Monday, November 25, 2013

Chartered-e-Engineer Part 7

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ 7 
---------------------------------
કાર ધીમે ધીમે જી રહ્યી હતી.બ્રાંચ મેનેજરે પુચ્છ્યું "કૈસે હો ?" 
હું "અબ ક્યાં ઠીક કહું" એમ કહેવા જતો હતો, ત્યાં જ આગળ બેઠેલા એમના ક્લાયન્ટ કહ્યું : "ક્યાં કૈસે હો વૈસે હો?, સીધી બાત કરો , બોલીએ કિતને પૈસે બેંક મેં પડે હૈ?" 
હું પરિસ્થિતિ પામી ગયો. ચાલાકી કરવાનો સમય નહોતો. મેં ધીરે ધીરે મો ખોલ્યું : "કરીબન ૩ કરોડ પડે હૈ? " 
"ઐસે કૈસે હો સકતા હૈ ? યહ તો બોલ રહે થે ૭-૮ કરોડ હૈ? આપ ક્યાં છુપા રહે હૈ હમશે ? " 
"વોહ તો ફિક્સ્ડ ડીપોસીટ મેં હૈ" લેકિન કઈ જગા પર ઓવર-ડ્રાફ્ટ ચલતા હૈ."
"નેટ કિતના હોંગા" 
"કરીબન ઉસમેં સે ૫ કરોડ તો નીકલ આયેગા" હું પરશેવે રેબ્ઝ્બ થયી રહ્યો હતો.
મને અંદાજ આવી ગયો કે તે એ બ્રાન્ચનો મોટો કપડાનો વેપારી હતો. અને અમારી એ બ્રાંચમાં એના બિઝનેસનો મોટો ફાળો હતો. અમારી કાર,શાહીબાગ અન્ડરબ્રીજ થી ડાબી બાજુ માધુપુરા માર્કેટ જવાને બદલે ,તે સીધી એરપોર્ટ તરફ જવા લાગી. મારા મોતિયા મરી ગયા. 

કાર બ્રીજ ઉપર આવી ત્યાં જ હોસ્પિટલ પાસે થી પસાર થતા જ, મારી નજર અમારા ચેરમેન ની એન.ઈ. ૧૧૮ ગાડીને, અમારી ગાડીને ફાસ્ટ, ઓવર ટેક કરીને જતી જોઈ. તે આગળ જઈને ઉભી રહ્યી. અમારા ડ્રાઈવર એમાંથી નીકળીને, અમારી કારના રસ્તા પર ઉભો રહ્યી ગયા. હાથ કરીને અમારી કારને ઉભી રખાવી. કાર ઉભી રહેતા જ , દરવાજો ખોલીને મને બહાર ખેંચી કાઢ્યો. મને કશુજ ખબર નહોતી પડતી. પણ તરત બહાર નીકળી ગયો. થોડીક ખેંચાખેચ માં મારું કાનનું મશીન નીચે પડી ગયું. પેલા બ્રાંચ મેનેજર અને ડ્રાઈવર વચ્ચે થોડીક બોલા બોલી થયી. મેં મશીન, રસ્તા પરથી ઉઠાવીને પહેરી લીધું. મશીન ચાલતું હતું. મને ડ્રાઈવરે સીધો ગાડીમાં બેસાડી દીધો. બ્રાંચ મેનેજરની કાર આગળ જતી રહ્યી. 

ડ્રાઈવરે અંદર બેસતા જ મને ફાયરીંગ કર્યું. 
"આપ સમજતે કયું નહિ? આપ ચાહતે ક્યાં હો?" 
મને કઈ ખબર પડી નહિ. મેં ચહેરા પર સવાલ ઉપ્શાવ્યો. 
એમણે સેલ મારતા, સ્ટીયરીંગ પર હાથ પછાડતા કહ્યું." આપકો કિતની બાર કહા? આપ કઈ ચલે જાઓ. આપકી જાન કો ખતરા હૈ. આપકી વજહ સે હમ મજબુર હો જાતે હૈ." 
હું કશું બોલ્યો નહિ. એમના શબ્દોના સમીકરણો ઉકેલવાનો યત્ન કરતો રહ્યો. કાર ફરીથી, હોસ્પિટલ તરફ લઇ ગયા. મેનેજર બહાર જ ઉભા હતા. બહાર નીકળતા જ ડ્રાઈવર ને અને મને પૂછ્યું કુછ "કિયા તો નહીને?" હું સમજી ગયો. હું રીતસર એમને ભેટીને રડી પડ્યો. પેલો કીટલી વાળો પાણી નો ગ્લાસ આપી ગયો. 

મેં પાણી પીધું. અને રડતા જ બોલ્યો મેં "કહી નહિ જાઉંગા. જબ તક, કમ્પનીમે સબ ઠીક નહિ હો જાતા, મેં કહી નહિ જાને વાલા." 
" બકવાસ મત કરો. હકીકત સુન...લો... " મારો ખભો હચમચાવી ને એમને મને કહ્યું.
"ક્યાં સુનું ? મેં સબ ઢુંડ નીકળું ગા." 
"લેકિન પૈસા હોગા તબ ના ?" 
હવે રડવાનો નહિ અવાક બનવાનો વારો આવ્યો. 
"કયું કલ તો ઠીક સે પેસા થા. સભી બેન્ક્મે..."
"લેકિન, આજ નહિ રહે " 
"કયું.. કળતો સ્ટોપ પેમેન્ટ કરવા દિયા થા" 
"અરે , આપ કો બહાર કા કુછ પતા નહિ હૈ. હમારે કઈ બ્રાંચ મેનેજર ઓર બેંક મેનેજર, મિલ ગયે હૈ. ઉન લોગોને આપને જો ફેક્ષ ભેજા થા વો સાઈન કિયા હુઆ નહિ હૈ એઈસા કહેકર સ્ટોપ પેમેન્ટ કરને સે ઇનકાર કર દિયા હૈ. સબ ફિક્સ્ડ ડીપોસીટ કા પુરા, ઓવર-ડ્રાફ્ટ બેલેન્સ પે હો ગયા હૈ. આપ ફાઈનાન્સ ડીરેક્ટર હો. સબ લોગ આપ કે પર કેશ કરના ચાહતે હૈ. આપ હમારે ઈશારા સમજતે કયું નહિ? "
હું ઠંડો પડી ગયો. શું બોલવું સમજ પડતી નહોતી. મેં સરન્ડર કરી દીધું. અને પુચ્ચ્યું "તો અબ મેં ક્યાં કરું?"
"આપ પિછલી ડેટમેં, ડીરેક્ટર પોસ્ટસે, ઇસ્તીફા દે દો. જબ તક એ મામલા ઠંડા ના હો જાવે તબ તક ફાયનાન્સ મેનેજર કી તરહ સે આપ હંમે હેલ્પ કરો. " 

ચેરેમેનના મૃત્યુ પછી થોડાક કલાકમાં જ મેનેજરે, કંપનીનો ચાર્જ સંભાળી લીધો. ચેરમેન ના દીકરાઓ નાના હતા. એમના સગા જે હતા એમણે, મેનેજરને ચાર્જ લઇ લેવા સમજાવી દીધેલા. હું સમજી ગયેલો કે અત્યારે કંપનીણે સાંભળી લેવી તે સળગતા અંગારા પર ચાલવા સમાન છે.બીજા દિવસે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી આર.ઓ.સી. માં સબમિટ કરાવવાનું ફોર્મ આવી ગયું. મેં સહી કરી દીધી. એ બધું એક ફોર્માલીટી હતી. તે પૂરી કરી. એજ દિવસે ફોર્મ સબમિટ થયી ગયું. હું હવે ઓફિસીયલી, રજા ઉપર ઉતર્યો ત્યારે, ડીરેક્ટર તરીકે રાજીનામાં આપ્યા પછી ઉતરેલો એવો લીગલ ડોક્યુમેન્ટ થયી ગયો હતો. હું હવે પછી થનારા તમામ કેશો માંથી મુક્ત થવાનો હતો. 

બે ત્રણ દિવસ પછી ઓફીસ ચાલુ થયી. એ દરમ્યાન ઠેક ઠેકાણે થી કંપની પર કેશ થયી ગયેલા. અમારો સૌ પ્રથમ ગોલ હતો. કોણે કોણે પૈસા સગેવગે કરી નાખ્યા હતા? તેમને શોધવાનો. અમદાવાદમાં પણ કેટલાક કેશો થયી ગયેલા. ક્રેડીટર બધા ભેગા થઈને મીટીંગ કરતા. અમે એમને સમજાવતા. એક પ્લાન તૈયાર કરી નાખ્યો. કંપની હકીકતમાં નાદાર તો થયીજ ગયી હતી. પણ અમે લોકોને બને એટલા પૈસા પાછા આપવા માંગતા હતા.મેનેજર અને હું , તથા એમના સગાઓ,ચેરમેનના ગયા પછી પણ એમની પ્રતિષ્ઠાને આંચ નહિ આવવા દેવાના મૂડમાં હતા. એમના સગાઓ હકીકતમાં એ જાણવા માંગતા હતા કે આખરે દગાખોર કોણ હતું? મોટા ભાગના બ્રાંચ મેનેજર , નજીકના સગા સબંધીઓ અથવા એમના સગાઓ જ હતા. એ પીઠ પાછળ થયેલો ઘા હતો. મેનેજર અને બે વિશ્વાસુ ક્રેડીટર તથા બે સગા ની એક કમિટી થયી.એ કમિટીએ બધા જ બ્રાંચ મેનેજર ને તેમના ડોક્યુમેન્ટ તથા કોમ્પ્યુટર લઈને અમદાવાદ આવી જવાની સુચના આપી દીધી.મેં ફ્રોડ શોધવાના બધા પ્લાન કરી નાખ્યા. રમેશભાઈ અને હું એ પ્લાન પ્રમાણે પ્રોગ્રામ બનાવવા લાગ્યા. અમે એક બ્રાન્ચમાં નાખેલા ડેટા ઓતીમેતીકલી બીજી બ્રાન્ચના કોમ્પ્યુટર સાથે મેચ કરીને ફ્રોડ પકડી સકાય તેવો સોફ્ટવેર બનાવી દીધો. ૨૩ કોમ્પ્યુટરનું એક નેટવર્ક બનાવ્યું.અમે ડેટા-એન્ટ્રી સ્ટાફ અપોઈન્ત કર્યો. દરરરોજ સવાર થી સાંજ એમાં રેકર્ડ પરથી ના નખાયેલી એન્ટ્રીઓ કરાવતા. અને સાંજે ચેક કરતા કે શું મિસમેચ થાય છે. રોજ નવું નવું નીકળતું. કેટલાક ફ્રોડ સામે આવ્યા. તેમની પાસેથી પૈસા વસુલ કરવામાં આવ્યા. પહેલા ૩૦ પૈસાનું દીવીદંડ અપાયું પછી ફરીથી ૨૫ પૈસાનું દીવીદંડ આપ્યું. અમારો સ્ટાફ ધીરે ધીરે રાજીનામુઓ ધરવા લાગેલો. કારણકે આ ડૂબતું જહાજ હતું. છેલ્લે અમે ચાર જણા જ રહ્યા. એક દિવસ બપોરે મેનેજર (કે જે હવે અનોફીશીયલી ચેરમેન હતા. ) અને કમિટીના મેમ્બરની મીટીંગ માં મને અને રમેશભાઈ ને બોલાવ્યા. એમણે શરૂઆતમાં અમારો આભાર માન્યો. અમારા વખાણ કર્યા. પછી ધીમા અવ્વાજે કહ્યું કે "દેખિયે અભી હમ ચાહતે હૈ કી આપકો હમ બાંધ કર ના રખે. આપ કો પતા હૈ કી અબ કમ્પનીમે કુછ નહિ હો શકતા. આપ અપની નયી રાહ ચુન શકતે હો." 

અમને જોકે આ વાત આજે કે કાલે થશે તેની જાણ તો હતી જ. પણ હવે એ ઘડી આવી ગયેલી. અમે ઘેવર ટાવરમાંથી જેવા બહાર આવ્યા. આંખમાં પાણી આવી ગયા. મેં આકાશ સામે જોયું. અમે ફરીથી ઓફીસ માં આવ્યા. હું ક્યાય સુધી ખાલ્લી ઓફીસણે જોઈ રહ્યો. એ ફર્નીચર બનાવતી વખતે હું ત્યાં હાજર હતો. એ ડીઝાઈન મેં સિલેક્ટ કરેલી. ચેર પસંદ કરતી વખતે ચેરમેન જોડે મજાક મસ્તી કરેલી તે યાદ આવ્યું. હું અમારા ટોપ ફ્લોર પરના કંટ્રોલ રૂમ માં ગયો. કોમ્પ્યુટર સર્વર પર હાથ ફેરવ્યો. હું લાગણી વશ થયી ગયો. મોટે થી પોક મુકાઈ ગયી. રમેશભાઈ પણ ઉપર આવ્યા, મને રડતા જોઈ એ પણ રડી પડ્યા. મેં ફેક્ષ મશીન પર હાથ ફેરવ્યો ....મોડેમ પર હાથ ફેરવ્યો. એ તમામનો મુક આભાર માન્યો. જે કી બોર્ડ પર ધૂળ જમા થયેલી પણ, મારા ન્યુમેરિક પાસવર્ડ ની છાપ સ્પષ્ટ જણાતી હતી. હું કી-બોર્ડ ને ભેટી પડ્યો. રમેશભાઈ પાણી લઈને આવ્યા. હું શાંત પડ્યો. ભારે હૈયે અમે અમારી થોડીક પર્શનલ વસ્તુઓ બેગમાં ભરી. કંપનીના પેપર વેઇટ પણ સંભારણા તરીકે લઇ લીધા. કંપનીમાં અમે જૂતા બહાર કાઢતા. પણ અંદર અલગ સ્લીપર પહેરીને ફરતા. એ સ્લીપર, કેબીનના દરવાજા પાસે કાઢી.ફરીથી ગળામાં ડચુરો ભરાઈ આવ્યો. અમે નીચે ઉતારવા લાગ્યા. મેનેજર સામે થી ઉપર આવતા હતા. એ પણ ગળગળા થયી ગયા. સજ્જડ હાથ મિલાવ્યો. ભેટી પડ્યા. હું ફરીથી લાગણીણે રોકી સક્યો નહિ. છુટા પડ્યા. રમેશભાઈ પણ ભેટી પડ્યા. છુટા પડ્યા. મેનેજરે ખીસા માંથી બે ચેક કાઢ્યા. અમે છેલ્લા બે મહિનાની સેલેરી લીધી નહોતી. એ અમારી સેલેરી કરતા મોટી રકમ હતી. અમે ચેક પાછો આપી દીધો. એમણે મજાકના સૂરમાં કહ્યું રાખ લો. યહ સ્ટોપ પેમેન્ટ નહિ હોગા. હું હસી સક્યો નહિ. 

હું ઘેર બપોરે જ ઘેર આવ્યો. મારી આંખ રડવા માંગતી હતી. પણ .... છેવટે મમ્મીએ પૂછ્યું ... બધું થાળે પડી જશે. જે થાય છે તે સારા માટે જ થતું હશે.હું ગુસ્સામાં આવી ગયો ..."તંબુરો સારું થશે...". પણ, બોલી ના સક્યો... મને રમેશભાઈના નીચે ઉતર્યા બાદ બોલાયેલા શબ્દો યાદ આવ્યા. " હવે, ઓરેકલ ના એક ક્લાસ જોઈન કરી દઈએ" ...

મને ખાતરી થયી ગયી કે દરેક વાર્તાનો એન્ડ ખાધું-પીધું-ને રાજ કર્યું નથી હોતા. મનમાં જોકે એવો પણ વિચાર આવ્યો કે પછી એવું તો નહિ હોય ને કે, 

""ખાધું પીધું ને રાજ કર્યું" ના આવે ત્યાં સુધી કોઈ વાર્તા પૂરી જ નથી થતી." 

થેંક્યું જિંદગી.

Chartered-e-Engineer Part 6

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ 6 
---------------------------------
મોડેમનો ઉપયોગ કરીને અમે સોલ્યુશન લાવી દીધેલું. ૧૨ વાગે હું જમવા ઘેર ગયો. ઓફીસનો સ્ટાફ આવી ગયો હતો અને ગોઠવાઈ ગયેલો.મેં બધાને ભેગા કરી, નાનકડી મીટીંગ બોલાવી. મેં બધાને જણાવ્યું કે પરિસ્થિતિ કાબુમાં છે.ચેરમેનની તબિયત સુધારા પર છે. લોકોમાં અફવાઓ તો ઉડયા કરશે.પણ, ચિંતાની કોઈ જરૂર નથી. એવી વાતો કરી બધાને કામે લાગી જવા કહ્યું. હું હોસ્પિટલ ગયો. ત્યાં નજીકના લોકો જોડે વાતચીત કાર્ય પછી અને બોડી લેન્ગ્વેંજથી હું થીજી ગયેલો. મને ખયાલ આવી ગયો કે કૈક રંધાઈ રહ્યું છે. કૈક છુપાવવામાં આવે છે. એક વિચારે તો મારા આખા સરીર પરથી ધ્રુજારી પસાર થયી ગયી. હું તરત એમના વોર્ડ તરફ ગયો. બહારથી કાચમાં જોયું તો મશીનો ચાલુ હતા. મેં થોડોક રાહતનો શ્વાસ લીધો. હું મેનેજર ને શોધતો બહાર આવ્યો. મેનેજર, અમારા ચેરમેન સાથે બહુ જુનો સબંધ ધરાવતા હતા. અને સૌથી વધુ વફાદાર સાથી હતા. કદાચ, મારા કરતા પણ વધારે. તેમને હું બહાર મળ્યો. કીટલી પર તે ચા પીતા હતા. એમની આંખો સૂઝેલી હતી. મેં એમને ફેક્ષ વિષે અને સ્ટોપ પેમેન્ટ વિષે માહિતીગાર કર્યા. એમણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહિ. તે એમના વિચારોમાં ખોવાયેલા લાગ્યા. મેં પુચ્ચ્યું શું વિચારો છો? 

એમણે કહ્યું કે "કુછ નહિ" 
મને કૈક છુપાવતા હોવાનો અંદાજ આવ્યો. મેં ફરી પૂછ્યું "ક્યાં કુછ નહિ? કુછ તો બોલો" 
એમણે કહ્યું : આપ, થોડે દીન કે લિયે કહી ચલે જાઓ" 
હું ધ્રુજારી અનુભવવા લાગ્યો. એમણે કપ લઈને મૂઢા પર બેસતા, અને મારા માટે એક મૂઢો આગળ મુક્તા કહ્યું " હો સકે તો આજ સામ કે પહેલે નિકાલ જાઓ." એમણે આંખો મેળવ્યા વગર નીચે જોઇને જ કહ્યું. પણ એમના મો માં દચુરો ભરાઈ ગયેલો તે છૂપો ના રહ્યી સક્યો. મેં એમને ફોડ પાડવાનું કહ્યું. થોડી શાંતિ પ્રસરી ગયી. ના એ બોલ્યા કે ના હું. થોડી વારે,ધીરે થી એમણે કહ્યું કે બધી જગ્યાએ થી અમારા લેણિયાતો, અમદાવાદ આવવા નીકળી ગયા છે. એવી પરિસ્થિતિમાં કઈ પણ થયી શકે. ચેરમેન ની પ્રેસ્ટીજ /ગુડવિલ સાર્રી જ હતી. પણ એ પૈસાનો મામલો હતો. મેં કહ્યું કે એવો સમય હજી નથી આવ્યો. જે થશે તેનો સાથે નિકાલ લાવીશું. 

હું ફરીથી ઓફીસ ગયો. રમેશભાઈ મારી રાહ જોતા હતા. એ કેબીનમાં આવીને બારણું બંધ કર્યું. અને મને કહ્યું કે સાંજે વહેલી ઓફીસ બંધ કરવી પડશે. સાકાર બાઝાર થી સમાચાર આવ્યા છે કે , એક ટોળું સાંજે ઓફિસમાં આવશે. મેં કહ્યું કે એતો આવશે ત્યારે દેખા જાયેગા. ઓફિસમાં તોફાન કરશે, કાચ તોડશે. ટેબલ તોડશે, ગાળા ગાળી કરશે બીજું શું? આપણે ગભરાવવાની જરૂર નથી. અડધએક કલાક સુધી હું હવે શું કરવું ? શું થશે તેના વિષે વિચારે ચઢી ગયેલો. ત્યાં જ અચાનક મારા મગજમાં એક જબ્કારો થયો. મેં કોમ્પુટર બંધ કરતા કહ્યું,રમેશભાઈને કહ્યું કે ચાલો કોઈ એક ટ્રક વાળા ને પકડી લાવીએ. એ તરત સમજી ગયા. ઓફિસમાં બધાને કોમ્પ્યુટરમાં સર્વર એપ્લીકેશનમાંથી એક્ઝીટ થવા જણાવી દીધું. સર્વરને તરત જ છુટું પાડવા લાગ્યા. બે મોડેમ, એક પ્રિન્ટર, ત્રણ કોમ્પ્યુટર વગેરે છુટા પાડી દીધા. એક આખું યુનિટ ટ્રકમાં ચઢાવી લીધું. બધા જ ડેટાની બેકઅપ ફાઈલો પણ ચઢાવી દીધી. ટ્રકને અમે એક જગ્યાએ રવાના કરી દીધી. બાજુની ઓફિસમાંથી પણ શંકુ આકારના ફાયર એક્વીન્ગ્વીષર પણ તૈયાર રાખ્યા. થોડીક હળવાસ લીધી ત્યાજ સમાચાર આવ્યા કે ટ્રકને એક ટોળા એ રોકી પાડી છે.અમે કોમ્પુટર વગેરે ના બોક્ષ, સમાન ટ્રકમાં ભરાવ્યો ત્યારે જ એક અફવા ફેલાઈ ગયેલી કે અમે પૈસા અને ડોક્યુમેન્ટ વગેરે સગેવગે કરી રહ્યા છીએ. અમારી ટ્રકનો, ટોળાએ કબ્ઝો લઇ લીધેલો. મારા પગ નીચેથી જમીન ખસી ગયી. મારા મોતિયાં મરી ગયા. જાણે મેં મારા હાથેજ મારા કાંડા કાપીને આપી દીધા. મેં ઓવર-કોન્ફીડંસમાં ખોટું ડીસીશન લઇ લીધું હોય તેવું લાગ્યું. હવે મૂંગા મરવા સિવાય કોઈ રસ્તો નહોતો. રમેશભાઈએ મને પૂછ્યા વગર જ એક કોમ્પ્યુટરને સારવાર બનાવવાનું શરુ કર્યું હતું. એ કેબિનમાંથી સીડીઓ લઇ ગયા એટલે ખબર પડી. મને ખુરશીમાંથી ઉભા થવાની પણ હિંમત રહ્યી નહોતી. રમેશભાઈ એ કલાકેક માં લેટેસ્ટ એક કોમ્પુટર પેન્તીયમ ખરીદેલું એને જ સર્વર બનાવી દીધું. બીજા બધા ૪૮૬ ટાઈપના કોમ્પ્યુટર હતા. 

સાંજના ૬ એક વાગ્યા હતા. સમાચાર આવ્યા કે રાજસ્થાન હોસ્પિટલ પર એક મોટું તોળું આવ્યું છે. થોડીક બ્રાન્ચના મેનેજરો, એમના ક્લાયન્ટને લઈને અમદાવાદ આવી ગયેલા. હું હોસ્પિટલ પહોંચી ગયો. જેવો હું ત્યાં પહોંચ્યો, બધા ઘેરી વળ્યા. બધા , ચેક રીટર્ન થતા, ગુસ્સામાં હતા. કેટલાકે તો ગઈ કાલે જ પૈસા ભરાવેલા. એમનો ગુસ્સો પણ વ્યાજબી હતો. એ એમના ચેકના બદલામાં પૈસા માંગી રહ્યા હતા. મેં એમને ઠંડા પાડવાનો પ્રયત્ન કર્યો. પણ ટોળાણે સમજણ ના હોય તેનું મને ભાન થયું. ટોળાણે છંછેડાય પણ નહિ તે પણ હું જાણતો હતો. મેં થોડી વાર માટે મૌન ધારણ કરી લીધું. લોકોએ પોતપોતાનો ઉભરો ઠાલવી દીધો. પછી ટોળાનો રોષ ઓછો થતા, મેં કહ્યું કે "આપ લોગ ક્યાં ચાહતે હો? " 
ટોળા માંથી એક જ જવાબ આવ્યો "હમારે પૈસા દે દો". 
મેં કહ્યું કે "દેખો વો અબ જબ સાબ જી, બહાર નિકલેગે આપકો પૈસા બ્યાજ કે સાથ મિલ જાયેગા. આપ સભીકો પતા હૈ કી હમારી હરેક ઓફીસમેં સાઈન કિ હુઈ ચેકબુક પડી રહેતી હૈ.આપકા પૈસા હમારે એકાઉન્ટમેં હૈ. કલ સુબહ મેં આપ સબકો હમારે કોન્સે બેન્ક્મે, કિતને પૈસે પડે હૈ ઉસકા ડીટેઇલ દુંગા. આપ સબકા પૈસા હમારે એકાઉન્ટમેં હી હૈ. વો પૈસા સિક્યોર્ડ કરને કે લીએ, અભી હમ સ્ટોપ પેમેન્ટ કે અલાવા, કુછ નહિ કર સકતે. આપ સબકો દો-તીન દિનકા સબ્ર કરના પડેગા." 
એમાંથી એક જણ બોલ્યો કે " આપને, દોપહર કો, સબ પૈસા કિસી જગહ પર ટ્રાન્સફર કર દિયા હૈ. હમેં માર્કેટ મેંસે પતા ચલા હૈ કી આપને એક ટ્રકમેં સબ કુછ ભેજ દિયા હૈ." 
ત્યાજ બીજે થી આવાજ આવ્યો "મારો ચીટર કો, ઉઠા લો ચીટર કો :" 

ત્યાજ મેનેજર આગળ આવીને મારવાડીમાં બધાને ધમકાવી નાખ્યા. કંપનીમાં રહ્યીને મને મારવાડી સમજતા આવડી ગયી હતી. એમણે લોકોને સમજાવી દીધું હતું કે જો એમને પૈસા જોઈતા હશે તો , હું જ સાચી માહિતી કાઢીને આપી શકીશ. અને પેલા જે વ્યક્તિએ બુમ પાડી હતી ટ્રક માટેની તેની સામે જઈને કોલાર પકડીને પૂછ્યું કે બોલ ક્યાં સંતાડી છે ટ્રકને? કોલર પકડીને એ વ્યક્તિને, ટોળામાં વચ્ચે લાવીને બધાને કહ્યું કે મેં જે સર્વર અને કોમ્પ્યુટર ને સાચવવા માટે જે ટ્રક મોકલી હતી એ એનેજ ક્યાંક સંતાડી છે. અને બધાને કહ્યું કે પહેલા એ ટ્રકનો સમાન જ્યાં સુધી નહિ રહે ત્યાં સુધી કોઈને પૈસા નહિ આપી સકાય. એમણે એક રીતે તો લોકોને ધમકી પણ આપી દીધી :"ઇસી તરીકે શે પેશ આઓગે તો કિસીકો એક ભી પૈસા નહિ મિલેગા સમજ ગયે ક્યાં? હમ ભાગ નહિ ગયે. આપ લોગો કો કાટની હૈ તો ગરદન કાટ લો , યદી ઉસસે આપકા પૈસા મિલ જાતા હૈ તો " એમના એવા રૌદ્ર સ્વભાવનો મને પહેલી વાર પરિચય થયો. લોકો તરત ઠંડા પડી ગયા. ચર્ચાઓ બંધ થયી ગયી. મેં થોડીક હિમત આવતા હાથ જોડીને વિનતી કરી " દેખો આજ હમારે હાથ બધે હૈ આજ તક આપને સાથ દિયા હૈ, દો દિનઓર સહી." 

મેનેજરે તરત મારા હાથ પર ઝાપટ મારી ને કહ્યું " વિપુલભાઈ, ઉન લોગો સે હાથ જોડના અચ્છા નહિ હૈ. " અને પછી લોકો તરફ ફરી ને કહ્યું : " પહેલે હમ ચેક કરેંગે કી આપકા પૈસા હમારે ખાતે મેં આયે થે યા નહિ? ફિર આપકો નયા ચેક દિયા જાયેગા.હમ પૂરી ઝાંચ કરેંગે બાદ મેં તય કરેંગે. જિનકો ભી પૈસે લેને હૈ, કલ સુબહ ઓફીસ મેં અપના પુરાના ચેક દે જાયે ઓર અપને ચેક કી ડીટેઇલ દે જાય." મેનેજરે મને, નીકળી જવાનો આંખથી ઈશારો કર્યો. હું નીકળી ગયો. 

હું ઘેર આવ્યો પછી, રમેશભાઈ નો ફોન આવ્યો કે મેનેજરે કાલથી ઓફિસમાં સિક્યોરીટી ગોઠવી દીધી છે. રાત્રે એટલા સમાચાર મળ્યા કે ચેરમેન ની તબિયતમાં કોઈ સુધારો નહોતો. મને વાતાવરણમાં કૈક આમંગળના એંધાણ વર્તતા હતા જ. પણ ઈચ્છતો હતો કે એ ફક્ત મારો આભાસ જ સાબિત થાય. બીજા દિવસે સાંજ સુધી,જે લોકો આવ્યા હતા,એમના ચેક લેવાના અને ડીટેઇલ લખવાનું કામ, મેનેજરે ચાલુ રાખ્યું. રમેશભાઈ એ ડીટેઇલ નાખવા માટેનો ડેટા એન્ટ્રી કરવાનો સોફ્ટવેર બનાવી નાખેલો. અલગ અલગ બ્રાન્ચના, લગભગ ૨ કરોડનો ક્લેમ આવી ગયેલો. ત્યાં જ સાંજે સમાચાર આવ્યા કે ચેરમેન મૃત્યુ પામ્યા છે. 

અમારી ઘડિયાળના કાંટા થંભી ગયા. મારી આંખ સામેથી કાલના ટોળાઓ, અને એનો ગુસ્સો આંખ સામેથી પસાર થયી ગયો. એક લખલખું પસાર થયી ગયું.અમે ઓફીસ બંધ કરી હોસ્પિટલ ભાગ્યા. હોસ્પીટલમાં હું ઊભો હતો ત્યાં, બે બ્રાંચ મેનેજર અને બીજા બે એમના ક્લાયન્ટ મળવા આવ્યા. સહાનુભુતી દર્શાવી. મને પાણી આપ્યું ણે કહ્યું કે હવે તો કાલે સવારે જ કાઢવાના થશે. એટલે ચલો ચા-પીતા આવીએ. બહાર નીકળ્યો ત્યારે એમણે કહ્યું કે ઓફિસની નીચેની ચા-પીએ. એમ કહીને મને એમની ગાડી તરફ દોરી ગયા. તેઓ બેસી ગયા.હું પણ બેસી ગયો. રસ્તો થોડોક બદલાયેલો લાગ્યો. મેં કહ્યું કે આગે સે મોડ લેંગે તો તુરંત આ જાયેગી ઓફીસ. 
બાજુમાં બેઠેલા બ્રાંચ મેનેજરએ કહ્યું :" હા વો તો હંમે પતા હૈ " 
મને ફરીથી ધ્રુજારી થયી "શું હું મારું કિડનેપ તો નથી થઈ રહ્યું ને?" હું સ્વસ્થ રહેવાનો યત્ન કરતો રહ્યો. 

થેંક્યું જીદગી

Chartered-e-Engineer Part 5

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ ૫ 
---------------------------------
દોઢ વર્ષમાં,રોજનું ટ્રનોવર ૨૦ લાખમાંથી, ૧.૧૦ કરોડ થયી ગયેલું. ચેરમેન પોતે પણ ખુબ આક્રમક બની ગયા હતા. સોફ્ટવેરની પણ પુરેપુરી હેલ્પ મળતી હતી. મોડેમના ઉપયોગ થી ડેટા ટ્રાન્સફર ઇઝી થવા લાગેલું. એજ અરસામાં,રીઝર્વ બેન્કે,પ્રાઈવેટ બેન્કિંગ માટેના લાઈશંશ આવાનું શરુ કરેલું. ચેરમેને એક દિવસ કહ્યું "વિપુલભાઈ, પતા લગાઓ મીનીમમ ક્યાં ચાહીએ? " મેં તપાસ કરી નાખી. જેમાં બીજા બધા સરવાળા બાદબાકી કરતા એવું નક્કી થયું કે ૨૫ કરોડની કેપિટલ આપડી તો હોવી જ જોઈએ. ચેરમેન પાસે ૧૭-૧૮ કરોડનું ફંડ તો થયી જ જાય તેવું હતું. પણ, બાકીના ફંડ ની તૈયારી કરવી પડે તેવી હતી. ચેરમેને કહ્યું એ પણ થયી જશે. અને મને સુચના આપી કે તમે બીજી તૈયારીઓ કરવાની ચાલુ કરો. એ વખતે યુ.ટી.આઈ (અત્યારે એક્સીસ) બેંક શરુ થયી ચુકેલી. એ વખતે ઈન્ટરનેટ જેવું હજી હતું નહિ. રીઝર્વ બેંકમાં ઇન-પર્શન જવું પડે ધક્કા ખાવા પડતા. હું સોફ્ટવેર વિભાગ થોડોક પડતો મૂકી, લાઈશંશ માટેની પ્રોસીજરમાં લાગી ગયો. 

હું એક સાથે ૧૫ દિવસની રજા પર જવાનો હતો. કામનો લોડ બહુ હતો તે પૂરો કરવાનો હતો.મોટા ભાગનું કામ પતાવતા નાકે દમ આવી ગયો.હું રજા પર જવાનો હતો તેના એકાદ અઠવાડિયા પહેલા,રમેશભાઈ એ કહ્યું કે ચેરમેન કદાચ કોઈ મુશ્કેલીમાં લાગે છે.કામકાજ પતાવવાના હતા એટલે હું મોટે ભાગે ઓફીસની બહાર રહેતો. મેં કહ્યું કે હા કદાચ , હું રજા પર જવાનો છું અને આપણે પ્રાઈવેટ બેંક માટે લાયશંશની અરજી કરવાના છીએ. ચેરમેન ફંડ ભેગું કરવામાં પડ્યા હશે. એટલે ટેન્સમાં હોય તેવું બની સકે. 
હું રજા પર ગયો. એના બીજા દિવસે સોસીયલ ફંક્શન હતું. તે મળવા માટે આવ્યા. એમના હાથમાં પહેરેલી વીટી મને ભેટમાં આપી. મમ્મી ને મળ્યા. પછી નીકળી ગયા. 
બીજા દિવસે સવારે રમેશભાઈનો ફોન આવ્યો કે ચેરમેન ને એકસીડન્ટ થયો છે ને રાજસ્થાન હોસ્પીટલમાં લઇ ગયા છીએ. હું તરત હોસ્પિટલ ગયો. લોકોની ખાસી ભીડ થયી ગયેલી. મેં મેનેજર ને પૂછ્યું ક્યાં છે? એમણે કહ્યું કે આઈ.સી.યુ. માં છે. મેં બહારથી એમને પહેલી વાર, એવી ની:શહાય અવસ્થામાં જોયા. ઠેર ઠેર ભૂંગળીઓ અને ટોટીઓ લગાડેલી હતી. તેઓની એવી સ્થિતિ જોઇને મારા મોતિયા મરી ગયા. હું પોક મુકીને રડવા માંગતો હતો, પણ, રડી શક્યો નહિ. હિબકે જરૂર ચઢી ગયેલો.મેનેજર પાણી લઈને આવ્યા અને મને બહાર લઇ ગયા. બધા ઘુમશુમ બેઠેલા.કલાકેક જેટલો સમય હું અને રમેશભાઈ ત્યાં બેઠા. શું વાત કરવી તે સૂઝતું નહોતું. થોડીક વાર પછી એમના સગાઓ કે જે મને ઓળખતા હતા એ મેનેજર સાથે આવ્યા અને કહ્યું કે વિપુલભાઈ તમે ઘેર જાઓ તમારે ઘેર ફંક્શન છે. અમે તમને સમાચાર પહોચાડતા રહીશું. 

એ દિવસે સાંજે રમેશભાઈનો ફોન આવ્યો. ચેરમેનને ભાન આવ્યું છે પણ તબિયત હજી એવી જ છે. હમણાં કદાચ વોર્ડ ચેન્જ થશે આઈ.સી.સી.યુ. માં લઇ જશે. હું તરત ત્યાં પહોંચી ગયો. ત્રણ ચાર મિનીટ થયી હશે ને તેમનો વોર્ડ ચેન્જ કરવા બહાર લાવ્યા. હું તરત એમના સ્ટ્રેચર પાસે પહોંચી ગયો. સગા એ ઈશારો કર્યો. વોર્ડબોયે સ્ટ્રેચર થોડું ઉભું રાખ્યું. મેં એમના હાથ પકડ્યા. એમને આખો ખોલીને સામે જોયું. એટલું બોલ્યા કે "વિપુલભાઈ અબ આપકો સંભાલના હૈ" . હું રડી પડ્યો. મેનેજર મને બહાર લઇ ગયા. રમેશભાઈ એ થોડી વાર પછી મને અકસ્માત વિષે જાણ કરી, કે જે ટ્રક જોડે એક્શીડ્ન્ત થયો હતો,તેના ટ્રક ડ્રાઈવર જ એમને હોસ્પિટલ લઇ આવેલા. કૈક ભેદી બન્યું છે. કાલે રાત્રે બે ત્રણ બ્રાંચ માં હોબાળો થયો છે. મેનેજર બધું જાણે છે. સામે થી મેનેજર આવતા જોયા. હું સામે ગયો મેં પુચ્ચ્યું કે બ્રાંચમાં શું થયું છે? એમણે કહ્યું કે કેટલીક જગ્યા એ ચેરમેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એવી અફવા ફેલાઈ ગયેલી. લોકોએ અને કેટલાક બ્રાંચ મેનેજરોએ, એમની પાસે જે સહી કરેલા ચેકો હતા તે આડેધડ લખવા માંડ્યા હતા. 

સવારના આઠેક વાગ્યા હતા. મેં કહ્યું કે તો ખોલો ઓફીસ. રમેશભાઈને કહ્યું કે ચાલો મારી સાથે. પ્રોગ્રામ બનાવો જેટલી પણ બેંકમાં જેટલા પણ ખાતા છે, એનો માસ્ટર ડેટા કાઢો. એક સીધો મેઈલ-મર્જ જેવો, સ્ટોપ પેમેન્ટ નો સોફ્ટવેર બનાવો.મેનેજર અમારી સાથે આવ્યા નહિ. અમારા ટોટલ ૬૦૦ જેટલા બેંક એકાઉન્ટ હતા.એ બધી જગ્યાએ સ્ટોપ પેમન્ટ કરાવવા માટેનો લેટર લખવો એ અશક્ય હતું. મેં એક બેન્કનું નામ , એકાઉન્ટ નંબર, સીગ્નેચરી ડિટેલ વગેરે, સીટી વાઈઝ, માસ્તર ડેટા કાઢવાનો પ્રોગ્રામ બનાવ્યો. રમેશભાઈ એ ડીટેલ, એક પછી એક લઈને ફાઈલો બનાવવી શરુ કરી. દોટ મેત્રીક્ષ પ્રિન્ટરની સ્પીડ, મને એ વખતે સૌથી આકરી લાગી. પહેલી વખત મને થયું કે કાશ મારી પાસે લાઈન-પ્રિન્ટર હોત.મારા મગજ માં તરત એક તુક્કો સુજ્યો. હું જ્યાં ઓડીટ કરતો હતો એ મહિલા બેંકના આઈ.ટી. ના મેનેજરને ઘેર ફોન કર્યો.એમને ત્યાં લાઈન પ્રિન્ટર હતું. મેં વાત કરી કે હું ફાઈલો, ફ્લોપીમાં લઈને આવું તો પ્રિન્ટ કાઢી આપશો? એમને હા પાડી. પણ ત્યાજ,અમારા મેનેજર નો ફોન આવ્યો કે મોટાભાગની ઓફિસો આજે ખુલશે નહિ. હું ૧૦ વાગ્યે દરેક બ્રાંચ મેનેજરને ત્યાં એ સિટીના બધા ખાતાના લેટર મોકલી દેવા માંગતો હતો કે જેથી ફંડ સ્ટોપ કરાવી શકાય અને ૧૩૨ લાગે નહિ અને લોકોનું દશેક કરોડનું ફંડ જે અમારા ત્યાં પડ્યું હતું તે બચી જાય.

મને પરસેવો છૂટવા લાગ્યો. ત્યાં જ રમેશભાઈ કહ્યું કે બેન્કના ફોન.નંબર અને ફેક્ષની ડીટેઇલ મેનેજર પાસે લોટસની ફાઈલમાં છે. મેં કહ્યું કે પણ, ડેટાબેઝમાં કોણ નાખશે? એમણે કહ્યું કે હું એ ઈમ્પોર્ટ કરી લઈશ. આપને દરેક લેટર પર એ નંબર પણ પ્રિન્ટ કરી નાખીએ. અમારી પાસે બે ફેક્ષ મશીન હતા. અમે એ લેટર પ્રિન્ટ થયીને આવી જાય તો એ નંબર જોઈ જોઇને, બંને ફેક્ષ મશીન પરથી ધડાધડ ફેક્ષ કરવા માંડીએ એવો પ્લાન કર્યો. અમે તરત જ ફેક્ષ મશીન ચેક કરી જોયા કે ચાલે તો છેને અને રોલ તો છેને? એકમાં રોલ નહોતો. ફેક્ષ પહોંચી ગયા પછી જે રીસીપ્ટ આવે તેનું અમારે મન બહુ મહત્વ હતું. રોલ લગાવીને ટેસ્ટ મેસેજ મોકલ્યો અમારી બોમ્બે બ્રાંચ પર. એક એસ.ટી.ડી. નંબર તરત લાગે અને ફેક્ષ પહોચાડીએ તે, માટે દોઢેક મીનીટનો સમય મીનીમમ જાય. અમારા માટે કટોકટી આવી. ત્યાં જ મારી નજર મોડેમ પર પડી. તેની ઉપર લખેલું કે ડેટા/ફેક્ષ /મોડેમ. મેં કંપનીના સી.ઈ.ઓ.ને ફોન લગાવ્યો અને પુચ્ચ્યું કે આ મોડેમ પર ફેક્ષ લખ્યું છે એ કેવી રીતે કામ કરે? એમણે કહ્યું કે એક સોફ્ટવેર થી કોમ્પ્યુટર, પોતે નંબર ડાયલ કરીને, ઓટોમેટીકલી ફેક્ષ કરી શકે. મેં કહ્યું કે અમે એનાથી કરી શકીએ? એમણે કહ્યું કે એવું કોઈ કરતુ નથી,અમે પણ ટેસ્ટ કર્યું નથી. મેં કહ્યું કે અમારા ત્યાં ટેસ્ટ કરવું પડે તેમ છે, અમારી પાસે ત્રણ મોડેમ તો છે જ બીજા બે તમે લેતા આવશો,અરજન્ટ ? એમણે કહ્યું કેમ કોઈ ખાસ વાત છે?મેં કહ્યું કે તમે આવો એટલે કહું છું. એમણે ફોન મુક્ત કહ્યું કે એક ટેલીફોન લાઈનમાં એક જ લાગશે.મારી પાસે ટોટલ દશ ટેલીફોન લાઈનો હતી.ફોન મુકતાજ રમેશભાઈએ કહ્યું કે એતો મને આવડે છે. મેં કહ્યું કે તો એનો સોફ્ટવેર રેડી રાખીએ. આપણા પ્રોગ્રામ પ્રમાણે એ સોફ્ટવેર ફેક્ષ ટ્રાય કરતુ રહેશે. ૯ વાગી ગયા હતા. હવે અમારે પ્રિન્ટ કાઢવાની માથાકૂત હતી નહિ. પણ જો ફેક્ષ મોડેમ સકસેસ ના થયો તો? તો પછી તો, હું ફક્ત ચિઠ્ઠી નો ચાકર હતો. હું એનાથી કશુજ વધુ કરી શકે તેમ નહોતો. 

સોફ્ટવેર તૈયાર હતો. અમે જે બેંકમાં બેલેન્સ વધારે હતું તે ક્રમમાં,બેન્કોને રેન્ક આપીને, પ્રિન્ટ કરવા માટે મૂકી દીધા. અમારે ના કરે નારાયણ મોડેમ સકસેસ ના થાય તો બીજો મોરચો તૈયાર રાખવાનો હતો. પ્રિન્ટ કાઢવા મુકીને નીચે ચા પીવા નીકળી પડ્યા. રસ્તે મને રમેશભાઈએ અકસ્માત માટેની અલગ અલગ થીયરીઓ કહ્યી. મને તેમાં રશ નહોતો. મને તો ફક્ત સ્ટોપ પેમેન્ટ થયી જાય અને લોકોના દશેક કરોડ બચી જાય તેમાં જ રશ હતો. અમે ચા પીને ઉપર આવતા જ હતા ત્યાં પેલા સી.ઈ.ઓ. બાઈક લઈને આવતા હતા તે મળ્યા. મેં કહ્યું કે તમે ઉપર જાઓ અમે આવીએ જ છીએ. અમે ફેક્ષ મોડેમ ચેક કર્યું. રમેશભાઈએ એમનો અટીરા અને ઈશરોનો અનુભવ કામે લગાડ્યો. પોર્ટના સેટિંગ નું અલગ અલગ કોમ્બીનેશન કરી જોયું અને છેવટે સકસેસ થયી ગયું. અમે નીચેના કોમ્પ્યુટર થી ઉપરના ફેક્ષમાં મેસેજ મોકલ્યો ..... હુરર્રે રમેશભાઈએ બુમ પાડી ........આઆ.........આઆઇ ગ્યો ........ 

મારી આંખમાં પાણી આવી ગયું. અમે ૯.૪૫ વાગે જ બધે ફેક્ષ મોકલવા શરુ કરી દીધા ...એક સાથે પાંચ કોમ્યુટર પર મોડેમ ગોઠવી દીધા. પાંચેય મશીન પર પાંચ અલગ અલગ ફાઈલ કરીને પ્રોગ્રામ ચાલુ કરી દીધા. સ્ક્રીન ઉપર ડીલીવરી સકસેસ નો મેસેજ આવવા લાગ્યો. રમેશભાઈ લીસ્ટ લઈને ઉભા હતા. જે ડીલીવરી મેસેજ આવે તેમાં ટીક મારવા લાગ્યા. હું પાંચેય મશીનની વચ્ચે ની જગ્યાએ જ જમીન પર બેસી ગયો. જાણે ટીવી પર સ્તેફીગ્રાફની મેચ ચાલતી હોય 'ને, હું બોલને આ છેડે થી પેલે છેડે જતો દેખતો હતો. થોડી વાર માટે તો મારી આંખ મીચાઈ ગયી હતી. આંખ કુલી ત્યારે થોડોક માનશીક તણાવ ઓછો થયેલો. 

છેલ્લો મેસેજ ૧૧.૩૦ વાગ્યે ગયો. મેં સી.ઈ.ઓ. નો આભાર માન્યો. હું જયારે આંખો મીચીને બેઠો હતો ત્યારે રમેશભાઈએ એમને પરિસ્થિતિ થી વાકેફ કરી નાખેલા. એમને સહાનુભુતિ પૂર્વક મારી સામે જોયું. પછી વાત કરીશું એવો ઈશારો કરીને એ નીકળી ગયા. મેં એક મૃત્યુનો જાણે અનુભવ કરી લીધેલો.અને મૃત્યુ શૈયા પરથી પાછો આવ્યો હોય એટલો આનદ થયો. 

પણ મને ખબર નહોતી કે ખરી મુશીબત તો હજી હવે શરુ થવાની હતી. 
થેંક્યું જિંદગી.

Chartered -e- Engineer Part 4

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ ૪ 
--------------------------------
બીજા દિવસે સવારે, કોમ્પ્યુટર કલાસીસમાં તપાસ કરવા નીકળી પડ્યો.મને એટલું ખબર હતી કે ક્લીપર અથવા નવી આવેલી ફોક્સ્પ્રો ભાષા શીખવી છે. ડેટાબેઝ અમે ડીબેઝ ૩ અને ત્યાર બાદ ફોક્સ્બેઝ વાપરતા એવું કૈક ખબર હતી. મેં એ શીખવું છે તેવી વાત કરી. બધા મને એક જ સવાલ કરતા.પહેલા ક્યાંય ક્લાસ કર્યા છે? મેં કાર્ય નહોતા એટલે એ એક વર્ષનો કોર્ષ છે તેવું કહેતા રોજ બે કલાક. અઠવાડિયામાં ૪ દિવસ. મને એ સમય પોષાય તેવું નહોતું. બે ત્રણ દિવસ રખડ્યો. ક્યાય મેળ ના પડ્યો. એક ગુરુવારે ઓફિસમાં એક ભાઈ,ચેરમેન ણે મળવા આવ્યા. ચેરમેને ઓળખાણ કરાવવા પુરતી ઓળખાણ કરાવી. અને કહ્યું કે મારા આવ્યા પહેલા એ ભાઈ , જે કંપનીમાં સોફ્ટવેર બનાવવા આપેલો તે કંપનીમાં જોબ કરતા હતા અને અમારો સોફ્ટવેર એ બનાવતા હતા. એમનું નામ રમેશભાઈ હતું. મારા મનમાં ફરીથી કીડો સળવળ્યો. મેં એમની જોડે થોડીક વાત કરી. એ મને ડાઉન ટુ અર્થ લાગ્યા. એમના ગયા પછી મેં ચેરમેન ને વાત કરી કે એમને જોબ પર રાખી લઈએ? ચેરમેન જોકે વચ્ચે પડતા નહિ. એમણે તો સોફ્ટવેર રેડી થાય એમાં રસ હતો. 

મેં એમને રમેશભાઈને વાત કરી. એ તૈયાર થયી ગયા. થોડાક દિવસ માં મારે એમની જોડે ટ્યુનિંગ થયી ગયું. મેં એમની પાસેથી જ સોફ્ટવેર શીખવાનું શરુ કર્યું. તેઓ ઈસરોના પ્રોજેક્ટ પણ કરી ચુકેલા. બહુ મહત્વાકાન્ક્ષી કીડા નહોતા. હું એમનો ઉપયોગ પછી તો નાના પ્રોગ્રામ બનાવવાનું સીખવામાં કરતો ગયો. એ પણ મને હોંશે હોંશે નવી મેથડ સીખ્વાડવા લાગ્યા. હું તેમને અમારો બાકીનો સોફ્ટવેર બનાવવામાં, હેલ્પ કરતો. મારું ફાયનાન્સ નું કામ મેં શાંજે કરવા માંડ્યું.સવારે વહેલા જ ઓફિસે આવી જવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે એ મારા કોડ સીધા સોફ્ટવેર માં લેવા લાગ્યા. કયી લુપ્સનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરાય તેની સમજ પડવા લાગી. ઇફ અને એલ્સ પછી તો સપનામાં આવવા લાગ્યા. ધીરે ધીરે જે ફલો ચાર્ટ હું દોરતો એના પ્રોગ્રામ બનાવતો થયી ગયો. રમેશભાઈ એ પછી તો મારી ધગસ જોઇને , રવિવારે પણ ઓફીસ પર આવવાનું શરુ કર્યું. મેં ઘેર કોમ્પ્યુટર વસાવ્યું. મેં ડોસ પરથી વિન્ડો બેઝ સીસ્ટમ સીખવાની શરુ કરી. ફોક્ષ્પ્રોનું નવું વર્ઝન રીલીઝ થયું. મેં રમેશભાઈને વાત કરી. અમે સાથે બુક્સમાંથી વાંચી વાંચીને એક જ મહિનામાં એ પૂરું કરી નાખ્યું. હવે સોફ્ટવેર ની જવાબદારી હું અને રમેશભાઈ સરખે ભાગે વહેંચી લેતા થયા. 

એક દિવસ એમણે કહ્યું કે માઈક્રો-સોફ્ટની સામે ઓરેકલ નામની કંપની આવી છે. મારી લાળ પાડવા લાગી. એ ત્રણ મહિના દરમ્યાન, અમારી કંપનીની બ્રાંચ વધારવાનું કામ ચેરમેને વધારી દીધું હતું. સોફ્ટવેર હવે અમેજ બનાવતા હતા એટલે, બગ ના હોવાથી રોજ-બરોજના કામ કાજ ઘણા સરળ થયી ગયેલા. દરેક સિટીના બેંક ખાતામાં રોજના ૭૦-૮૦ ચેક ક્લીયર થતા. બેન્કના મેનેજર થાકી જવા લાગેલા કારણકે તેઓ મેન્યુઅલ વર્ક કરતા.અમે એમના બેંક માં અમારું કોમ્યુટર મૂકી દેતા,ચેક ના ડેટા ડાયરેક્ટ અમારી સીસ્ટમ માંથી પાસ થઈને જ ક્લીયર થવા આવતો. એ સીસ્ટમ અમે બેંક ને જોઈએ તેવી બનાવતા થયા. બેન્કે આગળ જેવો ડેટા આપવો હોય તેવોજ અમે બનાવી આપતા જેની બદલામાં અમે અલગ ફેસીલીતીઓ મંજુર કરાવી દેતા. પહેલા અમે સોફ્ટવેર અમારા માટે બનાવતા પછી બેંકણે હેલ્પ કરવા માટે બનાવતા અને તેની સામે અમારી ફેસીલીટી મેળવી લેતા. હું હવે મેનેજરને, ડોક્યુમેન્ટ જોઇને, ઓન ધી સ્પોટ કહી દેતો કે કેવો સોફ્ટવેર બની શકશે ને કેવો ના બની સકે. કંપની હવે સોફ્ટવેરમાં પણ ડીલ કરવા લાગેલી. મને ખબર હતી કે સોફ્ટવેર વગર કેવી મુશીબતો થાય છે? અને એટલે હું એ મેનેજરોની દુખતી નશ દબાવતો. 

સોફ્ટવેર હવે ૩૧ બ્રાન્ચમાં વ્યવસ્થિત ચાલતો હતો. રોજનો કારોબાર ૧ કરોડ પર થયી ગયેલો. પણ , રોજ ફ્લોપી આવતી અને તેનું એનાલીસીસ કરતી વખતે ખબર પડતી કે અમુક બ્રાંચ ની ફ્લોપી કરપ્ટ થતી. અમુકમાં વાઈરસ આવતો. સોફ્ટવેર સિવાયના નવા પ્રોબ્લેમ ઉભા થવા લાગ્યા. મેં ત્રણ ચાર કંપનીને બોલાવી. અમારી પાસે એસ.ટી.ડી. લાઈન્તો હતી જ. મેં સી.એ.ની એક્ઝામ માં મોડેમ વિષે વાંચેલું. એ બધાને એક વાત કરી કે મારે ૩૧ બ્રાંચ વચ્ચે મારું પોતાનું ઇન્ટ્રા-નેટ બનાવવું છે.(ત્યારે હજી ઈન્ટરનેટ દુર ક્ષિતિજ પર હતું). તમે કહો એટલા મોડેમ લગાવીએ. મારે ફ્લોપીનો કાંટો કાઢી નાખવો છે. ઓપ્શન થોડોક મોંઘો હતો પણ ડેટા ના પ્રોબ્લેમ ના કારણે અમારે ફંડ મેનેજમેન્ટમાં તકલીફ પડતી હતી. ડેટા તૈયાર હતો પણ વાપરી નહોતા શકતા. એક કંપનીને સિલેક્ટ કરી પાયલોટ ટેસ્ટ કર્યો. ડેટા એક જ મીનીટમાં ટ્રાન્સફર થયી ગયો. એસટીડી નું બીલ આવ્યું ૧૬ રૂપિયા. અમને પોસાય તેવું હતું. ફટાફટ બધીજ બ્રાન્ચને મોડેમ થી જોડીને અમારું પોતાનું આગવું નેટવર્ક બનાવવાનું નક્કી કરી નાખ્યું. 

મને સી.એ.માં ભણેલા એસ.એ.ડી.પી.ના એક એક ચેપ્ટર માં વર્ણવેલી વાતોને હકીકતમાં લાવીને ટેકનોક્રેટ બનવાના સ્વપ્ના આવવા લાગ્યા. હું જોકે હવે પ્રોગ્રામ બનાવતા સીખી ગયો હતો.ઓપેરેશન રીસર્ચના ચેપ્ટરનો ફંડ મેનેજમેન્ટમાં ઉપયોગ કરીને,ઓછી કોસ્ટમાં કેવી રીતે ફંડ ટ્રાન્સફર થાય તેવા સોફ્ટવેર બનાવવા લાગેલો. જે લોજીક રમેશભાઈ સમજી શકે તેમ નહોતા તે મેં જાતેજ અખત્યાર કરવાનું ચાલુ કર્યું. રમેશભાઈ મારા ગુરુ હતા. ક્યાંક ગરબડ થાય તો તે લુપ્સને સાંભળી લેતા. એક દિવસ, રમેશભાઈ એ કહ્યું કે વાયટુકે (યર ટુ થાઉઝંડ)ના પ્રોબ્લેમ ના કારણે લોકો ઓરેકલ તરફ જવા લાગ્યા છે. અમેં નક્કી કર્યું કે ઓરેકલને હવે પકડો. 

સીએ. ભણાવવામાં આવતા દરેક ચેપ્ટર હવે હું સોફ્ટવેર અન્જિનિયર ની દ્રષ્ટિથી જોતો થયેલો. મને હવે કોઈજ સોફ્ટવેર અશક્ય લાગતો નહોતો. બ્રાંચ તો વધતી જ હતી. દિલ્હીથી કોઇમ્બતુર અને ભુજ થી ગૌહાટી અમે નેટવર્ક ફેલાવી રહ્યા હતા.... 

થેંક્યું જિંદગી..

Chartered-e-Engineer Part 3

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ ૩ 
---------------------------------
બીજા દિવસે સવારે એન્જીનીયર હાજર થયી ગયો. મેં ચેરમેન જોડે ઓળખાણ કરાવી. ચેરમેન એ વેલકમ કહીને કહ્યું કે વિપુલભાઈ ક સાથ દેના આપકો ઉપર લે જાયેગા. હું ડીરેકટર તરીકે રૂ. ૨૨,૦૦૦ નો પગાર લેતો, જયારે એને રૂ ૨૦,૦૦૦ નો પગાર ઓફર કરી દેતા કંપનીમાં ગુસપુસ થવા લાગેલી.પણ મારા મગજમાં, અલગ જ રમત ચાલતી હતી. મેં પહેલા દિવસથી જ એની પાસે કામ લેવાનું ચાલુ કર્યું. મને ખબર હતી કે હવે તે જૂની કંપનીમાં જઈ નહિ સકે. એ વધારે પગારની લાલચમાં મારા ત્યાં આવ્યો છે એટલે એની પાસે થી વફાદારીની આશા રાખવી નકામી છે. મારે પણ પગાર કરતા વધારે કામ ના લઉં તો કઈ કામનું નહોતું.મારે એક પણ મિનીટ વેસ્ટ જાય તે પોસાય તેવી નહોતી. મેં એને કહ્યું કે સવારે ગાડી તમને લેવા આવી જશે. તમે સવારે ૧૦ વાગે તૈયાર રહેજો. નોર્મલ સમય ૧૧ વાગ્યાનો હતો. પણ એ બોલી શકતે તેમ નહોતો. મેં એનો એક કલાક વધારે લઇ લીધો. સાથે એ પોતે વિહ્કાલ લઈને ના આવે એટલે જતી વખતે પણ ગાડી મુકવા ના જાય ત્યાં સુધી તે કંપનીમાં રહેવાનો હતો તે નક્કી કરી નાખ્યું. 

બીજા દિવસે ડ્રાઈવર એને લઈને મને લેવા આવ્યો, મેં રસ્તામાં જ સોફ્ટવેર વિષે વાતો કરવાની શરુ કરી. થોડાક સ્વપ્ના બતાવવા શરુ કર્યા. મેં એને જૂની કંપનીના કોડ ચોરી લેવા સમજાવી નાખ્યો. તે ના પાડી શકે તેમ નહોતો કારણકે મેં જે ઓફર આપી હતી તે વધુ પડતી અતિશયોક્તિ વાળી હતી. નોર્મલ પગાર એ સમયે ૯ થી ૧૦ હજારનો જ હતો. એણે કહ્યું કે એની પાસે ફ્લોપીમાં કેટલાક કોડ છે. મેં અ ચાલુ કરી દેવા કહ્યું.

મને કોમ્પ્યુટર ની ક્કોઈ ભાષા આવડતી નહોતી. પણ હું એની સાથે બેસતો અને હું જે કહું છું તેના કોડ કેવી રીતે લખતો તેની તરફ નજર રાખતો. તે ક્લીપર નામની લેંગ્વેજના કોડ હતા અને ડેટાબેઝ ડીબેઝ વાપરતા હતા તે સમજાયું. મેં ધીરે ધીરે બંને ના કમાંડ લખીને અખતરા કરવાના શરુ કર્યા. કોડ કમાંડ લખેલી ફાઈલને કેવી રીતે ચલાવવી તે પણ સમજવા લાગ્યો. હું દિવસ દરમ્યાન મારું બધું કામ કરતો. સાંજ પડે એની પાસે બેસતો. રોજનું કરેલું કામ ટેસ્ટ કરતો. થોડાક ટેસ્ટ ડેટા બનાવી રાખતો. રોજ રાતના આઠેક વાગી જતા. મારા માટે એ નવું નહોતું. પણ એનો જુસ્સો ટકાવી રાખવો જરૂરી હતો. હું અવનવા નાસ્તા કરાવતો. ધીરે ધીરે હું કોડ સમજતો થવા લાગેલો. મારે એને કિક આઉટ કરવાનો હતો પણ કોડ માં જો કોઈ બગ કે વાઈરસ મૂકી દેતો એ સોલ્વ કરવું અઘરું પડે. મેં બેકઅપ લેવાનું શરુ કર્યું હતું. 

એક મહિનો બધું વ્યવસ્થિત ચાલ્યું. એની પાસે થી મેં ઘણા મારા મોડ્યુલ બનાવડાવી દીધેલા. તોયે હજી બીજા દોઢ-બે મહિના થાય તેવું લાગતું હતું. ત્યાજ એણે ધડાકો કર્યો. એને નોકરીનો સમય એડજસ્ટ થતો નહોતો. મને એ કારણની ખબર હતી. એ શરૂઆતમાં મોટી ઓફરના કારણે શહન કરતો. એડજસ્ટ કરતો હતો. પણ પછી તો એ રોજનું બની ગયેલું. મેં એને વાત વાતમાં સમજાવી દીધેલું કે હું બીઝનેસમેન છું. હું લોકો જેટલું કામ આપે છે તેટલું વળતર ચૂકવું છું. થોડાક દિવસ થી તે પ્રેસર ફિલ કરતો હતો. એ મારી જાણ માં આવી ગયેલું. મેં થોડુક હળવું પણ કરવાનો યત્ન કરેલો. મેં એને કહ્યું કે શરૂઆત છે એટલે પ્રેશર થશે એક વખત સોફ્ટવેર બની જશે પછી તો શાંતિ જ છે ને? એનો પગાર પહેલી તારીખે ચૂકવી દીધો, લોકોના જોકે ૭મી તારીખે થતા. મને એમ હતું કે એક સાથે રૂ.૨૦,૦૦૦ હાથમાં જોશે તો એ બધો થાક ભૂલી જશે. પણ પછી બીજા દિવસે એણે બહાનું બતાવ્યું કે સર, તબિયત સારી નથી એટલે હું નહિ આવું. મેં ડ્રાઈવર ને ગાડી કાઢવાનું કહ્યું. હું એના ઘેર તબિયત પુછવા ગયો. હકીકતમાં તો ખબર લેવા ગયેલો. તે ઘેર નહોતો. એના ઘેર બધા પરિસ્થિતિ પામી ગયા. મારે કઈ કહેવાની જરૂર ના પડી. એ ઈન્ટરવ્યું આપવા ગયેલો. બીજા દિવસે સવારે એ ઓફિસમાં આવ્યો.સીધો મને મળવા આવ્યો. 

"સોરી, સર, માથું થોડુક દુખતું હતું એટલે ફ્રેશ થવા, હું પછી બહાર ગયેલો." 
મેં કહ્યું: "હોય એતો. બોલો શું કામ હતું." 
"સર, કોમ્યુટરનો પાસવર્ડ બદલાઈ ગયો છે." 
"હા, મેં બદલ્યો છે. તમારે ઓપન કરવાની જરૂર નથી. તમે ઘેર જઈ શકો છો." 

ધીરે ધીરે મને સોફ્ટવેર જગત પ્રત્યે નફરત પેદા થયી ગયેલી. પણ બિઝનેસમાં એમના વગર ચાલે તેવું નહોતું. મેં ચેરમેન ને કહ્યું કે એન્જીનીયરે આવું કર્યું. ચેરમેને કહ્યું શું કરશો ચલાવી લેવું પડશે. મેં કહ્યું કે ના મેં એમને ના પાડી દીધી છે. ચેરમેન થોડાક વિચારમાં પડી ગયા. એમને ખબર હતી કે હજી જુદા જુદા સિટીમાંથી ઇસ્યુ થતા ચેકનુ ઓટોમેટીક રીકન્શીલેષણ ના થાય તો આખા બીઝનેસ ણે બહુ મોટું જોખમ હતું. એ મહિનામાં અમે બીજી ૪ બ્રાંચ ઓપન કરી નાખેલી. ટર્ણઓવર વધતું જતું હતું. એમ એમ જોખમ પણ વધતું જતું હતું. હવે જે બ્રાંચ મેનેજર બનતા હતા તે એમના કુટુંબના સીધા સંપર્ક વાળા લોકો નહોતા. આ ભરોસાનો ધંધો હતો. ચેરમેને કહ્યું :"વિપુલભાઈ, ઐસે કૈસે ચલેગા. આપ આયે કિતના સમય હો ગયા? કુછ નતીજા નહિ નિકલ રહા. અબ બતાઓ ક્યાં કરેંગે?" 

મેં સીધો જ જવાબ આપી દીધો "સર, મેં ખુદ સોફ્ટવેર બનાઉંગા.મેં ખુદ એન્જીનીયર બનુગા "

ખબર ના પડી કે મેં કેમ એવું કહ્યી નાખ્યું. એ એક એવો નિર્ણય હતો કે જે આવનારા મારા દિવસો બદલી નાખે તેવો હતો. ચેરમેનની નજરમાં હું વધુ પડતો ઓવર કોન્ફીદંસ માં વાત કરતો હતો તે સાફ દેખાઈ આવતું હતું. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોફ્ટવેરની ભાષા શીખશે અને એ અધકચરું નોલેજ લઈને લાઈવ બીઝનેસ પર ઓપરેશન કરશે ત્યારે શી હાલત થશે? તે વિચારે તેમના મગજમાં એક ધ્રુજારી પણ પસાર થયી ગયી હશે.પણ હું હવે ગળા સુધી હારી ગયેલો. હવે મને કોઈની ઉપર ભરોષો રહ્યો નહોતો. એટલે એવું બોલાઈ ગયેલું. પણ, હવે મારે પોતે જ શસ્ત્રો ઉપાડી લેવા તેવો દદ્ધ નિર્ણય કરી નાખ્યો. અને મનમાં "હવે તો જે થશે તે દેખા જાયેગા" બોલતો કેબીનની બહાર આવી ગયો. 

થેંક્યું જિંદગી.

Chartered-e-Engineer Part 2

ચાર્ટર્ડ-એ-એન્જીનીયર પાર્ટ -૨ 
---------------------------------
પહેલુ અઠવાડિયું પૂરું થયું ત્યાં સુધીમાં,ચેરમેનના શાળાએ બધો હવાલો આપી દીધો. બધું અસ્તવ્યસ્ત હતું. એ અરસામાં એક સીટીમાંથી બીજા સિટીમાં પૈસા મોકલવા હોય તો બેન્કમાંથી ડ્રાફ્ટ કઢાવવો પડતો અને એ ડ્રાફ્ટ કઢાવવા માટે જેમ જેમ રકમ વધતી જાય તેમ તેમ,બેંક એ દ્રફ કઢાવવાનું કમીશન વધારતી જાય. જે લોકોનો ધંધો અલગ અલગ સિટીમાં થતો તેઓએ બેન્કને એ કમીશન ચુકવવું પડતું. હોલસેલ ખરીદી કે વેચાન કરનારા વેપારીઓનું માર્જીન ખુબ નજીવું રહેતું. એમાં આ કમીશન પણ ભાગ પડાવી લેતું. એટલે અમારી કંપની એ વચલો રસ્તો કાઢેલો. દરેક સિટીમાં અમે બેંકમાં ખાતું ખોલાવી નાખતા.દરેક સિટીના મેનેજર પાસે,બીજા સિટીમાં ખોલાયેલા ખાતાની ચેકબુક સહી કરીને આપી દેવામાં આવતી. દરેક મેનેજર વેપારી નો લોકલ સિટીનો ચેક લઈને જે સિટીનો ચેક જોઈએ એ સિટીનો ચેક લઇ જાય. અને અમે બેંક કરતા કમીશન ઓછું લેતા અને ક્લાયન્ટની ઓફિસે પણ ચેક ડીલીવર કરતા. ત્યારે બેંકમાં ડ્રાફ્ટ કઢાવવો એ સમયની પણ બરબાદી હતી. 

અમે સિસ્ટમની ફોલ્ટની સામે સગવડીયો રસ્તો કાઢેલો. અમારા ચેરમેને બે વર્ષમાં વર્ષે ૭૦-૮૦ કરોડનો ધંધો, પાંચ બ્રાંચની હેલ્પથી કરી નાખેલો. મેં એમના શાળાની મદદથી એ આંખો બીઝનેસ સમજી લીધો. બીજાજ અઠવાડિયે એમના શાળા ગયા પછી, એમને મને એમના ઘેર બોલાવ્યો. ઓફીસ હજી તૈયાર થતી હતી એટલે એ ઘેર થી મેનેજ કરતા. 
એમણે સીધું જ પુચ્છ્યું "વિપુલભાઈ કિતના ચલેગા હમારા બીઝનેસ?" 
હું છક થયી ગયો. હું એક આખું લીસ્ટ બનાવીણે બેઠો હતો જેમાં,અમારા બ્રાંચ મેનેજર, કેટ કેટલા પ્રકારે ફ્રોડ કરી શકે અને થયા હોય તેવું લાગતું હતું એનું લીસ્ટ હતું. મેં તરત એમને કહ્યું : "ઐસા હી ચાલતા રહા તો છે બારહ મહિના સે જ્યાદા નહિ ચલા સકતે."
"કયું આપકો એસા લગા ? " 
મેં લીસ્ટ બોલવા માંડ્યું. આખું લીસ્ટ સંભાળીને એમને કહ્યું " મૈને આપકો સીધા ડીરેક્ટર કયું બનાયા હૈ? આપ ક્યાં કર શકતે હો? વરના આપકી જરૂરત હી નહિ હૈ ના ? સહી હૈ ના? આપ તો વિત્ત-વ્યવસ્થા મેં પૂરે ઇન્ડિયા મેં ફર્સ્ટ આયે હો,ગોલ્ડ મેડ્લીસ્ત હો. સહી હૈ ના ? " 

એમના સીધા હુમલાથી મારા પગ નીચેની ધરતી હલી ગયી. મારા માટે સી.એ.ની પરીક્ષામાં પુછાયેલા સવાલો કેટલા સહેલા હતા તે સમ્જાયી ગયું. મેં ધીરેન એ આપેલી સલાહ કામ આવી. "જયારે આવડતું હોય તેવું ના પુછાય ત્યારે સમજણ પડે તેવું ત્રાન્સ્પરાંત લખી નાખવું." મેં મનોમન હકીકતમાં એ કંપની મારી હોત તો હું શું પગલા લેત તે નક્કી કરી નાખ્યું. જોકે જે વિચાર આવ્યો તે ખતરનાક હતો. 
મેં કહ્યું "સર, હમારી સીસ્ટમ કો કોમ્પ્યુતરાઇદ કરની પડેગી. "
"એ લિખો નંબર " એમ કહીને નંબર લખાવ્યો અને કહ્યું કે એમને એક સોફ્ટવેર બનાવવા આપી દીધો છે. એ સોફ્ટવેર આવી જાય તો, બધી બ્રાંચના ડેટા નખાવીને ફ્રોડ સોધાવાના અથવા અટકાવવાના કેવા ઉપાય એમણે કાર્ય છે તે જણાવ્યું. અને મને કહ્યું કે એ સોફ્ટવેર બને તેમાં તમે પૂરી સખ્તાઈ થી સોફ્ટવેર બનાવડાવો અને ટેસ્ટ કરો કે ચાલશે કે નહિ? 

સી.એ. માં એક વિષય આવતો એસ.એ.ડી.પી. એ વિષય માં ૭૨ માર્કશ સાથે હું ફર્સ્ટ આવેલો. મેં એ નોલેજનો તરત અમલ માં મુકવા માટે સીસ્ટમ ફલો-ચાર્ટ બનાવવા માંડ્યા અને સોફ્ટવેર કંપનીને તે આપવા લાગ્યા. શરૂઆતમાં એ કંપનીના એન્જીનીયર ખુશ થયા. એમના માટે શું બનાવવું તે સીધું મળવા લાગ્યું. પહેલા એક મોદ્યુલ બનાવવા માટે એમને બહુ મહેનત કરવી પડતી . બે ત્રણ વખત ડીઝાઈન ચેન્જ કરવી પડતી. પછી આખું મોડ્યુલ જ પડતું મુકવું પડતું અને નવું બનાવવું પડતું. જયારે મારા ચાર્ટ થી એન્જીનીયર્સને બહુ ઇઝી થયી ગયું. પણ એ કંપનીના માલિક ને કૈક વાંકુ પડતા, ડેવલોપમેન્ટ અટકી ગયું. પછી ખબર પડી કે પૈસાના મામલે વાંકું પડ્યું છે. હવે મારા ચાર્ટના કારણે સીધો રસ્તો ક્લીયર થતા એમને હવે વધુ કામ કરવું પડશે એવું લગતા સોફ્ટવેર ની કીમત ડબલ લારી નાખેલી. અને સોફ્ટવેર માં બગ રાખવાનું શરુ કર્યું. હું રોજ ટેસ્ટ કરું અને તેઓ બીજે બગ રાખી દે. હું થાકી ગયો એમની ઓફીસ પર જઈને, પ્રોગ્રામ ફલો-ચાર્ટ લઈને બેસી ગયો. તેઓ મારી સામે જ સોફ્ટવેર બનાવે તેવું કરવા લાગ્યો. એ કંપનીના માલિક પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નહિ. એમને સોફ્ટવેર બનાવવાની ના પાડી દીધી. અમારા પૈસા પાણીમાં ગયા. અમે સુરત થી બીજા એક સોફ્ટવેર એન્જીનીયર ને પકડ્યો. એ પણ ચાર્ટ દેખીને મોટું કામ છે તેવું લાગતા, અડધું કામ કરીને,જે એડવાન્સ પૈસા આપેલા તે લઈને ભાગી ગયો. મારી ઉપર પ્રેસર વધતું હતું. બે મહિના થયી ગયેલા કોઈ રસ્તો નીકળતો નહોતો. તે દરમ્યાન બે ફ્રોડ સામે આવ્યા.અમારી સીસ્ટમ માં લુપ્સ દેખીને, એક મેનેજરએ ૫ લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખેલું. 

મેં એકલ દોકલ ણે પકડ્યા વગર નામાંકિત કંપનીને પકડવાનો નિર્ણય કર્યો. એમાં એપ્ટેક સોલ્યુશનનો સંપર્ક કર્યો. એમને કોન્ત્રક્ત આપ્યો. બધા ફલો-ચાર્ટ આપી દીધા. મેં શરૂઆતમાં જે મહત્વના હતા એ જ મોડ્યુલ બનાવડાવ્યા. એમણે બનાવવાનું ચાલુ કર્યું. મેં ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. સફળતા મળવા લાગી. મેં ધીરે ધીરે મેં નવી નવી બ્રાંચ ઓપન કરવાનું ચાલુ કર્યું. મોદી-ઓલીવીતી નામની કોમ્પ્યુટર કંપની સાથે કોન્ત્રક્ત કર્યો. હવે પાંચ બ્રાન્ચના રોજના રૂ. ૨૦ લાખના વ્યાપારને , વધારીને ૧૦ બ્રાંચ અને રૂ. ૪૦ લાખ પર પહોંચી ગયેલો. એક બ્રાંચ ઓપન કરવાથી,બીઝનેસ એક્શ્પોન્તિઅલ રેટ પર વધતો. પણ તેમ તેમ જોખમ પણ વધતું હતું. દરેક બ્રાંચ પર કોમ્પુટર ગોઠવી દીધા. એ અરસામાં કોમ્પ્યુટર નું અમારું નેટવર્ક કોમ્પુટર કલાસીસ પછી નું મોટું હતું. હેડ ઓફીસ માં ૧૫ અને દસ બ્રાંચ માં પણ કોમ્પ્યુટર પર એક સોફ્ટવેર ચાલતો. દરેક બ્રાંચ રોજ ફ્લોપી પર ડેટા મોકલતા અને હું રોજ એની એનાલીસીસ કરું અને દરેક સિટીમાં લખાયેલા ચેક પાસ કરાવવા માટેની ફંડ ની વ્યવસ્થા કરતો. 

ત્યાજ સમાચાર આવ્યા કે એપ્ટેકમાં જે બે વ્યક્તિ અમારો પ્રોજેક્ટ સંભાળતા હતા, તેમણે ઓછા પગારના કારણે, કંપની છોડી દીધી છે. એક અમેરિકા જતો રહ્યો અને બીજો અમદાવાદ ની બીજી એક કંપનીમાં,૨૫% પગાર વધારે, જોઈન થયી ગયેલો.વાટાઘાટો પછી ખબર પડી કે અમારે બીજા મોડ્યુલ બનાવવા અશક્ય થયી ગયા છે. મેં ચેરમેન ણે વાત કરી. ચેરમેને કહ્યું કે એ તમારો પ્રોબ્લેમ છે. ધંધો વધારી ચુક્યા છીએ. એક પણ ફ્રોડ થવો ના જોઈએ. જો તમે સાંભળી ના શ્કતા હોવ તો બ્રાંચ બંધ કરીએ. હું હાર સ્વીકારવા તૈયાર નહોતો. ઘણી મથામણ પછી નક્કી કર્યું અને બીજા દિવસે બીજો વ્યક્તિ જે કંપનીમાં જોઈન થયેલો તે કંપનીમાં જઈને ઉભો રહ્યી ગયો. એ બહાર મળવા આવ્યો. લસ્સી પિતા પિતા મેં વાત કરી. એણે સમય મળતો નહોતો એટલે આનાકાની કરવા લાગ્યો. મેં તરત કહ્યું કે તમને કેટલો પગાર મળે છે ? એને કહ્યું રૂ. ૧૦,૦૦૦ મેં કહ્યું કે હું ૨૦,૦૦૦ આપીશ. મજુર હોય તો કાલથી જોઈન થયી જજો ફોરન કરવાની જરૂર નથી.

મેં જોકે નવો દાવ ખેલી નાખેલો.હું મરણીયો બન્યો હતો. હું પોતે, ડેટા ચેક કરવા અને લોટસમાં નાખીને બીજા દિવસની એનાલીસીસ માટે રાતના ૯ વાગ્યા સુધી ઓળ્ફીસમાં 
બેસતો. ઘણી વાર રાતે ઘેર જતો ત્યારે બધા જમી પરવારી ગયા હોય. મારે કંપનીને એક નવા મોડ પર લઈ જવી હતી મારું સ્વપ્ન ૮૦ બ્રાંચ અને વર્ષે ૧૦૦૦ કરોડનું ટર્ણ કરવાની હતી. ચેરમેન અને મારા સ્વપ્નમાં,પ્રાઈવેટ બેન્કનું લાઈશ્ન્સ મેળવવાનું હતું. મેં એટલે જ સીધો તડ ને ફડનો નિર્ણય કર્યો. એને ડબલ પગારની ઓફર કરી નાખી. ચેરમેને પુચ્ચ્યું શું આપણને પોષાશે. મેં કહ્યું કે નહિ પોષાય. પણ એની પાસે થી બે મહિના કામ કરાવીને પાણીચું પકડાવી દઈશ. હું સોફ્ટવેર માટે ગમેતે કરવા તૈયાર છું. પહેલી વાર , મેં માન્યું કે મારી અંદર એક શેતાન પ્રવેશ કરી રહ્યો હતો. ચેરમેન મલકતાં હતા. 


થેંક્યું જિંદગી.

Charterd-e-Engineer Part 1

ચાર્ટર્ડ-એ-એન્જીનીયર પાર્ટ ૧ 
---------------------------------
ઘરમાં બધા શુમ-શામ બેઠા હતા. કાકા,કાકી,ભાઈઓ હું અને મમ્મી. ઘણી ચર્ચાઓ થયી. મમ્મીને મુંબઈથી ડર લાગતો. "મુંબઈમાં ઘણા વિચિત્ર લોકો રહે છે". "ઠેર ઠેર ખિસ્સા કાતરુઓ હોય", "ગમે તેના ખૂન કરીને ભાગી જાય તેવા લોકો રહે છે", અને "હું તો બહુ ભોળો છું.", "બધી જગ્યાએ છેતરાઈ જઈશ." એવી બધી દલીલો ચાલતી હતી. મુદ્દે મારે મુંબઈ, હિન્દુસ્તાન લીવર જોઈન કરવી કે નહિ ? તેની વાતો ચાલતી હતી. મમ્મીને માટે હજી હું એક અણસમજુ બાળક જ હતો. તેની મમતાએ એના આંખ પર પટ્ટી બાંધી રાખેલી. તે છેલ્લા ૧૪-૧૫ વર્ષથી (પપ્પા ના અવશાન બાદ) દુનિયાથી તદન અલિપ્ત થયી ગયેલી. એની મમતા, મને ગુમાવવા નહોતી માંગતી. તે લાગણીશીલ થયી ગયેલી. તેની ૧૫ વર્ષની શાધનાનું ફળ ચાખવાનો વારો આવ્યો હતો. મને ઓફર થયેલી એક પણ કંપની અમદાવાદની નહોતી. બધી મુંબઈની જ હતી. હું હિન્દુસ્તાન લીવર ના સ્વીકારું તો એર ઇન્ડિયા કે એસ.બી.આઈ. બધામાં પોસ્ટીંગ મુંબઈનું જ હતું. 

હું કાકાની સામે અને કાકી ની સામે, વિવશભરી નજરથી દેખતો હતો. કાકા પણ એક વખતે ગુસ્સે થયીને બોલી ગયા કે "ભાભી, તમે હવે એને ભીંડા ખરીદતા પણ નથી આવડતું એવા લવારા બંધ કરો." પણ, મમ્મી રડવા લાગી. બધાએ હથીયાર હેઠા મૂકી દીધા. મેં કંપનીઓ ને થેન્ક્સના લેટર લખી નાખ્યા. પછી શરુ કરી અમદાવાદ માં જોબની શોધ. હિન્દુસ્તાન લીવર , એર ઇન્ડિયા , એસ.બી.આઈ વગેરે ના જાજરમાન પોર્ત્ફોલીઓ જોયા બાદ,અહીના પોર્ત્ફોલીઓ મને ફિક્કા લાગવા લાગ્યા. 

ત્યાજ મારા એક વિદ્યાર્થીએ કહ્યું કે સર, તમારે કેવો પોર્ટ-ફોલીઓ જોઈએ છે? મેં કહ્યું "જો હું ફાયનાન્સ કે કોઈ ટેકનોલોજી રીલેટેડ પોર્ત્ફોલીઓ હોય અને આખી કંપની,મારી મરજી મુજબ સંભાળવા મળે તેવો પોર્ટ-ફોલીઓ હોય તો મજા આવી જાય." એણે કહ્યું સર એક કંપની છે જેને તમારા જેવી વ્યક્તિની જરૂર છે. પણ મને સંકોચ એ વાત નો છે કે તે મારવાડી છે.પૈસાની બાબતમાં થોડો તમારે કોમ્પ્રોમાઈઝ કરવું પડે. મેં કહ્યું કે અમદાવાદમાં રૂ. ૨,૫૦,૦૦૦નું પેકેજ મળે છે. તે ૧,૫૦,૦૦૦ તો આપશે કે નહિ? એણે કહ્યું સર હું વાત કરું. 

બીજા દિવસે એ ઘેર આવી ણે કહી ગયો કે સર, રામ-નવમીને રવિવારે તમે ઈન્ટરવ્યું માટે પહોંચી જજો. હું સવારે ૧૦ વાગે પહોંચી ગયો. ચેરમેન જમવા બેઠા હતા. મને કહ્યું કે "આપ ભી ખાના ખાનેકે લિયે બેઠ જાઓ". મેં કહ્યું "નો થેન્ક્સ". "અરે વિપુલભાઈ પુરા દીન ચલા જાયેગા, થોડા ખા લો. કભી મારવાડી ખાના ખાયા કી નહિ?" મેં કહ્યું "ના નહિ ખાયા" . "તો આ જાઓ થોડા ચખ લો". મેં મારવાડી દાલબાટી પર હાથ અજમાવ્યો.

જમ્યા બાદ અમે સોફા પર બેઠા. એમને ઈન્ટરવ્યું લેવાનો શરુ કર્યો. તે પેરા-બેન્કિંગ નો બીઝનેસ હતો. બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરી, પોતાની પેરેલેલ બેંક ચલાવવાનો એ ધંધો હતો.અમારો ઈન્ટરવ્યું બે કલાક ચાલ્યો. એમને પુચ્છ્યું કે "આપ કબસે જોઈન કર શકતે હો? " મને ઘેર બેઠા રહેવું પોસાય તેવું નહોતું.એમના બિઝનેસમાં મને તક જણાઈ. મેં કહ્યું "આપ કહો તબ સે" . એમણે કહ્યું "અભી-સે". એમ કરીને એમને ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહ્યું ને મને કહ્યું "ચલો નયી ઓફીસ ચલતે હે... વો પૂરી આપકો તૈયાર કરની હૈ". નવી ઓફીસ પર પહોંચ્યા પછી ત્યાં એમના એક સાળા જે સંભાળતા હતા તેમની જોડે ઓળખાણ કરાવી. મારી ઓળખાણ એમણે "ફાયનાન્સ ડાયરેક્ટર " તરીકે કરાવી.ને એમને કહી દીધું કે "હમારા પુરા કારોબાર આપ ઉનકો સોપ દો." ત્યાર બાદ, ત્રણ માળ ની આખી બિલ્ડીંગ ને કેવી રીતે રીનોવેટ કરવી ને શું કરવું ને, શું ના કરવું જેવી વાતે ચર્ચા કરી. ચા-પાણી કર્યા,નાસ્તો કર્યો. સાંજના પાંચ વાગી ગયા. ડ્રાઈવર ને કહ્યું "ઉન કા ઘર દેખ આઓ, કલ-સે સુબહ, ઉનકો લેને કે લિયે ચલા જાના. અભી છોડ કે વાપસ આઓ". મને કહ્યું "દેખો વિપુલભાઈ, આપભી હમારે ભાઈ જૈસે હો. અબ હમારે ડીરેક્ટર હો. મૈને આપકી તનખ્વા કે બારે મેં બાત નહિ કી. લેકિન જો દુંગા,આપકો નિરાશ નહિ કરુંગા." 

મેં આખો દિવસ, એમની સાથે દરેક બાબતે ચર્ચા કરી. એમના ચેક બાઉન્સ થતા કેવી રીતે બચાવી શકાય? કે કોઈ ખોટા ચેક કે ફ્રોડ વાળા ચેક ને કેવી રીતે પકડી શકાય? જેવી ધંધાકીય વાતોથી માંડીને, બાથરૂમનું બારણું અંદર સાઈડ ખોલવું કે બહાર ની સાઈડ જેવી ચર્ચાઓ કરી. હું પેકેજની બાબતે ચર્ચા કરવા કરતા , મારા પોર્ત્ફોલીઓ માં શું આવે છે, તેની તરફ જ ધ્યાન રાખતો. બીજા દિવશે એમને કહ્યું , વિપુલભાઈ આપકા ભાઈ ક્યાં કરતા હૈ? મેં કહ્યું અભી બી.કોમ. કિયા હૈ આગે એલ.એલ.બી કરેગા. એમણે તરત કહ્યું " ઉનકો ભી હમારી કમ્પનીમે લે આઓ. હમ ઉનકો ભી રખ લેંગે. ઓર કોઈ ભી હો, તો ઉનકો ભી લે શકતે હૈ, આપ અપની,એક ટીમ બના દો. અબ આપકો હી ચલાની હૈ. હમારા સ્તાફ્ફ અભી ૧૫ કા હૈ."

ઓફિસે પહેલા દિવસે મેનેજર જોડે ઓળખાણ કરાવી. પાંચેય બ્રાંચ મેનેજર જોડે ફોન પર વાત કરાવી. ત્યારે એસ.ટી.ડી. ફોન-લાઈન પર વાત કરવી હજી મને આવડતી નહોતી. ગભરાટમાં ફાસ્ટ વાતો થયી જતી. એમણે હશીને કહ્યું "વિપુલભાઈ,આરામ સે બાતે કરના. બીલ કી ચિંતા મત કરો અબ તો યહી હમારા બીઝનેસ હૈ". ત્યારે મારા ઘેર ફોન ની લાઈન નહોતી. એમણે સવારે જ ડ્રાઈવર ને ફોન લાઈન માટેનું ફોર્મ મંગાવી લીધેલું. મને કહ્યું "વિપુલભાઈ ભર દો , આપકે ઘર તો ફોન ચાહીએ હી". મેં ચુપચાપ ફોર્મ માં વિગતો ભરવા લાગી. 

થેંક્યું જિંદગી.

C.A.Sadhna Part 3

સી.એ. શાધના પાર્ટ ૩ 
-----------------------
લોકો દિવાળીમાં એકબીજાના ઘેર જતા અને ફેસ્ટીવલનો આનદ લેતા ત્યારે હું રાતના ઉજાગરા કરીને પરીક્ષાની તૈયારીઓ કરતો.ધન્તેરાશથી શરુ થયેલી પરીક્ષા લાભ-પાંચમ પછી પૂરી થાય તેવા માહોલમાં, મનની મજબૂતાઈની એ કશોટી હતી. પણ એ બીજા પ્રયત્નનો મને ખુબ સારો લાભ થયો. ખરેખર તો, એ કુદરતે મારેલી તમતમાવી નાખતી થપ્પડ હતી. પ્રથમ પ્રયત્ન સુધી, હું, ખરેખર તો "સમથીંગમાં" રહેતો હતો, એ ફેઈલ થયો ત્યાં સુધી તો સમજાયું જ નહોતું. પણ વ્યવ્સ્થીતની એ થપ્પડથી, મારા ગણિતના અનેક પ્રમેયો બદલાઈ ગયા. લાઈફ ના આવા બમ્પ વખતે ગાડીનું સ્ટીયરીંગ કેવી રીતે સંભાળવું તેની સીખ મળી ગયેલી.ત્યાર બાદ, હું, રીઝલ્ટ ગમે તે આવે, તે બાબતે બેફીકર થયી ગયેલો. એક પ્રકારની જાડી ચામડીનો થયી ગયેલો. સૌ પ્રથમ વાર હું મારી લઘુતા માંથી બહાર આવી રહેલો. આર્ટીકલશીપ તો પૂરી થવાની જ હતી. થોડાક, દોઢેક મહિનાનું એક્ષ્ટેન્શન આવેલું હતું. હવે હું મારી ,પછીની જિંદગી વિશે વિચારતો હતો. મમ્મીને કામકાજ કરવાનું છોડાવી દીધેલું. ટ્યુશન વધારે લેવાના ચાલુ કર્યા. મોપેડ સાથે હતું. એટલે સમયને પહોંચી વળતો હતો. આર્ટીકલશીપ માં સૌથી સીનીયર થયી ગયા હોવાના કારણે સમયનું એડજસ્ટમેંત કરતા સીખી ગયેલો. 

રીઝલ્ટ આવતા પહેલા, નેગેતીવ્સ માટે, પુરતી તૈયારી કરી ચુકેલો. મને અંદરથી એટલી તો ખબર પડી જ ગયેલી કે, મેં બીજા પ્રયત્નમાં , જે મહેનત કરી છે, ત્યાર બાદ કશુજ નવું કરવાનું બાકી રહેતું નથી. અને ત્યારે ૧૩મી જાન્યુઆરીએ સવારે ઓફિસમાં,ઉપર જાઉં તે પહેલા જ ધીરેનની નીચે મળ્યો અને કહ્યું કે અરે ...રીઝલ્ટ ડીકલેર થયી ગયું છે.એ વખતે પરીક્ષા કેન્દ્ર પ્રમાણે, જે તે કેન્દ્ર માં જે હેડ હોય તે સી.એ.ના ત્યાં ફેક્ષ થી રીઝલ્ટ આવતું. અને પાસ થયેલા વિદ્યાર્થીઓના નંબર ઇકોનોમિકસ ટાઈમ્સ માં બીજા દિવશે આવતા અને માર્કશીટ એક બે અઠવાડિયા પર આવતી.મેં તરત જ મોપેડ પર,ધીરેનને લઈને, મુ.શ્રી અશ્વિનભાઈની ઓફીસ તરફ ભગાવી. મનમાં નવકાર ગણતો ને આ ને તે જે યાદ આવે, તેમને, વંદન કરતો પહોંચી ગયો. લીફ્ટ આગળ ઉભા રહ્યીને શું કરવું તે પણ સૂઝતું નહિ. અમે ઉપર ગયા, હજી ઓફિસમાં કોઈ આવેલું નહિ... ફક્ત એમના પ્યુન બેઠા હતા. અમે પુચ્ચ્યું કે રીઝલ્ટ આવ્યું છે ? એમને એક ટેબલ પર પડેલો નાનકડો ફેક્ષ મેસેજ બતાવી કહ્યું એ રહ્યું. ફેક્શની સાઈઝ જોતા ફાળ પડી. માંડ ૮ થી ૧૦ નામ લખી સકાય એટલો નાનો ફેક્ષ હતો. મનમાં ડાઉટ થયો કે ફાઉન્દેષણનું કદાચ તેઓ માનતા હશે. એટલે ધીરેનએ પુચ્ચ્યું કે ફાઈનલનું ક્યાં છે? એમને કહ્યું એ બંને ભેગું છે... માર્યા ઠાર....

એ નાનકડા લીસ્ટ માં પહેલા ફાઉન્દેષણમાં પાસ થયેલાઓના નંબર હતા અને નીચે ફાઈનલમાં પાસ થયેલા ઓના નામ અને ગ્રુપ લખેલા. માંડ ૬ જણ અને તેમાં બંને ગ્રુપમાં પાસ થનાર તરીકે એક જ. ,મારા નામની સામે લખેલું બંને ગ્રુપ. વિશ્વાસ નહોતો આવતો. બાજુમાં પડેલી ફૂટપટ્ટીથી ચેક કર્યું કે "બોથ" મારા નામની સામે જ છે કે ઉપર કે નીચે... ? બંને જણા ભેટી પડ્યા. મારી આંખમાં ત્યારે આંસુ નીકળી શક્યા નહિ. મારતે ઘોડે (મોપેડે) ઓફિસે પહોંચ્યા .... અમારા ચહેરા જોઇને જ લોકો સમજી ગયા. હું તરત રજા લઈને ઘેર ગયો. મમ્મીને સમાચાર આપ્યા... કે હું સી.એ. થયી ગયો. મમ્મી રડી પડી. એણે સિલાઈ મશીન તરફ ફરીને હાથ જોડ્યા. હું પેંડા લેવા નીકળી પડ્યો. પાછો આવ્યો ત્યારે, મમ્મીએ બારણે જ ઉભો રાખીને નજર ઉતારી. 

એક વખત એસ.એસ.સી.ની પ્રિલીમમાં ચાર ચાર વિષયમાં ફેઈલ થતો, વિપુલ આજે આખા કેન્દ્રમાં,બંને ગ્રુપમાં એકલો પાસ થયેલો. બીજા દિવશે ઉત્તરાયણ ભરપુર માણી. મમ્મીએ પહેલી વાર કહ્યું કે ૨૬મી જાન્યુઆરીએ બધાને મોઢું મીઠું કરાવીએ. મમ્મી કુટુંબમાં બધાને, પંદર વર્ષ પછી એક સાથે મોઢું બતાવવા માંગતી હતી. પપ્પાનું મૃત્યુ થયે ૧૪-૧૫ વર્ષ વીતી ગયેલા. એ પંદર વર્ષ,મમ્મીએ, કુટુંબથી જાણે ખૂણો પાડેલો. પાર્ટીની વ્યવસ્થા સમીર અને ધીરેને ઉપાડેલી. ૨૭મિ તારીખે હું ઓફિસેથી પાછો ઘેર આવ્યો ત્યારે ઘેર માર્કશીટ આવેલી અને સાથે એક લેટર કે જે વાંચતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગયેલી. હું સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબરે આવેલો અને આખા ભારતમાં ૪૩મો રેન્ક મળેલો. સાથે જ હિન્દુસ્તાન લીવર, કોલગેટ, એર ઇન્ડિયા વગેરેના ઈન્ટરવ્યું કોલ પણ બીજા પરબીડિયાઓમાં રાહ જોતા હતા. મમ્મીને આ બધું નવાઈ જેવું લાગતું. શું થયી રહ્યું છે તે તેની સમજની બહાર હતું. પણ એટલું જાણતી હતી કે જે કઈ પણ થયી રહ્યું છે તે આનદની વાત છે.

રેન્કના લેટર મારા હાથમાં લઈને હું ક્યાય સુધી ઉભો રહ્યી ગયેલો. જિંદગીની એ રમતમાં "લેબર પેઈન" એટલે શું અને એ પેઈન પછી હાથમાં રમતું બાળક,એ કેવી આનદની ક્ષણો છે, તે મેં જાણી લીધી. એક સાથે એ "બાળક"ને જન્મ આપવામાં સહાયભૂત તમામ નીમીતોને આજે પ્રણામ કરું છું. 

થેંક્યું જિંદગી....

C.A. Sadhna Part 2

સી.એ. શાધના પાર્ટ ૨
-----------------------
થોડા સમય પછી તો ધીરેન પણ નૌશીર મારફતિયામાં જોઈન્ટ થયો. ખબર નહિ વ્યવ્સ્થીતે, કૈક લખેલું હશે. મેં સી.એ. જોઈન કર્યું ત્યારે ધીરેન સી-ફાર નામની કંપનીમાં જોઈન્ટ થયી ગયો હતો. અને ટૂંક સમયમાં જ સારી પ્રગતિ કરી નાખેલી. પણ પછી એણે પણ સી.એ. કરવાનો નિર્ણય કર્યો ત્યારે બીજી એક વ્યક્તિ થ્રુ આજ ફર્મનો સંપર્ક થયો ને ફરીથી અમે સાથે સી.એ. કરવા લાગ્યા.

મારી આંખોમાં સ્વપ્ના હતા. ધીરેનની આંખોમાં સ્વપ્ના હતા. અમે ઘણી ચર્ચા કરતા. હું થોડોક જિંદગીણે ગંભીરતા થી લેતો,જયારે ધીરેન પગ ધરતી પર રાખતો પણ જિંદગીની સાથે સહેજેય કોમ્પ્રોમાઈસના મૂડમાં રહેતો નહિ. એનો એવો સ્વભાવ જેવો જ, મારા અંદરના સ્વભાવનો, પડછાયો હતો. પણ હું થોડોક લઘુતામાં રહેતો. મેં થોડી ઘણી કમાણી ચાલુ રાખી હતી. ટ્યુશન કરતો અને રેડિયો પર પ્રોગ્રામ આપતો. રેડીઓ પર અડધો કલાકના એક કાર્યક્રમનું રેકોર્ડીંગ થાય ત્યારે મને ૧૫૦ રૂ. મળતા. મારા માટે એક પ્રોગ્રામ એટલે સી.એ. ની એક બુક્સ એવું સમીકરણ બંધાઈ ગયેલું. ઇન્સ્તીત્યુતની બુક્સ અને બીજી કેટલીય બુક્સની તો ધીરેન જ વ્યવસ્થા કરી નાખતો. એક સેટ હોવાના કારણે અમે તૈયારીઓ પણ સાથે કરતા.

સી.એ. ફાયનલ માં હું બંને ગ્રુપમાં ફેઈલ થયો. મારા પગ નીચેથી ધરતી ખસી ગયી. ત્રણ ત્રણ વર્ષ પછી, મને સી.એ. થવાનું લંબાય તે પોસાય તેવું નહોતું. હું થોડોક નાશીપાસ થયી ગયો હતો. ધીરેન અને આશીષે હિમત આપી. શરૂઆતમાં ફરીથી વાંચવા માટે મૂડ બંધાતો નહોતો.આશિષ પણ મારી સાથે વાંચવા માટે કંપની આપવા લાગ્યો. ત્યાર બાદ પ્રેમલ કે જેનું ઇન્ટરનું હું ટ્યુશન કરતો હતો તેની તૈયારી ચાલુ થયી. પછી તો ગુરુ અને શિષ્ય સાથે સી.એ.ની તૈયારીઓ ચાલુ કરી.

સી.એ. ફાઈનલની ફરીથી પરીક્ષા આપવી એ ગોઝારો અનુભવ હતો. આઠેય પેપર ફરીથી આપવાના હતા. પ્રથમ પ્રયત્ને દરેક વિષયમાં પાસ તો હતો જ, પણ, એગ્રીગેટ થતું નહોતું એટલે ફેઈલ થયો હતો. આવખતે પણ આઠેય પેપર એકબીજાનું માથું ભાંગે તેવા આવ્યા હતા. પણ ધીરેન ની સાથે વાતો કરતા કરતા હવે હું પણ પરીક્ષાને થોડીક હળવાશથી કેવી રીતે લેવાય તે સીખી ગયો હતો. મેં તદન મારી સમજણ પૂર્વક જવાબો લખવાના શરુ કરેલા. ગોખેલા કે યાદ રાખેલા જવાબો પર મદાર રાખવાનું બંધ કરી દીધેલું. દરેક પરીક્ષાએ પેપર હાથમાં આવતા , ફાળ પડતી. પણ હું સ્વસ્થતા પ્રાપ્ત કરી લેતો . જયારે આવડતું હોય તે ના પુછાય ત્યારે , સમજણ પડે તેટલું લખવું , તેવી સ્ટ્રેટેજી વાપરેલી.

પરીક્ષામાં આઠેય પેપર પછી , રીઝલ્ટ સુધી ફિંગર ક્રોસ્ડ કરીને રહેલો. પહેલા પ્રયત્ન વખતે હું થોડોક ઓવર કોન્દ્ફીડન્ટ હતો, તેવું ફિલ થતું હતું. જયારે બીજો પ્રયત્ન મેં એકદમ ધરતી પર રહ્યીને આપ્યો હોય તેવું લાગ્યું. અંદરથી એવું પણ થતું કે, હવે ફરીથી તૈયારી કરવાની આવશે તો શું થશે? એક બાજુ એક રૂમ ભાડે આપેલો તે પણ ખાલી કરાવી નાખેલો કારણકે મારે તૈયારી કરવા માટે થોડીક જગ્યાની જરૂર હતી. મારા બીજા પ્રયત્ન વખતે, મારો સમય બચે તે માટે ધીરેને ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરીને મને મોપેડ આપવી દીધેલું. પણ એ મોપેડમાં પેટ્રોલ ભરાવવાનું પણ મને પોષાય તેવું નહોતું. તે હવે સમયની બચત સામે પોષવા લાગતું હતું. મને સમયની કીમત સમજવા લાગેલી. ટ્યુશન એક વધારે કરવાનું શક્ય બનેલું. મારી જિંદગીનો એક એક દિવસ અવનવા ગણિતમાં પસાર થતો.

થેંક્યું જિંદગી

C.A. Sadhna Part 1

સી.એ. શાધના પાર્ટ ૧
-----------------------
જયારે બી.કોમ પાસ કર્યું ત્યાર પછી શું કરવું? ઘરની પરિસ્થિતિ એવી હતી કે કમાણી કર્યા વગર ચાલે તેમ નહોતું. ઘરના હપ્તા ચુકવવા માટે અમે અમારા ઘરમાં એક રૂમમાં રહેતા અને કિચન અને એક રૂમ ભાડે આપી દીધેલો. પણ હવે અમે મોટા થવા લાગેલા એટલે એક રૂમમાં અમારે ચાર જણને રહેવું સાંકડું લાગતું હતું. અમે કિચન ખાલી કરાવી ને એક રૂમ ભાડે આપવાનું નક્કી કરેલું. જેથી હપ્તો તો બારોબાર ભરાવી સકાય. મેં ટ્યુશન ચાલુ કરી દીધેલા જેથી થોડી ઘણી આવક થવા લાગેલી, જે કોલેજની મારી ફીસ અને ચોપડીઓ, નોટ્સ વગેરે માટે અને મારો વાંચન શોખ પૂરો કરવા માટે બુક્સ ખરીદવા પુરતી હતી. પણ હવે ઘરમાં કૈક હેલ્પ થવાય એટલું કમાવું હતું.અય તેવું હતું મમ્મીનું કામકાજ છોડાવવું તો હજી પોષાય તેવું હતું જ નહિ. કારણકે બી.કોમ.માં ૭૨% આવેલા પણ તેના રીઝલ્ટ પર હું મારા સ્વપ્ના પુરા કરી શકું,તેવી કોઈ ઓફર દુર ક્ષિતિજે પણ દેખાતી નહોતી.

રીઝલ્ટ પહેલા જ જોકે,આ અંગે, થોડી ઘણી ચર્ચાઓ મમ્મી જોડે, સમય જોઇને કરી હતી. મમ્મી જોકે હું આગળ ભણવાનું ચાલુ રાખું તેવું ઇચ્છ્તી હતી.પણ આવકના સંદર્ભે , તેના હોઠ સિવાઈ જતા હતા. મમ્મીએ મારા કાકાને પોતાની મુઝવણની વાત કરી. કાકા જોડે અમારે વારંવાર મળવાનું થતું. તેમાં મેં કહેલું કે હું આગળ સી.એ. કરવા માંગું છું. એટલે કાકાએ અમારા થોડાક દુરના સગા અને સી.એ. શ્રી Bipinchandra Shah ના કાને વાત નાખી. અમારી બધી પરિસ્થિતિ જાણીને એમણે પૂરે પૂરી હેલ્પ કરવાનું વચન આપ્યું હતું. એ વચન પર પછી તો મારા અંદરનો સી.એ. થવા માટેનો કીડો પાક્કો થયી ગયો હતો. મેં તરત જ સી.એ. કરવા માટે નૌશીર એમ. મારફતિયા ફર્મને જોઈન્ટ કરી લીધી. શ્રી બીપીનભાઈ એ દર મહીને સ્ટાઇપેંડ સિવાય એક ચેક અલગ થી આપવાનું શરુ કર્યું. સી.એ. કરવા માટે ભણવામાં ધ્યાન રાખવું જરૂરી હોવાથી, બીજે પાર્ટ ટાઈમ કામકાજ કરવાનું તો ફાવે તેવું જ નહોતું. એટલે મેં ટ્યુશન ચાલુ રાખ્યા. જોકે ટ્યુશન ફક્ત મને મારા ભણતરમાં પણ હેલ્પ થાય તેવા અને તેટલાજ રાખ્યા.

ધીરે ધીરે સી.એ. ની આર્ટીકલશીપ ચાલુ થયી તેમ તેમ નવી દુનિયાના સંપર્કમાં આવ્યો. હું સવારે સાયકલ લઈને નીકળી પડતો. મને સીટી બસ ફાવે તેવું નહોતું. કારણકે એકતો ખર્ચ થાય અને બીજું ઓફીસ થી ડાયરેક્ટ ટ્યુશનમાં સમયસર પહોંચી જવું તે મારા માટે જરૂરી હતું. સીટી બસની રાહ જોવી પોષાય તેવી નહોતી. વળી મારે ગમે તે ક્લાયન્ટના ત્યાં, ગમે ત્યાં જવાનું રહેતું એટલે ક્યાંક બસ-સેવા હોય અને ક્યાંક નહિ , તેવી પરીસ્થીતિઓ હું એવોઈડ કરવા માંગતો હતો. રખિયાલ હોય, નારોલ હોય કે કેન્તોન્મેન્ત એરિયા હોય , હું ત્યાં સાયકલ લઈને પહોચી જતો. ઓફિસમાં જે લોકો સ્કુટર લઈને આવતા તે લોકોને કિલોમીટર દીઠ, અલાઉંસ આપવામાં આવતું. અમને પણ પછી સાયકલનું અલાઉંસ આપવાનું શરુ કર્યું. એ એલાઉન્સથી થોડીક એસેસરીઝ વસાવવી શક્ય થવા લાગી.

થ્ન્ક્યું જિંદગી.

Thank You Jindgi

સાહેબ મારા દીકરાને ગમે તેમ કરીને પાસ કરાવો. એના પપ્પા તો એ નાનો હતો ત્યારે અમને છોડીને જતા રહ્યા. મારે વિધવાને આ જ સહારો છે.

પણ, બેન એ ભણવામાં ધ્યાન જ નથી રાખતો'તો અમેતો બધા છોકરાઓને સરખું ભણાવીએ જ છીએ. બધા પાસ થાય છે એજ ચાર ચાર વિષય માં ફેલ થાય છે. તમે ઘરમાં એના ભણવા તરફ ધ્યાન આપો.

હું એટલું ભણેલી નથી. લોકોના સિલાઈ ઈત્યાદી કામ કરીને થાકી જાઉં છું. ટયુશનના પૈસા નથી. મારે એને વાડકો લઈને ભીખ માંગતો નથી કરવો. તમારા આગળ પાલવ પાથરું છું. મને કૈક મદદ કરો.

પણ હવે તો પ્રિલીમ આવી ગયી ...આટલા દિવસમાં,આખા વર્ષનું એ કેટલું ભણશે?
ભણશે સાહેબ ...હું એને સમ્જાવીસ. બોર્ડમાં પાસ થયી જાય તો આગળ ભણે. નહીતર એને લારીએ મજુરી કરવા જવું પડશે. તમે કૈક કરો.

જુઓ બેન, સ્કુલના સમયમાં તો કઈ ના થાય. એને સવારે છાત્રાલયમાં આવવું પડશે. રાત્રે રોકાવું પડશે. હું એને ભણાવીશ. પણ જો બે ત્રણ દિવસ માં કઈ ફેર નહિ લાગે તો પછી હું પણ હાથ ઊંચા કરી દઈશ.

સાહેબ, તમે આટલું કહ્યું એ મારા માટે બહુ છે. તમે કહો તો કાલથી હું એને મોકલીશ.બસનો પાસ કઢાંવી દઈશ. હું પોતે એને લઈને આવીશ. હું તમે કહેશો ત્યાં સુધી, લોકોના કામ છોડી દઈશ. પણ તમે મારી લાજ રાખો.

બસ, બેન . બહુ ના કહેશો ...કાલ થી મોકલજો. તમારે આવવાની જરૂર નથી. એ મારે ત્યાં જ જમી લેશે ચિંતા ના કરશો. તમે તમારું કામ ચાલુ રાખો.
સાહેબ, એક વાત ...છે ....
હા, બોલો બેન ...શું છે ...
સાહેબ ...હું તમારી ફીસ અત્યારે નહિ ચૂકવી સકું. પણ ભેગા થયે જરૂર આપી દઈશ.

વિપુલ, દુર બેઠો સંવાદ સંભાળતો હતો. એની અંદર કૈક સળવળતું હતું. અંગમાં ગરમી ફેલાઈ રહ્યી રહ્યી હતી. પિતાના અવશાન બાદ, ૩૧ વર્ષની યુવાન વયે પણ, એકલે હાથે સમાજની ઝીંક ઝીલતી અને ખુમારીથી જીવતી મમ્મીને, આજ પહેલા ક્યારેય આવી ભીખ માંગતી જોઈ નહોતી.

નાયક સાહેબે, વિપુલ સામે જોયું. વિપુલે નાયક સાહેબ સામે જોયું. આંખો મળી.નાયક સાહેબની આંખમાંથી નીકળેલી કરુણાનો સંવાદ થયો. વિપુલ ની આંખમાં વાદળો પલળી ગયા.

સાહેબ, હું આવીશ , તમે કહેશો ત્યારે આવીશ. મારે પણ ભણવું છે. હું પાસ થયી બતાવીશ.

સારું બેટા , તારી બસ, સવારે,સૌથી પહેલા કેટલા વાગયાની હોય છે?
૬.૩૦ની, અહી હું ૭.૧૫ એ આવી જાઉં.
સારું તો ૭.૩૦ વાગે તારે છાત્રાલયમાં આવી જવાનું. જો નહિ ભણે તો તારું કેન્સલ...
હા, હું આવી જઈશ ...
સાહેબ , તમારો..... સાહેબ હું એને તમને સોપું છું...
બેન, ચિંતા ના કરો સૌ સારું થશે ...
---------------------
પંદર દિવસ પછી પ્રિલીમ લેવાઈ. વિપુલ ક્લાસ માં છઠ્ઠા નંબરે પાસ થયો. લોકો કાન માં કાન્ફૂસી કરવા લાગ્યા. સાહેબે પેપર ફોડી નાખ્યા'તા.એતો બોર્ડમાં જોઈ લેવાશે. વિપુલ બોર્ડમાં પણ ડીસ્તીનકશન સાથે પાસ થયો. બીજા વિષયોના સાહેબો ને શંકા થયી કે નાયક "બોર્ડમાં" પણ આટલી પહોંચ ક્યાંથી ધરાવતો થયો હશે? એવી તો ખબર જ નહોતી.

નાયક સાહેબની પહોંચ, લોકો બોર્ડ સુધીની હોવાની ચર્ચા કરતા હતા. ત્યારે, વિપુલ જ જાણતો હતો કે એક શિક્ષકની પહોંચ ક્યાં સુધી ની હોય છે. અને મનોમન નક્કી કરી નાખ્યું કે હું ગમે તે થઉ , આજીવન શિક્ષક બની જ રહીશ. અને નાયક સાહેબનું ઋણ ચૂકવી દઈશ. આ એક જે સાંકળ એમણે ચાલુ કરી છે તેને હું આગળ વધારીશ. શિક્ષક બનવા માટેનો એ મારો પહેલો નિર્ધાર.