Friday, July 2, 2010

નાનકડો ભગવાન બનવાનો અનુભવ,




બચપણ ના ચિત્રોને ,

બચપણ ના ચિત્રોને ,
ચિતારડા કહ્યા,
બચપણ ની કવિતાઓને
જોડકણા કહ્યા,
કાગળમાંથી બનાવી નાવ,
તે પહેલું સર્જન,
ગાયના પોદ્ડાને,
મિક્ષ કરી વાલ જોડે
જમીન માં દાટ્યું,
પછી બે બે કલાકે "શું થયું " ની ઇન્તેઝારી
ત્રીજા દિવસે અંકુરિત થયી
બહાર આવેલી ડાળી
અને,
ભગવાન બનવાનો નાનકડો અનુભવ,



માચીસ ના ખોખાને ફાડીને
ભેગી કરેલી છાપો,
અને તેની વેલ્યુ કરવાની અનોખી રીતો,
તે વેપારી બનવાનો પહેલો અનુભવ...
નાના ઢીંગલા ને,
ઢીંગલીઓ ને પરણાવી
મુઠ્ઠી ઓ વાળીને ને શાક ખરીદ્યું
અને મુઠ્ઠી વાળીને દીધાતા પૈસા ...
અને સંસારનો લીધોતો પહેલો અનુભવ



દરિયાની રેતમાં બનાવ્યા'તા મહેલો
અને ચારેય બાજુ દોરી તી નદીઓ,
નાના પણ રાજા, બનવાનો એ પહેલો અનુભવ...
પછી સાંજે ઘેર જતા પહેલા..
કેમ,પોતાનાજ પગે,
તે ખુંદી નાખ્યા'તા મહેલો ને ?
એતો શેતાન બનવાનોય પહેલો અનુભવ..
કે વારશાઈ જેવું કઈક હોવાનો બિનઅનુભવ..

No comments: