દિવાળીના દિવશો એ અમે એકબીજા ને ઘેર જવાને બદલે બધા એક જગ્યા એ ભેગા થઈને હોટેલ-રેસ્ટોરાંમા સાથે જમ્યા અને એકબીજા ને નવા સાલ ના મુબારક પાઠવીને છુટા પડ્યા. દુનિયા બહુ બદલાઈ રહ્યી છે અને અમારા સંબંધોમાં પણ બદલાવ આવી રહ્યો છે. વ્યક્તિ એ વ્યક્તિએ પ્રકૃતિ બદલાઈ રહ્યી છે અને એટલે વ્યક્તિઓના સમૂહ એવા "કુટુંબોના" ચીલાઓ બદલાઈ રહ્યા છે. અને ચીલાઓ બદલાઈ રહ્યા છે એટલે "સમાજ"ની સમજ અને સ્વીકૃતિઓ બદલાઈ રહ્યી છે. પહેલા ઘેર ઘેર જઈને મુબારક પાઠવવાના દિવશો ઓગળી રહ્યા છે. અને, એટલેજ દિવાળીમાં નહિ આવનારા ઓના વાંધા અને વચ્કાઓ પણ ઓછા થયી રહ્યા છે. આખું કુટુંબ હવે નોકરી ધંધો કરે છે કે ભણે છે. દિવાળીના દિવશો એ માંડ માંડ હવે રજાઓ "આખા કુટુંબ"ને સાથે મળે છે. કુટુંબની સાથે બહાર ફરવા જવાનો મોકો સંબંધીઓના ઘેર ઘેર ફરીને બગાડવો પોષાય તેમ નથી. હવે જુના પુરાણા ચીલાઓ ..ઘેર રસોઈ બનાવીને, મુબારક પાઠવવા આવનારાઓને મોઢા મીઠા કે તળેલા કરાવવા જેટલી રજાઓ પણ દિવાળી પહેલા ભાગ્યેજ મળે છે. કાજુના ભાવ કરતાય મોંઘી કાજુકતરી ધરીને, પોતાની રજાઓ નહિ બગડ્યાનો આનદ મળી જાય, ત્યારે, તે સરવાળે સસ્તી પડે છે. ધીમે ધીમે, વાંધા વચકાઓથી ઉપર આવીને પરિસ્થિતિ ને પામી લઈને, સહજ રહ્યીને, સ્વીકારી લેવાની આવડત આવી ગયી છે અને "આ" બાબતે લોકોના "મન મોટા" થયી રહ્યા છે. લોકોને "પોતાની" સ્વતંત્રતા પાછી મળવા લાગી છે. સમય નો ઉપયોગ હવે સમજાવા લાગ્યો છે કારણકે હવે લોકો પાશે નોકરી ધંધા છે.સમય એજ નાણું છે અને નાણું એજ સંબંધો સાચવવા કામ લાગે તેમ છે તેવું સમજાવવા લાગ્યું છે. જેમની પાશે નોકરી ધંધા નથી તેવાઓ લાગણીના વાવટાઓ અને પછી વાંધા અને વચ્કાઓ ના લીસ્ટમા નામ ટપકાવતા રહે છે. તે લીસ્ટ માંથી નામ કઢાવવા, નાણું પાછું ઘણીવાર કામ લાગતું રહે છે. નવરાશ ના સમયે થતી ચોવટ હવે નામશેષ થયી રહ્યી છે કારણકે દેશ હવે "પ્રગતી" કરી રહ્યો છે. સંબંધો પણ હવે પ્રગતી કરે છે. નવરો બેઠો નખ્ખોદ વાળે તે કહેવત હવે સાચી લાગે છે.. નવી વાત છે કામે વળગેલો સંબંધો વાળે. નવો સબ્દ આવે છે હવે "family re -union ".
Have a nice re-union
Have a nice re-union
No comments:
Post a Comment