Monday, November 25, 2013

C.A. Sadhna Part 2

સી.એ. શાધના પાર્ટ ૨
-----------------------
થોડા સમય પછી તો ધીરેન પણ નૌશીર મારફતિયામાં જોઈન્ટ થયો. ખબર નહિ વ્યવ્સ્થીતે, કૈક લખેલું હશે. મેં સી.એ. જોઈન કર્યું ત્યારે ધીરેન સી-ફાર નામની કંપનીમાં જોઈન્ટ થયી ગયો હતો. અને ટૂંક સમયમાં જ સારી પ્રગતિ કરી નાખેલી. પણ પછી એણે પણ સી.એ. કરવાનો નિર્ણય કર્યો ત્યારે બીજી એક વ્યક્તિ થ્રુ આજ ફર્મનો સંપર્ક થયો ને ફરીથી અમે સાથે સી.એ. કરવા લાગ્યા.

મારી આંખોમાં સ્વપ્ના હતા. ધીરેનની આંખોમાં સ્વપ્ના હતા. અમે ઘણી ચર્ચા કરતા. હું થોડોક જિંદગીણે ગંભીરતા થી લેતો,જયારે ધીરેન પગ ધરતી પર રાખતો પણ જિંદગીની સાથે સહેજેય કોમ્પ્રોમાઈસના મૂડમાં રહેતો નહિ. એનો એવો સ્વભાવ જેવો જ, મારા અંદરના સ્વભાવનો, પડછાયો હતો. પણ હું થોડોક લઘુતામાં રહેતો. મેં થોડી ઘણી કમાણી ચાલુ રાખી હતી. ટ્યુશન કરતો અને રેડિયો પર પ્રોગ્રામ આપતો. રેડીઓ પર અડધો કલાકના એક કાર્યક્રમનું રેકોર્ડીંગ થાય ત્યારે મને ૧૫૦ રૂ. મળતા. મારા માટે એક પ્રોગ્રામ એટલે સી.એ. ની એક બુક્સ એવું સમીકરણ બંધાઈ ગયેલું. ઇન્સ્તીત્યુતની બુક્સ અને બીજી કેટલીય બુક્સની તો ધીરેન જ વ્યવસ્થા કરી નાખતો. એક સેટ હોવાના કારણે અમે તૈયારીઓ પણ સાથે કરતા.

સી.એ. ફાયનલ માં હું બંને ગ્રુપમાં ફેઈલ થયો. મારા પગ નીચેથી ધરતી ખસી ગયી. ત્રણ ત્રણ વર્ષ પછી, મને સી.એ. થવાનું લંબાય તે પોસાય તેવું નહોતું. હું થોડોક નાશીપાસ થયી ગયો હતો. ધીરેન અને આશીષે હિમત આપી. શરૂઆતમાં ફરીથી વાંચવા માટે મૂડ બંધાતો નહોતો.આશિષ પણ મારી સાથે વાંચવા માટે કંપની આપવા લાગ્યો. ત્યાર બાદ પ્રેમલ કે જેનું ઇન્ટરનું હું ટ્યુશન કરતો હતો તેની તૈયારી ચાલુ થયી. પછી તો ગુરુ અને શિષ્ય સાથે સી.એ.ની તૈયારીઓ ચાલુ કરી.

સી.એ. ફાઈનલની ફરીથી પરીક્ષા આપવી એ ગોઝારો અનુભવ હતો. આઠેય પેપર ફરીથી આપવાના હતા. પ્રથમ પ્રયત્ને દરેક વિષયમાં પાસ તો હતો જ, પણ, એગ્રીગેટ થતું નહોતું એટલે ફેઈલ થયો હતો. આવખતે પણ આઠેય પેપર એકબીજાનું માથું ભાંગે તેવા આવ્યા હતા. પણ ધીરેન ની સાથે વાતો કરતા કરતા હવે હું પણ પરીક્ષાને થોડીક હળવાશથી કેવી રીતે લેવાય તે સીખી ગયો હતો. મેં તદન મારી સમજણ પૂર્વક જવાબો લખવાના શરુ કરેલા. ગોખેલા કે યાદ રાખેલા જવાબો પર મદાર રાખવાનું બંધ કરી દીધેલું. દરેક પરીક્ષાએ પેપર હાથમાં આવતા , ફાળ પડતી. પણ હું સ્વસ્થતા પ્રાપ્ત કરી લેતો . જયારે આવડતું હોય તે ના પુછાય ત્યારે , સમજણ પડે તેટલું લખવું , તેવી સ્ટ્રેટેજી વાપરેલી.

પરીક્ષામાં આઠેય પેપર પછી , રીઝલ્ટ સુધી ફિંગર ક્રોસ્ડ કરીને રહેલો. પહેલા પ્રયત્ન વખતે હું થોડોક ઓવર કોન્દ્ફીડન્ટ હતો, તેવું ફિલ થતું હતું. જયારે બીજો પ્રયત્ન મેં એકદમ ધરતી પર રહ્યીને આપ્યો હોય તેવું લાગ્યું. અંદરથી એવું પણ થતું કે, હવે ફરીથી તૈયારી કરવાની આવશે તો શું થશે? એક બાજુ એક રૂમ ભાડે આપેલો તે પણ ખાલી કરાવી નાખેલો કારણકે મારે તૈયારી કરવા માટે થોડીક જગ્યાની જરૂર હતી. મારા બીજા પ્રયત્ન વખતે, મારો સમય બચે તે માટે ધીરેને ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરીને મને મોપેડ આપવી દીધેલું. પણ એ મોપેડમાં પેટ્રોલ ભરાવવાનું પણ મને પોષાય તેવું નહોતું. તે હવે સમયની બચત સામે પોષવા લાગતું હતું. મને સમયની કીમત સમજવા લાગેલી. ટ્યુશન એક વધારે કરવાનું શક્ય બનેલું. મારી જિંદગીનો એક એક દિવસ અવનવા ગણિતમાં પસાર થતો.

થેંક્યું જિંદગી

No comments: