Showing posts with label મને મોક્ષ ઉછીનો આપો.. Show all posts
Showing posts with label મને મોક્ષ ઉછીનો આપો.. Show all posts

Wednesday, November 3, 2010

આંઆંકક થું..

1. અતિક્રમણ થયા પછી પ્રતિક્રમણ ના કરવું તે સંડાસમાંથી બહાર આવીને હાથ ના ધોવા બરાબર છે. બીજા મા શરીર ગંદુ થાય પહેલામાં ભવ ગંદો થાય...આંઆંકક થું... 
2. હું જે કઈ પણ વિચારું છું તે તમારે માનવા જ તે જરૂરી નથી ...મારી ટની હું ફક્ત મારી વોલ પર કરી સકું તમારી વોલ બગાડવાનો મારો કોઈ હક્ક નથી જ, હું મારી શેરીના થાંભલા પર મારી સરહદ નક્કી કરું છું...તમે તમારી શેરીના થાંભલા વાહલા કરો .. 
3.  દુનિયા ને ઝુકાવાની મથામણ ના કરશો તમે ઉંચે જતા રહો ...
 નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો 

Saturday, October 16, 2010

TRAFFIC SIGNAL

1. H .L . college ક્રોસ રોડ પર દેખેલી હકીકત.
તીન્ડોડા અને ભીંડા ના ભાવ વધ્યા પણ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરીને લોકોના જીવને જોખમ માં મુકતા હરામખોરો ૫૦ રૂ. આપીને છૂટી જાય છે અને પાછો નિયમ એટલે નિયમ બોલે છે ને પહોંચ વટભેર ફડાવે છે . બોલો એક નિયમ ના ભંગ બદલ રૂ. ૫૦૦૦ દંડ કરવો જોઈએ કે નહિ. ? જેમને નિયમ પડવો હોય તેજ બોલે.. બાકીના ના જવાબ ની ખબર છે 


2. બે કાયદા લાવી દેવાના ...
1.રોંગ સાઈડ માં અક્સીદેન્ત થાય તો મેડીક્લીમ કે વીમા ની કોઈજ રકમ ના મળે. 
2.રોંગ સાઇડમાં ચલાવનાર ને કોઈ પાળી દે તો ય તેની ઉપર કેશ ના થયી સકે .


3. ભીંડા ના ભાવ કરતાય ટ્રાફિકના નિયમો તોડવા સસ્તા છે. હમણાં જ મળેલી માહિતી,ભારતમાં મોટા ભાગની અક્સીડ્ન્ત વીમા કે જીવન વીમા ની કમ્પનીઓ એ અબજો રૂ. ના કલેઈમ ટ્રાફિક ના ભંગ કરીને મૃત્યુ પામેલા વીમાધારકોના રીજેક્ટ કરેલા છે. એક ખુબજ સારી નિશાની પણ આ સંદર્ભે લોકોને educate કરવાની વીમા કંપનીઓ આગેવાની લેવા તૈયાર નથી. ચાલ્લો આપણે લિયે.


4. અમદાવાદી પાસે CRV હોય ને તોયે ૫ રૂ નું પેટ્રોલ બચાવવા ૧ કિલોમીટર રોંગ Side માં કાર ચલાવશે.


5.પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ? 

6. બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?

7. ટ્રાફિક ની વ્યવસ્થા અહી કેમ જળવાતી નથી? 
૧. ટ્રાફિક પોલીશ કે સિગ્નલ ની મીકેનીઝમ કથળી ગયી છે. અથવા,
૨. રસ્તાઓ ની સીસ્ટમ જ ટ્રાફિક વધારે છે. 
૩. હું તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માંગું છું પણ મારી બાજુમાં બધા ના પાળતા હોય તો હું પીપુડી વગાડું? 
૪. તીન્ડોડાના ભાવ વધ્યા પણ હજી સિગ્નલના ભંગ માટે ૫૦ રૂ. દંડ હોય તો શું થાય?  એક દંડ ના રૂ. ૫૦૦૦ કરી દો. 
૫. પછી ટ્રાફિક પોલીશ મોટા તોડ કરવા માંડશે, તો ભલે કરતા એતો ભૂલ કરશે તેની પાશે થીજ કરશે ને તમે કેમ બીવો છો? 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો 

Wednesday, June 30, 2010

મારી મમ્મી બહુ ઝગડાખોર છે

મારી મમ્મી બહુ ઝગડાખોર છે ...
કેમ?
હું રમતો હોઉં ને પડી જાઉં તો વાગે છે મને,
સહન કરવાનું આવે છે મારે,
દવા લેવી પડે છે મારે,
ઇન્જેક્સ્ન લેવા પડે છે મારે...
પણ તે મને લડે છે એવી રીતે કે જાણે આ બધું તેને કરવું પડે છે...
હા,દીકરા, એતો એવું જ હોય ને ..
જ્યાં સુધી તું મોટો ના થાય ત્યાં સુધી
તને કઈ થાય તો મમ્મી ને પણ વાગે
તમને મમ્મી લઈને આવી હોય ને એટલે
તમને જેટલું શરીર પર વાગે તેટલું મમ્મી ને
ર્હુદયમાં જોરથી વાગે. પછી કેવું દુખે.. ?
તમને લોહી નીકળે ને તો..
મમ્મીનું લોહી ફરતું બંધ થયી જાય ..બોલ..
હે...
___________________________________________
કોમ્પ્યુટર ને વિડીઓની ગેમ છોડી આવ્યો છું..
ઊંઘતી મમ્મીને હાથતાળી દૈ આવ્યો છું..
બચપણ તો ચાલ્યું જશે પછી કળ ના વળશે.
બે ઘડી વેકેસનમાં ,(આપડી) રમત રમવા આવ્યો છું.
_________________________________________________
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે.
એટલે અમને રમવા નથી જવા દેતી...
અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું..
મારા માળિયા માં ૫૦ લખોટી અને
૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ ...



Saturday, March 20, 2010

મને મોક્ષ ઉછીનો આપો., Lend me thy moksha.

1. આફૂસ કેરી ખાવાનોય સમય ના હોય તેની પાસે જ આફૂસ કરી ખરીદવાના પૈસા આવે છે.

2. સંજોગ...એટલે ..જુઓ ...તમારા ઘેર થી બાર(દારૂના) સુધી જવાનો રસ્તો ૧૦ મિનીટ નો હોય પણ એજ બાર થી ઘેર પહોંચતા ૩૦ મિનીટ થાય એવું બને. કેમ...રસ્તા એજ ...વ્યક્તિ એજ ? કારણકે વચ્ચે સંજોગ બદલાયી ગયા તેમ કહેવાય.
3. એતો બરાબર પણ,જવાની છે એટલે બધું બરાબર લાગે. પણ ઘડપણમાં તબિયત વગેરે સાથ ના હોય ત્યારે લગ્ન ની કિંમત સમજાય આજકાલ તો દીકરાની પાસે પણ અપેક્ષા ક્યા રાખી સકાય છે? . ...એમ... તો તો wife નો વીમો પણ ઉતારવી લેવો પડે, કારણકે ઘડપણ માં એ વહેલા જાય તો પછી Nurse નો ખર્ચો કોણ આપે અથવા ફરીથી લગ્ન કરવા પડ્યા તો ????
4. સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા.
5. ભાષા ની જ મોંકાણ છે. જેમ english બોલીને રોફ છંટાય છે તેમ સંસ્કૃત નો પણ રોફ છંટાય છે. જો લગ્નની વિધિ ગુજરાતી માં થાય તો ૫૦% છૂટાછેડા અટકી જાય.
6. લગ્નમાટે વાસના ગૌણ હોતને તો લગ્ન કરાવનાર ગોરમહારાજને ફટકારીને પૂછ્યું હોત.. કે એય... હેય ..મારા નામે કયા કયા વચનો આપો છો ?
7. કોણ તમારી નજદીક છે.. એતો કોઈના મૃત્યુ ના સમાચાર આપતી વખતે કયો સવાલ આવે છે તેનાથી નક્કી થાય ... (૧). ના હોય... તમે ક્યા છો હું આવું છું.. (૨). હે..ક્યારે ..ઓકે ઘેર લઇ ગયા ... ? (૩) ઓહ આઈ સી ક્યારે કાઢવાના છે ? (૪) ..હે... બેસણું કયારે રાખ્યું છે ?
8. દોસ્તી એટલે ... બે કી.મી. દુર ઘાયલ થયેલા દોસ્તના ઘેર જવાના બદલે ફેસબુક પર "ગેટ વેલ સૂન" કરવું એટલે કાચી દોસ્તી અને બારણે આવીને દોસ્ત ટકોરો મારે તે પહેલા બારણું ખોલી નાખીએ તે પાક્કી દોસ્તી.
9. જુઓ ને... માંણ માંણ જિંદગીનો અર્થ સમજાય ત્યાં જ અર્થી ઉપડી જાય છે.
10. વિશ્વાસ ... તમે કોઈને ૨૩ રૂ. ની વસ્તુ વેચી અને તેણે ૧૦૦ રૂ. ની નોટ આપી. તમે ૭૭ રૂ. પાછા આપ્યા. જો તેણે ગણ્યા વગર ખીસ્સા માં મુક્યા તો તમે વિશ્વાસપાત્ર છો. અને તેણે ગણીને મુક્યા તો ...તમે વિશ્વાસ પાત્ર છો તેની તેણે ખબર નથી.

11. લોભ ?... આતો ધંધાર્થીઓની વાત છે ..જે બપોરે ઘેર જઈને જમે તેનો ઓછો, ધંધા પર ટીફીન નું જમે પણ સમયનો ચલાનાંક ૦ તેને મઘ્યમ અને ધંધા પર ટીફીન નું જમે પર સમયનો ચલાનાંક વધારે તે વધારે લોભી કહેવાય.

12. ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન. લાગે ત્યારે છીં કરી લે તે મારો ભગવાન.એતો ચમત્કારમાં નહિ સહજતામાં છે.
13. વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
14. ટોળું એટલે સત્યનો નાશ, સત્યાનાશ. સત્ય મળે એકાંતમાં,પછી તેના distribution નો ભાવ જાગે. એટલે setup નક્કી થાય. પછી એક organisation બને.Organisation માં પૈસા આવે. પૈસા ટોળું ખેચી લાવે. પછી ટોળાને જાળવવા માટે કવાયત થાય. પછી એ ટોળા ને જોઇને celebrates આવે. એ પાછું ટોળું લાવે... બોલો હવે ????
15. જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?
16. કંજુસાઈ ... એતો અમદાવાદી ને પૂછો ...તે મર્સિડીઝ ના showroom માં જઈને પહેલો સવાલ કરશે ... CNG મોડેલ છે ?અને પેટ્રોલ બચતું હોય તો ગમે તેવા રસ્તે તે રોંગ side માં કાર ચલાવશે.

17. સતયુગ અને કલિયુગ વચ્ચે તફાવત એટલે ... આપળે કોઈને પૈસા આપીયા હોય અને તે પાછો આપે એટલે આપળે receipt આપીએ અને લખીએ કે "Received with thanks " ...તે કલિયુગ જયારે સત્ત્યુગ માં તે પૈસાની સાથે receipt આપે લખીને કે "Returned with Thanks "

18. બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે.
19. લોકોને, સ્વપ્નાઓ દેખીને કામે વળગી જનારાઓની કંપની ના શેર ખરીદી, સ્વપ્ના દેખવાની ટેવ હોય છે.
20. બેસ્ટ ડ્રેસસેન્સ કોને કહેવાય? જે પોતાના શરીર ની ભૂગોળ સમજી, આસપાસ ના નાગરિકોના શાસ્ત્રનું ધ્યાન રાખીને ઇતિહાસ રચે.

21. સારા સિનેમા ,નાટક મનો:રંજન કરે છે. ધ્યાન વી. થી ચિત:રંજન થાય છે. જયારે આત્મા માં રહેવાથી અલખની:રંજન મળે છે.

22. દરેક વ્યક્તિ નું માનસિક લેવલ તે ક્યારે કોના પક્ષમાં હોય છે તેનાથી નક્કી કરી સકાય છે.માનસિક લેવલ ના નીચલા સ્તરે તે પોતાના સિવાય કોય્નાય પક્ષમાં નથી હોતો જેમકે આદિવાસી જાતિની વ્યક્તિ.ધીરે ધીરે તે કુટુમ્ભ પછી શેરી, ગામ , સમાજ ના પક્ષ લેતો લેતો માનસિક રીતે develop થતો જાય છે. પછી તેના devlopment ના લેવેલ પ્રમાણે તે રાજ્ય નો પક્ષ, પછી ભાષાનો પછી દેશનો અને છેલે પર્યાવરણ નો પક્ષ લેતો થાય છે.
આટલે સુધીના development એ એક મનુષ્ય તરીકેની અન્ત્યાંતિક સિદ્ધી છે. પણ જયારે પર્યાવરણ ની પણ આગળ વધી ને કોઈ જીવમાત્ર નો પક્ષ લે તે મનુષ્ય મટીને મહામાનવ ના લેવલે પંહોચી ગયેલ હોય છે.

23. જમીને થાળી dinning ટેબલ પર જ મૂકી ને ઉઠી જનારા, તે થાળી ને એંઠી સમજે છે. તેઓનું વર્તન કામ પતિ ગયા પછી, વેસ્યાવાડા જેવું હોય છે.
24. ભૂલ જે ના ચલાવી સકાય ...? ...દરરોજે કઈ ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું.. અને થયેલી ભૂલો માંથી શીખવાનું ભૂલી જવું.