અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે, તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે, હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો, સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે .
Saturday, November 1, 2008
Toys of Ashes...
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે..
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં.... રેરાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે...
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે.......... રે રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા..
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા....રે રાખનાં રમકડાં, રમકડાં …
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment