Monday, November 30, 2009

લગ્નની મુર્ખામી



લગ્ન એ અલ્લાહ ની નથી મહેરબાની,
એતો છે વળગેલી જવાબદારી
જવાબદારી વળગે ને ઉત્સવ માનવીએ
એજ તો છે મુર્ખામી.
મુર્ખામીને સ્વીકારવી એય છે ઈમાનદારી
અને તક મળે એ
મુર્ખામીને સુધારવી એ છે સમજદારી

Wednesday, November 25, 2009

અમદાવાદ traffic સમસ્યા કેમ છે ?

જવાબ છે સાદો .. અમદાવાદ ની પ્રજા ને કારણે. ખબર નહિ કેમ પણ રોડ ઉપર નીકળેલી દરેક વ્યક્તિ બીજા બધા કરતા વધુ ઉતાવળી છે. લાગે છે કે દરેક વ્યક્તિ ક્યાંક ચાલુ થયેલ મફત ના સેલમાં જવાનું હોય તેમ બીજા કરતા આગળ નીકળવાની જવાની હોડ માં છે. આ વિડિઓ સી. જી. રોડ પર આવેલી ગીરીશ કોલ્ડ ડ્રીંક આગળ ના ચાર રસ્તા પરની છે. દેખો ક્યાંક તમે તો અમ નથી ઝડપાઈ ગયા ને ?


Trial Balance

વહેલી સવારે કુકડો બોલે ને યાદ આવે
નવો દિવસ, નવી રાહ, નવી દિશા
અને સુરજ ને કહેવાનું મન થાય,
Thank you ,
દરરોજ ખુલતા જાય નવા સ્વપ્નોના ખાતા
અને પછી ઘણી વાર એ ખાતામાં
કઈક entry પડે તેની રાહ જોવામાં
માથાના વાળ તેનો રંગ બદલતા જાય
ત્યારે ઘરની ખડકીપર આવી ને બેઠેલો કાગડો
કો'કના આગમન ની કાળી યાદ અપાવે
ને મનમાં થાય ઝબકારો
કે,
ખાલી ખાતાઓ ને ભરવામાં
ખબર નહિ ક્યારે બંધ થઇ જાય આ ચોપડો.
એટલે જ દરરોજ રાત્રે
હું તો તૈયાર રાખું છું સરવૈયું..
ટાંટિયા ના મળે તો પ્રતિક્રમણ
અને સામાયિક નું રાખું છું રખોપું

ખંડિત માપસર



આવડી ગયી જીવવાની રીત માપસર
તેથી થયી જિંદગી ની જીત માપસર
અમથું નામ લખાય ના ઇતિહાસમાં કદી
તેથી, કિલ્લાઓ બને છે ખંડિત માપસર

Sunday, November 15, 2009

કોન્ડોમ ની ગંધ, Duality in me.


કાલે રાત્રે રવિવારની માથાકુતો પછી આખી society સુઈ ગયી હતી ત્યારે રવિવાર ની પૂર્તિ ગુજરાત સમાચાર ની લઈને બેઠો. લગભગ બધાજ લેખ વાંચવાની ટેવ છે. અને તેમ કર્યું પણ ખરું.બસ, એક લેખ spectrometer (સ્પેક્ત્રોમીતર ) નો જય વસાવડા નો લેખ એક ઊંડા સામાયિક માં લઇ ગયો. આખો લેખ એક કવિતા હતો. મને ખુબ ઊંડા શ્વાસો લેવરાવી ગયો. વાક્યે વાક્યે ટપકતી કવિતા ની પંક્તિઓ જાણે મારીજ વાત કરતી હોય તેવું લાગ્યું. જિંદગીના લાંબા પથ પર કેટલીયે વાર આવા અનુભવો થયા છે. અને હમેશા એવું અનુભવ્યું પણ છે કે માણસો ની વચ્ચે હું મારી જાતને શોધતો હોઉં. અને અચાનક વિચારતો થઈ જતો કે હું કોણ છું? આ બધા કોણ છે ? મારે તેમની જોડે સંબંધ શું? હું કોઈની favour કરું કે વિરોધ કરું તો પણ શું કામ ? અને જવાબ શોધ્યા કરતો. કેટલાય ગ્રંથો ફંફોળી જોયા. કેટલાય યુગપુરુષો ને સાંભળ્યા અને વાંચ્યા. સામાજિક પ્રશંગો થતા અને ખુશીના માહોલ વચ્ચે લોકો સાથે હળીમળી ને વાતો કરતો. પણ અંદરના પ્રશ્નો અકળાવી મુકતા. જેમ કે,

મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા
etc અત્તરોની સુગંધ .
ને પછી થયું હોય યુદ્ધ
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું
અને પછી તૃપ્તિ અને સંતોષના
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો
ત્યારે ,
થાકેલું શરીર કહેતું
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા ....
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું...
નાક ઉપર આંગળી મુકાવીને
અને બતાવી
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું?

નાનપણ થી અત્યાર સુધી મેં મારી અંદર ના બંને ને એકસાથે વાત કરતા જોયા છે. એક લઇ જાય છે ગામ તણી અને બીજું લઇ જતું સીમ ભણી. હું મારી જોડેજ યુદ્ધ કરતો રહ્યો છું. અને તેમાંથી નિર્માણ થતું એકલતાપન. શરૂઆતમાં આવી એકલતા થી ગભરામણ થતી. અને જિંદગી માં મારી આસપાસ ની વ્યક્તિઓ પણ અકળાઈ જતી. ત્યાજ મને સાથ મળી ગયો દાદાનો, નીરુમાનો અને દીપકભાઈનો. ઉત્પન થયેલા અને હજી સુધી ના થયેલા તમામ પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. મારી આખી થીંકીંગ પ્રોસેસ ધીરેધીરે dual માંથી બહાર આવી ગયી. હવે એકલતા સાલતી નથી પણ તેમાં જ મોક્ષનો આનંદ અનુભવવા લાગ્યો છે. મૃત્યુ પછી ના મોક્ષના અનુભવતો ખબર નહિ ક્યારે કોણ કરશે પણ હવે તો જીવતા જ એકલતા માં પણ મોક્ષ નો આનંદ લઇ રહ્યો છું. કારણ કે એકલતા ઉત્પન કરનારા કારણો,પ્રશ્નો ના જવાબ જ મને મળી ગયા છે .




જ્ઞાન પહેલા- જ્ઞાન પછી,before & after the knowledge

જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ

Saturday, November 14, 2009

લેખ વિધિના


રાત પડે રોજ, પછી હું એને સંભળાવી જાઉં છું.
હોય કામ બાકી, તો ઉઠાડજે, હૂતો સુઈ જાઉં છું.
સવાર પડતાજ દરરોજ હાથ હોય છે ભારે આ,
નીતનવા લેખ વિધિના, હું વધાવતો જાઉં છું.

Friday, November 13, 2009

C.A.Institute, Ahmedabad News Letter Nov, 2009

અત્યારે મારા હાથમાં Institute નો નવેમ્બેર ૨૦૦૯ નો અંક છે. માનનીય શ્રી સંજયભાઈ નું Chairman ડેસ્ક નું લખાણ વાંચ્યું. દયા ઉપર નો તેમનો લેખ વાંચ્યો. પણ ખબર નહિ કેમ કઈક ખૂટતું હોય તેવું લાગ્યું. છતાંય તેમના ર્હદય નો હાર્દ પહોંચી ગયો. લાગે છે કે જે ખૂટે છે તેનું કારણ અંગ્રેજી ભાષાંતર હશે. વિદેશી ભાષા મગજ ની વાતને સમજાવી સકે, પણ ર્હદયની વાત તો માતૃભાષા માં જ થયી સકે.કદાચ આ વાત તેઓ પણ સારી રીતે સમજી ગયા હશે એટલેજ C A Institute જેવી પ્રોફેસનલ સંસ્થાના મુખપત્ર પર પણ તેઓએ ગુજરાતી સાહિત્ય નો પણ સમાવેશ કર્યો છે. તેઓના લેખ પરથી તેઓ સહેજેય એક પ્રોફેસનલ વ્યક્તિ નહિ લાગતા એક લાગણીશીલ વ્યક્તિ તરીકેની પોતાની છાપ ઉભરાવી શક્યા છે. તેઓ એ જ્યારે શ્રી સી. સી. શાહ નો ઉલ્લેખ કર્યો ત્યારે હું આ લખાણ લખીયા વગર ના રહ્યી શકયો. હું આજે જ્યાં પણ છું ત્યાં પહોંચાડવામાં તેઓ ઉપરાંત તેઓના Partner શ્રી બીપીનભાઈ નો ખુબ મોટો ફાળો રહ્યો છે.

શ્રી સંજયભાઈએ એક સારા ભાષાંતર ની વ્યવસ્થા કરવી પડશે તેવું ખાસ લાગે છે. જેથી કરીને તેઓ પોતાના ર્હદયની વાત C A community ને કરી શકે. થોડાક શબ્દો ના કારણે મગજ, ર્હદય ની વાત સંભાળવા દેતું નહોતું. જ્યારે તેમનું લખાણ શ્રી કેતન ભટ્ટ ના પુસ્તક વિષે વાંચ્યું ત્યારે લાગ્યું કે અહો હવે લાગેછે કે આ ર્હદય થી નહિ પણ મગજથી લખાયેલું છે. જરાક Foreward અને Forward વિષે નો ગોટાળો એવો ને એવોજ લાગ્યો. ખેર, આજકાલ પ્રાદેશિક ભાષાના ઝગડાય એટલા વધી ગયા છે કે લાગે છે કે આવા અંક પણ ગુજરાતી માં છાપવાંમાંડવા જોઈએ. ઉપરના બધા પ્રશ્નો નો ઉકેલ આવી જાય.

બીજું, અંક વાંચ્યા પછી લાગ્યું કે Chartered Accountant Community ને તેમની પ્રોફેસનલ/ વ્યવસાયી જિંદગીમાં હવે કઈક નવું જાણવા જેવું રહતું નથી અથવા Chartered Accountant Community ના મુખપત્ર ના સંચાલકો પાસે કોઈ નવી માહિતી share કરવા જેવી નથી. Election અંગે ની માહિતી ઉપયોગી રહ્યી. પણ, તેમાં પણ એ જાણી ને દુખ થયું કે Rules ૪૯-ઓ જેવી કોઈ જોગવાઈ નથી.
England અને ભારતની Chartered Accountant Community એ કરેલા કરાર મુજબ થનાર લાભ ની વાત વાંચી. નજીકના જ ભૂતકાળ માંજ આ બધા દેશોના વ્યક્તિઓ પ્રોફેસ્ન્લસ જોડે કામ કર્યું હોવાથી વાત માં કેટલું મોઈ છે તેનો ખયાલ આવી ગયો. ખેર મારે આ સ્ટેજ પર તેની વાત કરવાની જરૂર નથી. "Every cloud has Silver Lining " સમયે સમયે બધું ખૂલું થયીનેજ રહેછે.

દરેક પાના ઉપર નંબર નથી લખ્યા એટલે થોડી મૂંઝવણ થયી પણ જે હોય તે, ગુજરાતી ગઝલ ના પાના એ મને મારા યુવાની ના દિવસો યાદ અપાવી દીધા. જ્યારે હું પણ મુગ્ધાવસ્થામાં હતો ને આવી ગઝલો લખતો અને પછી મારા મિત્રોને ઓલ ઇન્ડિયા રેડીઓ પરથી થનાર પ્રસારણ ની તારીખ અને સમયની વારે વારે યાદ અપાવ્યા કરતો. મઝા આવી ગયી. થોડી વારતો એવુંજ feel થયું કે હું કુમાર તો નથી વાંચતો ને? Service Tax updates માં આખો circular છાપીયો છે તેના કરતા hint આપી હોતતો કુદરતી સંપતિનો થોડો બગાડ થતો બચાવી શકાત.

છેલ્લા પાને Study Circle મિટિંગના ફોટોગ્રાફ જોયા. રામ મોટવાની ને ત્યાં જોઇને આનંદ થયો. હજીયે તેનો માસુમ ચહેરો યાદ છે, વારે ઘડીએ sirji sirji બોલ્યા કરતો. નેહાએ એક વાર કહ્યું હતું કે તે dual personality છે. તે ખરું કહેતી હતી. Faculty , Consultation જેવા સબ્દો એ માર પડ્યો. પણ ઠીક છે, હવે નિયમો નક્કી કરવા પડશે કે કયા level પર થતા કામો ને મુખપત્ર પર બિરદાવવી અને જો કોઈ Matter ના મળે તો કેવી રીતે પાના ભરવા અથવા પાના ઓછા કરીને કુદરતી સંપતી બચાવવી.

બાકી મારા જેવા સાહિત્ય ના રશીયા ને પહેલી વખત આ પ્રોફેસનલ life માં આવીયા બાદ એટલી મજા આવી.
આભાર,

Thursday, November 12, 2009

Traffic sense at Stadium Cross Road, Ahmedabad



This videos are captured in Ahmedabad at Sardar Patel stadium six Road. Lots of Traffic officers were deployed there to monitor the traffic. But here in these videos , one can clearly observe that these officers were not focusing on the monitoring the Moves of the vehicles rather then managing their penalty fund. People were gone ahead of 10' ft. of the deadline at zibra crossing. The officers were just witness the same and had taken no action against these hundreds of people.
Look at the second Video and you can understand the pity of Commuters who want to cross the road when there is green signal for them. Can your beloved who are blind,aged,handicapped , cross the road ? or a person like you totally fit, can help them to cross the road ?


Wednesday, November 11, 2009

મારો ફોટો, My photo

તમારા હાથ માંથી હું હવે છટકી જવાનો
અમથી મારશો ફૂંક તોયે બટકી જવાનો
ગર્જનાઓ (મારી) અહંકારની હવામાં રહ્યી જશે
સુખડના હાર પહેરી હું, ત્યાં લટકી જવાનો.
આંખો પર (મેં) કિનારાઓ ચીતરી જોયા છે,
આ મંદમંદ હવાઓમાં હું ભટકી જવાનો
ભમરાને ગોખાવ્યાતા સરનામાં ફૂલોના
બેજ ફૂટ આમ જતાજ તે ભટકી જવાનો
જાતજાતના ઝંડા લઇ ફરુંછું શેરીઓમાં,
પડછાયો પણ શ્વાસનો મારો બટકી જવાનો.
હાર પહેરી સુખડ નો હું લટકી જવાનો

Sunday, November 8, 2009

લાઈફ ઇન દુબઈ,Life in dubai



બપોરનો તડકો પહેરીને
ઉભેલા નાગાફૂગા
Buildings,
હારબંધ વાવેલા કોન્ક્રેત્ના વૃક્ષોનું જંગલ
ફ્લોર પર ટહુકે
Etisalat ના પંખીડા
નીચે Parking માટે
ચક્કર મારતી કારની પક્કડ દાવ

આખું જંગલ ભાગે
એક માછલીને પકડવા
અને
એક પાકિસ્તાની હમાલ,
Exchange ની દુકાને
ભાવ વાંચીને
મુસ્કારતો
અને
વહાલ થી પંપાળતો
આંખમાં અશ્રુ સાથે દીકરીના ફોટા ને.

Friday, November 6, 2009

સંવેદના,feel the thril

From:dazixx.com

હું અહી હતો અને તું ત્યાં હતી,
આપણી વચ્ચે પળોની વેદનાઓ હતી.
માની ગયો, એ સ્પર્શી ને તને આવ્યો 'તો પવન.
તેના ખિસ્સામાં ભીની સંવેદનાઓ હતી.

દુબઈ ડ્રીમ્સ ,Dubai Dreams

છુટા છવાયા પડેલા
સ્વપ્નાઓના ભંગાર પર
ટપક ટપક થતા
આંસુઓની છાલક
પછી
કાદવ ને કીચડમાં
ખીલવા મથતા અનેક કમળો .....
નીચે નમું છું
અને મથુ છું તોડવા એક
ને ,
અચાનક થાય તે અદ્રશ્ય
પછી,
વેરાય છે સ્ક્રીન પર
પેલા વમળો ની પંક્તિઓ
"Bed Command or File Name"