છાયડાની બાધા આપી,વૃક્ષોને સમજાવ્યા
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા
એની આંગળીના ટેરવે પર્વત ટકાવ્યો'તો
આંસુઓની શાખ પર સંબંધ ટકાવ્યો'તો
માછલી પણ તરીને થાકી ગઈ ઝાંઝવામાં
એક કાંકરી ખેચીને બધા કિલ્લા ખરી ગ્યા
દોસ્તીની શરત પર દુશ્મની ટકાવી'તી
આંશુની શરમ પર લાચારી છુપાવી'તી
એની સ્મશાનમાય એણે હલચલ મચાવી
અમે છાના ના રહ્યા તો તે ઉભા થઇ ગ્યા
સુરજેય આણ દઈને કંકુથી વધાવ્યા'તા
પવનો લઇ આવ્યાં ને હેતથી પંપાળયા'તા
ધામધૂમ થી આવ્યા પણ,ટીપું ના વરસ્યા
અમે છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા
No comments:
Post a Comment