સેક્સ સિવાય લગ્ન જીવનની જવાબદારી વિષે ભાન થાય તે પહેલા લગ્ન થયી જાય છે.બીજી જવાબદારીઓ નું ભાન થવા લાગે ત્યારે ત્રીજી વ્યક્તિનું આગમન થયી જાય છે... અને પછી તે ત્રીજી વ્યક્તિના આધાર પર સમાજે કરેલા બંધનો પૂરું કરવામાં જીવન પૂરું થયી જાય છે. હવે એક સમાજ ઉભો થયી રહ્યો છે...આં બંધનો ને પેલે પાર.".. પહેલું અત્યારે નહિ.." વાળાઓનું. લગ્નના નિર્ણય વખતે દરેક વ્યક્તિ પાશે પોતપોતાના પોઈન્ટ્સ નું એક લીસ્ટ હોય છે. આવા ૧૦ મુદ્દામાંથી ૭ મુદ્દા મળતા જ લેવાયેલા નિર્ણયના, બાકીના ૯૦ મુદ્દા ધીરે ધીરે ઉપસી આવે છે. ધીરે ધીરે છેડા ફાડવા તૈયાર થનારાઓની સંખ્યા વધતી જાય છે. અને તે એક સામાજિક પ્રગતિની નિશાની છે. ખરા અર્થમાં મુક્તિની સરુઆત છે. જીવન ને પોતાની વ્યાખ્યા પ્રમાણે જીવવાની તે સરુઆત છે. સમાજ ની વાત હવે કોઈ ગણકારતું નથી. તમે જયારે વ્યક્તિગત આભિપ્રાય આપો ત્યારે તમારો અભિપ્રાય એક રહે છે પણ સમાજના અંગ બની ને અભિપ્રાય આપવા જશો ત્યારે તમારો અભિપ્રાય બદલાઈ જશે . સમાજ નામના લેબલ જોડે આજ તો મેજિક જોડાયેલું છે. પોતાના ઘરના લીક થતા નળની ચિંતા નહિ કરનારો પાડોશીના લીવ-ઇન -રીલેશન વિષે બોલતો હોય ત્યારે તે પોતે રહ્યી ગયો કે ગયી ની વેદના ઉભરી આવતી હોય છે ...
No comments:
Post a Comment