Showing posts with label mane moksha uchhino apo. Show all posts
Showing posts with label mane moksha uchhino apo. Show all posts

Tuesday, November 2, 2010

માણસની દોસ્તી

ખરાબ રસ્તે સારા માણસની દોસ્તી અને સારા રસ્તે ખરાબ માણસની દોસ્તી તમારું ધનોતપનોત કઢી નાખશે. કારણકે ખરાબ રસ્તો હશે તો તે સારો માણસ પણ નહિ બચી સકે અને રસ્તો સારો હશે અને તે માણસ ખરાબ હશે તો, પહેલા તે માણસ, તમને ખલાશ કરી નાખશે. એટલે જ ખરાબ રસ્તે ખરાબ માણશ ની જાણ, અને સારા રસ્તે સારા માણશ ની જાણ જેટલી જલ્દી થાય તેટલો વહેલા ભવમાં આપનો ઉદ્ધાર થાય.

સેંકડો વર્ષો થી આપણે આ ચાલક ચાલનું રમ્યા કરીએ છીએ. જો તીર્થંકરોની વાણી, ને જ સાચી માની લઈએ કે, ".. આ જગત મા એક જીવ સિદ્ધ ના થાય ત્યાં સુધી નવો જીવ નિગોદ માંથી આવતો નથી..." તો આપને કઈ મૂડીની ભાજી છીએ કે નવા આવ્યા હોઈએ? આપણે ખુદ પણ આ ચોવીશેય તીર્થંકરો ની જયારે હાજરી હતી ત્યારે કોઈને કોઈ વેશ મા હાજર જ હતા. જો તીર્થંકરોની દેશના મા સમસ્ત જીવ ગણો હજાર રહેતા હોય તો આપણે પણ ત્યાં હજાર હતા જ.  સવાલ એ થાય છે કે... જો ત્યારે આપણે હાજર હતા જ તો.. જયારે તીર્થંકરોની દેશના ની  સભા થયી ત્યારે આપણે શું કરતા હતા ?  મને તો લાગે છે ત્યારે, કાંતો બહાર પાડેલી મોજડી ની લાહ્ય લાગેલી હશે અને કાતો મુંબઈની ગાડી મા જેમ મણીનગર હજી તો આવ્યું હોય અને થેપલા અને મરચાનો ડબ્બો ખોલીએ તેમ દેશના ચાલુ થતા જ કઈક ખોલીને બેસી ગયા હોઈશું ..


: નવલકથા મને મોક્ષ ઉછીનો આપો 

Saturday, October 16, 2010

મિચ્છામી દુક્કડમ

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય. 



Novel: Lend Me thy moksha

Saturday, July 3, 2010

શ્રધા અને ઢેખારો

અરે શ્રધા એટલે શું? શ્રધા એટલે જેની હકીકત ખબર નથી પણ આવું હશે તેમ માણીએ છીએ તેવું સમીકરણ. જે વસ્તુની હકીકત તમને ખબર હોય તેમાં તમારે શ્રધા રાખવાની જરૂર નથી. જ્યાં doubt છે ત્યાં શ્રધા રાખવી પડે. આપડે ક્યારેય એમ નથી બોલતા કે આ મારા માતાપિતા છે તેવી મારી શ્રધા છે. શ્રધા તો ત્રાજવાને બેલેન્સ કરવામાટે મુકાતું વજન છે.કેટલાક સવાલો એવા હોય છે કે તેના જવાબો કે ખુલાશા સમતોલ નથી થતા, ત્યારે શ્રધા નામનો ધેખરો મૂકી ત્રાજવા ને સમતોલ કરવા પડે છે.  
શ્રધાના નામ પર એક સમાંતર દુનિયા ચાલે છે.
શ્રધા કેટલાય ને જીવાડી રાખે છે.
શ્રધા કેટલાયને મરતા અટકાવે છે.
શ્રધાએ કેટલાય દુખી લોકોને નાશીપાસ થતા અટકાવ્યા છે. 
એક શ્રધા ના કારણે માં-બાપ લંપટ બની રહેલા દીકરાને જીવદયા રાખે છે..
અને તેને કારણેજ પતિ અને પત્ની પોતાની સ્વતંત્રતાને દાવ પર લગાવી, બાળકના આગમન ની તૈયારી કરે છે.
આ  શ્રધ્ધા ને કારણેજ કેટલાય, લંપટ બાવાઓ લીલા કરી જાય  
બસ આ શ્રધ્ધા શું ના કરાવે,
કલ્પના ચાવલા ના મોત પછી નાશા પણ તેના space શટલ પર લીંબુ ને મરચા લટકાવતું થયી જાય...
____________________________________________________________
Story 1:

એક વખત ....મંદિરના પુજારીએ ગામમાં આ વરશે પણ દુષ્કાળ ના પડે અને વરસાદ આવે એટલા માટે આખા ગામને મંદિરે એકસાથે પૂજા માટે બોલાવ્યા. બધા, પૂજાની થાળી સાથે આવી ગયા, પુજારી પૂજા ચાલુ કરતા નહિ.. ત્યાજ, બસ એક નાનો બાબો છત્રી લઈને આવ્યો, ને પુજારી એ કહ્યું હવે  પ્રભુ આપણી પૂજા  સ્વીકારશે.. 
____________________________________________________________
Story 2:
એક વખત...જહાજ મધદરિયે  હતું ને તોફાન આવ્યું.. જહાજ ડૂબવા માંડે તેવું થયું. બધા પોત પોતાના ઈષ્ટદેવને વંદવા લાગ્યા..
જીસસે વંદના સાંભળી ને કેટલાયને પાર ઉતાર્યા,
અલ્લાહ પણ પોતાના વચન નિભાવી ગયા, 
પણ ચિંતા હિંદુ ને થવા લાગી ૩૩ કરોડ દેવી દેવતા ..એક ને બોલાવે તો બીજા ને ખોટું લાગે. કરવું શું ?
જહાજ તો ડૂબવા જેવું થયી ગયું'તું. ત્યાંજ બધી પુજોમાં શિરમોર ગણપતિ યાદ આવી ગયા.. સ્તુતિ ચાલુ થયી ગયી ... 
અને ત્યાજ ગણેશજી હાજર.. અને કરવા લાગ્યા નૃત્ય.. તેમના ધમપછાડા થી જહાજ વધુ ડૂબવા લાગ્યું.. 
ભક્તે કહ્યું ...ગણેશજી ..બચાવો .
ગણેશજી કહે ...બેટમજી.. ચતુર્થી એ હું ડૂબતો હતો ને તમે નાચતા હતા કેકેકેમ ... ????
નવલકથા:  મને મોક્ષ ઉછીનો આપો 

Friday, July 2, 2010

ટાંકી અને કચરો

ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક. 
જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે? તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે? 

પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી રચના કેવી રીતે થયી,કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણને! 
DADA: 

અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય. 

આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે. 

કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે ધ્યાન કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ ધ્યાન કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ? 

સ્કૂલ માં જે તોફાની છોકરો હોય તેને મોનીટર બનાવી દેવામાં આવે છે. તેના બે ફાયદા છે, તે શિક્ષકો ને પરેશાન નથી કરતો અને બીજા બચ્ચા લોક કાંતો ઓટોમેટીક કાબુ માં રહે છે અથવા બધા બચ્ચાલોક્જ ભેગા મળીને (એક સામે અનેકની જેમ) તેને કાબુમાં લાવી દે છે.રાજકારણમાં ઘુસવા માટે આવા મોનીટરો ની જરૂર પડે છે. જોજો હવે MUNICIPALITY ની ચુંટણીઓ આવવાની છે. આ બધા મોનીટરો નું શું થાય છે તે દેખવાની મજા આવશે. 

NOVEL: 

Wednesday, June 30, 2010

મારી મમ્મી બહુ ઝગડાખોર છે

મારી મમ્મી બહુ ઝગડાખોર છે ...
કેમ?
હું રમતો હોઉં ને પડી જાઉં તો વાગે છે મને,
સહન કરવાનું આવે છે મારે,
દવા લેવી પડે છે મારે,
ઇન્જેક્સ્ન લેવા પડે છે મારે...
પણ તે મને લડે છે એવી રીતે કે જાણે આ બધું તેને કરવું પડે છે...
હા,દીકરા, એતો એવું જ હોય ને ..
જ્યાં સુધી તું મોટો ના થાય ત્યાં સુધી
તને કઈ થાય તો મમ્મી ને પણ વાગે
તમને મમ્મી લઈને આવી હોય ને એટલે
તમને જેટલું શરીર પર વાગે તેટલું મમ્મી ને
ર્હુદયમાં જોરથી વાગે. પછી કેવું દુખે.. ?
તમને લોહી નીકળે ને તો..
મમ્મીનું લોહી ફરતું બંધ થયી જાય ..બોલ..
હે...
___________________________________________
કોમ્પ્યુટર ને વિડીઓની ગેમ છોડી આવ્યો છું..
ઊંઘતી મમ્મીને હાથતાળી દૈ આવ્યો છું..
બચપણ તો ચાલ્યું જશે પછી કળ ના વળશે.
બે ઘડી વેકેસનમાં ,(આપડી) રમત રમવા આવ્યો છું.
_________________________________________________
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે.
એટલે અમને રમવા નથી જવા દેતી...
અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું..
મારા માળિયા માં ૫૦ લખોટી અને
૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ ...