સી.એ. શાધના પાર્ટ ૧
-----------------------
જયારે બી.કોમ પાસ કર્યું ત્યાર પછી શું કરવું? ઘરની પરિસ્થિતિ એવી હતી કે કમાણી કર્યા વગર ચાલે તેમ નહોતું. ઘરના હપ્તા ચુકવવા માટે અમે અમારા ઘરમાં એક રૂમમાં રહેતા અને કિચન અને એક રૂમ ભાડે આપી દીધેલો. પણ હવે અમે મોટા થવા લાગેલા એટલે એક રૂમમાં અમારે ચાર જણને રહેવું સાંકડું લાગતું હતું. અમે કિચન ખાલી કરાવી ને એક રૂમ ભાડે આપવાનું નક્કી કરેલું. જેથી હપ્તો તો બારોબાર ભરાવી સકાય. મેં ટ્યુશન ચાલુ કરી દીધેલા જેથી થોડી ઘણી આવક થવા લાગેલી, જે કોલેજની મારી ફીસ અને ચોપડીઓ, નોટ્સ વગેરે માટે અને મારો વાંચન શોખ પૂરો કરવા માટે બુક્સ ખરીદવા પુરતી હતી. પણ હવે ઘરમાં કૈક હેલ્પ થવાય એટલું કમાવું હતું.અય તેવું હતું મમ્મીનું કામકાજ છોડાવવું તો હજી પોષાય તેવું હતું જ નહિ. કારણકે બી.કોમ.માં ૭૨% આવેલા પણ તેના રીઝલ્ટ પર હું મારા સ્વપ્ના પુરા કરી શકું,તેવી કોઈ ઓફર દુર ક્ષિતિજે પણ દેખાતી નહોતી.
રીઝલ્ટ પહેલા જ જોકે,આ અંગે, થોડી ઘણી ચર્ચાઓ મમ્મી જોડે, સમય જોઇને કરી હતી. મમ્મી જોકે હું આગળ ભણવાનું ચાલુ રાખું તેવું ઇચ્છ્તી હતી.પણ આવકના સંદર્ભે , તેના હોઠ સિવાઈ જતા હતા. મમ્મીએ મારા કાકાને પોતાની મુઝવણની વાત કરી. કાકા જોડે અમારે વારંવાર મળવાનું થતું. તેમાં મેં કહેલું કે હું આગળ સી.એ. કરવા માંગું છું. એટલે કાકાએ અમારા થોડાક દુરના સગા અને સી.એ. શ્રી Bipinchandra Shah ના કાને વાત નાખી. અમારી બધી પરિસ્થિતિ જાણીને એમણે પૂરે પૂરી હેલ્પ કરવાનું વચન આપ્યું હતું. એ વચન પર પછી તો મારા અંદરનો સી.એ. થવા માટેનો કીડો પાક્કો થયી ગયો હતો. મેં તરત જ સી.એ. કરવા માટે નૌશીર એમ. મારફતિયા ફર્મને જોઈન્ટ કરી લીધી. શ્રી બીપીનભાઈ એ દર મહીને સ્ટાઇપેંડ સિવાય એક ચેક અલગ થી આપવાનું શરુ કર્યું. સી.એ. કરવા માટે ભણવામાં ધ્યાન રાખવું જરૂરી હોવાથી, બીજે પાર્ટ ટાઈમ કામકાજ કરવાનું તો ફાવે તેવું જ નહોતું. એટલે મેં ટ્યુશન ચાલુ રાખ્યા. જોકે ટ્યુશન ફક્ત મને મારા ભણતરમાં પણ હેલ્પ થાય તેવા અને તેટલાજ રાખ્યા.
ધીરે ધીરે સી.એ. ની આર્ટીકલશીપ ચાલુ થયી તેમ તેમ નવી દુનિયાના સંપર્કમાં આવ્યો. હું સવારે સાયકલ લઈને નીકળી પડતો. મને સીટી બસ ફાવે તેવું નહોતું. કારણકે એકતો ખર્ચ થાય અને બીજું ઓફીસ થી ડાયરેક્ટ ટ્યુશનમાં સમયસર પહોંચી જવું તે મારા માટે જરૂરી હતું. સીટી બસની રાહ જોવી પોષાય તેવી નહોતી. વળી મારે ગમે તે ક્લાયન્ટના ત્યાં, ગમે ત્યાં જવાનું રહેતું એટલે ક્યાંક બસ-સેવા હોય અને ક્યાંક નહિ , તેવી પરીસ્થીતિઓ હું એવોઈડ કરવા માંગતો હતો. રખિયાલ હોય, નારોલ હોય કે કેન્તોન્મેન્ત એરિયા હોય , હું ત્યાં સાયકલ લઈને પહોચી જતો. ઓફિસમાં જે લોકો સ્કુટર લઈને આવતા તે લોકોને કિલોમીટર દીઠ, અલાઉંસ આપવામાં આવતું. અમને પણ પછી સાયકલનું અલાઉંસ આપવાનું શરુ કર્યું. એ એલાઉન્સથી થોડીક એસેસરીઝ વસાવવી શક્ય થવા લાગી.
થ્ન્ક્યું જિંદગી.

No comments:
Post a Comment