Monday, November 30, 2009

લગ્નની મુર્ખામી



લગ્ન એ અલ્લાહ ની નથી મહેરબાની,
એતો છે વળગેલી જવાબદારી
જવાબદારી વળગે ને ઉત્સવ માનવીએ
એજ તો છે મુર્ખામી.
મુર્ખામીને સ્વીકારવી એય છે ઈમાનદારી
અને તક મળે એ
મુર્ખામીને સુધારવી એ છે સમજદારી

Wednesday, November 25, 2009

અમદાવાદ traffic સમસ્યા કેમ છે ?

જવાબ છે સાદો .. અમદાવાદ ની પ્રજા ને કારણે. ખબર નહિ કેમ પણ રોડ ઉપર નીકળેલી દરેક વ્યક્તિ બીજા બધા કરતા વધુ ઉતાવળી છે. લાગે છે કે દરેક વ્યક્તિ ક્યાંક ચાલુ થયેલ મફત ના સેલમાં જવાનું હોય તેમ બીજા કરતા આગળ નીકળવાની જવાની હોડ માં છે. આ વિડિઓ સી. જી. રોડ પર આવેલી ગીરીશ કોલ્ડ ડ્રીંક આગળ ના ચાર રસ્તા પરની છે. દેખો ક્યાંક તમે તો અમ નથી ઝડપાઈ ગયા ને ?


Trial Balance

વહેલી સવારે કુકડો બોલે ને યાદ આવે
નવો દિવસ, નવી રાહ, નવી દિશા
અને સુરજ ને કહેવાનું મન થાય,
Thank you ,
દરરોજ ખુલતા જાય નવા સ્વપ્નોના ખાતા
અને પછી ઘણી વાર એ ખાતામાં
કઈક entry પડે તેની રાહ જોવામાં
માથાના વાળ તેનો રંગ બદલતા જાય
ત્યારે ઘરની ખડકીપર આવી ને બેઠેલો કાગડો
કો'કના આગમન ની કાળી યાદ અપાવે
ને મનમાં થાય ઝબકારો
કે,
ખાલી ખાતાઓ ને ભરવામાં
ખબર નહિ ક્યારે બંધ થઇ જાય આ ચોપડો.
એટલે જ દરરોજ રાત્રે
હું તો તૈયાર રાખું છું સરવૈયું..
ટાંટિયા ના મળે તો પ્રતિક્રમણ
અને સામાયિક નું રાખું છું રખોપું

ખંડિત માપસર



આવડી ગયી જીવવાની રીત માપસર
તેથી થયી જિંદગી ની જીત માપસર
અમથું નામ લખાય ના ઇતિહાસમાં કદી
તેથી, કિલ્લાઓ બને છે ખંડિત માપસર

Sunday, November 15, 2009

કોન્ડોમ ની ગંધ, Duality in me.


કાલે રાત્રે રવિવારની માથાકુતો પછી આખી society સુઈ ગયી હતી ત્યારે રવિવાર ની પૂર્તિ ગુજરાત સમાચાર ની લઈને બેઠો. લગભગ બધાજ લેખ વાંચવાની ટેવ છે. અને તેમ કર્યું પણ ખરું.બસ, એક લેખ spectrometer (સ્પેક્ત્રોમીતર ) નો જય વસાવડા નો લેખ એક ઊંડા સામાયિક માં લઇ ગયો. આખો લેખ એક કવિતા હતો. મને ખુબ ઊંડા શ્વાસો લેવરાવી ગયો. વાક્યે વાક્યે ટપકતી કવિતા ની પંક્તિઓ જાણે મારીજ વાત કરતી હોય તેવું લાગ્યું. જિંદગીના લાંબા પથ પર કેટલીયે વાર આવા અનુભવો થયા છે. અને હમેશા એવું અનુભવ્યું પણ છે કે માણસો ની વચ્ચે હું મારી જાતને શોધતો હોઉં. અને અચાનક વિચારતો થઈ જતો કે હું કોણ છું? આ બધા કોણ છે ? મારે તેમની જોડે સંબંધ શું? હું કોઈની favour કરું કે વિરોધ કરું તો પણ શું કામ ? અને જવાબ શોધ્યા કરતો. કેટલાય ગ્રંથો ફંફોળી જોયા. કેટલાય યુગપુરુષો ને સાંભળ્યા અને વાંચ્યા. સામાજિક પ્રશંગો થતા અને ખુશીના માહોલ વચ્ચે લોકો સાથે હળીમળી ને વાતો કરતો. પણ અંદરના પ્રશ્નો અકળાવી મુકતા. જેમ કે,

મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા
etc અત્તરોની સુગંધ .
ને પછી થયું હોય યુદ્ધ
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું
અને પછી તૃપ્તિ અને સંતોષના
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો
ત્યારે ,
થાકેલું શરીર કહેતું
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા ....
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું...
નાક ઉપર આંગળી મુકાવીને
અને બતાવી
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું?

નાનપણ થી અત્યાર સુધી મેં મારી અંદર ના બંને ને એકસાથે વાત કરતા જોયા છે. એક લઇ જાય છે ગામ તણી અને બીજું લઇ જતું સીમ ભણી. હું મારી જોડેજ યુદ્ધ કરતો રહ્યો છું. અને તેમાંથી નિર્માણ થતું એકલતાપન. શરૂઆતમાં આવી એકલતા થી ગભરામણ થતી. અને જિંદગી માં મારી આસપાસ ની વ્યક્તિઓ પણ અકળાઈ જતી. ત્યાજ મને સાથ મળી ગયો દાદાનો, નીરુમાનો અને દીપકભાઈનો. ઉત્પન થયેલા અને હજી સુધી ના થયેલા તમામ પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. મારી આખી થીંકીંગ પ્રોસેસ ધીરેધીરે dual માંથી બહાર આવી ગયી. હવે એકલતા સાલતી નથી પણ તેમાં જ મોક્ષનો આનંદ અનુભવવા લાગ્યો છે. મૃત્યુ પછી ના મોક્ષના અનુભવતો ખબર નહિ ક્યારે કોણ કરશે પણ હવે તો જીવતા જ એકલતા માં પણ મોક્ષ નો આનંદ લઇ રહ્યો છું. કારણ કે એકલતા ઉત્પન કરનારા કારણો,પ્રશ્નો ના જવાબ જ મને મળી ગયા છે .




જ્ઞાન પહેલા- જ્ઞાન પછી,before & after the knowledge

જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ

Saturday, November 14, 2009

લેખ વિધિના


રાત પડે રોજ, પછી હું એને સંભળાવી જાઉં છું.
હોય કામ બાકી, તો ઉઠાડજે, હૂતો સુઈ જાઉં છું.
સવાર પડતાજ દરરોજ હાથ હોય છે ભારે આ,
નીતનવા લેખ વિધિના, હું વધાવતો જાઉં છું.