Showing posts with label ખળખળતું હાસ્ય. Show all posts
Showing posts with label ખળખળતું હાસ્ય. Show all posts

Monday, November 22, 2010

ખળખળતું હાસ્ય

વહેલી સવારે તું કુકડો બની ને આવે છે 
રાતના અંધકારમાં તું દીવો બનીને આવે છે 
ક્ષણ ક્ષણ મારી હવે ફેલાય છે ઝરમર 
યાદ તારી એક ભમરો બનીને આવે છે 
જ્ઞાનનાં પ્રકાશને "હું" પાથરું છું આંગણામાં 
ખળખળતું હાસ્ય,રંગોળી બનીને આવે છે 
શ્રાદ્ધ એની યાદનું કરવાનું ભૂલી ગયો 
સ્વપ્ના હવે એના સફેદ થઈને આવે છે 
ગોખી શાસ્ત્રો,ને,"નામ" કરવામા જિંદગી કાઢી 
રહસ્ય જિંદગીનું,પછી,નનામી બનીને આવે છે