1. H .L . college ક્રોસ રોડ પર દેખેલી હકીકત.તીન્ડોડા અને ભીંડા ના ભાવ વધ્યા પણ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરીને લોકોના જીવને જોખમ માં મુકતા હરામખોરો ૫૦ રૂ. આપીને છૂટી જાય છે અને પાછો નિયમ એટલે નિયમ બોલે છે ને પહોંચ વટભેર ફડાવે છે . બોલો એક નિયમ ના ભંગ બદલ રૂ. ૫૦૦૦ દંડ કરવો જોઈએ કે નહિ. ? જેમને નિયમ પડવો હોય તેજ બોલે.. બાકીના ના જવાબ ની ખબર છે
2. બે કાયદા લાવી દેવાના ...
1.રોંગ સાઈડ માં અક્સીદેન્ત થાય તો મેડીક્લીમ કે વીમા ની કોઈજ રકમ ના મળે.
2.રોંગ સાઇડમાં ચલાવનાર ને કોઈ પાળી દે તો ય તેની ઉપર કેશ ના થયી સકે .
3. ભીંડા ના ભાવ કરતાય ટ્રાફિકના નિયમો તોડવા સસ્તા છે. હમણાં જ મળેલી માહિતી,ભારતમાં મોટા ભાગની અક્સીડ્ન્ત વીમા કે જીવન વીમા ની કમ્પનીઓ એ અબજો રૂ. ના કલેઈમ ટ્રાફિક ના ભંગ કરીને મૃત્યુ પામેલા વીમાધારકોના રીજેક્ટ કરેલા છે. એક ખુબજ સારી નિશાની પણ આ સંદર્ભે લોકોને educate કરવાની વીમા કંપનીઓ આગેવાની લેવા તૈયાર નથી. ચાલ્લો આપણે લિયે.
4. અમદાવાદી પાસે CRV હોય ને તોયે ૫ રૂ નું પેટ્રોલ બચાવવા ૧ કિલોમીટર રોંગ Side માં કાર ચલાવશે.
5.પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ?
6. બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?
7. ટ્રાફિક ની વ્યવસ્થા અહી કેમ જળવાતી નથી?
૧. ટ્રાફિક પોલીશ કે સિગ્નલ ની મીકેનીઝમ કથળી ગયી છે. અથવા,
૨. રસ્તાઓ ની સીસ્ટમ જ ટ્રાફિક વધારે છે.
૩. હું તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માંગું છું પણ મારી બાજુમાં બધા ના પાળતા હોય તો હું પીપુડી વગાડું?
૪. તીન્ડોડાના ભાવ વધ્યા પણ હજી સિગ્નલના ભંગ માટે ૫૦ રૂ. દંડ હોય તો શું થાય? એક દંડ ના રૂ. ૫૦૦૦ કરી દો.
૫. પછી ટ્રાફિક પોલીશ મોટા તોડ કરવા માંડશે, તો ભલે કરતા એતો ભૂલ કરશે તેની પાશે થીજ કરશે ને તમે કેમ બીવો છો?
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
No comments:
Post a Comment