Showing posts with label કોન્ડોમ ની ગંધ. Show all posts
Showing posts with label કોન્ડોમ ની ગંધ. Show all posts

Sunday, November 15, 2009

કોન્ડોમ ની ગંધ, Duality in me.


કાલે રાત્રે રવિવારની માથાકુતો પછી આખી society સુઈ ગયી હતી ત્યારે રવિવાર ની પૂર્તિ ગુજરાત સમાચાર ની લઈને બેઠો. લગભગ બધાજ લેખ વાંચવાની ટેવ છે. અને તેમ કર્યું પણ ખરું.બસ, એક લેખ spectrometer (સ્પેક્ત્રોમીતર ) નો જય વસાવડા નો લેખ એક ઊંડા સામાયિક માં લઇ ગયો. આખો લેખ એક કવિતા હતો. મને ખુબ ઊંડા શ્વાસો લેવરાવી ગયો. વાક્યે વાક્યે ટપકતી કવિતા ની પંક્તિઓ જાણે મારીજ વાત કરતી હોય તેવું લાગ્યું. જિંદગીના લાંબા પથ પર કેટલીયે વાર આવા અનુભવો થયા છે. અને હમેશા એવું અનુભવ્યું પણ છે કે માણસો ની વચ્ચે હું મારી જાતને શોધતો હોઉં. અને અચાનક વિચારતો થઈ જતો કે હું કોણ છું? આ બધા કોણ છે ? મારે તેમની જોડે સંબંધ શું? હું કોઈની favour કરું કે વિરોધ કરું તો પણ શું કામ ? અને જવાબ શોધ્યા કરતો. કેટલાય ગ્રંથો ફંફોળી જોયા. કેટલાય યુગપુરુષો ને સાંભળ્યા અને વાંચ્યા. સામાજિક પ્રશંગો થતા અને ખુશીના માહોલ વચ્ચે લોકો સાથે હળીમળી ને વાતો કરતો. પણ અંદરના પ્રશ્નો અકળાવી મુકતા. જેમ કે,

મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા
etc અત્તરોની સુગંધ .
ને પછી થયું હોય યુદ્ધ
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું
અને પછી તૃપ્તિ અને સંતોષના
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો
ત્યારે ,
થાકેલું શરીર કહેતું
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા ....
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું...
નાક ઉપર આંગળી મુકાવીને
અને બતાવી
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું?

નાનપણ થી અત્યાર સુધી મેં મારી અંદર ના બંને ને એકસાથે વાત કરતા જોયા છે. એક લઇ જાય છે ગામ તણી અને બીજું લઇ જતું સીમ ભણી. હું મારી જોડેજ યુદ્ધ કરતો રહ્યો છું. અને તેમાંથી નિર્માણ થતું એકલતાપન. શરૂઆતમાં આવી એકલતા થી ગભરામણ થતી. અને જિંદગી માં મારી આસપાસ ની વ્યક્તિઓ પણ અકળાઈ જતી. ત્યાજ મને સાથ મળી ગયો દાદાનો, નીરુમાનો અને દીપકભાઈનો. ઉત્પન થયેલા અને હજી સુધી ના થયેલા તમામ પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. મારી આખી થીંકીંગ પ્રોસેસ ધીરેધીરે dual માંથી બહાર આવી ગયી. હવે એકલતા સાલતી નથી પણ તેમાં જ મોક્ષનો આનંદ અનુભવવા લાગ્યો છે. મૃત્યુ પછી ના મોક્ષના અનુભવતો ખબર નહિ ક્યારે કોણ કરશે પણ હવે તો જીવતા જ એકલતા માં પણ મોક્ષ નો આનંદ લઇ રહ્યો છું. કારણ કે એકલતા ઉત્પન કરનારા કારણો,પ્રશ્નો ના જવાબ જ મને મળી ગયા છે .