અરે શ્રધા એટલે શું? શ્રધા એટલે જેની હકીકત ખબર નથી પણ આવું હશે તેમ માણીએ છીએ તેવું સમીકરણ. જે વસ્તુની હકીકત તમને ખબર હોય તેમાં તમારે શ્રધા રાખવાની જરૂર નથી. જ્યાં doubt છે ત્યાં શ્રધા રાખવી પડે. આપડે ક્યારેય એમ નથી બોલતા કે આ મારા માતાપિતા છે તેવી મારી શ્રધા છે. શ્રધા તો ત્રાજવાને બેલેન્સ કરવામાટે મુકાતું વજન છે.કેટલાક સવાલો એવા હોય છે કે તેના જવાબો કે ખુલાશા સમતોલ નથી થતા, ત્યારે શ્રધા નામનો ધેખરો મૂકી ત્રાજવા ને સમતોલ કરવા પડે છે.
શ્રધાના નામ પર એક સમાંતર દુનિયા ચાલે છે.
શ્રધા કેટલાય ને જીવાડી રાખે છે.
શ્રધા કેટલાયને મરતા અટકાવે છે.
શ્રધાએ કેટલાય દુખી લોકોને નાશીપાસ થતા અટકાવ્યા છે.
એક શ્રધા ના કારણે માં-બાપ લંપટ બની રહેલા દીકરાને જીવદયા રાખે છે..
અને તેને કારણેજ પતિ અને પત્ની પોતાની સ્વતંત્રતાને દાવ પર લગાવી, બાળકના આગમન ની તૈયારી કરે છે.
આ શ્રધ્ધા ને કારણેજ કેટલાય, લંપટ બાવાઓ લીલા કરી જાય
બસ આ શ્રધ્ધા શું ના કરાવે,
કલ્પના ચાવલા ના મોત પછી નાશા પણ તેના space શટલ પર લીંબુ ને મરચા લટકાવતું થયી જાય...
____________________________________________________________
Story 1:
____________________________________________________________
Story 1:
એક વખત ....મંદિરના પુજારીએ ગામમાં આ વરશે પણ દુષ્કાળ ના પડે અને વરસાદ આવે એટલા માટે આખા ગામને મંદિરે એકસાથે પૂજા માટે બોલાવ્યા. બધા, પૂજાની થાળી સાથે આવી ગયા, પુજારી પૂજા ચાલુ કરતા નહિ.. ત્યાજ, બસ એક નાનો બાબો છત્રી લઈને આવ્યો, ને પુજારી એ કહ્યું હવે પ્રભુ આપણી પૂજા સ્વીકારશે..
____________________________________________________________
Story 2:
એક વખત...જહાજ મધદરિયે હતું ને તોફાન આવ્યું.. જહાજ ડૂબવા માંડે તેવું થયું. બધા પોત પોતાના ઈષ્ટદેવને વંદવા લાગ્યા..
જીસસે વંદના સાંભળી ને કેટલાયને પાર ઉતાર્યા,
અલ્લાહ પણ પોતાના વચન નિભાવી ગયા,
પણ ચિંતા હિંદુ ને થવા લાગી ૩૩ કરોડ દેવી દેવતા ..એક ને બોલાવે તો બીજા ને ખોટું લાગે. કરવું શું ?
જહાજ તો ડૂબવા જેવું થયી ગયું'તું. ત્યાંજ બધી પુજોમાં શિરમોર ગણપતિ યાદ આવી ગયા.. સ્તુતિ ચાલુ થયી ગયી ...
અને ત્યાજ ગણેશજી હાજર.. અને કરવા લાગ્યા નૃત્ય.. તેમના ધમપછાડા થી જહાજ વધુ ડૂબવા લાગ્યું..
ભક્તે કહ્યું ...ગણેશજી ..બચાવો .
ગણેશજી કહે ...બેટમજી.. ચતુર્થી એ હું ડૂબતો હતો ને તમે નાચતા હતા કેકેકેમ ... ????
નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
