Saturday, July 31, 2010

સમ્યક દ્રષ્ટિની યાત્રા.

સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો? 

જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી વડોલોમી ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ સરુ કર. બેસ પલાઠી વાળીને.. 

સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો 
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા opinion બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને પછી ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપની મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે.

કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે. આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા. 

આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા ડાઘા દેખાય એણે ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ. 

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય

No comments: