Wednesday, October 27, 2010

Sting operation on Jain guru Maharaj on net..

કીડીને બચાવનારા,અહી ભટકાય જાય છે સામસામા
તેના આક્ષેપ છે પથ્થરના,ને આ કાચનો દરબાર છે

મતલબ એ છે કે... જે વ્યક્તિ ઓ ને કીડી ને દેખીને બચાવવાની ચડ ઉપડે છે, જેઓને કીડી ને દેખીને અહીન્ષા ધર્મ યાદ આવે છે તેવા જ લોકોને સામે આખે આખો માણસ નથી દેખાતો, તેમની લાગણીઓ નથી દેખાતી અને જ્યાં ને ત્યાં સામે થી ભટકાય છે, ત્યારે તેને અહિશાનો કયો પ્રકાર ગણવો, અહી લોકો ધર્મના નામ ઉપર આખે આખું કોળું દાળ મા ઉતારી દે છે. ફેસબુક પર છેલ્લા ૨ મહિના થી જૈન ધર્મના નામે બહુ બધું જોયું છે ...ઘણું દેખ્યું છે.. જે પણ થયી રહ્યું છે તે બીજું કઈ હોય કે નહિ તે ભાડમાં જાય પણ અહિશા તો નહતી જ.
કોણે શું વાપરવું જોઈએ અને કોઈએ શું ના વાપરવું જોઈએ તે નક્કી કરવા માટે આખે આખે ધાડું ઉતરી આવ્યું છે. શાશન ને અને કહેવાતા ગુરુ ભગવંતો ને લાઈનમાં લાવી દેવાના ધખારા લઈને એક આખું વાવાઝોડું આવી ગયું છે.. લાગે છે કે ખરી ફાઈરટેસ્ટ આવી ગયી છે.. 
ધર્મની બહુજ સેન્સીટીવ શીશા જેવી દીવાલ ને એક ઘશરકો પણ આખે આખી દીવાલ ને ધ્વસ્ત કરી નાખે છે ત્યારે અહી આક્ષેપ કરનારા ઓને ખબર નથી કે તેમને હાથમાં કેવા પથરાઓ ઉપડ્યા છે.. 
મેં અહિંસા ના પુજારી જૈન મુનિઓને અહી માફિયા ગેમ મા ધડાધડ ગોળીઓ છોડ તા દેખ્યા અને તેમની અહીન્ષા ની તૃપ્તિ કર્તા દેખ્યા છે ...
જૈન ગુરુઓ હજી નાદાન છે ".. ટેકનોલોજી માટે" ...તેઓને ખબર નથી કે આ કેવી ધક્ધક્તી આગ ઝરતી લાઈન છે. તેમને એ ખબર નથી કે આ ટેકનોલોજી તમને કેવા નાગા બહાર પડી સકે તેમ છે.
અમારી ટેકનોલોજી ટીમ, સાઈબર સ્પેસમાં એથીકલ હેકિંગ નું કામ પણ કરે છે એટલે, મારી પાશે એક TV ટીમ આવી હતી કે જેને જૈન સમુદાય ના સાધુ સાધ્વીઓ નેટ પર શું કરે છે તેની એક પ્રોફાઈલ બનાવવી હતી અને તેનું સ્ટીંગ ઓપરેશન કરવું હતું. તેઓ એ કહ્યું કે અમારે ફક્ત જે પ્રોફાઈલ મા નેગેતીવ્સ હોય તેજ જોઈએ છે અને એક પ્રોફાઈલ માટે ની રકમ માર્કેટ ટેગ કરતા ઘણી ઉંચી હતી. મને આવી બાબતો મા રસ નહોતો એટલે મેં નાપાડી પણ તેમને મને છેલ્લે બીજા કેટલા લોકો આ કામ કરે છે તેનું લીસ્ટ બતાવ્યું છે.
તેમની પાછળ કોનો હાથ હોઈ સકે ..શાસન પ્રેમીનો કે શાશનના વિધ્ન સંતોશીઓનો? મને લાગે છે કે ગુરુ ભગવંતો એ સમજી જાવું જોઈએ કે કોઈ ટ્રોજન હોર્સ તમારા મા ઘુસી ગયો છે
જોકે એક વાત એ પણ છે કે આ ના પરિણામે એ પણ ખબર પડી જશે કે કોણ કેટલા પાણી મા છે 

પણ શું આ જરૂરી છે.... ?
P.S. I think we should manage a class for Jain guru for how to keep their profile activity secrete and how to maintain privacy, as i think they need it severely because no such technocrat has taken till diksha. 
   

No comments: