીને તેના પરિણામો જાણી શક્યો છું. અને તે પણ આપના જેવા હાજર એક્ટીવ , તીખા, તમતમતા તરંત રોકડું બોલી કે પરખાવી નાખનારા લોકોના પોપ્યુલેશન માંથી બનેલા સ્ત્રાતા ને સામે મને આ તક મળી.
આજે હું જયારે પાછળ વળીને એક વાર હું મારી ખુદ પર નજર કરું છું ત્યારે મને અનહદ આનદ વર્તાય છે કે આપ સૌના સાથથી, આ ફેશ્બૂકના ઓટલે હું કેટલો જલ્દી થી ઘડાઈ ગયો છું.
મારો સ્વભાવ શરૂઆતમાં બહુ બધા ની સાથે હૈશે-હઇશો કરવાનો રહેલો.ત્યાર બાદ, એક અલગ ચીલો પાડનારો વર્ગ દેખ્યો એટલે પછી હું પણ તેને રવાડે ચઢ્યો. અને લોકો ની લાગણીઓની દુખતી નશ દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમાં મને ઘણા લોકોની શહનુંભુતિઓનો પરિચય પણ થયો.
હું ઉશ્કેરાયો વધુ તીખા/મસાલાવાળા સ્પાઈસી લખાણો લખવા લાગ્યો. અને જાણ્યું કે લોકો ગળ્યું ખાવા કરતા તીખાના શોખીન છે. પછી તો આપને હાંક્યે રાખ્યું.

આજે, પર્યુષણ ના પર્વની આંઠ આંઠ સામયિક અને આંઠ આંઠ પ્રતીક્રમનો ની મારી પોતાની લેબ માં જયારે મારા ખુદના "બ્લડ" સેમ્પલ ચેક કર્યા ત્યારે ખબર પડી કે લોકોને તીખું ખવડાવવાના શોખમાં હું પોતે પણ તેજ રોગ નો ભોગ બની ચુક્યો છું. લોકો તો મારી લારી એ "તીખા મશાલા" ખાઈને તે "દાળના" જે સડાકા બોલાવતા હતા તેમાં જ મેં મારી "રશોઈની" કાબેલિયત માની લીધેલી. અને તે જ "દાળના" મેંય સડાકા બોલાવવા ચાલુ કર્યા ત્યારે ખબર પડી કે મેં, મને-ક-મને મારી "હોજરી" પર બહુ અત્યાચાર કર્યો છે.
દોસ્તો, મને માફ કરશો. મને ખબર છે કે મેં ઘણી વાર, તમને પણ મારા તે "સ્વાદની" અડફેટે લીધા હશે.

No comments: