Showing posts with label બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી. Show all posts
Showing posts with label બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી. Show all posts

Monday, November 22, 2010

બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી

વાણી,પર જેમને કોઈ કાબુ નથી રહ્યો,
દેખ, બર્નોલ લગાડે છે દઝાડ્યા પછી 

પહાડ દુખના તમે ચઢ્યા ત્યારે
અમે તમારી ટેકણ લાકડી બન્યા'તા 
આનંદના છલકાયા'તા શ્વાસ,ત્યારે
અમે સુરમધુર વાશડી બન્યા'તા 
કસોટી થયી'તી દોસ્તીની એ ઘડીએ,
હવે આંશુ વહાવે છે ભગાડ્યા પછી 
 
અમે પરસેવે કમાયેલી શાખ મૂકીને ગીરો ,  
તમારી રમત માટે મહેલ બનાવ્યા'તા 
તમારા સ્વપ્નોમાં પુરવા રંગો અમે 
મેઘધનુષ ને ઉધારે લાવ્યા હતા        
એક બાંધી મુઠ્ઠીને અમે સજ્જડ રાખી'તી
કરડે છે રહસ્યો તેના ખોલાવ્યા પછી