Monday, November 25, 2013

Chartered -e- Engineer Part 4

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ ૪ 
--------------------------------
બીજા દિવસે સવારે, કોમ્પ્યુટર કલાસીસમાં તપાસ કરવા નીકળી પડ્યો.મને એટલું ખબર હતી કે ક્લીપર અથવા નવી આવેલી ફોક્સ્પ્રો ભાષા શીખવી છે. ડેટાબેઝ અમે ડીબેઝ ૩ અને ત્યાર બાદ ફોક્સ્બેઝ વાપરતા એવું કૈક ખબર હતી. મેં એ શીખવું છે તેવી વાત કરી. બધા મને એક જ સવાલ કરતા.પહેલા ક્યાંય ક્લાસ કર્યા છે? મેં કાર્ય નહોતા એટલે એ એક વર્ષનો કોર્ષ છે તેવું કહેતા રોજ બે કલાક. અઠવાડિયામાં ૪ દિવસ. મને એ સમય પોષાય તેવું નહોતું. બે ત્રણ દિવસ રખડ્યો. ક્યાય મેળ ના પડ્યો. એક ગુરુવારે ઓફિસમાં એક ભાઈ,ચેરમેન ણે મળવા આવ્યા. ચેરમેને ઓળખાણ કરાવવા પુરતી ઓળખાણ કરાવી. અને કહ્યું કે મારા આવ્યા પહેલા એ ભાઈ , જે કંપનીમાં સોફ્ટવેર બનાવવા આપેલો તે કંપનીમાં જોબ કરતા હતા અને અમારો સોફ્ટવેર એ બનાવતા હતા. એમનું નામ રમેશભાઈ હતું. મારા મનમાં ફરીથી કીડો સળવળ્યો. મેં એમની જોડે થોડીક વાત કરી. એ મને ડાઉન ટુ અર્થ લાગ્યા. એમના ગયા પછી મેં ચેરમેન ને વાત કરી કે એમને જોબ પર રાખી લઈએ? ચેરમેન જોકે વચ્ચે પડતા નહિ. એમણે તો સોફ્ટવેર રેડી થાય એમાં રસ હતો. 

મેં એમને રમેશભાઈને વાત કરી. એ તૈયાર થયી ગયા. થોડાક દિવસ માં મારે એમની જોડે ટ્યુનિંગ થયી ગયું. મેં એમની પાસેથી જ સોફ્ટવેર શીખવાનું શરુ કર્યું. તેઓ ઈસરોના પ્રોજેક્ટ પણ કરી ચુકેલા. બહુ મહત્વાકાન્ક્ષી કીડા નહોતા. હું એમનો ઉપયોગ પછી તો નાના પ્રોગ્રામ બનાવવાનું સીખવામાં કરતો ગયો. એ પણ મને હોંશે હોંશે નવી મેથડ સીખ્વાડવા લાગ્યા. હું તેમને અમારો બાકીનો સોફ્ટવેર બનાવવામાં, હેલ્પ કરતો. મારું ફાયનાન્સ નું કામ મેં શાંજે કરવા માંડ્યું.સવારે વહેલા જ ઓફિસે આવી જવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે એ મારા કોડ સીધા સોફ્ટવેર માં લેવા લાગ્યા. કયી લુપ્સનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરાય તેની સમજ પડવા લાગી. ઇફ અને એલ્સ પછી તો સપનામાં આવવા લાગ્યા. ધીરે ધીરે જે ફલો ચાર્ટ હું દોરતો એના પ્રોગ્રામ બનાવતો થયી ગયો. રમેશભાઈ એ પછી તો મારી ધગસ જોઇને , રવિવારે પણ ઓફીસ પર આવવાનું શરુ કર્યું. મેં ઘેર કોમ્પ્યુટર વસાવ્યું. મેં ડોસ પરથી વિન્ડો બેઝ સીસ્ટમ સીખવાની શરુ કરી. ફોક્ષ્પ્રોનું નવું વર્ઝન રીલીઝ થયું. મેં રમેશભાઈને વાત કરી. અમે સાથે બુક્સમાંથી વાંચી વાંચીને એક જ મહિનામાં એ પૂરું કરી નાખ્યું. હવે સોફ્ટવેર ની જવાબદારી હું અને રમેશભાઈ સરખે ભાગે વહેંચી લેતા થયા. 

એક દિવસ એમણે કહ્યું કે માઈક્રો-સોફ્ટની સામે ઓરેકલ નામની કંપની આવી છે. મારી લાળ પાડવા લાગી. એ ત્રણ મહિના દરમ્યાન, અમારી કંપનીની બ્રાંચ વધારવાનું કામ ચેરમેને વધારી દીધું હતું. સોફ્ટવેર હવે અમેજ બનાવતા હતા એટલે, બગ ના હોવાથી રોજ-બરોજના કામ કાજ ઘણા સરળ થયી ગયેલા. દરેક સિટીના બેંક ખાતામાં રોજના ૭૦-૮૦ ચેક ક્લીયર થતા. બેન્કના મેનેજર થાકી જવા લાગેલા કારણકે તેઓ મેન્યુઅલ વર્ક કરતા.અમે એમના બેંક માં અમારું કોમ્યુટર મૂકી દેતા,ચેક ના ડેટા ડાયરેક્ટ અમારી સીસ્ટમ માંથી પાસ થઈને જ ક્લીયર થવા આવતો. એ સીસ્ટમ અમે બેંક ને જોઈએ તેવી બનાવતા થયા. બેન્કે આગળ જેવો ડેટા આપવો હોય તેવોજ અમે બનાવી આપતા જેની બદલામાં અમે અલગ ફેસીલીતીઓ મંજુર કરાવી દેતા. પહેલા અમે સોફ્ટવેર અમારા માટે બનાવતા પછી બેંકણે હેલ્પ કરવા માટે બનાવતા અને તેની સામે અમારી ફેસીલીટી મેળવી લેતા. હું હવે મેનેજરને, ડોક્યુમેન્ટ જોઇને, ઓન ધી સ્પોટ કહી દેતો કે કેવો સોફ્ટવેર બની શકશે ને કેવો ના બની સકે. કંપની હવે સોફ્ટવેરમાં પણ ડીલ કરવા લાગેલી. મને ખબર હતી કે સોફ્ટવેર વગર કેવી મુશીબતો થાય છે? અને એટલે હું એ મેનેજરોની દુખતી નશ દબાવતો. 

સોફ્ટવેર હવે ૩૧ બ્રાન્ચમાં વ્યવસ્થિત ચાલતો હતો. રોજનો કારોબાર ૧ કરોડ પર થયી ગયેલો. પણ , રોજ ફ્લોપી આવતી અને તેનું એનાલીસીસ કરતી વખતે ખબર પડતી કે અમુક બ્રાંચ ની ફ્લોપી કરપ્ટ થતી. અમુકમાં વાઈરસ આવતો. સોફ્ટવેર સિવાયના નવા પ્રોબ્લેમ ઉભા થવા લાગ્યા. મેં ત્રણ ચાર કંપનીને બોલાવી. અમારી પાસે એસ.ટી.ડી. લાઈન્તો હતી જ. મેં સી.એ.ની એક્ઝામ માં મોડેમ વિષે વાંચેલું. એ બધાને એક વાત કરી કે મારે ૩૧ બ્રાંચ વચ્ચે મારું પોતાનું ઇન્ટ્રા-નેટ બનાવવું છે.(ત્યારે હજી ઈન્ટરનેટ દુર ક્ષિતિજ પર હતું). તમે કહો એટલા મોડેમ લગાવીએ. મારે ફ્લોપીનો કાંટો કાઢી નાખવો છે. ઓપ્શન થોડોક મોંઘો હતો પણ ડેટા ના પ્રોબ્લેમ ના કારણે અમારે ફંડ મેનેજમેન્ટમાં તકલીફ પડતી હતી. ડેટા તૈયાર હતો પણ વાપરી નહોતા શકતા. એક કંપનીને સિલેક્ટ કરી પાયલોટ ટેસ્ટ કર્યો. ડેટા એક જ મીનીટમાં ટ્રાન્સફર થયી ગયો. એસટીડી નું બીલ આવ્યું ૧૬ રૂપિયા. અમને પોસાય તેવું હતું. ફટાફટ બધીજ બ્રાન્ચને મોડેમ થી જોડીને અમારું પોતાનું આગવું નેટવર્ક બનાવવાનું નક્કી કરી નાખ્યું. 

મને સી.એ.માં ભણેલા એસ.એ.ડી.પી.ના એક એક ચેપ્ટર માં વર્ણવેલી વાતોને હકીકતમાં લાવીને ટેકનોક્રેટ બનવાના સ્વપ્ના આવવા લાગ્યા. હું જોકે હવે પ્રોગ્રામ બનાવતા સીખી ગયો હતો.ઓપેરેશન રીસર્ચના ચેપ્ટરનો ફંડ મેનેજમેન્ટમાં ઉપયોગ કરીને,ઓછી કોસ્ટમાં કેવી રીતે ફંડ ટ્રાન્સફર થાય તેવા સોફ્ટવેર બનાવવા લાગેલો. જે લોજીક રમેશભાઈ સમજી શકે તેમ નહોતા તે મેં જાતેજ અખત્યાર કરવાનું ચાલુ કર્યું. રમેશભાઈ મારા ગુરુ હતા. ક્યાંક ગરબડ થાય તો તે લુપ્સને સાંભળી લેતા. એક દિવસ, રમેશભાઈ એ કહ્યું કે વાયટુકે (યર ટુ થાઉઝંડ)ના પ્રોબ્લેમ ના કારણે લોકો ઓરેકલ તરફ જવા લાગ્યા છે. અમેં નક્કી કર્યું કે ઓરેકલને હવે પકડો. 

સીએ. ભણાવવામાં આવતા દરેક ચેપ્ટર હવે હું સોફ્ટવેર અન્જિનિયર ની દ્રષ્ટિથી જોતો થયેલો. મને હવે કોઈજ સોફ્ટવેર અશક્ય લાગતો નહોતો. બ્રાંચ તો વધતી જ હતી. દિલ્હીથી કોઇમ્બતુર અને ભુજ થી ગૌહાટી અમે નેટવર્ક ફેલાવી રહ્યા હતા.... 

થેંક્યું જિંદગી..

No comments: