Monday, November 25, 2013

Chartered-e-Engineer Part 2

ચાર્ટર્ડ-એ-એન્જીનીયર પાર્ટ -૨ 
---------------------------------
પહેલુ અઠવાડિયું પૂરું થયું ત્યાં સુધીમાં,ચેરમેનના શાળાએ બધો હવાલો આપી દીધો. બધું અસ્તવ્યસ્ત હતું. એ અરસામાં એક સીટીમાંથી બીજા સિટીમાં પૈસા મોકલવા હોય તો બેન્કમાંથી ડ્રાફ્ટ કઢાવવો પડતો અને એ ડ્રાફ્ટ કઢાવવા માટે જેમ જેમ રકમ વધતી જાય તેમ તેમ,બેંક એ દ્રફ કઢાવવાનું કમીશન વધારતી જાય. જે લોકોનો ધંધો અલગ અલગ સિટીમાં થતો તેઓએ બેન્કને એ કમીશન ચુકવવું પડતું. હોલસેલ ખરીદી કે વેચાન કરનારા વેપારીઓનું માર્જીન ખુબ નજીવું રહેતું. એમાં આ કમીશન પણ ભાગ પડાવી લેતું. એટલે અમારી કંપની એ વચલો રસ્તો કાઢેલો. દરેક સિટીમાં અમે બેંકમાં ખાતું ખોલાવી નાખતા.દરેક સિટીના મેનેજર પાસે,બીજા સિટીમાં ખોલાયેલા ખાતાની ચેકબુક સહી કરીને આપી દેવામાં આવતી. દરેક મેનેજર વેપારી નો લોકલ સિટીનો ચેક લઈને જે સિટીનો ચેક જોઈએ એ સિટીનો ચેક લઇ જાય. અને અમે બેંક કરતા કમીશન ઓછું લેતા અને ક્લાયન્ટની ઓફિસે પણ ચેક ડીલીવર કરતા. ત્યારે બેંકમાં ડ્રાફ્ટ કઢાવવો એ સમયની પણ બરબાદી હતી. 

અમે સિસ્ટમની ફોલ્ટની સામે સગવડીયો રસ્તો કાઢેલો. અમારા ચેરમેને બે વર્ષમાં વર્ષે ૭૦-૮૦ કરોડનો ધંધો, પાંચ બ્રાંચની હેલ્પથી કરી નાખેલો. મેં એમના શાળાની મદદથી એ આંખો બીઝનેસ સમજી લીધો. બીજાજ અઠવાડિયે એમના શાળા ગયા પછી, એમને મને એમના ઘેર બોલાવ્યો. ઓફીસ હજી તૈયાર થતી હતી એટલે એ ઘેર થી મેનેજ કરતા. 
એમણે સીધું જ પુચ્છ્યું "વિપુલભાઈ કિતના ચલેગા હમારા બીઝનેસ?" 
હું છક થયી ગયો. હું એક આખું લીસ્ટ બનાવીણે બેઠો હતો જેમાં,અમારા બ્રાંચ મેનેજર, કેટ કેટલા પ્રકારે ફ્રોડ કરી શકે અને થયા હોય તેવું લાગતું હતું એનું લીસ્ટ હતું. મેં તરત એમને કહ્યું : "ઐસા હી ચાલતા રહા તો છે બારહ મહિના સે જ્યાદા નહિ ચલા સકતે."
"કયું આપકો એસા લગા ? " 
મેં લીસ્ટ બોલવા માંડ્યું. આખું લીસ્ટ સંભાળીને એમને કહ્યું " મૈને આપકો સીધા ડીરેક્ટર કયું બનાયા હૈ? આપ ક્યાં કર શકતે હો? વરના આપકી જરૂરત હી નહિ હૈ ના ? સહી હૈ ના? આપ તો વિત્ત-વ્યવસ્થા મેં પૂરે ઇન્ડિયા મેં ફર્સ્ટ આયે હો,ગોલ્ડ મેડ્લીસ્ત હો. સહી હૈ ના ? " 

એમના સીધા હુમલાથી મારા પગ નીચેની ધરતી હલી ગયી. મારા માટે સી.એ.ની પરીક્ષામાં પુછાયેલા સવાલો કેટલા સહેલા હતા તે સમ્જાયી ગયું. મેં ધીરેન એ આપેલી સલાહ કામ આવી. "જયારે આવડતું હોય તેવું ના પુછાય ત્યારે સમજણ પડે તેવું ત્રાન્સ્પરાંત લખી નાખવું." મેં મનોમન હકીકતમાં એ કંપની મારી હોત તો હું શું પગલા લેત તે નક્કી કરી નાખ્યું. જોકે જે વિચાર આવ્યો તે ખતરનાક હતો. 
મેં કહ્યું "સર, હમારી સીસ્ટમ કો કોમ્પ્યુતરાઇદ કરની પડેગી. "
"એ લિખો નંબર " એમ કહીને નંબર લખાવ્યો અને કહ્યું કે એમને એક સોફ્ટવેર બનાવવા આપી દીધો છે. એ સોફ્ટવેર આવી જાય તો, બધી બ્રાંચના ડેટા નખાવીને ફ્રોડ સોધાવાના અથવા અટકાવવાના કેવા ઉપાય એમણે કાર્ય છે તે જણાવ્યું. અને મને કહ્યું કે એ સોફ્ટવેર બને તેમાં તમે પૂરી સખ્તાઈ થી સોફ્ટવેર બનાવડાવો અને ટેસ્ટ કરો કે ચાલશે કે નહિ? 

સી.એ. માં એક વિષય આવતો એસ.એ.ડી.પી. એ વિષય માં ૭૨ માર્કશ સાથે હું ફર્સ્ટ આવેલો. મેં એ નોલેજનો તરત અમલ માં મુકવા માટે સીસ્ટમ ફલો-ચાર્ટ બનાવવા માંડ્યા અને સોફ્ટવેર કંપનીને તે આપવા લાગ્યા. શરૂઆતમાં એ કંપનીના એન્જીનીયર ખુશ થયા. એમના માટે શું બનાવવું તે સીધું મળવા લાગ્યું. પહેલા એક મોદ્યુલ બનાવવા માટે એમને બહુ મહેનત કરવી પડતી . બે ત્રણ વખત ડીઝાઈન ચેન્જ કરવી પડતી. પછી આખું મોડ્યુલ જ પડતું મુકવું પડતું અને નવું બનાવવું પડતું. જયારે મારા ચાર્ટ થી એન્જીનીયર્સને બહુ ઇઝી થયી ગયું. પણ એ કંપનીના માલિક ને કૈક વાંકુ પડતા, ડેવલોપમેન્ટ અટકી ગયું. પછી ખબર પડી કે પૈસાના મામલે વાંકું પડ્યું છે. હવે મારા ચાર્ટના કારણે સીધો રસ્તો ક્લીયર થતા એમને હવે વધુ કામ કરવું પડશે એવું લગતા સોફ્ટવેર ની કીમત ડબલ લારી નાખેલી. અને સોફ્ટવેર માં બગ રાખવાનું શરુ કર્યું. હું રોજ ટેસ્ટ કરું અને તેઓ બીજે બગ રાખી દે. હું થાકી ગયો એમની ઓફીસ પર જઈને, પ્રોગ્રામ ફલો-ચાર્ટ લઈને બેસી ગયો. તેઓ મારી સામે જ સોફ્ટવેર બનાવે તેવું કરવા લાગ્યો. એ કંપનીના માલિક પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નહિ. એમને સોફ્ટવેર બનાવવાની ના પાડી દીધી. અમારા પૈસા પાણીમાં ગયા. અમે સુરત થી બીજા એક સોફ્ટવેર એન્જીનીયર ને પકડ્યો. એ પણ ચાર્ટ દેખીને મોટું કામ છે તેવું લાગતા, અડધું કામ કરીને,જે એડવાન્સ પૈસા આપેલા તે લઈને ભાગી ગયો. મારી ઉપર પ્રેસર વધતું હતું. બે મહિના થયી ગયેલા કોઈ રસ્તો નીકળતો નહોતો. તે દરમ્યાન બે ફ્રોડ સામે આવ્યા.અમારી સીસ્ટમ માં લુપ્સ દેખીને, એક મેનેજરએ ૫ લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખેલું. 

મેં એકલ દોકલ ણે પકડ્યા વગર નામાંકિત કંપનીને પકડવાનો નિર્ણય કર્યો. એમાં એપ્ટેક સોલ્યુશનનો સંપર્ક કર્યો. એમને કોન્ત્રક્ત આપ્યો. બધા ફલો-ચાર્ટ આપી દીધા. મેં શરૂઆતમાં જે મહત્વના હતા એ જ મોડ્યુલ બનાવડાવ્યા. એમણે બનાવવાનું ચાલુ કર્યું. મેં ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. સફળતા મળવા લાગી. મેં ધીરે ધીરે મેં નવી નવી બ્રાંચ ઓપન કરવાનું ચાલુ કર્યું. મોદી-ઓલીવીતી નામની કોમ્પ્યુટર કંપની સાથે કોન્ત્રક્ત કર્યો. હવે પાંચ બ્રાન્ચના રોજના રૂ. ૨૦ લાખના વ્યાપારને , વધારીને ૧૦ બ્રાંચ અને રૂ. ૪૦ લાખ પર પહોંચી ગયેલો. એક બ્રાંચ ઓપન કરવાથી,બીઝનેસ એક્શ્પોન્તિઅલ રેટ પર વધતો. પણ તેમ તેમ જોખમ પણ વધતું હતું. દરેક બ્રાંચ પર કોમ્પુટર ગોઠવી દીધા. એ અરસામાં કોમ્પ્યુટર નું અમારું નેટવર્ક કોમ્પુટર કલાસીસ પછી નું મોટું હતું. હેડ ઓફીસ માં ૧૫ અને દસ બ્રાંચ માં પણ કોમ્પ્યુટર પર એક સોફ્ટવેર ચાલતો. દરેક બ્રાંચ રોજ ફ્લોપી પર ડેટા મોકલતા અને હું રોજ એની એનાલીસીસ કરું અને દરેક સિટીમાં લખાયેલા ચેક પાસ કરાવવા માટેની ફંડ ની વ્યવસ્થા કરતો. 

ત્યાજ સમાચાર આવ્યા કે એપ્ટેકમાં જે બે વ્યક્તિ અમારો પ્રોજેક્ટ સંભાળતા હતા, તેમણે ઓછા પગારના કારણે, કંપની છોડી દીધી છે. એક અમેરિકા જતો રહ્યો અને બીજો અમદાવાદ ની બીજી એક કંપનીમાં,૨૫% પગાર વધારે, જોઈન થયી ગયેલો.વાટાઘાટો પછી ખબર પડી કે અમારે બીજા મોડ્યુલ બનાવવા અશક્ય થયી ગયા છે. મેં ચેરમેન ણે વાત કરી. ચેરમેને કહ્યું કે એ તમારો પ્રોબ્લેમ છે. ધંધો વધારી ચુક્યા છીએ. એક પણ ફ્રોડ થવો ના જોઈએ. જો તમે સાંભળી ના શ્કતા હોવ તો બ્રાંચ બંધ કરીએ. હું હાર સ્વીકારવા તૈયાર નહોતો. ઘણી મથામણ પછી નક્કી કર્યું અને બીજા દિવસે બીજો વ્યક્તિ જે કંપનીમાં જોઈન થયેલો તે કંપનીમાં જઈને ઉભો રહ્યી ગયો. એ બહાર મળવા આવ્યો. લસ્સી પિતા પિતા મેં વાત કરી. એણે સમય મળતો નહોતો એટલે આનાકાની કરવા લાગ્યો. મેં તરત કહ્યું કે તમને કેટલો પગાર મળે છે ? એને કહ્યું રૂ. ૧૦,૦૦૦ મેં કહ્યું કે હું ૨૦,૦૦૦ આપીશ. મજુર હોય તો કાલથી જોઈન થયી જજો ફોરન કરવાની જરૂર નથી.

મેં જોકે નવો દાવ ખેલી નાખેલો.હું મરણીયો બન્યો હતો. હું પોતે, ડેટા ચેક કરવા અને લોટસમાં નાખીને બીજા દિવસની એનાલીસીસ માટે રાતના ૯ વાગ્યા સુધી ઓળ્ફીસમાં 
બેસતો. ઘણી વાર રાતે ઘેર જતો ત્યારે બધા જમી પરવારી ગયા હોય. મારે કંપનીને એક નવા મોડ પર લઈ જવી હતી મારું સ્વપ્ન ૮૦ બ્રાંચ અને વર્ષે ૧૦૦૦ કરોડનું ટર્ણ કરવાની હતી. ચેરમેન અને મારા સ્વપ્નમાં,પ્રાઈવેટ બેન્કનું લાઈશ્ન્સ મેળવવાનું હતું. મેં એટલે જ સીધો તડ ને ફડનો નિર્ણય કર્યો. એને ડબલ પગારની ઓફર કરી નાખી. ચેરમેને પુચ્ચ્યું શું આપણને પોષાશે. મેં કહ્યું કે નહિ પોષાય. પણ એની પાસે થી બે મહિના કામ કરાવીને પાણીચું પકડાવી દઈશ. હું સોફ્ટવેર માટે ગમેતે કરવા તૈયાર છું. પહેલી વાર , મેં માન્યું કે મારી અંદર એક શેતાન પ્રવેશ કરી રહ્યો હતો. ચેરમેન મલકતાં હતા. 


થેંક્યું જિંદગી.

No comments: